Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Romance Tragedy

4.8  

Ashvin Kalsariya

Romance Tragedy

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 3

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 3

7 mins
185


(આગળના ભાગમાં જોયું કે કાયરા મહેરા એક મશહૂર લેખક હોય છે અને તેનું હવે એક જ સ્વપ્ન હોય છે અને એ છે “BEST SELLING AUTHOR”નો એવોર્ડ મેળવવો, આ વચ્ચે ઓબેરોય પ્રોડક્શન હાઉસ ના માલિક રુદ્ર ઓબેરોય નો બેસ્ટ ફ્રેન્ડ આરવ મહેતા આવે છે, છોકરીઓ માં પોપ્યુલર આરવ મહેતા એક બિઝનેસ ટાયકુન હોય છે અને હવે તે રાત્રે કલબમાં જવાનો પ્લાન બનાવે છે અને એ પહેલાં કાયરા પણ કલબમાં જવાનો પ્લાન બનાવી લે છે, સંજોગ કે સંયોગ એ તો આગળ જ ખબર પડશે)

Rock N Club, મુંબઈ ની સૌથી મોટી કલબ કે જયાં મોટાં મોટાં લોકો એન્જોય કરવા આવતાં હતા અને આજે રુદ્ર ઓબેરોય અને આરવ મહેતા પણ અહીં આવી રહ્યાં હતા, રુદ્ર આરવ ને હમેશાં મીડિયા થી બચાવતો કારણ કે આરવ ની હરકતો તેને મુસીબત માં મૂકી દેતી અને પછી રુદ્ર આરવ ને બચાવી પણ ન શકતો.

આરવને કારણે જ રુદ્ર આ મુકામ સુધી પહોંચ્યો હતો, કારણ કે આરવ ની લાઈફ માં એકજ સંબંધ હતો અને એ હતી દોસ્તી, રુદ્ર એના માટે દુનિયા હતો અને રુદ્ર માટે પણ આરવ એની દુનિયા હતો. આજે બંને પૂરી મસ્તી ના મૂડમાં હતા, આરવ એ શેમ્પેઈન ની બોટલ ખોલી અને આખાં કલબમાં ધમાલ મચાવી દીધી, ખબર નહીં એવું શું હતું કે છોકરીઓ તેના તરફ આકર્ષિત થઈ જતી, એ તો ચારે બાજુ છોકરીઓ થી ઘેરાય ગયો અને પછી ડાન્સ ફલોર પર ધમાલ મચાવા લાગ્યો.

રુદ્ર શાંતિ થી ટેબલ પર બેસીને પોતાની ડ્રીંક એન્જોય કરી રહ્યો હતો,બસ ત્યાં જ દરવાજા થી એન્ટ્રી થઈ કાયરા અને ત્રિશા ની, ત્રિશા એ રેડ વેલ્વેટ કલરનું ગ્રાઉન પહેરેલ હતું અને કાયરા એ તો બ્લેક કલરનો વન પીસ પહેર્યો હતો અને તેના એકદમ મુલાયમ થિંગ જોઈ ને કોઈ નું પણ મન ડોલી જાય. તે બંને અંદર આવી ને પોતાની ડ્રીંક ઓડૅર કરી.

આરવ કોઈક છોકરી સાથે વધારે પડતો ચીપકીને ડાન્સ કરી રહ્યો હતો, કાયરાની નજર તેનાં પર પડી, કાયરા હમેશાં તેની કાલ્પનિક દુનિયામાં ખોવાયેલી હોય એટલે તે આરવને ઓળખતી પણ ન હતી, પણ આરવની હરકતોથી તે ઓળખી ગઈ કે તે એકનંબર નો ઠરકી છે. ત્રિશા ડ્રીંક લેવા ગઈ અને એજ સમયે રુદ્ર પણ ત્યાં પહોંચ્યો, બાર ટેન્ડરે એક ડ્રીંક ટેબલ પર મૂકી અને રુદ્ર અને ત્રિશા બંને એ એક જ સમયે તેને પકડી.


“એક્સ્ક્યુજ મી, આ મારી ડ્રીંક છે" ત્રિશા એ આંખો ઝીણી કરતાં કહ્યું

“સોરી પણ આ ડ્રીંક મારી છે" રુદ્ર એ કહ્યું

ત્રિશા કંઈ બોલે એ પહેલાં જ બાર ટેન્ડરે કહ્યું, “મેમ, આ ડ્રીંક સરની છે"

“ઓહહ સોરી, એક્ચુલી આ મારી ફેવરીટ છે તો મને થયું કે...." ત્રિશા એ હાથ પાછો લેતાં કહ્યું

એક્ચુલી, આ મારી પણ ફેવરીટ છે” રુદ્ર એ કહ્યું

“હાય, આઈ એમ ત્રિશા” ત્રિશા એ હાથ લંબાવતાં કહ્યું

“રુદ્ર, રુદ્ર ઓબેરોય" રુદ્ર એ હાથ મિલાવતાં કહ્યું

“ઓ માય ગોડ, રુદ્ર ઓબેરોય, ઓબેરોય પ્રોડક્શન હાઉસના માલિક ???” ત્રિશા એ ખુશ થતાં કહ્યું

“હા" રુદ્ર એ કહ્યું

ત્યાં જ પાછળથી કંઈક અવાજ આવ્યો અને જોયું તો આરવ એ કોઈક ના માથામાં કાચની બોટલ ફોડી હતી.

“અરે યાર, હવે શું બબાલ કરી” રુદ્ર એ કહ્યું

“તમે ઓળખો છો આને ?” ત્રિશા એ કહ્યું

“તું આરવ મહેતાને ઓળખે છે ?" રુદ્ર એ કહ્યું

“બિઝનેસ ટાયકુન આરવ મહેતા ?" ત્રિશા એ કહ્યું

“હા” રુદ્ર એ કહ્યું

“નામ સાંભળ્યું છે પણ કયારેય જોયા નહીં" ત્રિશા એ કહ્યું

“આજ છે બિઝનેસ ટાયકુન આરવ મહેતા" રુદ્ર એ કહ્યું

“વોટ, આ આરવ મહેતા છે ?" ત્રિશા એ હેરાન થતાં કહ્યું

“હા, અને હવે મારે જવું પડશે કારણ કે જો થોડો સમય વધારે એને આમ જ રહેવા દીધો તો આ કલબ નહીં રહે” આટલું કહીને રુદ્ર ત્યાંથી નીકળી ગયો.

ત્રિશા તેને રોકવા માંગતી હતી અને બોલાવા જતી ત્યાં તો તે જતો રહ્યો અને તરત જ આરવને પાછળ પકડયો અને પહેલા વ્યક્તિથી દૂર કર્યા.

“આરુ શું કરે છે યાર ?" રુદ્ર એ તેને પાછળ ખેંચતા કહ્યું

“રુદ્ર છોડ મને આ માદર*દને હું નહીં છોડું" આરવ એ ગુસ્સે થતાં કહ્યું

“ચાલ હવે અહીંથી યાર” રુદ્ર તેને પાછળ ખેંચી ગયો અને બીજા દરવાજેથી બહાર લઈ ગયો

બહાર જતાં જ આરવ એ કારને લાત મારી અને કહ્યું, “તું મને બહાર કેમ લાવ્યો એ માદરભગતને હું આજ છોડત નહીં" આરવ એ ગુસ્સે થતાં કહ્યું

“આખરે થયું શું હતું ?" રુદ્ર એ કહ્યું

“યાર હું એને ગર્લફ્રેન્ડ સાથ કિસ કરું એમાં તેનું શું જાય, પેલીને પણ મજા આવી રહી હતી તો આની *ડ માં શું મરચાં લાગી રહ્યાં હતા” આરવ એ કહ્યું

“એ ભેણણ…. મારે તને શું કહેવું, યાર તું બીજાની ગર્લફ્રેન્ડને તો છોડ, તને મારે નહીં તો શું તારી આરતી ઉતારે ?” રુદ્ર એ કહ્યું

“પણ એ કેટલી કયૂટ એન્ડ સેકસી હતી, એને મારી કંપની પંસદ હતી” આરવ એ કહ્યું

“હા મને ખબર છે, તું ખાલી એક રાત માટે જ કંપની આપે છે પછી તો બધું ભૂલી જાય છે" રુદ્ર એ કહ્યું

“જો ભાઈ ખાંસીનો ઈલાજ સમયસર ન કરો તો ટીબી થઈ જાય અને ગર્લફ્રેન્ડ સમયસર ન બદલો તો બીવી બની જાય એન્ડ લાઈફમાં થોડી વેરાઈટ પણ જુવે" આરવ એ કહ્યું

“તું આ જ્ઞાનના *દ, ચાલ હવે અહીંથી નહીં તો ખબર નહીં...." રુદ્ર એ કારનો દરવાજો ખોલતાં કહ્યું

ત્રિશા ડ્રીંક લઈને કાયરા પાસે આવી, “આટલો ટાઈમ કેમ લાગ્યો ત્રિશા ?" કાયરા એ ડ્રીંકનો ગ્લાસ લેતાં કહ્યું

“અરે તને ખબર છે મને હમણાં કોણ મળ્યું" ત્રિશા એ એક ઘૂંટ ડ્રીંક પીને કહ્યું

“કોણ ?” કાયરા એ કહ્યું

“રુદ્ર ઓબેરોય" ત્રિશા એ કહ્યું

“કોણ રુદ્ર ઓબેરોય ?" કાયરા એ કહ્યું

“અરે ઓબેરોય પ્રોડક્શન હાઉસનો માલિક" ત્રિશા એ કહ્યું

“વોટ, એ અને અહીં કયાં છે?" કાયરા એ કહ્યું

“એ તો જતો રહ્યો, હમણાં અહીં જેણે બબાલ કરી એ વ્યક્તિ સાથે" ત્રિશા એ કહ્યું

“બબાલ ?, અચ્છા પેલો કોઈક હતો એ?" કાયરા એ કહ્યું

“એ કોઈક નહીં પણ બિઝનેસ ટાયકુન આરવ મહેતા હતો” ત્રિશા એ કહ્યું

કાયરા હસવા લાગી અને કહ્યું, “યાર હજી આપણે એટલી પી પણ નહીંને તને ચડી ગઈ"

“હું મજાક નહીં કરતી સાચે અને મારી વાત સાંભળ આપણે કાલ રુદ્ર ઓબેરોયને મળવા જઈએ” ત્રિશા એ કહ્યું

“કેમ ?" કાયરા એ કહ્યું

“અરે ડફર, તારી નવલકથા માટે તારે કોઈ પબ્લીશર જુવે છે જે અઢળક ખર્ચો કરી છે બૂકને લોન્ચ કરવા તો રુદ્ર ઓબેરોયથી મોટો કોઈ નથી” ત્રિશા એ કહ્યું

“હમમ, તારી વાત તો સાચી છે પણ..." કાયરા એ કહ્યું

“યાર તું વિચારી નહીં એકવાર મળવામાં શું જાય છે અને જો માની ગયો તો તારું કામ સરળ થઈ જશે” ત્રિશા એ કહ્યું

“ઓકે આપણે તેને જરૂર મળશું” આટલું કહીને કાયરા એક જ ઘૂંટમાં આખો ગ્લાસ ખાલી કરી ગઈ

રુદ્ર કાર ચલાવી રહ્યો હતો અને આરવ મોબાઈલમાં ચેટ કરી રહ્યો હતો, કહેવાની જરૂર તો નથી કે તે કોની સાથે ચેટ કરતો હતો, અચાનક આરવની નજર બહાર પડી અને તેણે રુદ્રને ગાડી રોકવા માટે કહ્યું.

“શું થયું ?" રુદ્ર એ જોરથી બ્રેક મારતાં કહ્યું

“ગાડી સાઈડમાં પાર્ક કર અને બહાર આવ” આરવ એ દરવાજો ખોલીને બહાર નીકળતાં કહ્યું

રુદ્ર એ સાઈડમાં કાર પાર્ક કરી અને બહાર આવ્યો અને આરવ ને કહ્યું, “શું થયું ?"

“મારી સાથે ચાલ” આટલું કહીને આરવ રોડ ક્રોસ કરીને બીજી બાજુ ગયો અને રુદ્ર પણ તેની સાથે ગયો. રોડની બીજી બાજુ ખૂણા પર એક નાની એવી લારી હતી જેની ઉપર પતરાંની છત બનાવેલી હતી અને આજુબાજુ ચાર લાકડાનાં બામ્બુ ઉભા હતા અને તેનાં પર જૂનાં કટાય ગયેલા પતરાં હતા અને તેનાં પર ઘાસ પાથરેલ હતું.

એક વૃદ્ધ દેખાતો વ્યક્તિ ત્યાં ઉભા હતો અને લારીમાં ચા બનાવાનો સામાન પડયો હતો. આરવ ત્યાં ગયો અને તે વ્યક્તિને કહ્યું, “બે ચા બનાવો", એ વ્યક્તિ એ ઉપર નજર કરીને આંખો થોડી ઝીણી કરી અને આરવ અને રુદ્ર સામે જોયું અને હકારમાં માથું હલાવ્યું.

સાધારણ રીતે આવી જગ્યાને બધા ટપરી કહે છે અને ત્યાં લારીની સામે બે બાંકડાં હતા, આરવ અને રુદ્ર બંને ત્યાં જઈને બેસી ગયા, રુદ્ર સમજી ગયો કે આરવ અહીં શા માટે આવ્યો અને બંને એકબીજા સામે જોઈને મલક મલક હસી રહ્યાં હતાં. થોડીવાર પછી પેલાં કાકા ચા લઈને આવ્યા અને બંનેને આપી, આરવ અને રુદ્ર એ ચાનો એક ઘૂંટ માર્યા અને થોડીવાર બંને સત્બધ થઈ ગયા અને કાકા સામે જોયું, કાકા સામે પડેલાં બાંકડાં પર બેઠાં હતાં.

“છે ને એકદમ મસાલેદાર, કડક, પ્યોર દૂધ અને ડબલ આદુવાળી ચા” કાકા એ હસતાં હસતાં કહ્યું

“વિષ્ણુ કાકા.... તમે ઓળખી ગયા” રુદ્ર એ કહ્યું

“નાલાયકો આ વાળ એમનેમ સફેદ નથી થયા” કાકા એ કહ્યું

“કાકા હજી એક ચા આપો” આરવ એ કહ્યું

કાકા તરત એક ગ્લાસમાં ચા લઈને આવ્યા અને આરવ તે ગ્લાસ તેની બાજુમાં મૂકયો.

“માનવું પડશે રુદ્ર આની યાદશક્તિ હજી આેછી નથી થઈ" આરવ એ કહ્યું

“બેટા, તમને જોઈને જ ખબર પડી ગઈ હતી" કાકા એ કહ્યું

“કાકા, હવે આ ઉંમરે શું આ બધું કરવાની જરૂર છે ?" રુદ્ર એ કહ્યું

“બેટા, અહીં કોણ પૈસા કમાવવા બેઠું છે, તારી કાકી તો મને એકલો કરીને જતી રહી, હવે આજ સહારો છે, બસ આમ ચા બનાવતાં બનાવતાં ભગવાન બોલાવી એટલે બસ” કાકા એ કહ્યું

“તમારા જેવાની ત્યાં જરૂર જ નથી” આરવ એ હસતાં હસતાં કહ્યું

“તમે તો હવે મોટા લોકો થઈ ગયા, તમે તો હવે આવો નહીં અહીં" કાકા એ કહ્યું

“કાકા, ગમે તેટલાં મોટા થઈ જાય પણ તમને અને તમારી આ ચાને કયારેય ન ભૂલી શકીએ” રુદ્ર એ ચા નો ગ્લાસ બતાવતાં કહ્યું

“હા કાકા, કારણ કે એક સમય હતો જયારે આ ચા પીને અમે લોકો અમારું પેટ ભરતાં હતા” આરવ એ કહ્યું

“તમને જે મળ્યું તમે એને લાયક હતા” કાકા એ કહ્યું

ત્યારબાદ તેઓ અતિતની થોડી વાતો વાગોળવા લાગ્યાં અને એક કલાક તો આરામથી નીકળી ગઈ. છેલ્લે જતાં જતાં આરવ એ કાકાને ચાનાં બે હજાર આપ્યાં અને જે ત્રીજો ગ્લાસ ચાનો મંગાવ્યો હતો એ પાછળની બાજુ નીચે ઢોળી નાખ્યો.

વિષ્ણુકાકા જેની ટપરી આ બંને કયારેક ચા પીતાં હતા, એક સમય એવો હતો જયારે ખાલી ચાથી જ પોતાનું પેટ ભરતાં હતા પણ આજે તેની પાસે બધું હતું, જે વ્યક્તિ મહેનતથી પૈસા મેળવે તેને એની કિંમત હોય છે પણ આરવને ન હતી, એનું કારણ શું છે એ કોઈને ખબર ન હતી, પણ હવે આગળ શું થશે એ જાણવું તો પડશે કારણ કે જો કાયરા રુદ્ર પાસે ગઈ અને આરવ તેને જોઈ ગયો તો તમને ખબર છે એ શું કરશે અને એકવાત કહી જ દઉં, આરવ પર એક મુસીબત તો આવવાની છે પણ એ કંઈ મુસીબત છે એ આગળનાં ભાગમાં ખબર પડશે.

ક્રમશ :...


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Romance