Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Siddhi Darji

Romance

4.8  

Siddhi Darji

Romance

આ મારું મન

આ મારું મન

1 min
98

તારી કાલીઘેલી વાતોમાં લલચાય છે આ મારું મન,

મારામાં પણ દેખે છે તુજને આ મારું મન,

તારી મીઠી મીઠી યાદોથી ભરાયું છે આ મારું મન,

મારા વિચારો માં પણ આગળ રાખે તને આ મારું મન.

તું છે મારી આંખો, ને હું છું તારું દ્રશ્ય,

રાખજે સદાયે સંગે આ મારું મન,

તું છે મારો શ્વાસ, ને હું છું તારું નાક,

એક-બીજાની સંગે ચાલે આ મારું મન.

તારી મીઠી મીઠી યાદોથી ભરાયું છે આ મારું મન,

મારા વિચારોમાં પણ આગળ રાખે તને આ મારું મન..

તું છે મારું ધ્યેય, ને હું છું તારો પંથ,

ચાલજે સદાયે સંગે એમ કહે છે આ મારું મન.

જીતશું આ જગતને સંગે રાખી પ્રેમ,

યાદ કરશે આ જગત એમ કહે છે આ મારું મન.

તારી મીઠી મીઠી યાદોથી ભરાયું છે આ મારું મન,

મારા વિચારોમાં પણ આગળ રાખે તને આ મારું મન.

Rate this content
Log in

More gujarati poem from Siddhi Darji