Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

પપ્પા…આવજો!

પપ્પા…આવજો!

10 mins
15.4K


‘જગમાં પિતાનું વાત્સલ્ય કદી કરમાતું નથી, જેની મહેંક એક હવાની માફક મારી આસપાસ રહી છે. જે વાત્સલ્યે મારા જીવનમાં ઘણાં રંગો ભરી દીધા છે. આજે હું જે સ્થાને પહોંચી છું તેનું પ્રેરકબળ મારા પિતા છે. માનો પ્રેમ પામી શકી નથી. મારા માટે પિતાજ સર્વસ્વ છે. આજે મારી કંપનીમાં વાઈસ-પ્રેસીડેન્ટના સ્થાને પહોંચી છું તેનો બધો યશ-જશ મારા પિતાને આપું છું.’

‘મમ્મી..મમ્મી.. હું એકદમ મારા વિચારોમાંથી સફાળી જાગી ગઈ. મારી નાની આઠ વર્ષની નૈના મારો ખંભો હલાવી બોલી..’મૉમ,તું ઉઘે છે ? મેં તને બે વાર પુછ્યું કે મને મારા સ્કુલ પ્રોજેકટમાં મદદ કર..પરંતુ તું તો સાંભળતીજ નથી.

‘નૈના, મારી ભુલ થઈ ગઈ. બોલ શું મદદ કરૂ ?’

‘મમ્મી મારે ડાયનાસૉર વિશે લખવાનું છે. તને ખબર છે કે..આ ડાયનાસૉર વર્ડ પૄથ્વી માંથી એકદમ નાશ કેમ પામ્યા ?' બેટી,ડાયનાસૉરના નાશ માટે ઘણાં કારણો જવાબદાર છે..કહેવાય છે કે...

'મોમ, કોઈ બારણું ખખડાવે છે, હું દરવાજો ખોલુ ?'

'ના બેટી..હું જાવ છું.. કોણ છે ?'

'ઢબું, હું છું…'

'ઓહ ! ડેડ ..'

' હા મેં તને આવતા પહેલાં ફોન કર્યો કે હું ઘરે આવું છુ પણ તારો ફોન બીઝીજ આવે છે.’

‘આ તમારી લાડકી નૈના ફોન પર વાત કરે પછી ફોન સ્વીચ-ઓફ કરવાનું ભુલી જાય છે.’

‘નાના..કહી નૈના નાનાને ભેટી પડી.. મારા માટે શું લાવ્યા ? નાના.' ‘ચાવળી,મને ખબરજ હતી કે હુ તને ક્‍ઈ ના આપું ત્યાં સુધી ઘરમાં આવવા નહી દે! લે તારી ભાવતી હરસીની કીસી કેન્ડી.’

‘નાના.. આઈ લવ ઇટ ! (મને ગમે છે) મારા પિતા સીધા નૈનાના રૂમ ગયાં અને તેણીની સાથે બાળકની માફક રમવા લાગ્યા ! મારે ત્યાં આઠ વર્ષની છોકરી છે છતાં મારા પિતા મારું નામ દીપા હોવા છતાં મને મારા નાનપણના હુલામણાં નામ “ઢબુ”થી જ બોલાવે છે..બસ “ઢબુ’ બોલાવવાનો હક્ક પિતાને જ છે. બીજા કોઈને નહી. મારા હસબન્ડ મુકેશ કોઈવાર મજાકથી બોલાવે તો હું મોઢું બગાડું એટલે તુરતજ સમજી જાય..કે મને નથી ગમ્યું. ”ઢબુ” શબ્દ પિતા બોલે છે ત્યારે એમની વાત્સલ્યતાનું ઝરણું વહેતું હોય તેવો ભાવ જોવા મળેછે ! અને મારું બાળપણ યાદ આવી જાય.

હું અહી અમેરિકા મારા ફેમિલી સાથે આવી ત્યારે માત્ર એક વર્ષની હતી. શિકાગોની કડકડતી ઠંડીમાં મારા પિતા કહેતાં.

‘બેટી. આ દેશમાં નવા નવા હતાં. તને બેબી-સિટર સાથે રહેવું નહોતું ગમતુ. પણ અમારી મજ્બુરી હતી કે જોબ કર્યે છુટકો નહોતો. હું અને તારી મમ્મી બન્ને જોબ પર ચિંતા કરીએ કે ઢબુ રડી રડી્ને અડધી થઈ ગઈ હશે. પણ શું કરીએ લાચાર હતાં ! તું માંદી પડી ગઈ, શરીર લેવાઈ ગયું. તારું દુઃખ અમારાથી જોવાયું નહી. મેં દિવસની જોબ જતી કરી, અને રાત્રીની જોબ સ્વિકારી જેથી દિવસે હું તારી સંભાળ રાખી શકું હું જોબ પર જાવ બાદ તારી મમ્મી સંભાળ રાખે. હા ઘણી મુશ્કેલીઓ નડી પણ તું ખુશ રહી એજ અમારુ અહો ભાગ્ય !'

હું બે વર્ષની થઈ તે પહેલાંજ મમ્મી કાર એકસીડન્ટમાં ઈશ્વરને વહાલી થઈ ગઈ. માના પ્રેમ વિશે સાંભળ્યું છે, વાંચ્યું છે, અનુભવ્યું નથી તેનો ખેદ છે પણ બીજીજ ઘડીએ પિતાએ આપેલ પ્રેમે મને માની ખોટ લાગવા દીધી નથી. બસ એજ મારી મા,એજ મારા પિતા એજ મારા ઈશ્વર ! અને એજ સાચી શિક્ષા આપનાર શિક્ષક !

મારા લગ્ન જ્યારે મુકેશ સાથે ભારતમાં થયાં ત્યારે પિતાએ મને લખેલ કાવ્યે મને ભાવથી ભીંજવી દીધી. એમની બે છેલ્લી કડી યાદ કરું છુ.

आशिष के दो शब्द कहना चाहूंगा,

मगर कुछ न कह पाऊं तेरी बिदाई पर,

बस मेंरी आंख पर एक नजर कर लेना,

दो शब्द तू अपने आप ही पढ लेना!”

મારા પપ્પા કદી ગુસ્સે ના થાય એમની નારાજગી, એમને ઠપકો આપવાના હોય તો બસ એમની આંખ પર નજર કરૂ મને બધું સમજાય જાય કે પપ્પા આજ માર પર ખુશ છે કે નારાજ ! આજ સંદેશ એમની કવિતામાં મેં વાંચ્યો. લાગણીશીલતા, પ્રેમ અને સંદેશ એમની કવિતામાં સંપૂર્ણ સાગરના મોજાની માફક ઉભરાય આવે છે.

મુકેશને હું અહીંની સિટિઝન હતી એટલે જલ્દી આવવા મળ્યું. પરંતુ ભારતિય રંગે રગાયેલો મુકેશ શરૂ શરુંમાં એ રુઢીચુસ્ત ભારતીય, બધું એના પ્રમાણે થવું જોઈએ ! જેમ કે મારા માટે સવારે જેવો જાગું પછી કડક ચા, ગુજરાતી ગરમ-ગરમ થેપલા. જાણે કે હું એની નોકરાણી હોઉ ! હું અહીં ઉછરેલી, આવું કદી પણ મેં અહીં જોયેલું નહી ! અને હું જોબ કરતી હતી. મને તો ગુસ્સો આવી જાય..અને કહી દઉ. ‘હે મુકેશ ! અહી તો બધું તારી જાતે કરી લેવું પડશે. અહીં કોઈ તારા માટે નોકર નથી. દેશમાં તારા ઘેરે નોકર હશે,,અહીં નહી ! અને અમારું આવી રીતે લગ્ન જીવન ધુંધળું બની ગયું.અને મે તેની સાથે ડિવૉર્સ લેવાનું નક્કી કર્યું.

મારી સહેલી જેનાએ મને સલાહ આપી કે તમો મેરેજ-કૉન્સીલરને મળો અને સમાધાન-સમજુતી કરો. મેં એપૉઈન્ટમેન્ટ લેવાનું નકી કર્યું ત્યારે મારી માસીની છોકરી શૈલાએ કહ્યું. ’યાર..તારા જ પિતા તને સાચો રસ્તો બતાવે એવી વ્યક્તિ છે. લોકો કોઈ પણ કૌટુબિક પ્રશ્નોમાં તેમની સલાહ લેતા હોય છે અને એ હંમેશા સા્ચી સલાહ આપે છે. તેણે આવા ઘણાં કેસમાં વગર મુલ્યે સમાધાન કરાવ્યા છે..મેં મારા પિતાને દુઃખ ના થાય તેથી કદી મારી વ્યક્તિગત વાત કરેલ નહીં.

‘પપ્પા, હું મુકેશ સાથે જરી એ સુખી નથી,એ બહુંજ જુના-વિચારોને વળગી રહેનાર ભારતિય છે. એ કશી બાબતની બાંધ-છોડ કરવા નથી માંગતો. કોઈ રીતે આવી વ્યક્તિ સાથે હું મારી જિંદગી વિતાવવા માંગતી નથી. પપ્પાએ બહું જ શાંતીથી, જરા પણ અપસેટ થયા વગર મારી સંપૂર્ણ વિગત સાંભળી.

‘બેટી, આમાં મારી પણ થોડી ભુલ દેખાય છે. તું અહીંના અમેરિકન સામાજીક-વ્યવારિક વાતાવરણમાં ઉછરી છો. તારા માટે અહીં જ ઉછરેલો છોકરો યોગ્ય ગણાય. પણ મેં તને વડોદરામાં રહેતા અને ઈલેકટ્રીક એન્જીનયર થયેલા મુકેશ સાથે મળી, ગમે તો લગ્ન કરવાની વાત કરી અને તે દેખાવડો, ભણેલો હતો તેથી તને પણ પસંદ પડ્યો. પણ ત્યાંના રીત-રિવાજમાં ઉછરેલ મહેશ પણ અહીંની રહેણી-કરણીથી વાકેફ નથી.એમાં તેને પણ દોષિત ગણી ના શકું. આ નાના નાના ઝઘડાં આટલું મોટું સ્વરૂપ લેશે તેનો મને કશો ખ્યાલ જ ના રહ્યો. બેટી,લગ્ન જીવનમાં ઘણી સમજુતી-ત્યાગની ભાવના હોવી જરૂરી છે. જો અને તો શબ્દો જીવનમાં ઘણી વિટંબણા ઉભા કરતા હોય છે. લગ્ન જીવનમાં શરત વગર જીવવું મુશ્કેલ છે પણ જરૂરી છે. અને એજ સાચો પ્રેમ લગ્ન જીવનની મંઝીલ સુધી પહોચાડી શકે ! એજ પ્રેમ મેરેજ લાઈફને સ્વર્ગ સુધી લઈ જઈ શકે. મુકેશ નવો નવો છે, હા, તેની સાથે પણ હું જરૂર વાત કરીશ. પણ તું મને ત્રણ મહિના આપ ! મને ખાત્રી છે કે તમારી લગ્ન જીવનની ગાડી જરૂર પાટા પર આવી જશે!’

‘ઑ,કે. ડૅડ.’

પિતાના એક એક શબ્દમાં કોઈ જાદુઈ અસર છે તે તો મારે માનવું જ પડશે. મારી મેરેજ લાઈફ સુધરવા લાગી. પિતાની સલાહ મુજબ મેં પણ ત્યાગની ભાવના, જતું કરવાની ટેવ ગુસ્સા પર કન્ટ્રોલ ! બધા સદ-ગુણ કેળવ્યા અને મહેશ પણ ધીરે ધીરે ઘણોજ સુધર્યો. મારા સાચા ગુરૂ મારા પપ્પાએ જ મારી મેરેજ લાઈફ સુધારી. આજ-કાલ કરતાં લગ્ન જીવનને ૧૦ વર્ષ થઈ ગયાં. ઘરમાં ઢીગલી જેવી નૈના આવી.અમારી વચ્ચે નૈના પણ અનોખા પ્યારની સાંકળરૂપ બની ગઈ !

પિતાની ફિલોસૉફી-તેમની સમજાવટની શૈલી અદભુત છે. એક દિવસ મને અંજના આન્ટી મળી ગયાં, જેમના હસબન્ડ એક વર્ષ પહેલાં હાર્ટ-એટેકમાં ગુજરી ગયેલા. આન્ટીએ મને કહ્યું.’બેટી તારા અન્કલ ગુજરી ગયાં પછી મને એવુંજ થઈ ગયું કે હવે એકલી જિંદગી જીવીને શું કરીશ ? ઈશ્વર પાસે હંમેશા પ્રાર્થના કરતી હતી કે મને પણ લઈ લે ! ખાવા-પિવામાં કશુંજ ધ્યાન ના આપું બસ એકલી એકલી રડયા કરૂ. એક દિવસ તારા ડેડ સાથે ફોન પર વાત થઈ અને મારી દુઃખભરી જિંદગીની વાત કરી ! એમને માત્ર ટુંકમાં જ કહ્યું. ‘ભાભી. તમે રડી રડી તમારા જીવને દુઃખી કરો છો અને સાથો સાથ મૃત-આત્માને પણ દુંખી કરો છો. જિંદગી ટુંકાવવાથી તમારા દુંખનો અંત આવે તેમાં હું નથી માનતો. મારી પત્નિને ગુજરી ગયાં ૩૦ વર્ષ થઈ ગયાં પણ હું દુંખી થઈ તેના આત્માને દુખી નથી કરવા માંગતો. બસ તેની સાથે માણેલા સુંદર દિવસો,સુખભરી પળોને યાદ કરી આનંદથી ઈશ્વરે આપેલી જિંદગીની મજા માણું છુ. જુઓને..દિકરી..જમાઈ અને મારી લાડલી પૌત્રી નૈના સાથે કેટલું સુંદર શેષ જીવન વિતાવું છુ ! જિંદગીની મજા માણું છું..આનંદથી રહું છું.’

‘બેટી મારું જીવન બદલાઈ ગયું. જીવન વેડફવા માટે નથી. જીવવા માટે છે, માણવા માટે છે. તેનો અહેસાસ થયો. તારા પિતાને આભારી છે.)

મારે કોઈ કથા-કિર્તનમાં કે ગુરૂઓના ઉપદેશ સાંભળવા જવું પડતું નથી. મારે તો ઘર આંગણે પિતારૂપી જ્ઞાનવૃક્ષ ની છાયા નીચે જીવનનું સારું ને સાચું જ્ઞાન મળે છે ! મારા પિતા પરમ મિત્ર જેવા છે જેની સાથે કોઈ પણ સંકોચ વગર કોઈ પણ વાત કરી શકું છું. જોબ પર કોઈ એમ્પ્લોઈ સાથે અથવા કોઈ મિત્ર-સગા સાથે માથાકુટ થાય તો પિતાની સલાહ લઉ. અને એમની સલાહ હંમેશા “હંમેશા હકારત્મક રીતેજ જીવવું જોઈએ હોય…જેને લીધે આજ હું કંપનીની વાઈસ-પ્રેસીડન્ટ બની શકી છું.

'દીપા, હવે જવાનો સમય થઈ ગયો.' પપ્પા હસતાં હસતાં બોલ્યા..

મે કહ્યું..'ક્યાં ? અહીં આજે જમીને જજો..'

'દીપા, તું હજું પણ તારી મમ્મીની જેમ ભોળીજ રહી !'

'પપ્પા..તમારી બોલવાની સ્ટાઈલ ઘણીવાર હું સમજી શક્તિ નથી.' 'બેટી,હું હવે ૭૯નો થયો !’

‘હા…આવતા વર્ષે તમારી ૮૦ વર્ષની જન્મતીથી બહુંજ ધામધુમથી ઉજવવાની છે. પપ્પા, શેરેટૉન-હોટેલમાં શાનદાર પાર્ટી કરવાની છે અને મહેશે હૉલ પણ અત્યારથી બુક કરી દીધો છે.. ‘

'હા..બેટી…જરૂર…પણ…'

' પણ શું પપ્પા ?… બેટી..હું તારી પાસે કશી વાત છુપાવતો નથી…મારું એન્યુલ ચેક-ઉપ થયું અને ડૉકટરેને શંકા પડતા વધારે ટેસ્ટ કરતા આજે જ રિપોર્ટ આવેલ છે કે મને લન્ગ્સ કેન્સર છે અને માત્ર…ત્ર…'

'ના..પપ્પા,,,મને આવું ના કહો…હું આ માનવા તૈયાર નથી.' કહી પપ્પાને નાના બાળકની જેમ વળગી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

’બેટી, મેં તને જીવનમાં શું શિખવાડ્યું છે ?'

'ડૅડ…તમે મને ઘણાં બૌધ-પાઠ શિખવાડ્યા છે પણ જ્યારે પરિસ્થિતી માથે આવે છે ત્યારે માનવી બધું ભુલી જઈ વિવશ બની જાય છે.'

‘હા..બેટી.. માનવ જીવનમાં જન્મ અને મૃત્યુ બન્ને જીવનનો એક હિસ્સો છે અને મ્રત્યુ પણ અનિવાર્ય છે. દીકરી, હું મારું જીવન બહું જ સુંદર રીતે જીવ્યો છુ. કોઈ અફસોસ રહ્યો નથી. સુંદર પત્નિ મળી. વહાલસોય દીકરી અને જમાઈ મળ્યા. પરી સમાન આ પૌત્રી ! બીજું શુ જોઈએ ? દીકરી, મૃત્યું કોઈ કારણ લઈને આવે છે ! કોઈને હાર્ટ-ઍટેક..કોઈને કેન્સર..તો મૃત્યુને વધાવે છુટકો જ નથી ! જેનો જન્મ છે તેનું મૃત્યુ અનિવાર્ય છે બેટી…'

ડૅડી, બસ હવે તો તમે મારા ઘરે રહો..હું તમારી સારવાર કરીશ…'

'ના બેટી…મને હોસ્પિટલમાંથી પુરેપુરી સંભાળ રાખવા માટે નર્સ અને ડૉકટર અઠવાડીએ આવી મને તપાસી જશે.'

'પણ ..ડેડ..મારો જીવ નહી માને…'

'દીકરી…મારું ઘર ક્યાં દૂર છે..એકાદ બ્લોકજ દૂર છે… '

'ના ડેડ…હું તમને એકલા નહીં જ રહેવા દઉ !

મુકેશ પણ બોલ્યોઃ’ ‘ડૅડ..આવા સમયે અમને સેવાનો મોકો આપો અને હું દીપાની વાતમાં સહમત છુ. તમારે આજથી અમારે ત્યાજ રહેવાનુ. હોસ્પિકના માણસો આપણાં ઘેર આવે અને આપની સારવાર કરે સાથો સાથ અમને પણ આપની સેવાનો લાભ મળે.'

મારા ડૅડી આ વાતમાં સહમત થયાં એનો મને આનંદ હતો અને ડૉકટના કહ્યાં મુજબ મારા વહાલા પિતાનું વાત્સલ્ય ગુમાવવાની છું એનો અફસોસ કોઈ શબ્દમાં વર્ણવી શકાય એમ નથી.

‘દીકરી, મારી પાસે કેટલા દિવસ બાકી છે એની મને ખબર નથી. પણ મારી આખરી ઈચ્છા તને કહી શકું ?'

‘ડૅડી.તમે મારા પપ્પા અને મમ્મી બન્ને હતાં એમ હું પણ તમારી દીકરી અને દીકરો બન્ને છું.’

‘હા,,દીકરી. તે મને હંમેશા દીકરી-દીકરા બન્નેનો ભરપૂર પ્રેમ આપ્યો છે. મને દીકરા ના હોવાનો કોઈ અફસોસ નથી… હા, હું તને શું કહેતો હતો..? પપ્પાને થોડી પળ પે’લા શું કીધું હતું તે પણ યાદ નથી રહેતુ,..’

'હા..તમારી આખરી ઈચ્છા..! '

‘દીકરી મારી તને અને મહેશને એકજ વિનંતી. મારા જવાથી…કોઈ અફસોસ ના કરશો.. વાત્સલ્યના ઉભરાયેલા મોજા આંખમાંથી આંસુ રોકવા મુશ્કેલ બની જશે..એ મોજાને એકવાર છલકાવી દેજે..દુઃખનો ઉભરો બહાર ઠાલવી દેજે. પછી ફરી આ જિંદગીની સુપ્રભાતને વધાવી લે’જે. મારો દેહ અગ્ની સાથે વિલિન થશે. દાહની હુંફ લઈ તમારા કૌટુબિક જવાબદારીમાં મગ્ન થઈ જજો. જીવનને ઉજ્જવળ બનાવજો.’

હું પિતાના એક એક ઉચ્ચારેલા શબ્દો સાથે આંસુની ધાર સહ ભીંજવાતી હતી.

‘હા..બેટી…અત્યારે લાગણી…આંસુ રૂપે વહાવી દે. પણ હું ગયાં બાદ તારે મજબુત થવાનું છે. તારા કુટુંબની જવાબદારી નિભાવવાની છે.

અગ્ની દાહ, તું અને મારા દીકરો સમાન મુકેશ કરજો. પપ્પા…બોલતા બોલતા થાકી જતાં હતાં..હાફ ચડી જતો હતો.ડેડી..બીજું કઈ ?

'મેં વીલની કૉપી તને ઘણાં સમય પે’લા આપી દીધી છે. મારી લાડલી નૈનાનો સંપૂર્ણ ભણવાનો ખર્ચ વીલના પૈસામાંથી કાઢજે. નૈના હોશિયાર છે. તેણીને ઈચ્છાને માન આપી તેણીને જે ભણવું હોય તેમાં મદદ કરજે.. શ્વાસ રૂધાવા લાગ્યો.

'ડેડી..હવે આરામ કરો…રાત્રીના ૧૧ વાગ્યા છે…'

'હા બેટી…કાલે શનિવાર છે એટલે તમારે ક્યાં જોબ પર જવાનું છે.'

'હા..પપ્પા…તમે થાકી ગયાં લાગો છો. આરામ કરો.' મારા માથા પર હાથ મુક્યો…નૈના તો સુઈ ગઈ હતી. મુકેશનો ખંભો થાબડ્યો !

'ગુડ-નાઈટ ડૅડ.'

'તમો બન્ને ને શુભરાત્રી. પ્રભુના આશિષ.’

’પપ્પા..ઘણો આભાર.

ચિંતામાં ને ચિંતામાં બહું ઊંઘ ના આવી. સવારે છ વાગે આંખ ખુલી ગઈ. જલ્દી જલ્દી નાહી-ધોઈ સાત વાગે પપ્પા માટે ચા બનાવી. પપ્પાની ટેવ મુજબ ઉઠે એટલે ચા જોઈએ. ચા અને તેમને ભાવતા સિરિયલ લઈ એમના રૂમમાં ગઈ.

'પપ્પા, ગુડ-મૉર્નીંગ..' પપ્પાએ જવાબ ના દીધો..પપ્પા. રાત્રે ઊઘ નહી આવી હોય..ફરી મેં બુમ પાડી એમને ઢંઢોળ્યા ! 'પપ્પા !…' પણ એંતો બહુંજ શાંતીથી ઊંઘી રહ્યા હતાં, મેં બારી ખોલી ! ઉષાના કિરણો મમ્મીની જેમ હસતાં હસતાં દોડી એમને ચુમી પડ્યાં. એક આંસુ ટપકી પડ્યું. લુછ્યું, ને હસી પડી..

’તમને વચન આપ્યા મુજબ, ’પપ્પા.. હવે હસ્તા ચહેરે…આપને આખરી વિદાય આપીશપપ્પા…આવજો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational