Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Drama Romance Thriller

4.6  

Ashvin Kalsariya

Drama Romance Thriller

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 13

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 13

6 mins
242


(આગળનાં ભાગમાં જોયું કે આરવ અને કાયરા વચ્ચે રાત્રે જે પણ થયું આર્ય તેનો વિડીયો બનાવીને કાયરા ને મોકલે છે, આરવ અને બાકી બધા કાયરાના રૂમમાં ચેક કરે છે પણ તેમને એક પણ કેમેરો મળતો નથી, આર્ય ફોન કરીને કાયરા ને બેલ્કમેઈલ કરે છે, આર્ય પોતાની અમુક શરતો પૂરી કરવા કહે છે અને પોતાની સિક્રેટ રૂમમાં તે કેમેરા અને માઈક્રોફોનથી કાયરા પર નજર રાખી રહ્યો હોય છે,આરવ ઘણાં રહસ્યો લઈ ને આવ્યો હોય છે અને પહેલું રહસ્ય હોય છે, “ફેબેસી”)

આરવ, રુદ્ર અને ત્રિશા પોતાના ઘરે જતાં રહ્યાં હતાં, કાયરા રૂમમાં બેઠી હતી અને આખરે કોણ હતું જે આ બધું કરી રહ્યું હતું તે વિચારી રહી હતી ત્યાં જ કાયરા નો ફોન રણકયો, તેણે જોયું તો સ્ક્રીન પર પ્રાઈવેટ નંબર હતો એટલે તે સમજી ગઈ કોનો ફોન હતો.

“હેલ્લો ” કાયરા એ ફોન રીસીવ કરીને કહ્યું.

“કાયરા મહેરા, ચેક કરી લીધું બેડરૂમ કેમેરા મળ્યાં ? ” આર્ય એ કહ્યું.

“તને કંઈ રીતે ખબર પડી ?” કાયરા એ આશ્ચર્ય સાથે કહ્યું.

“એક વાત યાદ રાખજે, અત્ર ત્રત સર્વત્ર બધે મારી નજર છે તારી નાની નાની વાતોની મને ખબર છે ” આર્ય એ કહ્યું.

“આખરે તારે જુવે છે શું? ” કાયરા એ કહ્યું.

“મારી શરતો પૂરી કરી દે એટલે તને તારો વીડિયો મળી જશે” આર્ય એ કહ્યું.

“કંઈ શરત? ” કાયરા એ કહ્યું.

“બહુ બધી છે, પણ અત્યારે મારી પહેલી શરત પૂરી કર” આર્ય એ કહ્યું.

“શું છે તારી શરત? ” કાયરા એ ગભરાતાં કહ્યું.

“ફેબેસી” આર્ય એ કહ્યું.

“ફેબેસી ? ” કાયરા એ કહ્યું.

“હા, ફેબેસી હું જાણું છું તું મને ફેબેસી લાવીને જરૂર આપી” આર્ય એ કહ્યું.

“ઠીક છે પણ ફેબેસી આપ્યાં પછી તું આ વીડિયો મને પાછો આપી” કાયરા એ કહ્યું.

“મેં પહેલાં પણ કહ્યું. છે મારી ઘણી શરતો છે ખાલી એક શરત નથી એટલે જયાં સુધી તું મારી શરતો પૂરી નહીં કરી ત્યાં સુધી આ વીડિયો નહીં મળે અને તું જેટલું મોડું કરી એટલું તને જ નુકસાન થશે” આર્ય એ કહ્યું.

“ઠીક છે કયારે અને કયાં આપવાનું છે ફેબેસી? ” કાયરા એ કહ્યું.

“પહેલાં તું ફેબેસી નો બંદોબસ્ત તો કર પછી હું તને કહી” આટલું કહીને આર્ય એ ફોન કટ કરી નાખ્યો.

કાયરા હવે ફેબેસી વિશે વિચારવા લાગી પણ આખરે ફેબેસી શું છે એ તો આગળ જ ખબર પડશે. આરવ કાયરાનાં ઘરે પહોંચ્યો તેણે જોયું તો કાયરા વિચારોમાં ખોવાયેલી હતી, આરવ તેની પાસે આવ્યો અને કહ્યું., “કયાં ખોવાઈ ગઈ ”, આમ અચાનક અવાજથી તે થોડી ઝબૂકી.

“આરવ….તું છે” કાયરા એ ઊંડો શ્વાસ લેતાં કહ્યું.

“તો બીજું કોણ હોય” આરવે હસતાં કહ્યું.

“કંઈ નહીં, હવે તો એક એક પલ ડર લાગે છે” કાયરા એ કહ્યું.

“હવે ડરવાની જરૂર નથી ” આરવે કહ્યું.

“કેમ?? ” કાયરા એ આશ્ચર્ય સાથે કહ્યું.

“રુદ્ર એ તેની ટીમને અલગ અલગ શહેરોમાં મોકલી દીધી છે, હવે એકસાથે અલગ અલગ શહેરોમાં બુકની પબ્લિસિટી માટે ઈવેન્ટ થશે એટલે જે કામ છ મહીનામાં થવાનું હતું એ એક મહિના ની અંદર થઈ જશે” આરવે કહ્યું.

“આતો સારી વાત છે” કાયરા એ ખુશ થતાં કહ્યું.

“હા, હવે જલ્દી થી તારી બુક પબ્લિશ થઈ જાય પછી પેલાં બ્લેકમેઈલર ને તેની ઔકાત બતાવશું” આરવે એ દાંત દબાવતાં કહ્યું.

“હા એકવાર એ મળી જાય પછી આપણે તેને નહીં છોડીએ” કાયરા એ કહ્યું.

“તને કોઈ ફોન આવ્યો તેનો ? ” આરવે કહ્યું.

“ના.... મને કોઈ ફોન નથી આવ્યો” કાયરા એ થોડું વિચારીને કહ્યું.

“ઠીક છે પણ જો તેનો કોઈ પણ ફોન આવે તું મને કહેજે ઓકે” આરવે કહ્યું.

“હા” કાયરા એ ધીમેથી કહ્યું.

આરવે કાયરા ને ગળે લગાવી, કાયરા પણ થોડીવાર તેને વળગી રહી પણ વધારે સમય રહે તો પાછો બંને પોતાનો કન્ટ્રોલ ખોઈ બેસે એટલે તે છૂટાં પડયાં.

“ઠીક છે કાયરા તો હું જાવ છું પણ કંઈ પણ જરૂર હોય મને ફોન કરજે હું આવી જાય” આરવે કહ્યું.

“ઠીક છે આરવ” કાયરા એ કહ્યું.

“તું ખાસ ધ્યાન રાખજે કારણ કે તેણે આ રૂમમાંથી વીડિયો ઉતાર્યા છે તો તું તારું ધ્યાન રાખજે” આરવે કહ્યું.

“ઓકે તું ચિંતા ના કર હું ધ્યાન રાખીશ” કાયરા એ કહ્યું.

કાયરા આરવ ને બહાર ગેટ સુધી મૂકવા માટે આવી, આરવ જતો રહ્યો અને કાયરા ફરી ઘરમાં આવી ગઈ અને તેણે ઘરમાં બધી જગ્યાએ ચેક કર્યું અને ફરી પોતાના રૂમમાં જતી રહી.

કાયરા રૂમમાં ગઈ અને પોતાનો ફોન લીધો અને એક નંબર ડાયલ કર્યો, થોડીવાર રીંગ વાગી અને પછી સામે છેડેથી એક અવાજ આવ્યો,“હેલ્લો”

“હેલ્લો, રોકી ? ” કાયરા એ કન્ફર્મ કરતાં કહ્યું.

“હા રોકી બોલું છું ” રોકી એ કહ્યું.

“કાયરા મહેરા વાત કરું છું ” કાયરા એ કહ્યું.

“ઓહોહો, બોલો મેડમ આ નાચીજ ને કેમ યાદ કર્યાં ?” રોકી એ કહ્યું.

“તારું એક કામ છે” કાયરા એ કહ્યું.

“જાણું છું કામ સિવાય તમારા જેવા શરીફ લોકો અમને યાદ નથી કરતાં” રોકી એ કહ્યું.

“રોકી જેટલી જલ્દી થાય તેટલી જલ્દી મારું કામ કરી દે” કાયરા એ કહ્યું.

“કામ શું છે એ કહો” રોકી એ કહ્યું.

“ફેબેસી” કાયરા એ કહ્યું.

“ઓહહ, પણ ફેબેસી મળવું મુશ્કેલ છે તમે તો જાણો છો” રોકી એ કહ્યું.

“એ મારે નથી સાંભળવું તું ગમે તે રીતે મને ફેબેસી લાવીને આપ અને એ પણ કાલ સવાર સુધી ” કાયરા એ કહ્યું.

“ઓકે હું જલ્દીથી તમને ફેબેસી આપી દઈ” રોકીએ કહ્યું.

કાયરા એ ફોન કટ કર્યો અને બેડ પર આડી પડી અને તેને ઊંઘ આવી ગઈ. આર્ય પોતાના રૂમમાં બેઠો હતો. તેની નજર “S” સિમ્બોલ પર હતી.

“કાયરા, હવે એકવાર તો તને મળવા આવવું જ પડશે, આંખો થી તારી કાયા ને જોવી તો પડશે જ, આવી રહ્યો છું કાયરા મહેરા” આર્ય એ કહ્યું.

રાતનાં દસ વાગી ગયાં, કાયરા ની ઊંઘ ઊડી ગઈ, તેણે ઘડીયાળમાં જોયું તો દસ વાગી ગયાં હતાં, તેણે ડિનર પણ કર્યું ન હતું એટલે ભૂખ લાગી રહી હતી, તે નીચે કિચન તરફ ગઈ, તેણે કિચનની લાઈટ ઓન કરી, જોયું તો કિચનની એક બારી ખુલ્લી હતી તેણે એ બંધ કરી અને ફ્રીજ ખોલ્યું, અંદરથી જયુસ ની બોટલ બહાર કાઢી અને ગ્લાસમાં જયુસ નાખી ને બોટલ ફરી ફ્રીજમાં મૂકી, તેણે જોયું તો ફ્રીજમાં સેન્ડવીચ પણ હતી તેણે તે ઓવેન માં મૂકી અને ગરમ કરીને તે પ્લેટમાં બધું મૂકીને પોતાના રૂમ તરફ જવા લાગી, ત્યાં જ બારી પાસેથી એક પડછાયો જતો દેખાયો એટલે કાયરા થોડી ઝબૂકી ગઈ, તેણે આજુબાજુ જોયું અને દોડીને રૂમમાં જતી રહી અને દરવાજો બંધ કરી દીધો. તેણે પ્લેટ ટેબલ પર મૂકી તેને થોડી ગભરાટ થઈ રહી હતી કારણ કે ઘરમાં તે એકલી હતી, તેને વિચાર આવ્યો કે આરવને ફોન કરીને બોલાવી લે પણ પછી તેણે તે માંડી વાળ્યું તેને લાગ્યું એ તેનો એક વહેમ છે.

તે બેડ પર બેઠી અને ટીવી ચાલુ કરી ને ખાવા લાગી. તેને ઘરની બહાર કંઈક અવાજ આવ્યો તે ઉભી થઈ ને બાલ્કનીમાં ગઈ તો બહાર કંઈ હતું નહી પણ તેને આરવની વાત યાદ આવી કે આવા સમયમાં સાવચેત રહેવું જરૂરી છે એટલે તે રૂમમાં ગઈ અને તેનો કબાટ ખોલ્યો,

તેણે કપડાં ની નીચેથી એક ગન કાઢી જે તેણે સેફટી માટે રાખી હતી. તેણે ગન પોતાનાં તકિયા નીચે મૂકી દીધી અને ખાવાનું પતાવી ને તે પ્લેટ કિચનમાં મૂકવા ગઈ, તેને કોઈક નાં હોવાનો અહેસાસ થઈ રહ્યો હતો. તે જલદીથી રૂમમાં જતી રહી અને રૂમ બંધ કરી દીધો.

કાયરા બેડ પર સૂઈ ગઈ અને ચાદર ઓઢી ને સૂઈ ગઈ. તે સૂવાની કોશિશ તો કરતી હતી પણ હવે સૂઈ શકતી ન હતી. અચાનક તેની બાલ્કનીમાં કંઈક અવાજ આવ્યો, ત્યારે તેને યાદ આવ્યું કે તે બાલ્કની નો દરવાજો બંધ કરવાનું જ ભૂલી ગઈ પણ હવે કંઈ રીતે જવું. તેણે ટકીયા નીચે થી ગન કાઢી લીધી અને હાથમાં લઈ લીધી તેણે ગન અનલૉક કરી. કોઈ બાલ્કનીમાંથી તેનાં રૂમમાં આવ્યું, તે ધીમે ધીમે તેની તરફ વધી રહ્યું હતું, કાયરા નાં મનમાં ડર હતો તે કાયરા ની નજીક પહોંચી ગયો અને ચાદર હટાવવા હાથ લાંબો કર્યો, કાયરા એ જોરથી લાત મારી અને તેનાં પર ફાયરિંગ કરી દીધું, કાયરા એ બે-ત્રણ વાર ફાયરિંગ કરી દીધું અને તે ઢળી પડ્યો. કાયરાનો શ્વાસોશ્વાસ વધી ગયો.

આખરે કાયરા એ આરવ ને ખોટું શા માટે કહ્યું. કે તેને કોઈ ફોન નથી આવ્યો, આ રોકી કોણ છે જેની સાથે કાયરા એ વાત કરી અને શું આર્ય કાયરા નાં ઘર પહોંચ્યો હતો?, કાયરા એ કોનાં પર ફાયરિંગ કર્યું ? સવાલ તો ઘણાં છે પણ જવાબ એકજ વાંચતા રહ્યો, “બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama