આપણાં સૈનિકોને સલામ
આપણાં સૈનિકોને સલામ
ગુલામીના મોતે મરતાં શીખવું નથી,
આઝાદીની પરોઢે હવે રડવું નથી.
ચીન-સિયાચીન સીનામાં અકબંધ છે.
ગોળીઓ ભલે ધરબાઈ નમવું નથી.
કાશ્મીરની ખુશ્બુ કાજે લોહી રેડીશું,
અખંડ ભારતનું મસ્તક ગુમાવવું નથી.
ઘરમાં નક્સલવાદના દગાઓ ક્યાં સુંધી?
દેશ હૃદયમાં છે,સ્મારક જોઈતું નથી.
મૃત્યુ હથેળીમાં લઈને જીવતો રહીશ,
માભો કાજ આતંકવાદને શરણે જવું નથી.
