Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Inspirational

3  

ચૈતન્ય જોષી

Inspirational

આશિષ તારા

આશિષ તારા

1 min
331


મળ્યું જે કાંઈ આજે મને મા એ છે આશિષ તારા.

તારી અમીદ્રષ્ટિ હશે અને મા એ છે આશિષ તારા.


ઉપકાર છે અગણિત,

જન્મોજન્મનો છું મા ૠણી,

કરજ તારું ચૂકવવું ન બને,

મા એ છે આશિષ તારા.


હદયની ભરપૂર લાગણી,

એ પરમ ભેટ છે મા તારી,

વિવેકી પરાવાણી જબાને,

મા છે એ આશિષ તારા.


ભક્તિ પરમેશની છે,

મા જન્મદત વરદાન તારું મને,

ટેવાય મન મારું શનૈઃ શનેઃ

મા છે એ આશિષ તારા.


સરળ સ્વભાવને જતું કરવાની,

હતી મા આદત તારી,

એ વસી જનારી મારા વર્તને,

મા છે એ આશિષ તારા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational