Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

divyesh gajjar

Romance Tragedy

4.6  

divyesh gajjar

Romance Tragedy

વેઇટીંગ રૂમ

વેઇટીંગ રૂમ

13 mins
502


" હેલ્લો, શિવમ તારી હોસ્પિટલવાળા ગાંડા થયા છે કે શું ! "

શિવમ મને સવાલ કરતાં " કેમ, શું થયું ? "

" આ, એક અઠવાડિયું હું રજા પર શું રહ્યો. તમારી હોસ્પિટલવાળાએ એક કોમા પેશેન્ટને અહીં ટ્રાન્સફર કરી દીધો ! અને એ પણ આવા રોગચાળાનાં સમયે ! "

" ' ટ્રાન્સફર કરી દીધો ! ' એટલે હજુ સુધી તું એ પેશેન્ટને મળ્યો નથી, વશિષ્ઠ ! "

" અરે, એને મળીને શું કરીશ ! "

મને એ પેશેન્ટને મળવા માટે પ્રોત્સાહિત કરતાં " તું એકવખત એ પેશેન્ટને જોઈ આવ ! "

" અરે, શિવમ એ એમ પણ એક કોમા પેશેન્ટ છે. અને હવે જો એનો ઈલાજ શકય ના હોય તો પછી, એને ઈચ્છામૃત્યુ....! "

મને અડધેથી જ અટકાવવતાં " વશિષ્ઠ તું શું બોલે છે એનું તને ભાન છે ખરું ! આ વાત પર તું હમણાં જ એ પેશેન્ટને જોઈ આવ અને હા, ફોન ચાલુ રાખજે ! "

મેં તરત મારા કેબિનમાંથી બહાર નીકળ્યો અને એ પેશેન્ટનાં રૂમ તરફ દોટ મૂકવા લાગ્યો.

" શિવમ, એમ પણ આ નવા રોગનાં કારણે આવનારાં સમયમાં આ હોસ્પિટલ ભરાઈ જવાનું છે. એ તો સારું છે કે આપણાં રાજયમાં અને આપણાં શહેરમાં હજુ આ રોગ એટલો દાખલ થયો નથી. બાકી હું હમણાં જ આ બેડ ખાલી કરાવત અને એને એનાં ઘરવાળા પાસે જ પાછો મોકલી દે.......ત ! " 

દરવાજાને ખોલી મેં જેવો અંદર પ્રેવશ્યો. સામે બેડ પર કોમામાં ઘોર નિંદ્રામાં સૂઈ રહેલી એ દર્દીને જોઈને હું મારું વાકય પૂરું કરતાં-કરતાં અટકયો.

પણ, ખબર નહીં એની આ હાલત જોઈને હું થોડીવાર માટે ઠંડો થઈ ગયો. હાથ - પગ થોડીવાર માટે થીજી ગયા. મારા મોં માંથી તો કોઈ શબ્દ નહોતો નીકળતો પણ, માત્ર આંખમાંથી એક આંસુ સરીને મારા ગાલને ભીનું કરી ગયું.

સામેથી શિવમ સતત હેલ્લો- હેલ્લો કરતો હતો પણ, મારા મોં માંથી એક શબ્દ પણ નહોતો નીકળતો. મારા કાન પણ એકદમ સૂન થઈ ગયા હતાં.

પછી, અચનાક જ મેં શિવમને સવાલ કરતાં " હા, હેલ્લો એ તને કયાં અને કેવી રીતે મળી ? "

શિવમ જવાબ આપતાં " પહેલા થોડો શાંત થઈ જા ! આરામથી એની પાસે જઈ બેસ અને મારી પૂરી વાત સાંભળ. હું હજુ ચાર-પાંચ મહિના પહેલાં જ અહીં કામ કરવા આવ્યો. અને હું કંઈક કાયમી આ હોસ્પિટલમાં કામ નહોતો કરતો પણ, અમુક - અમુક ગંભીર કેસને સંભાળવા આ હોસ્પિટલવાળા મને સંપર્ક કરતાં. ત્યારે જ એકવખતની મુલાકાત દરમિયાન મારી નજર એનાં પર પડી. એ પહેલાં આ જ હોસ્પિટલમાં હતી. ડો. તરીકે એણે એ જ હોસ્પિટલની ઘણી સેવા કરી. પણ, એક કાર અકસ્માતનાં કારણે એણે પોતાનાં છોકરાઓને ગુમાવી દીધા અને એ અકસમાતનાં કારણે એ સિરયસ સ્ટેજમાંથી કોમાવાળા સ્ટેજમાં પહોંચી ગઈ. છેલ્લા પાંચ-છ વર્ષથી એ આ જ હોસ્પિટલમાં હતી. પણ, દેશમાં ફેલાતાં નવા રોગનાં કારણે આ હોસ્પિટલને એનો બેડ ખાલી કરવો પડયો. અને આમ, તો હોસ્પિટલવાળાને પણ બેડ ખાલી કરવો મંજૂર નહોતો અને એમની જિંદગી હોસ્પિટલવાળા માટે એક પ્રશ્ર બનીને બેઠો હતો. બહુ બધા વિકલ્પો વિશે ચર્ચા થઈ. અને તું કહેતો હતો એમ ઈચ્છામૃત્યુની વાત થઈ જ હતી કે ત્યાં જ તરત જ આ વિકલ્પને નકારી દેવાયો. અને, આખરે એ લોકોએ મારા સુઝાવ પર એને તારા હોસ્પિટલમાં શિફ્ટ કરી ! "

હું એ દર્દીની પાસે જઈને બેઠો. એનો હાથ પોતાનાં હાથમાં લઈને " અને એનાં પરિવારમાંથી ! "

આ સવાલ સાંભળતા જ " પરિવાર બાબતે એનાં છોકરાઓ જ એની જિંદગી હતાં. પતિ તો બહુ પહેલા જ એને તલાક આપીને અન્ય કોઈ છોકરી સાથે ભાગી ગયો. છોકરાઓનાં ગયા બાદ એ પેશન્ટની માં જ હવે એનાં માટે બધું જ છે. અને હવે એની માં થી પણ એનો ખર્ચૉ ઉપાડાતો નથી. અને આ હોસ્પિટલની ઓથરિટી પણ આવા કારણોસર બીજા અન્ય વિકલ્પો શોધતી હતી. પણ, મેં એને તપાસી જોઈ ! એની હાલત થોડી સુધરે એવી છે પણ, એનાં માટે એની આસપાસ એનાં પોતાનાં લોકો હશે તો એ વધુ સારી રીતે રિકવર થઈ શકશે ! હાલ કરેલાં એનાં બધા રિપોર્ટ તથા ટેસ્ટની ફાઈલ તથા એ અકસ્માતવાળી ફાઈલ તને મોકલી છે. બાકી કોમા પેશેન્ટની હાલત તો તું જાણે જ છે. "

મેં ફોન કટ્ટ કર્યૉ અને એને ખિસ્સામાં મૂકયો. અને એ દર્દીની હથેળીઓ પર પોતાની આંગળીઓ ફેરવતાં " તારી હથેળીઓ તો આજે પણ એટલી જ કોમળ છે ! જેવી દસ વર્ષ પહેલાં હતી. " એ વખતે મારા હાથમાં એનો હાથ હતો. પણ, તો પણ મને એમ લાગતું હતું કે એ એક અલગ જગ્યાએ અને હું એક જગ્યાએ છું !

અને હું એ જૂની યાદોને વાગળોવા લાગ્યો. એનાં હાથને મારા હાથમાં પકડીને એની એ બંધ આંખો તરફ નજર કરવા લાગ્યો.એ બંધ આંખોની અંદર શું ચાલતું હતું એ મને નથી ખબર પણ એને આટલાં વર્ષૉ બાદ જોયા પછી દિલને થોડી શાંતિ લાગતી હતી. અને દુઃખ પણ થતું હતું કે મારી અને એની મુલાકાત ફરી પાછી આ મુજબ થઈ !

મન થતું હતું કે બસ આમ જ બેસીને એને જોયા કરું. પછી, એક નર્સ રૂમમાં એન્ટર થઈ અને હું તરત જ મારી ખુરશી પરથી ઊભો થયો. અને પછી, ઈ.સી.જી અને એની આસપાસ રહેલ સાધનોનાં રીંડિગ તપાસીને હું ત્યાંથી નીકળી ગયો. પછી, મારા કેબિનમાં ગયો એની અકસ્માતવાળી ફાઈલ પર નજર કરી તથા બીજી અન્ય ફાઈલો પર પણ મેં નજર કરી. એનાં માટે મેં સ્નેહા કે જે અમારા હોસ્પિટલની સૌથી સારી નર્સ છે. સ્નેહાનાં કામનાં રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ કોમા પેશન્ટની ધ્યાન રાખવાની કામગીરી મેં એને સોંપી અને બાકી ડો. ની બાબતે આ કેસ ડો.શિવમે મને સોંપેલો. હું મારા કેબિનમાં કામ કરતો હતો. અને એટલામાં જ મારા લેન્ડલાઈન ફોનની ઘંટડી વાગી ! 

પછી, હું મારા ઉપરી અધિકારીને મળવા ગયો. એમને પણ આ કેસ બાબતે થોડી ચર્ચા - વિચારણા કરવી હતી. એમણે આ કેસ બાબતે પોતાનો સૂઝાવ આપતાં કહ્યું " ડો.વશિષ્ઠ, આ કેસમાં ઈચ્છામૃત્યુને જ મહત્ત્વ આપવું પડશે ! અને, એમ પણ આ બાબતે હવે, વિચારવાનો લાંબો સમય આપણી પાસે છે નહીં. કેમ કે હાલ પૂરા દેશમાં ધીરે-ધીરે એક વિચિત્ર પ્રકારનો રોગ ફેલાય રહ્યો છે કે જેનું નામ છે ' કોવિડ-૧૯ ' અને આ રોગ કોરોનાં વાયરસનાં કારણે ફેલાય છે. અને આવામાં આ કોમા પેશન્ટનો બેડ ...." અને ઈચ્છામૃત્યુ વિશે બીજી વાહિયાત વાતો પણ કરી. પણ મેં એમની અડધી વાતોને ધ્યાનમાં ના લેતાં એમની પાસે મહિના-દોઢ મહિનાનો સમય માંગ્યો. અને પછી, જો એ કોમા પેશન્ટ ઠીક ના થાય તો એને ઈચ્છામૃત્યુ આપી દેવાની વાત કરી ! 

એમણે પણ મારી વાતનું માન રાખતાં, મને સમય તો આપ્યો. પણ, એ શરત પણ રાખી કે જો પેલો કોરોના વાયરસવાળો રોગ હદ બહાર થયો પછીથી તો એને ઈચ્છામૃત્યુ આપવુ જ પડશે. અને આ શરતે હું પણ રાજી થયો.

એ તો હું પણ જાણતો હતો કે કોમા પેશન્ટનો જલ્દી ઠીક થવાનો કોઈ નક્કી સમય નથી હોતો ! પણ, આ વખતે દાવ પર મારો પ્રેમ હતો. અને એને ઠીક કરવા હું કોઈપણ હદે જઈ શકતો હતો. 

અને, હું મનમાં ને મનમાં એનાં એ હસતાં ચહેરાંને નજર સમક્ષ રાખી કહેવા લાગ્યો " સિયા તારા માટે કંઈ પણ ! "

હું ઓવરટાઈમ કરવા લાગ્યો અને મારા રોજિંદા કામ દરમિયાન મને જે કંઈક પણ કલાક કે બે કલાક સમય મળે એ સમયે હું એની પાસે જઈને બેસી જતો. 

એનો હાથ પકડીને અને સ્કૂલની - કોલેજની બધી જૂની વાતો કરતો. કોઈપણ જાતનો એનો પ્રતિસાદ મળે ના મળે તો પણ આ બધી વાત એકલો-એકલો કરતો. એને સવાલ પણ કરતો અને ઉલટામાં જવાબ પણ હું જ આપતો.

અને એક દિવસ એ નર્સ સ્નેહા સિયાને બોટલ ચઢાવતાં મારી તરફ નજર કરતાં બોલી " સર, કશ્યપ સરનું કહેવું છે કે તમે આ લેડી મિ.સિયાનાં કેસમાં ખૂબ ધ્યાન આપો છો. ડો - પેશન્ટની જેમ નહીં પણ એનાંથી પણ વધારે ! "

મને આમ તો થયું કે એને એની ભાષામાં જ જવાબ આપું. પણ, મેં બહુ જ શાંતિથી એને એક ખુરશી લઈ બેસવા કહ્યું અને મારી અને સિયાની પહેલી મુલાકાતની વાત કરવા લાગ્યો. 

કે કેવી રીતે મેં મારા શાળાનાં પહેલાં જ દિવસે એ ભૂલી ગયો કે મારો પહેલાં ધોરણનો કલાસ કંઈ બાજુએ છે અને હું એકખૂણામાં બેઠો-બેઠો આટલી નાની બાબતે રડવા લાગ્યો.

અને એવામાં સિયા મારી પાસે આવી અને મને એ પહેલા ધોરણનાં કલાસ આગળ લઈ ગઈ. મારી દોસ્તી એની જોડે ત્યારની હતી. પણ, પછી બીજા દિવસે હું મારા કલાસમાં ગયો ત્યારે એ મને ના દેખાઈ. પછી, મને ખબર પડી કે એ કલાસ ૧-બની જગ્યાએ ૧-અ માં હતી. પણ, મારો કલાસ તો ૧-બ જ હતો. પણ, છતાં ૧ થી ૧૨ સુધી અમે આ જ રીતે અમારી દોસ્તી નિભાવી. અમે કદી ટયુશનમાં, વાર્ષિક સમારોહમાં, રમત-ઉત્સવ વખતે આમ, ગમે ત્યારે પણ એકબીજાને મળતાં રહેતાં.

અને આ વાત સાંભળીને એ નર્સ પણ હસવા લાગી. અને પછી મને પૂછવા લાગી " તો, સર પ્રેમ કયારે થયો ? "

મેં એ વાત ટાળતાં એને બીજુ કંઈક કામ સોંપ્યું. અને આ વાત ત્યાં જ અટકાવી અને આ વાત ફરી કદી કરીશું એમ કહી દીધું. 

અને, પછી એકવખતે મારો મોટાભાગનો સમય હોસ્પિટલમાં જ નીકળી જતો અને ઘરે જવાનું પણ ઓછું થઈ ગયું. અને મારી માં પણ બીજી ભારતીય મા ઓની માફક મારી બહુ જ ચિંતા કરતી. 

અને દિવસનાં કેટલાંય ફોન પણ કરતી. અને મારા હાલ-ચાલ પણ પૂછતી. અને મારું ઘરે ઓછું આવવાનું કારણ પણ પૂછતી હતી. પણ, હું દરેક વખતે એ વાતને ટાળતો હતો. અને, એક દિવસ મારી માં મને જોવા અને હું ભૂખ્યો છું એ વાતને ધ્યાનમાં રાખીને મારા માટે ટિફીન પણ લેતી આવી.

મેં ભરપેટ એ ટિફીન પણ ખાધું અને માં ને સિયા જોડે પણ મળાવી. આમ, તો માં ને સિયા તો યાદ હતી. પણ સ્કૂલ પછી સિયા બીજા ડિપાર્ટમેન્ટમાં જતી રહી હતી. અને એને કારણે હું પણ ઘરે સિયાની વાત ઓછી કરતો હતો. એટલે આટલાં વખત બાદ સિયાને આ હાલતમાં જોઈ માં પણ ચોંકી ગયા.

પછી, એ જ સમયે પેલી નર્સ પણ સિયાનાં રૂમમાં કામ કરવા આવી. અને એ સમયે એણે પાછી તે દિવસની જેમ જ વાર્તા સાંભળવાની જીદ પકડી ! અને માં પણ પૂછવા લાગી કે કંઈ વાર્તાની વાત ચાલે છે ! 

અને, પછી આખરે મારે એ વાત કરવી પડી. મમ્મી અને સ્નેહા એ પોત-પોતાની ખુરશી પર બેસી ગયા અને મારી અને સિયાની લવસ્ટોરી સાંભળવા એકદમ ઉત્સુક હતાં.

મેં મારી વાત શરૂ કરી. " કોલેજમાં પણ સ્કૂલની જેમ ઘણાં લોકો મને હેરાન કરતાં હતાં. હું એકદમ શાંત સ્વભાવનો માણસ હતો. અને, હું આજે પણ એટલો જ શાંત સ્વભાવનો જ છું ! અને જયારે એ દિવસે એ બધા લોકો મને ભેગાં થઈને હેરાન કરતાં હતાં, રેંગીંગ કરતાં હતાં. ત્યારે એવા સમયે એક છોકરીનો અવાજ આવ્યો અને બે મિનીટમાં તો એ છોકરીએ બે છોકરાઓને આ તરફ અને બીજા બે છોકરાઓને પેલી તરફ ધકેલી દીધાં અને પછી, હું તો એને જોતો જ રહ્યો.

પણ, એ જોત-જોતાંમાં મને એ લોકોની રેંગીંગથી બચાવીને કલાસ તરફ લઈ આવી. અને આ વખતે એ મારા જ કલાસમાં હતી. એ કાર્ડિયો ડિપાર્ટમેન્ટ ચેન્જ કરીને ન્યૂરોલોજીકલ ડિપાર્ટમેન્ટમાં આવી હતી. એટલે આ વખતે એ મારી સાથે હતી. મારા માટે તો એનો સાથ હોવો એ જ એક ખુશીની વાત હતી. પછી, તો પ્રોજેકટ સબમિશન, લેબ, કેન્ટીનમાં ગપ્પા, કલાસ બંક થી લઈને બધી જ જગ્યાએ અમે સાથે હતાં. કોલેજનાં એકપણ એવાં દિવસો નહોતાં કે જે દિવસે અમે સાથે ના હોઈએ. એ પણ, શું દિવસો હતાં ! "

અને આટલું કહેતાં-કહેતાં હું એ દિવસોની યાદોમાં ખોવાય ગયો.

એટલામાં જ સ્નેહાએ મારા મોં પાસે એક ચપટી વાગાડી. અને મારી તરફ સવાલી નજરે " પ્રેમ કેવી રીતે થયો એ કહો ? "

હું વર્તમાનમાં પાછો આવતાં " કોલેજથી જ મને લાગવા લાગેલું કે અમે બંન્ને માત્ર એક મિત્ર જ નહીં પણ એનાંથી પણ વધારે છીએ ! કદાચ, સિયાને પણ આમ જ લાગતું હતું. અને, કોલેજનું એ છેલ્લું વર્ષ અને જિંદગીની કેટલીક એ ઘટના કે જે છેલ્લીવાર થવાની હોય એ દરેક ઘટના આપણી પર એક અલગ જ રંગ છોડી જાય છે. લોકો કહે છે કે પહેલીવાર બનેલું બધું યાદ રહે છે ! પણ, મારા માટે જિંદગીનાં એ અંતિમ ક્ષણો અથવા છેલ્લી વખતે બનતી ઘટના યાદગાર હતી. એક મહિનામાં અમને ડો. ની ડિગ્રી મળી જવાની હતી. અને જે દિવસે છેલ્લું પેપર હતું. એ જ સાંજે એક ફેરવેલ પાર્ટી પણ આયોજિત કરવામાં આવી હતી. એ સાંજ થી આખી રાત અમે બહુ ફર્યા, નાચ્યા, ખાધું-પીધું અને એ આખી રાત અમે શહેરમાં ફર્યા. અને પછી, એક શાંત જગ્યાએ આવીને સવારની ચા પીધી. 

અમે બે બહુ જ હસતાં હતાં, વાતો કર્યા કરતાં હતાં. અને વાતો-વાતોમાં મારો હાથ એનાં ગાલ પર આવીને લટકેલી લટ્ટ પાસે ગયો. મેં એ લટ્ટને એનાં કાન પાછળ કરી અને મેં એ હાથ એનાં ગાલ પર થોડીકવાર રાખ્યો. એનાં એ ગાલની નરમ સુંદરતાને મેં અનુભવી અને એ બે મિનીટ માટે અમે બંન્ને એકદમ શાંત થઈ ગયાં. એ બે મિનીટ દરમિયાન અમારાં બે વચ્ચેનો મૌન, અમારા બેઉનો શ્વાસો-ઉછ્વાસ ખૂબ શોર કરતા હતા.....અને પછી...."

અને, સ્નેહા ઉત્સુકતા સાથે " અને કિસ થઈ ગઈ ! "

હું હસતાં મોં એ ' ના ' માં ગરદન હલાવા લાગ્યો. અને મારી માં પણ થોડીવાર માટે આશ્ચર્ય પામી ગઈ. 

પણ, સ્નેહા પોતાની વાત ચાલું રાખતાં " સર, તમે કિસ કરી જ હશે ! "

હું થોડો અકળાતા " ના ...ના...ના બધી જ જગ્યાએ કિસ, શારીરિક સંબંધ હોવો એ જરૂરી નથી ! અને, જયારે મેં એનાં ગાલ પર હાથ રાખ્યો હતો ને ! ત્યારે જ... ત્યારે જ એ બે મિનીટમાં મને એની જોડે પ્રેમ થઈ ગયો હતો. અને બે મોટી-મોટી આંખો કે જે મારા ચહેરાને નિહાળી રહી હતી. એ આંખોને જોઈને મને પ્રેમ થઈ ગયો હતો. પ્રેમમાં પડવા માટે મારા માટે એ બે ક્ષણ જ બહુ હતાં. અને મેં એ જ ક્ષણેએ મારા હૃદયની વાત એને કરી દીધી.

મારી મમ્મી મારી તરફ નજર કરી ઉત્સુકતાથી એનો જવાબ સાંભળવા માંગતી હતી " એણે શું કહ્યું ? "

હું થોડો ચિડાયો અને એ વાતને ત્યાં જ અધૂરી રાખી અને સ્નેહાને કામ સોંપ્યુ. અને મમ્મીને પણ ઘરે જવા કહ્યું.

એ વાતને મેં મારા હૃદયમાં દબાવી લીધી. અને પછી, આખા દિવસનું કામ પતાવીને હું પાછો એનાં રૂમમાં આવ્યો. ત્યાં જ ખાય ને પછી, એનાં હાથને પોતાનાં હાથમાં લઈને એક ફરિયાદીની જેમ ફરિયાદ કરવાની શરુ કરી " તારે જો એ જ ક્ષણે મારી જિંદગીમાંથી જતું રહેવું હતું તો પછી સ્કૂલનાં એ પહેલાં દિવસે જ કેમ મારી પાસે આવી ! અને આજે પણ ફરતી-ફરતી ફરી પાછી મારી જિંદગીમાં કેમ આવી ! એ તો મમ્મીને વાત ના કરી પણ, પણ, તે એ સવારે પોતાનાં પિતાની મજબૂરીનું બહાનું કાઢયું હતું. તે તારા પિતાની મજબૂરીનાં કારણે તમારા જ પરિવારનાં ઓળખાણવાળા કોઈ સગા-સંબંધીનાં છોકરા જોડે તે લગ્ન કર્યા. 

હા, હું એ સમયે કદાચ તને ખુશ ના રાખી શકત. પણ, તે જેની જોડે લગ્ન કર્યા એણે પણ તને કયાં ખુશ રાખી. ઉલટી કા નું એ તને આ હાલતમાં છોડી ગયો ! તું એકવાર કહેતી તો તારા બાપ જોડે વાત કરી લેત ! આપણાં આ પ્રેમ માટે લડી લેત ! તું એકવાર એ દિવસે હા કરી દેત સાલું હું પણ તારી જોડે આખી જિંદગી આ જ રીતે જીવત ! "

એનાં ગાલ પર હાથ ફેરવતાં " મને એ સવારે સૂરજની કિરણો તારી આંખોમાં ચમકતી દેખાતી હતી. અથવા એ વખતે એ બે મિનીટનાં મૌનનાં સમયે જ તારી આંખોએ પણ તારા હૃદયની વાત કરી દીધી હતી એટલે કદાચ આંખો એટલી ચમકતી હતી. 

અને આજે જોવો ! એ જ પ્રેમ પાછો એ જ આંખોમાં ફરીથી ના ચમકી ઊઠે એટલે આજે હવે, આંખો બંધ કરીને ચૂપચાપ સૂઈ રહી છે ! "

હું ઉભો થયો અને એની તરફ ગુસ્સાથી જોતાં " સિયા, બહુ થઈ ગયું હવે તારું ! છેલ્લા દસ વર્ષથી તું ઊંઘે જ છે. ચલ જાગી જા હવે ! હવે, તારો આ શાંત સ્વભાવ મને ખૂંચે છે. તે મને ના કહ્યું હતું તારા લગ્નમાં આવવાનું.

પણ, હું આવ્યો. વિચાર્યું કે જો તારી આંખમાંથી એક પણ આંસુ સરયુ તો હું બધાની હાજરીમાં જ તને ત્યાંથી ભગાડીને જઈશ ! પણ, તારો આ જ શાંત સ્વભાવ અને એ જ ફૂલ જેવો કોમળ મલકાતો ચહેરો મને ખૂંચતો હતો. અને તને જોઈને પણ જોઈ ના હોય એમ ત્યાંથી નીકળી ગયો.

એક વાત કહું હવે, બહુ થઈ ગયું. હવે, તો મારી પાસે પણ શબ્દ નથી તને જગાડવાનાં. અને કોમામાંથી માણસને જલ્દીથી સભાન કરવાવાળી કોઈ એવી દવા હજુ બની જ નથી ! અને, હું જ ગાંડો હતો કે તને દવાની જગ્યાએ પ્રેમની મદદથી સભાન કરવા માંગતો હતો. પણ, હું એ ભૂલી ગયો કે તું તો મને પ્રેમ કરતી જ નથી ને ! ..... " મેં થોડીવાર માટે આવી લવારીઓ કર્યા કરી પછી થાકીને એનાં હાથમાં મારો હાથ પરોવીને અને એ જ બેડ પર પોતાનું માથું ટેકવીને સૂઈ ગયો.

પછી, અચનાક અડધી રાતે મારા માથા પર એક કોમળ હાથ ફરતો હતો. અને મેં આંખો મચોળતાં એ હાથ પર નજર કરવા લાગ્યો. 

અને, એ હાથ સિયાનો હાથ હતો. એની એ મોટી-મોટી આંખો ખુલ્લી હતી. અને એ રડતાં-રડતાં મારી તરફ જોયા કરતી હતી.

એ રાતે અમે બે એકસાથે રડયાં. પછી, મેં એનાં આંસુ લૂછયાં અને એને શાંત પાડી. એ કંઈક બોલવા માંગતી હતી અને બોલવાનો પ્રયત્ન પણ કરતી હતી પણ, મેં એને હાલ પૂરતું થોડીવાર સૂઈ જવા કહ્યું. 

મેં એની હથેળીઓને વારે-વારે ચૂમતો હતો. અને એણે પણ મારો હાથ એકદમ ફીટ પકડી રાખેલો. એનાં હાથની એ પકડનાં લીધે મને હવે, એમ લાગ્યું કે ' આખરે, હવે અમે બંન્ને એક જ જગ્યાએ એકસાથે છીએ ! '

પછી, સવારે જયારે મારા ઉપરી અધિકારી હોસ્પિટલમાં આવ્યાં ત્યારે હું એમને મળવા ગયો.

મેં મારો હાથ એનાં હાથમાંથી એને ખબર ના પડે એમ છોડાવ્યો. 

હું સરનાં કેબિનમાં પ્રવેશ્યો અને એ કોરોનાનાં કેસ બાબતે તથા સિયાનાં કેસ બાબતે મારી પાસેથી સૂઝાવ માંગતા હતાં. પેલાં કોરોનાનાં વધતાં-જતાં કેસનાં કારણે મેં એમને સિયાને મારા ઘરે શિફ્ટ કરવાનો સૂઝાવ આપ્યો. એ શરૂઆતમાં તો ના માન્યા પણ પછી સિયાની ગઈકાલ રાતની રિકવરીવાળી વાત કરી અને એ બધા પછી પણ એમને બહુ સમજાવ્યા બાદ આખરે એ માની ગયા. 

અને આમાં, ફાયદો તો એમનો જ હતો. એમની હોસ્પિટલનો એક બેડ ખાલી થતો હતો. પણ, છતાં એ સિયાને ઘરમાં શિફ્ટ કરતાં પહેલાં એને એકવાર જોવા માંગતાં હતાં.

અમે બંન્ને જયારે એ રૂમ તરફ જતાં હતાં. ત્યારે જ સ્નેહા મારી તરફ દોડતી-દોડતી આવતી હતી અને કહેવા લાગી " સર, જલ્દી સિયાનાં રૂમમાં ચાલો ! વી લોસ્ટ હીઝ કાઉન્ટ ( ઈ.સી.જી કાઉન્ટ ) " 

આટલું સાંભળતામાં તો હું વીજળીવેગે એ રૂમ તરફ ગયો અને, સિયાનો હાથ પોતાનાં હાથમાં લઈને એને ઝગઝોળવા લાગ્યો. 

એની નસો, એની હાર્ટ બીટ બધુ તપાસી જોયું. પણ, એ સમયે બધું જ શાંત થઈ ગયું હતું. મને માત્ર મારા જ હૃદયનાં ધબકારા સંભળાતા હતાં. કે જે એને ગુમાવી દેવાનાં દુઃખમાં ક્ષણે-ક્ષણે વધતાં હતાં. 

અને મેં એકદમ પડી ભાંગ્યો હોઉ એમ એની નજીકનાં ટેબલ પાસે બેસી ગયો. 

એ ક્ષણે મેં એનો હાથ મારા હાથમાં લીધો પણ એણે આવા ક્ષણે પણ મારો હાથ પકડી રાખ્યો હતો. એ વખતે એમ લાગ્યું જાણે મારા હાથમાં એનો હાથ હતો. પણ, અમારા બે વચ્ચે અમાપ અંતર હતું.


Rate this content
Log in

More gujarati story from divyesh gajjar

Similar gujarati story from Romance