Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Drama Romance Thriller

4.7  

Ashvin Kalsariya

Drama Romance Thriller

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 19

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 19

13 mins
323


(આગળના ભાગમાં જોયું કે કાયરા ની બૂક નું પહેલું એડિશન તૈયાર થઈ જાય છે અને એજ સમયે તે બધાને રાજુ વિશે પણ જાણવા મળે છે અને તે ચારેય લોકો તે બાર પર જાય છે, આરવ અને રુદ્ર બંને રાજુ સાથે વાત કરે છે અને જયારે સિદ્રાર્થ ની મોત ની વાત આવે છે તો રાજુ ભાગી જાય છે, બધા તેને પકડવાનો પ્રયત્ન કરે છે અને તે આરવ ને મળે છે પણ તે આરવ પર હુમલો કરી દે છે અને આરવ પણ જવાબી હુમલો કરે છે અને જયારે રાજુ સિદ્રાર્થ ની મોત નું કારણ કહેવા જાય છે ત્યાં જ કોઈક તેના પર ગોળી ચલાવી દે છે અને તે મરી જાય છે, આરવ અને રુદ્ર કાયરા ને વિશ્વાસ અપાવે છે કે તેની બૂક પબ્લિશ થવામાં કોઈ અડચણ નહીં આવે)

કાયરા સવારમાં ઉઠે છે અને તૈયાર થઈ ને નાસ્તો બનાવે છે તે બહુ ખુશ હતી કારણ કે તેની બૂક કાલ પબ્લિશ થવાની હતી. ત્યાં તેનો ફોન રણકયો અને પ્રાઈવેટ નંબર જોઈ ને તે ફરી ગભરાઈ જાય છે તે ફોન રીસીવ કરે છે.

“હલ્લો” કાયરા એ કહ્યું.

“આખરે તમે બોકસનાં અંદર રહેલી વસ્તુ મેળવી ન શકયા” આર્ય એ કહ્યું.

“મારી વાત સાંભળ, તારે જેટલાં જોઈએ તેટલાં પૈસા તને મળી જશે ” કાયરા એ કહ્યું.

“મારે પૈસા નથી જોતાં બસ હું તને એક લાસ્ટ ચાન્સ આપવા માંગું છું ”આર્ય એ કહ્યું.

“લાસ્ટ ચાન્સ ? ” કાયરા એ આશ્ચર્ય સાથે કહ્યું.

“હા, હું તને મારું નામ કહી” આર્ય એ કહ્યું.

“વોટ ??, તારું નામ? શું છે તારું નામ? ” કાયરા એ અધીરાઈ થી કહ્યું.

“આર્ય” આર્ય એ કહ્યું.

આ નામ સાંભળીને કાયરા થોડી વિચારમાં પડી ગઈ પણ અચાનક તેને કંઈક યાદ આવ્યું અને તેણે કહ્યું. , “આર્ય”

“લાગે છે તું મને ઓળખી ગઈ છે” આર્ય એ કહ્યું.

“તું આ બધું શા માટે કરે છે ? ” કાયરા એ કહ્યું.

“કાયરા એ બધાં સવાલનો જવાબ આપવાનો મારી પાસે ટાઈમ નથી બસ તું મને મારાં એક સવાલનો જવાબ આપી દે એટલે પ્રોમીસ કરું છું તારા વિડિઓ અને બધી વસ્તુઓ હું તને આપી દઈ અને કયારેય તને પરેશાન પણ નહીં કરું” આર્ય એ કહ્યું.

“કયો સવાલ ? ” કાયરા એ કહ્યું.

“મારું નામ સાંભળીને તું સમજી જ ગઈ હશે શું સવાલ છે” આર્ય એ કહ્યું.

આ વાત સાંભળ્યા પછી કાયરા એ અડધી કલાક સુધી તેને કોઈ દેખાયું સ્ટોરી કહે તેમ આખી કહાની કહી.

“ઓકે કાયરા, મને મારો જવાબ મળી ગયો હવે તને કોઈ પ્રોબ્લેમ નહીં થાય” આર્ય એ કહ્યું.

“અને પેલાં વિડીયો ?? ” કાયરા એ કહ્યું.

“અડધી કલાકમાં તારા ઘર બહાર એ બધી વસ્તુઓ આવી જશે” આટલું કહીને આર્ય એ ફોન કટ કરી નાખ્યો.

કાયરા રાહ જોવા લાગી અને અડધી કલાક પછી ડોરબેલ વાગી અને તેણે દરવાજો ખોલ્યો તો બહાર કોઈ ન હતું બસ એક મોટું બોકસ પડયું હતું. કાયરા તે બોકસ લઈ ને અંદર આવી અને દરવાજો બંધ કર્યા, તેણે બોકસ ખોલ્યું તો અંદર કેમેરા હતાં જેનાથી બધું રેકોર્ડિંગ થયું અને બધા મેમરી કાર્ડ હતા જેમાં બધા વિડીયો હતા. કાયરા એ બધું ચેક કર્યું અને બધી વસ્તુઓ ને બહાર લઈ જઈ ને સળગાવી નાખી અને રાહતનો શ્વાસ લીધો.

આર્ય પોતાના સિક્રેટ રૂમમાં હતો,“કાયરા હવે કયારેય તને પરેશાન નહીં કરું આ આર્ય નાં ગેમની સૌથી આખરી બાજી છે અને હવે અંત પણ છે” આટલું કહીને આર્ય એ “S” સિમ્બોલ ટેબલ પર પછાડયો અને બધી સ્ક્રિન પર “S” આલ્ફાબેટ આવી ગયો.

રાત પડી ગઈ, આરવ અને રુદ્ર બધી તૈયારી કરી નાખી હતી, કાયરા ઘરે હતી તેને ખુશીને કારણે ઊંઘ જ આવતી ન હતી. તેનું સ્વપ્ન પણ કાલ પુરું થવાનું હતું. બહુ મુશ્કેલ થી તે સૂઈ શકી. સવાર પડી અને આ સવાર કાયરાની લાઈફ બદલવાની હતી. તે તૈયાર થવા જતી રહી આજે તેણે સાડી પહેરી હતી. બેકલેસ બ્લાઉઝ, લાઈટ પીંક કલરની સાડી અને ગોલ્ડન કલરનું બલાઉઝ,એકદમ લાઈટ મેકઅપ અને લાઈટ પીંક લિપસ્ટિક, ગળામાં સિમ્પલ પણ ડિઝાઈન વાળો નેકલેસ અને કાનમાં પહરેલા એકદમ પતલાં ઝૂમખા, આજે તો કાયરા કયામત લાગી રહી હતી અને આજ આ કયામત બધે કયામત કયામત લાવવાની હતી.

વિશાળ હોલમાં આજે જાણે કોઈ ઉત્સવ હોઈ તેવી સજાવટ હતી, સ્ટેજ પર મોટું પ્રોજેકટર હતું, સ્ટેજ પર સફેદ કલરનાં સોફા હતા. નીચે ગેસ્ટ માટે પણ બેસ્ટ ટેબલ અને ખુરશી ગોઠવેલી હતી અને ગેસ્ટ પણ બધા વીઆઇપી હતા. શહેરનાં એમેલએ અને કેટલાક નામી મંત્રીઓ, મશહૂર લેખકો અને ફિલ્મ સ્ટાર પણ હતા, મિસ્ટર પુરોહિત મિશ્રા પણ હાજર હતા, સિકયુરિટી માટે રુદ્ર એ સ્પેશિયલ ગાર્ડ રાખ્યા હતા પણ પોલીસ કમિશ્નરે પોલીસ ને પણ સિકયુરિટી માટે મોકલી અને આરવે તેમને પણ ગેસ્ટ તરીકે આમંત્રિત કર્યા હતા. ન્યુઝ ચેનલ વાળા તો સવારનાં આ બધું બતાવામાં જ વ્યસ્ત હતા. તે બધા ફિલ્મસ્ટાર અને લેખકો ને નવલકથા વિશે પૂછી રહ્યાં હતા અને બધાનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો હતો.

આ બધું જોઈને કાયરા બહુ ખુશ હતી. કાયરાના નામની ઘોષણા થઈ અને બધા તેની જગ્યા પર બેસી ગયા અને કાયરા મેઈન ગેટથી અંદર આવી, બધા ઊભાં થયા અને તાળીઓથી તેને વધાવી, મીડિયાવાળા તેનાં આ રૂપને કેમેરામાં કેદ કરવા લાગ્યા. આરવ અને રુદ્ર પહેલેથી જ સ્ટેજ પર હાજર હતા. કાયરા સ્ટેજ પર પહોંચી અને રુદ્ર અને આરવ સાથે હાથ મિલાવ્યા. ત્રિશા સ્ટેજ પર સાઈડમાં એન્ટ્રી વાળી જગ્યા પર બેઠી હતી. આટલી બધી સિકયુરિટી અને પોલીસ જોઈને કાયરાને વિશ્વાસ થઈ ગયો કે હવે કોઈ પ્રોબ્લેમ નહીં આવે. તેણે આરવ સામે જોયું અને આંખોનાં ઇશારા વડે તેનો આભાર માન્યો.

એન્કર તરીકે રાખેલી છોકરી બધાનું સ્વાગત કરે છે, દીપ પ્રાગટય અને પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થાય છે, બસ હવે થોડો સમય જ બાકી હતો પછી બૂક બધાની સામે પબ્લિશ કરવાની હતી. એન્કરે કહ્યું. , “હવે આપણે મિસ.કાયરા મહેરા ની લાઈફનાં થોડાકાં પળો નિહાળીશું” આટલું કહીને તે સાઈડમાં બેસી ગઈ.

સ્ટેજ પર સાઈડમાં રાખેલ પ્રોજેક્ટર પર ઈમેજીનેશન ચાલું થયું જેમાં તેનો જન્મ કયાં થયો, તે કંઈ રીતે લેખક બની, તેની પહેલી બૂક કયારે આવી, વગેરે વગેરે દર્શાવી રહ્યાં હતાં.

અચાનક જ એક વિડીયો ચાલુ થઈ ગયો,જેમાં કાયરા એક જ હતી અને તે વિડીયો ગઈ કાલનો હતો જેમાં કાયરાએ આર્ય સાથે વાત કરી હતી.

કાયરા એ કહ્યું. હતું, “હું મારી બધી ભૂલો અને ગુના સ્વિકાર કરું છું, સિદ્રાર્થ ખુરાનાની મોતનું કારણ હું જ છું, બે વર્ષ પહેલાં હું મારી બૂક ને પબ્લિશ કરાવા પબ્લિશર પાસે ગઈ હતી પણ કોઈ પણ વ્યક્તિ ને મારી બૂક પંસદ આવતી ન હતી, બસ એજ સમયે હું સિદ્રાર્થ ને મળી ભૂલથી અમારી સ્ટોરીની કોપી બદલાઈ ગઈ, હું ઘરે આવી ત્યારે ખબર પડી કે મારી સ્ટોરી બદલાઈ ગઈ છે મેં તે સ્ટોરી વાંચી અને મને તે સ્ટોરી બહુ ગમી અને મને વિશ્વાસ હતો કે આ સ્ટોરી પબ્લિશ કરવામાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે પણ તે બીજાની સ્ટોરી હતી. હું ફરી એ જગ્યા પર ગઈ અને તે વ્યક્તિ ને શોધવા લાગી અને મારી મુલાકાત સિદ્રાર્થ સાથે થઈ, મેં તેને તેની સ્ટોરી આપી અને તેણે મને મારી સ્ટોરી આપી. મે તેને કોફી માટે પૂછયું અને તે બહુ નર્વસ થઈ ગયો હતો એટલે હું સમજી ગઈ કે તે છોકરીઓ સાથે જલ્દીથી વાતચીત કરી શકે તેમ નથી પણ મેં તેને બહુ સમજાવ્યો અને પોતાની સાથે લઈ ગઈ, મેં તેની સ્ટોરી ના બહુ વખાણ કર્યા અને તે ખુશ થઈ ગયો, વાતચીતમાં મને ખબર પડી કે આ તેની પહેલી બૂક છે, અમારી વચ્ચે વારંવાર મુલાકાત થતી હતી અને તે કયારે મારા પ્રેમમાં પડી ગયો મને પણ ખબર ન રહી અને એક બે મહિના પછી અચાનક તેણે મને પ્રપોઝ કરી, થોડાં સમય માટે હું કંઈ વિચારી ન શકી, હું તેને લવ કરતી ન હતી પણ મેં મારા ફાયદા માટે તેને હા કહી અને તે ખુશ થઈ ગયો. વાતોવાતોમાં મેં તેને જણાવ્યું કે હું એક મશહૂર લેખક બનવા માંગુ છું પણ મારી સ્ટોરી કોઈ પબ્લિશ કરવા તૈયાર નથી ત્યારે તેણે મને કહ્યું. કે જે તેનું છે એ મારું પણ છે અને તેણે પોતાની સ્ટોરી મને આપી દીધી અને મેં તે સ્ટોરી પોતાના નામ પર પબ્લિશ કરી, અત્યાર સુધી જે ત્રણ સ્ટોરી મેં પબ્લિશ કરી એ ત્રણેય સ્ટોરી સિદ્રાર્થ એ લખેલી હતી પણ મેં તે મારા નામ પર પબ્લિશ કરી, એક વર્ષમાં મેં આ બધું કર્યું પણ આખરે તેને ખબર પડી ગઈ કે હું તેનો ફાયદો ઉઠાવી રહી છું અને હું કોઈ પ્રેમ નથી કરતી તેને એટલે તે મારા ઘરે આવ્યો અને મને કહ્યું. કે તે મને કોર્ટમાં લઈ જશે અને મે જે સ્ટોરી પબ્લિશ કરી તે તેણે લખેલી છે એ સાબિત કરશે, તેની આ વાતથી હું ડરી ગઈ અને મેં રોકી નામનાં ડ્રગ ડિલરનો કોન્ટેક્ટ કર્યા અને તેની પાસે થી ફેબેસી નામનું ડ્રગ લીધું અને સિદ્રાર્થ ના નોકર રાજુ ને પૈસાની લાલચ આપીને તેનાં ખાવામાં આ ડ્રગ નાખવા કહ્યું. જયારે સિદ્રાર્થ ને આ ડ્રગની લત લાગી ગઈ પછી મેં આ ડ્રગ આપવાનું બંધ કરી દીધું અને આ કારણે સિદ્રાર્થ તડપવા લાગ્યો અને મને અવસર મળી ગયો, હું તેનાં ઘરે ગઈ અને તેને આ ડ્રગનો એક ડોઝ આપ્યો એટલે તે વારંવાર મને ફોન કરીને તેની માંગણી કરતો હું તેના ઘરે જઈને તેને બહુ તડપાવતી તે મારા પગ પકડીને નાક રગડતો એટલે મે એક શરત મૂકી કે તે એક એવી સ્ટોરી લખે કે જે અત્યાર સુધીની બધી સ્ટોરી કરતાં સુપરહિટ જાય, તેની પાસે બીજો કોઈ રસ્તો ન હતો એટલે તેણે ‘બેઈંતહા - લવ એન્ડ લસ્ટ’ નામની સ્ટોરી લખી તેની અંદર અમુક *** સીન પણ હતાં મે એ બધા સીન માં વિકૃતિ અને હવસ ભરીને સિદ્રાર્થ ના નામ પર આ સીન ફિલ્મ પ્રોડ્યુસર ને મોકલ્યા, સિદ્રાર્થ ના આ વર્તનથી બધા તેને પાગલ સમજવા લાગ્યા અને બધા તેને સાયકો સિદ્રાર્થ કહેવા લાગ્યા, આ બધી વસ્તુઓને કારણે તેણે આત્મહત્યા કરી લીધી પણ તેની છેલ્લી સ્ટોરી મારા હાથમાં ન લાગી એટલે તેનાં નોકર રાજુ એ મને તેના ઘરેથી એ સ્ટોરી લઈ ને આપી, સિદ્ધાર્થ ની મોતનાં કારણે હું એ સ્ટોરી તરત પબ્લિશ કરી શકતી ન હતી એટલી થોડી રાહ જોઈ અને આખરે એ સમય આવી જ ગયો જયારે આ સ્ટોરી હું પબ્લિશ કરી શકું અને આખરે મારું સ્વપ્ન બેસ્ટ સેલિંગ ઓથર નો એવોર્ડ મેળવવો એ આ બૂક દ્રારા જ સંભવ થશે.”

કાયરાનો આ વીડિયો જોઈ બધા હેરાન થઈ ગયા, જેને બધા સ્ટોરીની લીડ હિરોઈન સમજતાં એજ આ સ્ટોરીની વિલન નીકળી. કાયરા તો હકકાબકકા થઈ ગઈ હતી, આખા શરીરમાં લોહીનો પ્રવાહ અટકી ગયો એમ તે સ્તબ્ધ થઈ ગઈ હતી, કાપો પાડો તો લોહી ના નીકળે તેવી હાલત થઈ ગઈ હતી. કાયરા તરત જ આરવ તરફ જોયું અને કહ્યું. , “આરવ, આ બધું ખોટું છે એ વ્યક્તિ મને ફસાવા માંગે છે.”

આરવે કાયરાનાં ગાલ પર હાથ મૂકયો અને કહ્યું. , “કાયરા મને તારા પર ભરોસો છે આ બધું તેજ કર્યું છે ”

“આરવ ? ” આરવની આ વાત સાંભળીને કાયરાએ આશ્ચર્ય સાથે કહ્યું.

“સિદ્રાર્થ તને હંમેશા તેનાં બેસ્ટ ફ્રેન્ડ આર્યની વાત કરતો હતો ” આરવે કહ્યું.

“તને કંઈ રીતે ખબર પડી ??” કાયરા એ આશ્ચર્ય સાથે કહ્યું.

“કારણ કે દુનિયાની નજરમાં બિઝનેસ ટાયકુન આરવ મહેતા ને એક જ વ્યક્તિ આર્ય કહી ને બોલાવતો હતો અને એ હતો સિદ્રાર્થ” રુદ્ર એ આરવની પાછળ થી આગળ આવતાં કહ્યું.

“મતલબ આરવ તું જ..... ” કાયરા એ આંખો પહોળી કરતાં કહ્યું.

“હા હું જ છે એ આર્ય જેણે આ બધો પ્લાન કર્યા, તને શું લાગ્યું છ મહિના પહેલાં તારી સાથે દોસ્તી કરી એ એક સંયોગ હતો, અત્યાર સુધી જે થયું એ મારી જ પ્લાનિંગ હતી, તે જે રીતે સિદ્રાર્થ સાથે પ્રેમ નું નાટક કર્યું એમ મે પણ નાટક કર્યું, મારા માં કોઈ લસ્ટ હતો નહીં પણ તારી સાથે બદલો લેવા આ લસ્ટ ઊભો કર્યો, હું પ્લેબોય તરીકે રહ્યો, તને ફસાવવા તારી સાથે .. એ વિડિઓ ને હથિયાર બનાવી ને તને માત આપી, તને શું લાગ્યું ફેબેસી ડ્રગ મે મારા માટે મંગાવ્યું હતું તારા હાથે જ રોકી ને ખતમ કરવા મેં આ પ્લાન બનાવ્યો જે લોકોએ તારો સાથ આપ્યો એને તારા હાથે જ ખતમ કર્યો” આરવે કહ્યું.

“રાજુ ને પણ મેં જ ખતમ કર્યો અને એ પણ તારી જ ગનથી જે આરવ તારા ઘરેથી લાવ્યો હતો ” રુદ્ર એ કહ્યું.

“હું, રુદ્ર અને સિદ્ધાર્થ એકજ અનાથ આશ્રમમાં સાથે મોટા થયા, મારી પાસે આ બંને સિવાય બીજો કોઈ આધાર ન હતો, હું આજે જે મુકામ પર પહોંચ્યો તે આ બંને ની મદદથી અને આ બંને ને પણ હું એ મુકામ સુધી પહોંચાડવા માંગતો હતો પણ સિદ્રાર્થ પોતાના દમ પર આગળ આવવા માંગતો હતો પણ તેને કયાં ખબર હતી કે આ દુનિયમાં તારા જેવા મતલબી લોકો પણ છે” આરવે કહ્યું.

“માત્ર અમે બંને નહી પણ ત્રિશા પણ અમારી સાથે હતી ” રુદ્ર એ કહ્યું. અને પણ આગળ આવી

“ત્રિશા તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છો” કાયરા એ કહ્યું.

“બેસ્ટ ફ્રેન્ડ હતી કાયરા, જે પોતાના મતલબ માટે કોઈ માસૂમની જિંદગી સાથે ખિલવાડ કરે તેવી ફ્રેન્ડ કરતાં દુશ્મન સારા હોય” ત્રિશાએ ગુસ્સે થતાં કહ્યું.

“આજ બૂક તો પબ્લિશ થશે પણ તારી નહીં” આટલું કહીને આરવે સ્ટેજ પર રહેલો લાલ પડદો હટાવ્યો અને બેઈંતહા - લવ એન્ડ લસ્ટ નું પોસ્ટર સામે આવ્યું જેમાં લેખક તરીકે સિદ્રાર્થ ખુરાના નું નામ હતું આ જોઈને કાયરા ના હોશ ઊડી ગયા.

“અત્યાર સુધી જે તૈયારી થતી હતી એ આ બૂકને પબ્લિશ કરાવા માટે થઈ રહી હતી ” રુદ્ર એ કહ્યું.

“તો જે કૉલ આવતાં હતા એ ? ” કાયરા એ કહ્યું.

“કાયરા આ ગેમમાં બધા પ્યાદા મારી તરફ જ હતા બસ તને એવો અહેસાસ કરાવ્યો કે આખી બાજી તારી તરફ છે અને વાત રહી ફોન કૉલની તો એ પહેલેથી રેકોર્ડ કરેલો અવાજ હતો કયારે કંઈ વાત બોલવી એ અમને ખબર હતી” આરવે કહ્યું.

“અને હા રોકીની ડેડબોડીને પણ અમે પોલીસ ને સોંપી દીધી છે અને બધા સબૂતો પણ અને રાજુ ની મોત તારી ગનથી થઈ તો એનો દોષ પણ તારા માથે જ છે” રુદ્ર એ કહ્યું અને પછી તે પોલીસ કમિશ્નર સામે જોઈ ને સ્માઈલ આપી.

કાયરા એ કમિશ્નર સામે જોયું તો એ પણ હસી રહ્યો હતો, હવે કાયરાને ખબર પડી કે તે કેટલાક મોટા જાળમાં ફસાઈ ગઈ છે, તે સ્ટોરી ની હીરો બનવા જઈ રહી હતી અને આખરે તેનો અસલી ચહેરો બધા સામે આવી ગયો.

“આરવ, તે આ ઠીક નથી કર્યું ” કાયરા એ ગુસ્સે થતાં કહ્યું.

“મરતાં પહેલા સિદ્રાર્થ એ મને ફોન કર્યો હતો હું વિદેશમાં હતો હું તેને બચાવી ન શકયો પણ જતાં પહેલાં તેણે મને બધી હકીકત કહી એજ દિવસે મેં નક્કી કર્યું સિદ્રાર્થ ની મદદથી તે જે નામ અને પૈસા મેળવ્યા છે એ બધું તારા થી છીનવી લઈ અને તને જિંદગીભર આ વાતનો અફસોસ થશે એ માટે તને કાનૂની રીતે સજા અપાવી” આરવે કહ્યું.

કાયરા કંઈ બોલે તે પહેલાં જ લેડી પોલીસ ઓફિસર ત્યાં આવી અને કાયરા ને હાથકડી પહેરાવી અને ખેંચી.“આરવ મહેતા આ તને બહુ મોઘું પડશે તે મારી સાથે ગેમ રમી છે”

“હવે આખી જિંદગી જેલમાં બેસીને સ્ટોરી લખતી રહેજે મારી સાથે બદલો લેવાની” આરવે કહ્યું.

પોલીસ કાયરાને ત્યાંથી લઈ ગઈ, જે મીડિયા એક સમયે તેનાં વખાણ કરતું આજે તે તેનાં ફોટો પાડી રહી હતી તેની નિંદા કરી હતી, જે નામ કાયરા એ મેળવ્યું તે નામ આજે ડૂબી ચૂકયું હતું, કાયરા ની બધી પ્રોપર્ટી વાત્સલ્ય ધામ અનાથ આશ્રમ ને દાનમાં આપવામાં આવી અને આરવ, રુદ્ર અને ત્રિશા એ સિદ્રાર્થ ની બૂક “બેઈંતહા - લવ એન્ડ લસ્ટ ” ને પબ્લિશ કરી.

આજે આ વાતને છ મહિના થઈ ગયા, કાયરા જેલમાં કેદીઓનાં કપડાં પહેરીને બેઠી હતી અને હાથમાં ન્યુઝ પેપર હતું જેનાં પહેલાં પેજ પર આરવ નો ફોટો હતો અને તે સિદ્ધાર્થ તરફથી “બેસ્ટ સેલિંગ ઓથર ” નો એવોર્ડ લઈ રહ્યો હતો. કાયરા આ જોઈ ખૂબ ગુસ્સે થઈ અને તેણે પેપરનો ડૂચો કરી નાખ્યો અને તેને ફેકયું અને જોરથી બરાડી અને કહ્યું. , “આરવ મહેતા તે એક લેખકનાં માઈન્ડ સાથે ગેમ રમી છે હું આનો બદલો જરૂર લઈ હું તને નહીં છોડી હું પાછી જરૂર આવીશ.”

રાતનાં દસ વાગી રહ્યાં હતાં અને આરવ, રુદ્ર અને ત્રિશા ત્રણેય આજ વિષ્ણુકાકા ની ટપરી પર ચા પી રહ્યાં હતાં અને આજેપણ આરવે એક કપ ચા વધારે મંગાવી હતી અને તે કોનાં માટે મંગાવી હતી એ તો તમે સમજી જ ગયા હશો. અત્યારે એ બધા હસી મજાક કરી રહ્યાં હતા અને સાથે ચા ની ચૂસકી લઈ ને આ ક્ષણને યાદગાર કરી રહ્યાં હતા.

તો આ હતી “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી” લવ અને લસ્ટ તો તમે આખી સ્ટોરીમાં જોયો પણ યારી આ લાસ્ટ ભાગમાં જોવા મળી. હું તો આટલું જ કહી કે બધા છોકરાઓ જીસ્મ ના ભૂખ્યા નથી હોતા અને બધી છોકરીઓ પૈસા માટે પ્રેમ નથી કરતી, બસ આવા બે ત્રણ લોકોનાં કારણે આપણે પ્રેમ જેવા પવિત્ર સંબંધ ને જ એક ટાઈમપાસ નું સાધન બનાવી દીધું છે, જો તમે કોઈને પ્રેમ કરો છો તો જિંદગીભર સાથ નિભાવાની હિંમત રાખો બાકી તમારા ટાઈમપાસ માટે કોઈ બીજાની લાગણીઓ સાથે કયારેય ના રમો અને જો તમે પરણિત છો તો તમારા લાઈફ પાર્ટનર પ્રત્યે વફાદાર રહો, પણ કયારેય પણ નાની એવી એન્જોય કરવા કોઈની લાગણી સાથે કયારેય મસ્તી ના કરતાં, કોઈ સ્ત્રી પોતાના શરીર સાથે તમને પોતાનો આત્મા પણ સોંપે છે તો ખાલી લસ્ટ ને શાંત કરવા કયારેય કોઈની લાગણીનો ખીલવાડ ના કરો અને કોઈ છોકરો તમને મોંઘી ગિફ્ટ ના આપી શકે એનો મતલબ એ નહીં કે તે પ્રેમ નથી કરતો તેની લાગણીઓ સમજો અને તેને પ્રેમ કરો, આ મારો મંતવ્ય હતો તમારો મંતવ્ય શું છે એ હું નથી જાણતો પણ મારા મતે બધા આ મંતવ્ય થી સહમત હશે.

એવરીથિંગ ઈઝ ફેર ઇન લવ વોર એન્ડ ફ્રેન્ડશીપ.


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama