Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

DIL NI VAATO

Romance

3  

DIL NI VAATO

Romance

પ્રેમનો અકસ્માત

પ્રેમનો અકસ્માત

4 mins
195


સૂરજની સાથે મારી અધૂરી જિંદગીને પૂરી કરવા ચાલો છું,

શું થયું મારી જિંદગીમાં એ કહેવા ચાલો છું 


પેલીવાર નવલકથા લખવાનો ટ્રાય કરી રહ્યો છું. જિંદગીમાં શું મળ્યું અને શું ખોયું આ વાત તો ઘણી નવલકથામાં હોય છે પણ જિંદગી એ મારી માટે શું કરું એ વર્ણવા માંગુ છું, કદાચ ગુજરાતી શબ્દોમાં ભૂલ આવે તો માફ કરજો.. 

સવારનો સૂરજ ઉગવાની સાથે ઘરેથી બેગ લઈને ચાલીનીકળવું અને રાત્રે ઘોર અંધારું થયા પછી ઘરે આવવું આવી જિંદગી ઘણા બધાની છે. શું આપના જીવનને આમજ વીતવાનું છે ? નહી, જિંદગીમાં કઈક કરી બતાવવાનું છે. આજની નવલકથામાં ચાર પાત્રો છે. રવિ, પાપા – મગનભાઇ, દાદી – લીલાબા અને ગર્લ ફ્રેન્ડ – વૈશાલી 

રવિ સવારના ઉઠવા સાથે સુરજ સામું જોવે છે અને સૂર્યભગવાનને નમન કરે છે. રવિ પોતાના સમય ઉઠી અને નાવા જાય છે. રવિની એક ટેવ હતી કે એ બ્રસ કરતાં કરતાં વિચારોના વાવાઝોડામાં વંટાઇ જતો. અને આમને આમ રોજે જોબ જવા લેટ થતો અને રોજે બોસનો ગુસ્સો ખાતો. એ ફ્રેસ થઈ ભગવાનને નમન કરી પોતાના રૂમમાંથી બહાર આવ્યો અને જોર જોરથી બૂમો પાડવા લાગ્યો ચા ક્યાં છે ? જલ્દી લાવો  તો લીલાબા ચા લઈને રવિની પાસે આવે છે અને કહે છે કે 'રવિ બેટા આજે પણ લેટ કરી દીધું ક્યારે સુધરીસ તું !' આમ કહી દાદી ચા આપી રસોડામાં ચાલ્યા જાય છે. રવિ ચા નાસ્તો કરી ઓફિસ જવાનું કરે છેને અને મગનભાઇ એને બૂમ પાડી કહે છે આજે બેન્કમાંથી ચેક બુક લેતો આવજે રવિ આ સાંભળીને તેના પાપાને સારું લેતો આવીશ આમ કહી રવિ ઘરેથી નીકળી જાય છે. અને રવિ પોતાના સોસાયટી ટચ હાઇવે પર જાય રિક્ષાની રાહ જોવે છે... 

રવિ પાસે કોઈ પણ જાતનું વાહન નહતું અને તો એ રિક્ષા શોધતો હતો એક બાજુ રિક્ષા નતી મળતી અને બીજી બાજુ ઓફિસથી એને વારંવાર ફોન આવા લાગ્યા હતા. રવિ આ બધુ જોઈ એક દમ ગરમ થઈ જાય છે. અને વિચારવા લાગે છે કે “આ કેવી જિંદગી છે મારી” પણ બિચારો શું કરે રિક્ષા જ નતી મળતી રવિનો ગુસ્સો વધતો જાય છે પણ કોની પર ઉતારે કેમ કે ત્યાં તો તેનો ગુસ્સો સાંભળનાર કોઈ હતું જ નહી. એવાકમાં એક છોકરી ગફલત ભર્યું એક્ટિવા ચલાવી ફૂલ સ્પીડમાં આવતી હતી અને બ્રેક ના લાગતાં તેની એક્ટિવા રવિ સાથે અથડાઇ ગઈ. અને રવિના પગે લાગવાથી ખૂનથી રવિના કપડાં પણ બગડી ગયા. રવિ પેલા તો ગુસ્સામાં હતો જ પણ એને આ જોઈ વધુ ગુસ્સો આવા લાગ્યો. અને એ છોકરીને કેવા લાગ્યો,

જોઈને નથી ચાલી શકાતું ? છોકરી કહેવા લાગી સોરી મારી એક્ટિવાને બ્રેક ના લાગતાં હું ગભરાય ગઈ હતી.

એવાકમાં જ રવિને રિક્ષા દેખાઈ તો તેને પોતાનો ગુસ્સો શાંત કરો અને છોકરીને કહું વાંધો નહીં આગળથી ધ્યાન રાખજો. તો છોકરી કહેવા લાગી 'સર તમારા પગે ખૂન નીકળે છે ચાલો હું હોસ્પિટલ લઈ જવું.' તો રવિએ કહું અરે મેડમ પહેલા તમે પોતાને હોસ્પિટલ લઈ જાઓ હું તો એકલો ચાલો જઈશ અને રવિ છોકરીને ઊભી કર્યા વગર ત્યાથી નીકળી જાય છે. અને રવિ હોસ્પિટલ દવા કરાવી ઓફિસ પોહચે છે. તેને ખબર તો હતી જ કે આજે તેના બોસ તેને બોલવાના છે. રવિ ઓફિસ ટાઈમથી બે કલાક લેટ આવ્યો હતો અને ઓફિસ પોહચતા જ તેના બોસ તેને ખૂબ ગુસ્સાથી બોલે છે. રવિ સાથે થયેલી ઘટના પોતાના બોસ સામે મૂકી પરંતુ બોસ હતા કે માનવા તૈયાર જ ન હતા. ફરી રોજની જેમ સાંજ ઢળી પડે છે અને રવિ કામ કરી સાંજે રિટર્ન પોતાના ઘરે જવાનીકળે છે ત્યારે ઓફિસની બહાર આવી રિક્ષા શોધે છે પરંતુ રિક્ષા મળતી નથી કેમ કે ઓફિસનું કામ મોડા ખતમ થયું હતું. આજુ બાજુ દાફેરા મારે છે રિક્ષાની રાહ જોતાં જોતાં સમય વધારે વીતી જાય છે. એવાકમાં સવારે અથડાયેલી છોકરી એને સામે આવી ઊભી રહે છે અને કહે છે કે, હાય,

રવિ કહે છે હાય,

છોકરી :- કહે છે કેમ અટાણે અત્યારે અહી ઊભા છો 

છોકરો :- તમે.....?

(રવિ એક દમ ચોકી જાય છે )

છોકરી :- હા સર હું 

રવિ:- કહે છે સોરી કેવા આવ્યા છો ….? 

છોકરી : અરે, ના ના સર હું તો અહી બજારમાં ઘરના થોડા કામથી આવી હતી 

રવિ:- ઓહહ, ઓકે ઓકે 

છોકરી:- સોરી સર 

રવિ : ઇટ્સ ઓકે 

છોકરી : ચાલો સર બેસી જાઓ હું તમારા ઘર સુધી મૂકી જાવુ 

રવિ:અરે ના ના હું રિક્ષામાં ચાલો જઇશ 

છોકરી:- અરે સર રિક્ષા ક્યારે મળશે ચાલો વાંધો નહીં 

રવિ : - સારું બેસું પરંતુ સવારે જેમ મને વગાડ્યું હતું એમ બીજા કોઈને છોડતા નહીં.'

છોકરી હસી અને એક્ટિવા ચાલુ કરી બને પોતાના ઘર તરફ જાય છે. બને એક બીજા સાથે વાત કરતાં કરતાં ચાલ્યા જાય છે છોકરી રવિને વારંવાર સર સર કહેતી હતી તો રવિને અજીબ લાગતું હતું તો રવિ બોલો અરે મને સર ના કહો કોલ મી રવિ પછી રવિ છોકરીનુ નામ પૂછે છે તો છોકરી પોતાનું નામ વૈશાલી કહે છે.

એટલામાં રવિનું ઘર આવી જાય છે અને કહે છે અરે રોકો મારૂ ઘર આવી ગયું. વૈશાલી કહે છે તમે અહી રહો છો. રવિ કહે છે હા અરે વાહ હ હું પણ આજ સોસાયટીમાં રહું છું. ઓહ સરસ રવિ છોકરીને થેંક યુ કહે એક પ્યારી સ્માઇલ આપી નિકળવાનું કરે છે. એટલાકમાં છોકરી કહે છે, રવિ, જો તમને વાંધો ન હોય તો તમારો નંબર આપશો ?' રવિ કહે હા ચોક્કસ. રવિ વૈશાલીને નંબર આપે છે...

(ક્રમશ:)


Rate this content
Log in

More gujarati story from DIL NI VAATO

Similar gujarati story from Romance