આપ બસ મળતા રહો
આપ બસ મળતા રહો
હું ફકત ઈચ્છા કરું, જો આપ બસ મળતા રહો ;
સુગંધી સ્પર્શ ને શ્વાસે ભરું, જો આપ બસ મળતા રહો !
આ સંબંધોના અડાબીડ જંગલો વચ્ચે સજન,
હું લાગણી થઈને ખરું, જો આપ બસ મળતા રહો !
ક્યાંથી વિરહના દ્રશ્યનો ખાલીપણું પૂરી શકું ?
બસ 'સ્નેહ' ને હું ચિતરું, જો આપ બસ મળતા રહો !
છું હજી નિષ્ફળ, વિહરવાનું મળે જો સાથમાં ;
આકાશ આખું સર કરું, જો આપ બસ મળતા રહો !

