Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

હું એક અભાગી મા !

હું એક અભાગી મા !

5 mins
13.9K


આ જગતમાં જન્મ લેવો, બાળપણ, જુવાની ને વૃદ્ધાવસ્થા ત્રણે અવસ્થામાંથી પસાર થઈ..એક અનોખા માર્ગે પ્રણાય કરવાનું ! અહીંના રહેવાસ દરમ્યાન કેટલાં બધા બંધન ! સંસાર બાંધ્યા બાદ પતિ, બાળકોની માયાજાળ અને આ માયાજાળ દરમ્યાન લાગણી, ઈચ્છા, અપેક્ષા એટલી બધી વધી જાય છે કે મૃત્યું તરફ જતાં એક અસહ્ય બીક લાગ્યા કરે છે. એ આવશે , જરૂર આવશે પણ એના ભણકારા પણ આપણાંથી સહન નથી થતાં.આવા ઘેલા છતાં વાસ્તિકતાના વિચારોમાં મારું મન ચડી ગયું. ઘડિયાળ તરફ નજર કરી તો રાતના બે વાગ્યાં હતાં ! પણ આજ કોણ જાણે કેમ નિંદ્રારાણી કે વિચારોના વાયરા એવા ફૂંકાવા લાગ્યાકે આંખ એક મટકું મારવાની પણ તસ્દી નહોતી લેતી !

‘મીનાબેન તમારી હાલત જોઈને લાગે છે કે આપણાં દેશમાં પણ મા-બાપ માટે લાગણી મરી પરવારી છે. પોતાના જ બાળકો સ્વાર્થના સગા બની ગયાં છે. કોઈ કોઈને કોઈના માટે કશી પડી નથી.’ ‘મમતાબેન, મને અફસોસ તો એ બાબતથી છે કે લાગણીના આવેશમાં આવી મેં મારું ઘર, નિવૃતિમાં આવેલ બધી મિલકત લુંટાવી દીધી ! ‘આવી મુર્ખાઈ તમે કેમ કરી ?’' શું કરૂ મમતાબેન્ ? મારા પતિની નિવૃતિબાદ એ બહુંજ બહુંજ બિમાર પડી ગયાં અને એ હતાં મરણ પથારી પર ! એમના છેલ્લા શબ્દોએ મને લાગણીવશ કરી દીધી ! ‘મીના, હું તો હવે નહી બચુ, તું એકલી પડી જઈશ તો રમેશ સાથી રહેવા જતી રહેજો અને આ ઉમરે તારે શું જોઈ એ ? બે ટક રોટલા અને હરીભજન !’ એમના સ્વર્ગવાસ બાદ મેં મકાન વેચી અને જે પૈસા આવ્યા તેમાંથી રમેશને મોટું ઘર અપાવી દીધું બસ આજ મારી મોટી ભુલ ! મેં મારા એકના એક દીકરા પાછળ સર્વસ્વ લુંટાવી દીધું. દીકરો અને દીકરાની વહું બન્ને સ્વાર્થી નિકાળ્યાં, મને ઘરની બહાર હાંકી કાઢી ! ભલુ થાજો આ શાંતીભાઈનું કે જેણે મને આ ઉંમરે એમની ઓફીસમાં કલર્ક તરીકે નોકરી આપી ! એમાં ભાડુ ભરતાં મારું ગુજરાન થઈ જાય છે !

"મીનાબેન, શાંતીભાઈ તમારા બહુંજ વખાણ કરે છે. તમારી પ્રમાણિકતા, તમારા કામના વખાણ કરતાં થાકતાં નથી ! તમે પણ બી.કૉમ ફસ્ટ કલાસ કર્યું છે એમ શાંતીભાઈ કહેતા હતાં. ભાઈ, એજ એમની મોટાઈ છે !.. આજ મમતાબેન ભાવનગરીએ મને અમેરિકા આવવા ઓફર કરી ! ..’મીનાબેન મારે બે મોટેલ છે અને મારે તમારા જેવા પ્રમાણિક માણસોની જરૂર છે. તમારે ફ્ર્ન્ટ કાઉન્ટર મેનેજર તરીકે કામ કરવાનું હું અમેરિકા જઈ તુરત સ્પોન્સ્ર લેટર અને જરૂરી પેપર્સ મોકલી આપુ છું.

બસ, આ મમતાબેન ભાવનગરીએ મારી લાઈફ બનાવી દીધી, એમની મોટેલ બિલૉક્ષી, મિસ્સી-સીપ્પીમાં હતી. જ્યાં હું મેનેજર હતી છતાં પણ મોટેલનું બધું કામ કરતા મને કોઈ જાતની શરમ નહોતી, ઉપરાંત મારા ગયાં પછી એમની મોટેલની આવક ઘણી વધી ગઈ ! ‘મીનાબેન, આ મોટેલનું સંચાલન તમો બહું સુંદર રીતે કરો છે, અને મારી આવક પણ વધી છે. હું હવે બીજી બેસ્ટ-વેસ્ટ્રર્ન અને લકીન્ટા લેવાનો વિચાર કરું છું. તમે આ મોટેલ ખરીદી લો. પૈસાની ચિતા ના કરતાં, આવક આવે તેમ તમે મને મહિને મહિને હપ્તા આપતાં રહેજો. ધંધાની ફાવટ મને આવી ગઈ હતી. આજે આ વાતને વીસ વરસ વિતી ગયાં. મોટેલમાંથી હોટેલ બીઝનેસમાં ! ઈશ્વર દયાથી મારે પણ બે “હૉલીડે-ઈન“ છે.

પાંચ વરસ પહેલાં જ એક્ મારી જેમ પરિસ્થિતીમાં સપડાયેલી બે સહારા વિધુર, મારી જ હોટેલમાં જોબ કરતાં શૈલેશ સાથે મેં લગ્ન કર્યાં. શૈલેશ, એ એક સજ્જન, માયાળુ નિખાલસ સ્વભાવના માણસ છે કે જેણે મારામાં જે મારા દીકરા માટે એક કટુતા હતી તે દૂર કરાવી ! જેમનો પરિચય હું જ્યારે હ્યુસ્ટન ગઈ હતી ત્યારે હિલક્રોફ્ટ ઈન્ડીયન શૉપીંગ સેન્ટરમાં થયો હતો. જ્યાં એમના સંતાન કફોડી સ્થિતીમાં એકલા મુકી જતાં રહ્યાં હતાં. પોકે પોકે રડતાં હતાં હવે ‘હું ક્યાં જઈશ ?’ મને દયા આવી, મેં મારો પરિચય આપ્યો અને હ્યુસ્ટનમાં મારી બેનપણીની હોટેલમાં ઉતરી હતી ત્યાં લઈ ગઈ અને પછી મારી હોટેલમાં જોબની ઓફર કરી. એ ખુશ થઈ ગયાં. આજે અમો પતિ-પત્નિ તરીકે સુખી જાવન જીવી રહયાં છીએ. ‘મીના ,આપણે શું લાવ્યા હતાં અને શું લઈ જશું ? રમેશે અને એમની વહુંએ કરેલી ભુલનો બદલો આપણે મા-બાપ થઈ કેમ લઈ શકી ? એ ભારતમાં છે એમને અહીં બોલાવી લ્યો ! આપણે બન્ને અહીનાં સીટીઝન છીએ. એકાદ બે વરસમાં એ અહીં આવી જશે તો એમની પણ લાઈફ બની જશે !..” શૈલેશ, મારા પર બન્ને પતિ-પત્નિએ આદરેલા જુલ્મ હું ભુલી શકું તેમ નથી… મા તરીકે હું તેમને માફ કરી શું પણ હું કદી ભુલી નહી શકું !.."હા, બસ ભુલી જાવ )‘ હું રમેશ માટે પેપર્સ તૈયાર કરું છું. તું આરામ કર !’ ‘હા, હવે મારી ઉંમર થઈને શૈલેશ ?’ ..’ના ના ! તું ૭૫ વરસની છો છતાં તમોને કોઈ જુએને તો કોઈ તમને ૬૫ના માંડ કહે ! આ ઉંમરે બે માઈલ ચાલો છે અને એક કલાક ટ્રેડમીલ પર !' 'હા, શૈલેશ , આપણે હ્યુસ્ટનમાં સેટ થઈ ગયાં એ ઘણું સારું થયું વેધર પણ સારૂ ! આપણો બીઝનેસ પ્રમાણિકતાથી માણસો ચલાવે છે તેનો મને સંતોષ છે’ ’હા. પણ રમેશ અને એમની પત્નિ આવી જાય એટલે તેમને ત્યાં હોટલમાં જ ગોઠવી દેવાના !’ ‘ઑકે, શૈલેશ, તમે જે કહે તેમ્ !’

રમેશે લખેલ પત્ર વારંવાર વાંચું છું:

પરમ પૂજ્ય બા ,

હું તમારો ગુનેગાર છું, પુત્ર કહેવાને પણ લાયક નથી ! તમારી પાછલી જિદંગી અમો એ બગાડી, સાચુ કહું તો છીનવી લીધી. અફસોસ થાય છે !ત્યારે કહેવત યાદ આવે છે.. પ્રેમના છાંટણાં જ્યારે પડતા હતાં ત્યારે એ અમૃત પિવાને બદલે અમો એ છત્રી આડી ધરી દીધી ! ને હવે તરસ્યા થયાં ! પસ્તાવો થાય છે ! માફીને પાત્ર નથી પણ માફીની આ અરજી આપ સ્વીકારશો ? મારી જોબ જતી રહી છે. બે બાળકો છે. માથે દેવું વધી જવાથી ઘર પણ વેચી દેવું પડ્યું છે. અહીંની પરિસ્થિતી બહું જ ખરાબ છે. મા છો. અમારા પર દયા ખાશો ? અભાગી એવા અમોને અમેરિકા બોલાવી લેશો તો…ઋણી..અહીં હતાં ત્યારે મેં મારૂં ઋણ જે અદા કરવાનું હતું તે નથી કર્યું. પણ એક મોકો આપો.. મારા પર ફરી વિશ્વાસ મુકશો ?..હા દુધથી દાઝેલા છાશ ફૂકી ફૂકીને પીએ ! આપને અમો એ બહું દઝાડેલ છે..એક પુત્ર તરીકે નહીં તો એક માનવતાને લક્ષમાં રાખી આ મારી અરજી સ્વીકારશો એ અમને ખાત્રી છે..

આપનો અભાગી પુત્ર.

રમેશ… તોફાનમાં સપડાયેલ આપનો એકનો એક પુત્ર….

મહિનાઓ પહેલા આવેલ પત્ર. વાંચતા , વાંચતા આંખમાંથી એક આંસું પત્રને ભીનું કરી ગયું. શું કરું ? મા છું ને ?આવા જ વિચારોમાં આખી રાત વિતી ગઈ ! ફોનની ઘટંડી વાગીં. શૈલેશ એના અવાજમાં જાગી ન જાય તેથી એક જ રીંગે મેં ફોન ઉઠાવી લીધો !.’ હલ્લો!.. મૉમ , હું રમેશ…આજે અમોને ચારેયને વીઝા મળી ગયો છે. એના અવાજમાં એક અનેરો આનંદ હતો ! અને રણમાં તરસ્યા ઉભેલા વ્યક્તિને એક પ્યાલો પાણી મળે તો કેવો નાચી ઉઠે ? એવો એનામાં ઉત્સાહ હતો ! હું વિચારતી હતી. હું એક અભાગી મા ? કે પછી એ મારો ભાગ્યવાન પુત્ર ? હા મેં અને શૈલેશે બન્ને એ અમારું વીલ(વસિયતનામું) બનાવી દીધું છે અમારી પાંચ મિલિયનની મિલકત અમારા ગયાં પછી એ રકમ ભારતમાં વૃદ્ધા-આશ્રમ, હોસ્પિટલ, અનાથ-આશ્રમ અને ગરીબો માટેની સ્કૂલના પ્રોજેકટમાં જશે.એનું ટ્ર્સ્ટ પણ નીમી દીધું છે. દીકરા રમેશને અહી આવી મહેનત કરવી પડશે. આપ કમાઈ કરી આગળ આવવું પડશે. અમે એને અહીં બોલાવવામાંએક દિકરા કરતાં માનવતાનું કાર્ય કર્યું છે. આ દેશમાં સફળતા છે, પૈસો છે પ્રમાણિકતા છે. સિદ્ધિ તમારા હાથમાં આવી ઉભી રહેશે જો તમે સુકર્મો કરો, મહેનત કરો !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational