Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Jignasha Patel

Romance Inspirational

4  

Jignasha Patel

Romance Inspirational

નારી રક્ષક

નારી રક્ષક

34 mins
445


વ્રુતા દૂરથી જોઈ રહી હતી. તેના પતિ સાથે તેનો અતીત પ્રકાશ આવી ઊભો હતો.... જાણે બંને જણા કોઈ જુના સબંધીઓ ભેગા થયા હોય એમ હસી હસીને વાતો કરી એકબીજાના હાથથી તાલી આપી રહયા છે. વ્રુતા મનમાં બબડી.. અહીં મારો જીવ અટકી ગયો છે ને આ લોકો આમ એકબીજાના નજીક ! આ રીતે ઊભા છે કેવી રીતે બને ?

 ચાલ પ્રકાશ... આપણા ઘરે આજે મારી વ્રુતાના હાથની ' ચા' થઈ જાય સાથે સાથે ગપસપને જૂની યાદોને તાજી કરી લઈએ. વ્રુતા...... તારી પત્ની છે ? નામ વ્રુતા છે ? હા... ભઈ હા... અરે... યાર... બીજી યાદોને જવાદે તે તો દિલની યાદોને ખોદી નાખી.. "કેટલા દિવસો બાદ આ નામ કાને પડયુ હવે તો ચા બને જ છે દોસ્ત "પ્રકાશ તો જૂની યાદોમાં ખોવાઈ ગયો જરાય અણસાર ન હતો કે તેની પ્રેમીકા વ્રુતા આ જ છે. જે તેના મિત્ર અરુણની જ પત્ની છે. ઘરમાં તેઓ પ્રવેશે તેના પહેલા તો વ્રુતા એકી શ્વાસે ભાગીને રસોડામાં દોડી. અરુણ વ્રુતા... વ્રુતા.... ક્યાં ગઈ... ચા મૂકો ભાઈ.. મહેમાન આવ્યા છે. બૂમો પાડતો પાડતો રસોડામાં આવી ગયો. બોલ્યો એ... ક્યારનો બૂમો પાડુ છું સમજાતુ નથી ? તારો બાપ ચા મૂકવા આવશે... ચલ ચલ જલ્દી ચા બનાવી લાવ અચાનક આ ! હા,આ સાચું છે અરુણનું વ્રુતા પ્રત્યેનું પ્રેમીપણું એ ખાલી અને ખાલી બાહ્ય દેખાડો હતો. અસલી રંગ કંઈક જૂદો જ છે.

   વ્રુતા ચા લઈને આવી... આ મારી પત્ની બોલતા જ પ્રકાશે ઉપર જોયું ને જોતો રહી ગયો એ નિ:શબ્દ હતો. પ્રકાશનુ અચાનક બોલવું ઓછુ થઈ જતાં ને ફક્ત.. હમમમ.. હાં.. માં જવાબ આપતા... અરૂણ બોલ્યો કેમ ભાઈ કંઈ દુનિયામાં ? કેમ બોલતી બંધ ? ના ના કંઈ નહિ એ તો એમ જ.. કેમ છો ? વ્રુતા: સારું છે કહીને પાછી રસોડામાં ભાગી ગઈ પરંતુ અરૂણ વ્રુતાની ભરાયેલી આંખોને જોઈ સમજી ગયો. આ વ્રુતા જરૂર કોઈ તકલીફમાં છે કોઈ તો વાત ચોક્કસ છે. પહેલા પણ એની આંખો પરથી જ પ્રકાશ એને સમજી જતો. મારે વ્રુતા સાથે એકલામાં વાત કરવી જ પડશે..

ખાલીપો તો પ્રકાશના જીવનમાં પણ હતો. ઘણા વર્ષો પછી આ રીતે ભેટો થશે બંને માંથી કોઈને અણસાર શુદ્ધા ન હતો. પ્રકાશ ચા પી ને વિદાય લે છે. અરૂણ આવજે... હજુ મારું ડિનર બાકી રહેશે કહીને હસવા લાગ્યો હા,દોસ્ત કેમ નહિ.. ડિનર તો બને જ છે. અરૂણ તું કહેતો હોય તો આજે રાત્રે જ બહાર મળીએ અમેરિકા થી આવ્યા પછી બહાર ડિનર જ નથી લીધુ. ઓકે પ્રકાશનો પ્રોબ્લેમ. તો ચલો આવજો હું નીકળું... અરૂણ આઈ કૉલ યુ લેટર કહીને બંને જુદા પડ્યા.

 આખા રસ્તે પ્રકાશના મગજમાં જૂની યાદોના એક પછી એક પન્ના ખુલવા લાગ્યા. ગાડીમાં એફ. એમ ચાલુ કરતાની સાથે જ તેના મનનુ ગીત' ' છું કર મેરે દિલ કો કિયા તૂને કયા ઈશારા બદલા યે મૌસમ લગે પ્યારા જગ સારા '

બદલા યે મોસમ લગે પ્યારા જગ સારા...

કારમાં ગીતોની સાથે સાથે બહારનું વરસાદી વાતાવરણ નાછૂટકે પ્રકાશને યાદોમાં ખેંચી ગયું રસ્તો કાપતો કાપતો પ્રકાશ પોતે યાદોના જુના પીટારાને ખુલ્લી આંખોમાં નિહાળી રહ્યો છે.

પ્રકાશની આંખોમાં જુના રંગો ફરી તરોતાજા થઈ ગયા. આંખોના પડદામાં વ્રુતાની અનેક છબીઓ વાગોળી..... એ વરસાદના છલકાતા પાણી માં છલકાઈ રહેલું વ્રુતાનું જોબન એના ભીના ભીના વાળને સરખા કરતા પ્રકાશના ઉપર આવતા છાંટા.... હાથમાં રહેલા પુસ્તકો પલળી જવાની બીકથી દોટ મૂકતા અચાનક વ્રુતાનો પગ ભીની માટી સાથે લપસી ગયો માટીમાં ચંપલ ખુંપી જવાથી વ્રુતા પડી......

પોતાની બાઇક પરથી ઉતરી ઝડપથી વ્રુત્તાને મદદ કરવા આવેલા પ્રકાશએ વ્રુત્તાને પોતાનો હાથ આપ્યો અને ઊભી કરી એ દિવસથીજ પ્રકાશ વ્રુત્તાની ખુબસુરતીનો દીવાનો થઈ ગયો વ્રુત્તાના ચશ્માના અંદરથી દેખાતી ચકમક અણિયાળી આંખો વારંવાર પ્રકાશને ઘાયલ કરી રહી હતી.

વ્રુત્તા ઝડપભેર ઊભી થઈ પ્રકાશને થેન્ક્યુ કહીને ચાલી નીકળી એ દિવસથી જાણે વ્રુત્તાની નજરમાં પણ પ્રકાશ એક સારો મિત્ર બની ગયો. રોજ કોલેજમાં પ્રકાશ વ્રુત્તાની સાથે વાતો કરે આજે પણ કેન્ટીનમાં ચા પીધી અને લાંબા સમય સુધી બેસી રહ્યા ધીમે ધીમે બીજા મિત્રો કરતા પ્રકાશ તેનો વધારે જીગરી દોસ્ત બનવા લાગ્યો રોજ વ્રુત્તા અવનવી વાતો કરે ને પ્રકાશ એમાં એવો પરોવાઇ જાય કે ભાન ભૂલી જાય પોતાને જરાય અણસાર ન હતો કે મનોમન વ્રુતાને ચાહવા લાગ્યો છે.  

   એક દિવસ એવું બન્યું વ્રુત્તા કોલેજથી છુટીને પોતાના ઘરે જવા બસની રાહ જોઈ રહી હતી પણ એ દિવસે ભારે વરસાદના લીધે બસ કદાચ લેટ આવવાની હોય એવું લાગી રહ્યું હતું. પ્રકાશ બાઇક લઇને નીકળતી વખતે વ્રુત્તાને જોઈ ગયો.. આમ પણ અવારનવાર એ વ્રુત્તાની આજુબાજુ ફરતો અને જ્યાં સુધી તે બસમાં ના બેસતી તે નિહાળી રહેતો બાઈક ઉભી રાખી પ્રકાશ બોલ્યો અરે.. વ્રુત્તા ચાલ, બેસી જા હું ડ્રોપ કરી જવું.... ના.. ના આઈ એમ ઓકે હું જતી રહીશ...  બેસી જા ને હવે શું હું કંઈ નવો છું ? મારા પર વિશ્વાસ નથી કે શું ? ના પ્રકાશ એવું કંઈ નથી પણ હું જતી રહીશ.. પ્રકાશ :આવા વરસાદમાં ક્યાં ફરીશ ચાલ બાઈક રાઈડ થઈ જાય ચિંતા ન કર હું તને ઘરે મૂકી દઈશ, વ્રુત્તા જાણે શરમથી પાણી પાણી થઈ ગઈ પ્રકાશની પાછળ બાઇક પર થોડી દૂરી બનાવીને બેસી પ્રકાશ બોલ્યો શાંતિથી ગભરાયા વગર બેસ તને કંઈ ખાય નહિ જવું જસ્ટ ચીલ યાર... વ્રુત્તા માટે આ રીતે કોઈ પરપુરુષની સાથે બાઇક પર બેસવું તદ્દન નવું હતું.  

આગળ જતાં બ્રેક મારતાની સાથે જ વ્રુતા જોરથી પ્રકાશ તરફ ધસી ગઈ પોતાના શરીરમાં અચાનક જ નવીન અનુભૂતિ થઈ હોય એમ બંને જણા વાતો કરતા એકદમ ચૂપ થઈ ગયા વરસાદનું રોમેન્ટિક વાતાવરણ તેઓને આકર્ષિત કરી રહ્યું છે. પણ વરસાદમાં પલળવાથી વ્રુતા ધ્રુજી રહી હતી ઠંડા પવન સાથે તેનું શરીર થરથર કાપી રહયુ હતું. પ્રકાશને તો ખુબ જ ગમે વરસાદમાં ભીંજાવાનું એ બોલ્યો આપણે તો કદી રેઇનકોટ વસાવ્યો જ નથી. વાહ... આ મોસમના એક એક ટીપા.. વાહ કેવી મજા આવે પલળવાની ! પાછળથી કોઈ જ જવાબ આવતો ન હતો બીજી બે ચાર વાતો પ્રકાશ એ પૂછી પણ કંઈ બોલી જ નહીં ફક્ત હા હમમમ... એવા જવાબો મળી રહ્યા હતા વ્રુતા આર યુ ઓકે.. ધીમે રહીને જવાબ આવ્યો નો આઈ એમ નોટ વેલ.. સાઇડ પર પ્રકાશે બાઈક ઉભી રાખી બંને એક ઝાડ નીચે ઉભા રહ્યા વ્રુતાને ઠંડી ચઢી હતી પ્રકાશ એ કીધું આ રીતે તો તું બીમાર થઈ જઈશ થોડો વરસાદ બંધ થાય પછી નીકળીએ થોડા આગળ જતા રસ્તામાં એક કોફી શોપ આવતી હતી પ્રકાશે નક્કી કર્યું કે આપણે થોડીવાર આ કોફીશોપમાં બેસીશું જ્યારે વરસાદ બંધ થઈ જાય ત્યારે હું તને ડ્રૉપ કરી દઈશ તું મારા ફોન પરથી ઘરે ફોન કરીને જણાવી દે. હલ્લો મમ્મી વધારે વરસાદ હોવાથી આવવામાં મોડું થશે ફિકર જેવું કંઈ નથી ફ્રેડ સાથે છું જલ્દી આવી જઈશ હવે વ્રુતાને શાંતિ થઈ ઘરનું ટેન્શન મગજમાંથી ઓછું થયું આ માહોલ બંને માટે જાણે એક ડેટથી ઓછો ન હતો બંને વરસાદી માહોલમાં કોફીની ચૂસકી સાથે સાથે એકબીજાના સહવાસની, અનુભૂતિ કરી રહ્યા હતા આંખોથી આંખ મિચોલી , અને ધીમુ ધીમુ હસીને વાતો કરવાની મજા પણ લઇ રહ્યા હતા. આ દિવસ આજ સુધી પ્રકાશના માનસપટલ પર છવાયેલ છે. આ એકદમ ખાસ ને યાદગાર કિસ્સો હતો તે દિવસે આંખોમાં દેખાતી ભીનાવાળમાં રહેલી વ્રુતાનુ હુબહુ ચિત્ર પ્રકાશની અંદર છવાઈ ગયું.. વ્રુત્તાની યાદોને પ્રકાશ હજુ સુધી ભુલ્યો નથી બસ એ દિવસે પોતાના ઘરે વ્રુતાને ડ્રોપ કરી પ્રકાશ અલગ જ દુનિયામાં ખોવાઈ ગયો પણ ત્યાર પછી બીજીવાર વ્રુત્તા સાથે ફરવાનો કોઈ મોકો નથી મળ્યો...  લોંગ ડ્રાઈવ, ડિનરનું પ્લાનિંગ બધુ જ અધૂરુ રહી ગયેલું.. સાથે સાથે આ વરસાદી યાદો ચારે તરફ પ્રકાશને ઘેરી વળી...  

આ ઠંડા પવનની આવતી ઠંડી 

લહેરનો સ્પર્શે મચાવે હલચલ 

ખોવાઈ ગઈ આ રોમાંચમાં કદાચ 

તારી યાદ આવી ગઈ 

એ મસ્તીભરી વરસાદની યાદો 

એકબીજાને સતાવવાની વાતો, 

હાથમાં તારા હાથ મારો લાગે 

જાણે પ્રેમ આપણો સુંવાળો 

રોમરોમમાં જાણે ફૂટે છે કૂંપળ 

ઝરણા નવા ફૂટે છે સુંદર, 

ગગન ઘેરાયેલા અને આંખો પર 

પડતા વરસાદના ટીપાં

હું ઝૂમી ઊઠુંને મારો હાથ 

પકડી તું ફેરવે મને ગોળ-ગોળ, 

માટીની ભીની ભીની સુવાસ સાથે 

સરખાવું તારી સુગંધ

મન મારું તરવડે જોઈ તારી સુરત 

તારા મારા આ પળ કેટલા સુંદર, 

    પ્રકાશ વ્રુતાને ઘરે મુકવા તો ગયો પણ ત્યાર પછી પ્રકાશ માટેના વ્રુતાના ઘરના દરવાજા કાયમ માટે કદાચ બંધ થઈ ગયા હતા પણ કેમ ? એવુ તો શું ખોટું થયું ? આજ સુધી આ ઉત્તર પ્રકાશ મનોમન દબાવી બેઠો છે. બધા વિચારો કરતાં કરતાં રસ્તો ક્યારે કપાઈ ગયો ને ઘર પણ આવી ગયું.  

કાલે ડિનર પર વ્રુતાને મળવાની આતુરતા હતી. સાથે સાથે કેટલાય સવાલો પૂછવાના હતા. જરૂર વ્રુત્તા કોઈ તકલીફમાં છે ભારે મુશ્કેલીમાં હોય તેમ આંખો બોલતી હતી. આ વિચારોમાં ને વિચારોમાં પ્રકાશને આખી રાત ઊંઘ જ ના આવી.

સવારના નવ વાગ્યા છે. ઘરકામમાં વ્યસ્ત વ્રુત્તા પર પ્રકાશના વિચારો ચારેકોર છવાઈ ગયા કામમાંથી બેધ્યાન થઈ ચુકેલી વ્રુત્તાના હાથમાંથી આજે એક પછી એક વસ્તુઓ છૂટીને નીચે પડી રહી છે. કોઈ જ કામમાં મન પરોવવાતું નથી આવું કેમ થાય છે ? આ પ્રકાશ પણ અચાનક આ રીતે કેવી રીતે આવી ગયો ? અરુણ અને પ્રકાશ ક્યારથી એકબીજાને ઓળખે છે ? અત્યાર સુધી કોઈવાર પાછળ વળીને મને જોઈ નથી હવે આટલા સમય પછી પાછો આવ્યો ? કંઈ જ સમજાતું નથી આજે ડિનર પર મોકો મળતાની સાથે જ પ્રકાશને બધું ફટાફટ પૂછી લઈશ..

બેલ વાગ્યો.. અરુણ ઓફિસથી જલ્દી ઘરે આવી ગયા દરવાજો ખુલતાની સાથે જ અરુણ એકબાજુ ટાઈ અને બીજીબાજુ બેગ છુટ્ટી ફેંકીને મિજાજથી સોફામાં પડ્યો.. બોલ્યો ચલ ટગર ટગર જોયા વગર પાણી લાવ અને કોઈ ઢંગની સાડી હોય ને તો તૈયાર થઈ જાઓ હવે પાછા કલાકો ગાળતા ૧૦ મિનિટમાં તૈયાર થઈને આવી જજો આપણે કિંગસ કોર્નર રેસ્ટોરન્ટમાં જવાનું છે. પ્રકાશ પહોંચતો જ હશે એ ટાઈમનો એકદમ પાક્કો છે. મારા મિત્ર સામે તારું મોઢું બંધ રાખજે ત્યાં પણ મારી ઈજ્જતના ફાલુદા ના કરતી..

   વ્રુત્તા મનમાં બબડી.. તારો હવે બન્યો, મારો તો વર્ષોથી છે. મારો પ્રકાશ તો મારી ચુપ્પીમાં પણ ઘણું બધું સમજી જશે તમને શું ખબર.. અરુણ હવે બહુ થયું તમારું નાટક કદાચ મુજ કમનસીબ પર ભગવાનને પણ તરસ આવી ગઈ એટલે જ બીજીવાર અમેરિકાથી મારા દોસ્તને મારી સમક્ષ હાજર કર્યો હશે. નક્કી કંઇક સારું જ લખાયું છે મારી જિંદગીમાં તારી મનમાની બહુ થઈ હવે હું ચૂપ નહીં રહુ ક્યાં સુધી વેદનાઓ સહન કરુ પ્રકાશને હકીકત જણાવીને જ રહીશ. રાતના ૮:00 વાગે છે. વ્રુત્તા આજે પ્રકાશના મનપસંદ કલરની સાડી પહેરીને સજ્જ થઈ ગઈ અંદરો અંદર બધા દર્દ જાણે ખુશીમાં તબદીલ થઈ ગયા વેદનાઓ સંતાઈ ગઈ બાજુમાં રોજની જેમ ગાડી ચલાવતા ચલાવતા અરુણનો કકળાટ પણ આજે વ્રુત્તા નજરઅંદાજ કરી રહી હતી જાણે ટેન્શન મુક્ત થઈ ગઈ. બીજી જ દુનિયાની અનુભૂતિ અને શિખરો સર કરી રહી હોય એમ ફક્ત અને ફક્ત આખા રસ્તે ખયાલોમાં રાંચતી રહી અરુણનો કરર્કશ અવાજ મેણાં -ટોણાં બકબક કોઈ અસર તેના પર નથી દેખાતી જાણે જાગતા જાગતા સપનામાં સરી પડી.. મેડમ હવે કારમાંથી ઉતારશો કે ધક્કો મારું ? ઓહ આપણે આવી ગયા હા, ઊંઘ માંથી બહાર આવ્યા હોય તો ઉતરો.. હલ્લો પ્રકાશ ક્યાં છે ? ઓન ધ વે આવું જ છું ફક્ત દસ મિનિટ આ બાજુ પ્રકાશ અરુણ માટે ગિફ્ટ અને ફૂલોના ગુલદસ્તા સાથે આવી પહોંચે છે. ચેરી કલરની કાર માંથી ગોગલ્સમાં સજ્જ વ્રુત્તાની ચોઈસના ફોર્મલ લૂક સાથે તેનો મનપસંદ રંગ બ્લુ શર્ટમાં જ પ્રકાશ બહાર આવ્યો વ્રુત્તાની ચકમક આંખો ટગર ટગર જોતી જ રહી ગઈ. પહેલા કરતા પણ અત્યારે ખુબ હેન્ડસમ લાગતો હતો. ચાલો. આપણું ટેબલ બુક જ છે પ્રકાશ બોલ્યો..

    વ્રુત્તાના ચહેરા પર અનોખી ખુશી છલકતી હતી પણ એ લાચાર છે. હમણાં જ દોડીને પ્રકાશના ગળે વળગી જવું એટલી તમન્ના દબાવીને બેઠી છે, હમણાં જ પ્રકાશનો હાથ પકડીને બધું દુઃખ ઠાલવી દવું પ્રકાશના ખભા પર માથું મૂકી બધો ઉભરો પ્રગટ કરવાની ઈચ્છાના મનોમન વલણો ઉભા કરી રહી છે પણ શું કામનું ?વ્રુત્તાની ચુપ્પી પ્રકાશને અંદરોઅંદર કોરી ખાય છે. આ કેવી સ્થિતિ મારી વ્રુત્તાની ? ઉપરથી આ છોકરીએ તો મને હસતો કર્યો હતો ત્યારે પોતે ખડખડાટ હસતી આજે આ બંધનોની સ્થિતિમાં કેવી રીતે ? આટલો મુંજારો કેમ ? નક્કી કોઈ મોટી આફત લાગે છે. જો કોઈ બોલે તો સામે તમાચો મારી દેવા વાળી વ્રુત્તા આજે આટલી લાચાર અને બાપડી કેમ ? રાહ જોઈ રહ્યો છું કે ક્યારે મને એકલતાનો મોકો મળે ? બોલો સર.. વેઈટરએ મેનુ આપતાં કહ્યુ પ્રકાશે વેઈટરને વ્રુત્તા સામે હાથ કરી લેડીઝ ફર્સ્ટ એમ મેનુ વ્રુત્તાને પાસ કરવા જણાવ્યું હજુ હાથમાં મેનુ પકડે એ પહેલા તો તરત અરુણે ખેંચી લીધું આને વળી શું સમજ પડે ? ચાલ હું જ ઓર્ડર કરુ પ્રકાશ વ્રુત્તા સામે જોતો જ રહી ગયો બંનેની નજારો એકબીજા સામે ટકરાઈ ગઈ નજર થોડી થોડી વારે આંખમિચોલી કરી રહી છે જાણે ફરી પાછા તરંગો ફૂટ્યા, નવી કૂંપળ ફૂટી, ઝરણું ખળખળ વહેવા લાગ્યું અરુણ વ્રુત્તાની ચોઈસ પૂછવું જરૂરી ના સમજ્યો આ વસ્તુ પ્રકાશને ખુબ ખૂંચી હમણાં અરુણને સીધો કરી દવું પણ મજબૂરી નડે છે. પ્રકાશ કોઈ પણ તરીકો અજમાવીને વ્રુત્તા સાથે એકલતાના થોડા પળો ચાહે છે. અરુણના મોબાઇલમાં વારંવાર મિસ કોલ આવી રહ્યા હતા છેવટે બોલ્યો પ્રકાશ હું બે મિનિટમાં આવ્યો તમે જમવાનું ચાલુ રાખો એમ કહી બહાર પેસેજ તરફ વાતો કરતો કરતો ચાલી નીકળ્યો. બસ હવે શું ? પ્રકાશે બરોબર મોકાનો ફાયદો ઉઠાવ્યો ઓય વ્રુત્તા ડિઅર શું વાત છે ? તારા પ્રકાશ થી કશું છુપાવ્યા વગર બધું દિલ ખોલીને કહી દે વ્રુત્તા અચકાતા અચકાતા બોલી અરુણ સાથે મારું કોઈ ભવિષ્ય નથી પ્રકાશ.. હું કેવી સ્થિતિમાં છું મારું મન જાણે છે. હું રોજ રોજ પ્રયત્નો કરુ છું કે કંઈક સારું થઈ જાય અહીંયા એવી ફસાઈ છું કે હવે આ પરિસ્થિતિમાંથી મને કોઈ ઉગારે... એક દિવસ એવો નથી ગયો જેમાં તને યાદ ના કર્યો હોય અને એક દિવસ એવો નથી ગયો કે જેમાં અરુણે મને રડાવી ના હોય જયારે જયારે આંસુ આવે ત્યારે તું ખુબ જ યાદ આવે હું સારી રીતે જાણું છું કે મારી આંખોમાં તને એક આંસુ મંજુર નહિ હતું એકવાર કોલેજમાં મને રડતી જોઈ તે કેવા રાહુલના હાલ બેહાલ કર્યા હતા ! મારી મશ્કરી કરનાર એ રાહુલને તે એક તમાચો આપી દીધો હતો. હા, જોને મારી વ્રુત્તાને ચિપકલી, સસુંદરી, એવા કેટલાય નામોથી ચિડવતો એકવાર તો હદ જ પાર કરી દીધી હતી યાર..  ભર વર્ગમાં જોરથી બધા વચ્ચે તને બોલ્યો ને તું ખુબ જ રડી હતી પાગલ... આમ હોશિયારી મારે ને ત્યારે કેમ ઢીલી પડી ગઈ ? હમમમ.. ત્યારે તેને પહોંચી ના વળી.. ઓ પ્રકાશ તું હતો ને મારે ક્યાં પહોંચવાની જરૂર હતી હા હા હા. વાતોમાં વ્રુત્તા એટલી હસી કે હસતા હસતા અચાનક જ પાછા આંસુ શરૂ થઈ ગયા આ આંસુ છે અત્યારની સ્થિતિના આજે વાતોમાં જાણે એટલી ખુશ હતી કે છ વર્ષ બાદ આજે મનભરીને હસી.. અચાનક અરુણ આવીને ઊભો રહી જાય છે એને કંઈક ગંધ આવી ચોક્કસ ખીચડી રંધાણી લાગે છે અહીંયા કંઈક તો બાફયું હશે વ્રુત્તાએ...  અરુણ વ્રુત્તાનો રોતો ચહેરો જોઈ ગયો છતાં અંદરો અંદર ગુસ્સો દબાવી બેઠો બસ તું ઘરે તો ચાલ તારા બાર વગાડું પ્રકાશને બધી વાત કરી લાગે છે. હવે તારી વાત.. આ બાજુ પ્રકાશ આજે કોઈપણ સંજોગોમાં વ્રુત્તાથી છૂટો થવા માંગતો ન હતો. એક ચાલ રમ્યો હું વેઈટરને ટીપ આપીને આવું કહી ત્યાં શું ગડમથલ કરી આવ્યો કોઈને કંઈ જ ખબર ના પડી. પાછા થોડીવાર ચારેય સાથે બેઠા પ્રકાશને પહેલે થી જ સાહિત્ય અને શાયરીઓ માં ખુબ રસ આજે અરુણે કીધું યાર તું તો સ્કૂલમાં ઘણી કવિતાઓ બોલતો ? આ સાંભળી વ્રુત્તાં બેધ્યાન થઈ ઓહહ તો બંનેની એક જ સ્કૂલ હતી કોઈવાર ખ્યાલ જ ના આવ્યો આમ પણ અરુણે ક્યાં કંઈ કહ્યું જ છે આવું મંથન કરવા લાગી અરુણ બોલ્યો એ.. પ્રકાશ પેલી આપણી દોસ્તોની મહેફિલવાળી કવિતા તું બોલતો આજે સંભળાવને.. હા કેમ નહિ..  

પણ આજે જૂની યાદોને તાજા કરતી કવિતા સાંભળ એ તો તે ઘણી સાંભળી આ 'જૂની યાદો 'સાંભળ

યે દિવસો યે દોસ્તોની મહેફિલ , 

યે સાથે હતા ત્યારની વાતો 

મસ્તી મજા અને કોઈવાર 

નારાજગીની અવનવી રીતો, 

યે આખો દિવસ એકબીજાને 

મળવું રાત સુધી ગપ્પાં મારવા 

એકબીજાના દુઃખમાં આગળ 

પડતા ભાગ આપતા એ યાદો, 

કોઈ કહે આ લોકોને કામ નથી ? 

કોઈ કહે સમયની બરબાદી  

મમ્મી પપ્પાના ઠપકા તોયે 

આપણે ક્યાં સરખા ,

લાગતુ હતું બધાને સમય 

વેડફી રહયા છીએ પણ ! 

આજે ખબર પડી ખરો સમય 

તો એ જ હતો સાહેબ અને 

અમૂલ્ય હતું એનુ' મૂલ્ય ' 

સમજાયું આજે જયારે છે બધા દૂર, 

વેડફી તો અત્યારે જિંદગી 

રહયા છીએ ત્યારની  

મજાની યાદોના સહારે 

અત્યારે જીવી રહયા છીએ.

વાહ, જોરદાર યાર આવી જ રીતે તું બધાના મનમાં રાજ કરતો એટલે જ ક્લાસના બધા વિદ્યાર્થીઓ માંથી તું શિક્ષકોનો ચહીતો હતો. બોલો ભાઈ અરુણ આપણે તો નામથી જ બોલાવીશુ વ્રુત્તાને ચાલશે ને ? હા, કેમ નહિ.. તમે તો અમેરિકા વાળા તમને  ક્યાં ભાભી ને બહેન ફાવે તમે તો dear વાળા થઈ ગ્યા બોલો બોલો તમારો જ ટાઈમ છે સાહેબ, અરુણ મસ્તીમાં બોલ્યો હા અરુણિયા બસ હો ચુપ થા આજે પણ દેશી જ છું ત્યાંનો રંગ તો મને જરાય નથી લાગ્યો !

હમ આજ ભી વહી હૈ જો કલ થે

ફર્ક સિર્ફ ઇતના હે તબ આપ હમારે થે 

ઔર આજ કિસી ઔર કે હો ગયે હો, 

ઓ રોમિયો તારી શાયરીઓ બંધ કર હવે ચાલ નીકળીએ.

પાર્કિંગમાં જતાની સાથે અરુણની કાર સ્ટાર્ટ જ ના થઈ કેટલીય કોશિશ કરી.. અરે થોડા દિવસ પહેલા તો સર્વિસ કરાવી હતી પાછું આજે આને શું થયું ? પ્રકાશ કાર તરફ આવ્યો લાવ હું ટ્રાય કરી જોવું.. પ્રકાશથી પણ સ્ટાર્ટ ના થઈ એ બોલ્યો એક કામ કર અરુણ તું કોઈ મિકેનિકલ પાસે કાર ઠીક કરાવ એને કોલ કરી બોલાવી લે. હા એવું જ કરવું પડશે તું વ્રુત્તાને ઘરે મુકતો જા હું મારી રીતે આવી જઈશ. હા હું ડ્રોપ કરી દઈશ તું બેફિકર રે વ્રુત્તા પ્રકાશની કારમાં બેસી ગઈ પ્રકાશે આજે મોકે પે ચોગ્ગા જેવું કર્યું આગળ જઈને બોલ્યો વ્રુત્તા કેમ ચુપ છે ? જો આજે પણ તારા પ્રકાશ એ જુગાડ કરી જ લીધો વેઇટરને પૈસા આપીને અરુણની કારના એન્જિનમાં મેં જ પ્રોબ્લેમ કરાવી છે આ કરવું જરૂરી હતું બસ તારી સાથે થોડા પળ જીવી લેવા છે. હું દસ દિવસમાં પાછો જવાનો છું તને મારામાં સમેટીને લઈ જઈશ વ્રુતા પ્રકાશનો હાથ પકડી લે છે કંઈ જ બોલવું નથી મારે પ્રકાશ બસ તને મહેસૂસ કરવા દે પ્રકાશ કાર ચલાવે છે ને વ્રુત્તા તેના ખભા પર માથું મૂકી દે છે એક બાજુ કારમાં સોન્ગ વાગે છે.. પ્રકાશએ વ્રુત્તાને પ્રેમ ને હૂંફના આલિંગનમાં લઈ લીધી. બંને વચ્ચે ઉષ્માભર્યું વાતાવરણ સર્જાયું વર્ષો થી તપતા સુકા રણમાં જાણે ગુલાબ ખીલ્યું, સુખી બંજર જમીન એ આજે મેઘના આગમનથી તરસ છીપાવી અહીંયા જાણે બંનેનું પ્રેમ પ્રકરણ મહેકી ઉઠ્યું બંધ અરમાનો નવી દિશા માટે થનગનાટ કરવા લાગ્યા આજે વ્રુત્તા પ્રકાશમાં જ ખોવાઈ જવા માંગે છે કોઈ બીજી વાત કરવા નથી માંગતી એકબીજાના હાથ ઉપર હાથ અને હજુ એ જ પ્રકાશની શેતાની જોરથી બ્રેક મારતાની સાથે જ વ્રુત્તા ઉછળીને સીધી પ્રકાશના ખબે.. હા હા હા કરી હર્ષ ના ફુઆર રેલાવા લાગ્યા નવી કૂંપળો ફૂટી... પ્રકાશ ઓય તારી અદા યાર.. આજ રીતે તું જાણી જોઈને તારી બાઇકની પણ બ્રેકો મારતો હતો જયારે પહેલી વાર તું મને મુકવા આવ્યો હતો સાચુંને પ્રકાશ ? કંઈ જ બોલ્યા વગર મલકાયા કરે છે. ચલ બોલ આજે અચાનક આ કલરની સાડી ? મારો મનપસંદ રંગ તો મેં બદલી નાખ્યો છે વ્રુત્તા ટુકુર ટુકુર આંખો કાઢી જોવા લાગી ને જોર થી પ્રકાશ ને હાથ થી જા અડકીને જા હવે કરી રૂઠી ગઈ ઓય વ્રુત્તા પગલી હું એ જ છું ને ચોઈસ પણ એ જ છે તને શું કહું તું સંસારમાં બંધાઈ ગઈ પણ મેં હજુ સુધી લગ્ન નથી કર્યા. વ્રુત્તા સાંભળી દંગ રહી ગઈ કેમ આવું ? બસ જિંદગીમાં બીજીવાર કોઈને પ્રેમ જ ના થયો જેટલી તું ગમી એટલું કોઈ ગમ્યું નહીં ફેમિલી એ તો ઘણી છોકરીઓ બતાવી પણ સગાઈ કરવાનું મન જ ના થયું પછી તો નક્કી કરી લીધું મારે આઉટ ઓફ જવું છે. આજે પણ મારા દિલમાં તારી એજ જગ્યા છે જે પહેલા હતી એક દિવસ મારો એવો નથી ગયો કે તને ના યાદ કરી હોય આજે તારી આ હાલત જોઈને હું બેચેન છું મને સપનામાં પણ ખ્યાલ ન હતો અહીંયા તારી સાથે આટલી મોટી ગડમથલ ચાલતી હશે હવે તું ફિકર છોડી દે આ દસ દિવસમાં હું તારી લાઈફ સેટ કરીને જ જઈશ અરુણને પણ હું સીધો દોર કરીશ.  

   ઘર આવી ગયું ચલને પ્રકાશ આજે પાછી કોફી થઈ જાય ચલ ઘરે હું મસ્ત મજાની કોફી બનાવું છું. પ્રકાશ થી રોકે ના રોકાય બંને જણ આરામથી ઘરમાં બેઠા વ્રુત્તા કોફી બનાવીને લાવી જ્યારે બંને ફર્સ્ટ ટાઈમ મળ્યા હતા તે કોફીની યાદ તાજી થઈ ગઈ. આજે પણ રંગીલુ મોસમ વ્રુત્તાની મદહોશ નજરો એનો લય બંધ અવાજ પ્રકાશને આકર્ષિત કરી રહ્યો છે. અચાનક પ્રકાશને જતા જતા વ્રુત્તાને ગળે મળવાનું મન થયુ અને વ્રુત્તાને જાદુની જપ્પી આપી આ એટલું રમ્ય હતું કે કોઈ ઉલ્લેખ નથી બંને વચ્ચે એક સ્પર્શનો અહેસાસ ભૂલે ના ભુલાય બંને માટે આ ઘડી વર્ષો પછી આવી હતી જાણે કોઈ સપનું ચાલતું હોય વ્રુત્તા તો હજુ સમજી શકતી નહોતી પણ આ હકીકત છે. હવે સપના સાચા થયા... બંને આજે એકબીજા થી જરાય દૂર જવા માંગતા નથી આ પળ અહીંયા જ થમી જાય ને આખી જિંદગી એકમેક રહેવાનો મોકો મળી જાય હવે તો વિરહની વેદના બંને માંથી કોઈને સહન કરવી મંજુર નથી.. કોને ખબર હતી આ વિરહ ની વેદના આવી હશે ? 

જ્યારે હતો સાથે તું ત્યારે

ક્યાં ખબર હતી ?

જ્યારે હસતા સાથે ત્યારે 

ક્યાં ખબર હતી ?

હાથ માં હાથ સાથે ચાલતા 

દોસ્ત વિરહની ક્યાં ખબર હતી ?

આવીને ઊભી રહેશે આવી 

' દૂરી' ! ! ક્યાં ખબર હતી ?

આ રીતે દૂર દૂર ની મુલાકાત 

આવી જશે ક્યાં ખબર હતી ?

આપણો પ્રેમ અધૂરો રહી જશે 

એવી અહીંયા કોને ખબર હતી ?

લે વ્રુત્તા મારો મોબાઈલ નંબર જયારે પણ મારી જરૂર વર્તાય યાદ આવે તો એક વાર ફોન જરૂર કરી દેજે..

બેલ વાગ્યો વ્રુત્તાએ દરવાજો ખોલ્યો અરુણ ગુસ્સામાં આવ્યો પરંતુ  પ્રકાશને જોતા જ તેને બધો ગુસ્સો દબાવી દીધો..  

પ્રકાશ બોલ્યો અરુણ કાર સરખી કરાવી કે ? ના, હજુ ગેરેજમાં મૂકી છે કાલ સુધીમાં આપી દેશે..  અરુણ બોલ્યો કાર તો ઠીક પણ આજે ડીનરની મજા તો આવી ને તને ? હા હા કેમ નહિ ઘણા સમય પછી મળ્યા યાર મજા તો આવે જ ને તો બોલ ફરી ક્યારે મળીયે તું કે ત્યારે આપણે હાજર આ વખતે તું લઈ જજે ત્યાં જઈશુ હું દસ દિવસ છું ત્યાં સુધી રોજ મળીશું. ચાલો હવે હું નીકળુ બાય સી યુ સુન આવજે વ્રુત્તા કહીને પ્રકાશ ચાલ્યો... વ્રુત્તા એ બાય કહ્યુ હજુ પ્રકાશ લિફ્ટની અંદર પ્રવેશી જ રહ્યો હતો કે તરતજ ચીસ.. સંભળાતા પાછો બહાર આવ્યો વિચારવા લાગ્યો કોણ બોલ્યું ક્યાંથી અવાજ આવ્યો ? પ્રકાશનું દિલ જોર જોર થી ધબકવા લાગ્યું અચાનક વ્રુત્તાનો ખ્યાલ આવતા પાછો બેલ માર્યો બોલ પ્રકાશ અરુણએ પૂછ્યું કેમ પાછો ? મારી કારની ચાવી તારા સોફામાં રહી ગઈ લાગે છે હું જોઈ લવું ? અરુણ બોલ્યો હા જો પ્રકાશ બહાનું બનાવી રહ્યો હતો આમ તેમ ચાવી શોધવા લાગ્યો ત્યારે રૂમમાંથી વ્રુત્તાની સિસકી ભર્યો અવાજ આવતા તેને શંકા ગઈ નક્કી અરુણે મારી વ્રુત્તા પર હાથ ઉપાડયો હશે આ અરુણે સારું કૃત્ય નથી કર્યું હું હમણાં મજબૂર હોવાથી ચુપ છું. વ્રુત્તા અરુણને આ કૃત્ય માટે જવાબ જરૂર મળશે.. , આઈ પ્રોમિસ વ્રુત્તા કરીને દ્રઢ નિશ્ચય સાથે ત્યાંથી ચાલી નીકળ્યો.. પાછળ વ્રુત્તાના શું હાલ થયા હશે ? અને કંઈ બાબતે વ્રુત્તાની એવી તો શું ભૂલ છે ? આ સવાલો પ્રકાશને આખી રાત બેચેન કરવા લાગ્યા વ્રુત્તા ને મળવાનું ખુબ મન થાય છે. બેધ્યાન અવસ્થા અને વિચારોમાં પ્રકાશ તડપ્યા કરે છે.

   આ બાજુ વ્રુત્તા પર એવો આક્ષેપ છે કે વ્રુત્તા એ પ્રકાશને તેઓના સંબંધ વિશે બધું જણાવી દીધું અરુણ એકદમ ગુસ્સામાં જોરથી વ્રુત્તાને તમાચો મારી પોતે સાચો જ છે એવુ બતાવાનું ઘમંડ કરી રહ્યો છે. વ્રુત્તાએ મનોમન નક્કી કરી લીધું આજથી ધ્રૂસકે ધ્રૂસકે રડવાનું બંધ અત્યાર સુધી હું ચુપ બેસી રહી પણ હવે બહુ થયું રાક્ષસ તારુ હવે મારો વારો છે.  તને હું સમાજમાં બે પૈસાનો ના કરુ તો મારું નામ વ્રુત્તા નહિ હવે હું નથી ડરવાની તારી ખોખલી ધમકીઓ થી પ્રકાશને મળીને મારામાં હિંમત આવી ગઈ છે. પ્રકાશ આ દસ દિવસોમાં મારો સાથ બખૂબી આપશે હવે હું અરુણને બધાની સામે ખુલ્લો પાડી ને જ જંપીશ  આ નાદાન વ્રુત્તાનું રૂપ હજુ તને ખબર જ ક્યાં છે ? પિયર, સમાજ અને લોકોના ડરથી હું પાછી પાની નહીં કરું આમ પણ તે શું આપી દીધું છે મને ? શું આ આલિશાન ઘર અને ગાડી કાફી છે ? ફક્ત તારો સાથ જ તો માંગ્યો હતો ક્યાં કોઈ ઉમ્મીદ રાખી હતી બીજી તું તો એમાં પણ નાપાસ થયો....  

આપી છે મોંઘી લાઇફ સ્ટાઇલ મને

નથી આપ્યો તો ફક્ત તારો સાથ મને

કેવી રીતે સમજાવું નથી જોઈતું આ મને 

જોઈએ છે તો બે ઘડી વાતોનો સંગાથ મને , 

હશે ભલે તારી પાસે વૈભવ અપાર પણ!

નથી તારા પાસે મને આપવા પૂરતો સમય  

એટલે શું મારા માટે તારો પ્રેમ જાણે શૂન્ય ?  

શોધી આપ આ સવાલના જવાબનું મૂલ્ય, 

હૈયુ માંગે છે તારા પ્રેમ માં તરબતર થવા 

ને તારી આંખોમાં છબી બની છવાઈ જવા

એકમેક સાથે મળીને માણવી છે આ ઘડી 

તારા માં હું ને મારાંમાં તું એમ રંગાઈ જવા, 

આપણું પ્રેમ પ્રકરણ અધૂરું રહી ગયું. એ દિવસે જયારે તું મને ઘરે મુકવા આવ્યો ત્યારે કદાચ મારાં મમ્મી પપ્પા આપણને સમજી ના શક્યા આ રીતે પરપુરુષ સાથે બાઇક પર ના શોભીયે... લોકો વાતો કરી જાય..  એમ કહીને ઠપકો આપ્યો જુનવાણી વિચારોને કોણ સમજાવે કદાચ ત્યારે જ સીધેસીધું હિંમત કરીને કહી દીધું હોત તો આપણી જિંદગી આ મુકામ પર ના હોત આજ સુધી આ વાતનો વસવસો રહી ગયો.. એકવાર જો પૂછ્યું હોત તો આજે મારી આ દૂર્દશા ના હોત.  હા વ્રુત્તા મને પણ તે વારંવાર તારી કસમ આપીને રોકી લીધો મારાં મા-બાપને મેં બધી હકીકત જણાવેલી તેઓ તારા ઘરે આવના જ હતા પણ તે જ છેલ્લી ઘડીએ ના કહી દીધી કદાચ એ લોકો આવીને તારા મમ્મી-પપ્પાને મનાવી દેત.. છોડ હવે આ વાતો..   જયારે તું કોલેજ પછી છૂટી પડી ત્યારે કેટલાય દિવસો સુધી હું બેભાન જેવી અવસ્થામાં જ જીવતો રહ્યો... મારી મમ્મી રોજ જોતી એકવાર એનાથી રહેવાયું નહીં મને ખૂબ સમજાવ્યો સાંત્વના આપી બેટા હવે એને ભૂલી જા..  તું નવી દિશામાં આગળ વધવાની કોશિશ કર આ રીતે ક્યાં સુધી ચાલે પણ તારી યાદો મારી આજુબાજુ એવી વીંટળાયેલી હતી કે તેમાંથી કોઈવાર હું બહાર જ ના આવ્યો.  તારા પ્રેમની મજબૂત પકડ માંથી હું ક્યારેય છૂટી ના શક્યો. તું મને રોજ ખરા દિલથી યાદ કરતી હોઈશ.  એટલે જ ઘણી વખત મારી ધડકનો તેજ થઇ જતી. હા, અરુણ હું પણ તારા વગર એવી જ અવસ્થામાં દિવસો વિતાવી રહી હતી.  સમાજનો જ છોકરો શોધવો એવી મા- બાપની જીદ્દ હતી.  આપણા સમાજમાં હોય તો દીકરીને દુઃખ ના આવે આવી વિચારધારા તદ્દન ખોટી સાબિત થઈ જો આજે મારી વ્યથા મા-બાપને પણ ના કહી શકું એવી સ્થિતિ થઈ ગઈ છે. શું સમાજમાં દીકરી પરણાવી એટલે સુખી ? સમાજ અને લોકો શું કહે છે એવી ચિંતામાં આપણને શું જોઈએ છે એનું મહત્વ ખોવાઈ ગયું.  

   ત્યારબાદ મારી સગાઈની વાતો આવવા લાગી છોકરી બાવીસની થઇ ગઈ હવે સારું ગોઠવો ભરત ભાઈ વીણા ભાભી એમ સગાઇની વાત લઈને મારાં ફોઈ આવી પહોંચ્યા ફોઈ બોલ્યા છોકરાની બધી જ જવાબદારી મારા માથે આવી ખૂબ જ હોશિયાર વળી લક્ષ્મીની કોઈ ખોટ નથી છોકરો ભણેલો ગણેલોને દેખાવડો પણ છે દીવો લઈને શોધવા જઈએ તો પણ આવો છોકરો નહિ મળે એ છોકરા માટે તો કેટલાય માંગા આવે છે પણ હું આપણી વ્રુત્તાનું બધું ગોઠવીને જ આવી છું. બસ, એકવાર એકબીજાને જોઈ લે પછી ગમશે તો પાક્કું કરીશું.. શું કહેવું થાય છે ભાઈ -ભાભી ? હા, નણંદ બા ખરેખર તમે સાચું કહ્યું..  એકવાર જોઈ તો લઈએ.. આ રીતે અરુણ સાથે મુલાકાત નક્કી થઈ..  અમે લગ્ન ગ્રંથી માં જોડાયા શરૂઆતમાં ખૂબ જ સારું રાખ તો જાણે કે મારી પાછળ પાગલ છે. દિવસમાં કેટલાય ફોન કરતો અને કેટલી બધી વાર આઈ લવ યુ કહેતો.. મને તો તો જાણે પાંખો ફૂટી હોય તેમ હવામાં ઊડતી હતી. અમારું કેટલીય વાર મળવાનું પણ થયેલું દર વખતે અરુણ અવનવી વાતો કરીને ખુબ હસાવતો.. અમે એકબીજા તરફ આકર્ષિત થવા લાગ્યા જાણે દુનિયાની સર્વશ્રેષ્ઠ ભેટ મને મળી ગઈ હોય એવુ લાગવા લાગ્યું કોને ખબર હતી આ ખુશી વધારે દિવસ નહીં ટકે ખબર નહીં શું નજર લાગી મારાં સબંધ ને ? લગ્નના એક વરસ પછી જાણે ગ્રહણ જ લાગી ગયું. રોજબરોજ અરુણ મારી દરેક વાતોમાં ખામી જોવા લાગ્યો મારી બધી જ વસ્તુ માં, વાનગીઓમાં ખામી કાઢવા લાગ્યો જાણે મારાથી નફરત થઈ ગઈ હવે અચાનક તે મારું મોઢું પણ બરોબર જોવા નથી માંગતો નક્કી કોઈ એવું તત્વ છે જે મને અરુણથી દૂર કરી રહ્યું છે.. છેલ્લા અમુક વર્ષોથી અરુણની બધી જ ધમકીઓ સહન કરતી આવી છું ફક્ત ને ફક્ત એક જ ડર હંમેશા સતાવતો કે વાત બહાર પડે તો મા-બાપની સમાજમાં આબરૂ જાય.  

જયારે પણ હું ને અરુણ જોડે હોઈએ ત્યારે તેના મોબાઈલમાં મિસ કોલ પર મિસ કોલ આવતા હોય..  ક્યાં તો પછી મેસેજ પર મેસેજ.. મારે અર્જન્ટ કામ છે એમ કરીને અરુણ મારાથી દૂર જઈને વાતો કરતો... તે જોયુંને પેલા  દિવસે રેસ્ટોરન્ટમાં પણ એ જ બનાવ બન્યો અમુક અંશે મને શંકા છે કે જરૂર કોઈ ચક્કર ચાલે છે. એકવાર મમ્મીને કહેવાની કોશિશ કરી મારી પરિસ્થિતિ વિશે જણાવ્યું. પરંતુ સામેથી મમ્મી એ કહ્યુ થોડું સહન કરવું પડે બેટા જો આવું તો ચાલ્યા કરે સમય આવતા બધું સારું થઈ જશે પપ્પાને કોઈ વાતની ચર્ચા નહિ કરતી પપ્પાને કહીશ તો તેઓની તબિયત પર અસર પડશે જેવું હોય તેવું સ્વીકારીને આગળ વધજે બેટા.. ત્યારબાદ બધી પરિસ્થિતિઓ સ્વીકારી જીવવાનું શરૂ કરી દીધું. શરૂઆતમાં મારા સાસુ-સસરા સાથે રહેતા હતા ત્યારે અરુણનો આટલો બધો મિજાજ નહોતો પણ તેઓ નાના ભાઈ સાથે રહેવા ગયા ત્યારથી એકલી પડી ગઈ થોડા સમય માટે જોબ શરૂ કરવાનું વિચાર્યું પણ અરુણે ના કહી દીધી એને એવું લાગ્યું કે હું જોબ કરું તો તેનું સ્વમાન ઘવાય આ તો કેવા વિચાર વાળો માણસ આટલો બધો ભણેલો હોવા છતાં એના વિચારોમાં ખોખલાપણું.... ઘણી કોશિશ કરી છતાં દરેક વાતોમાં ખામી બતાવ્યા જ રાખે આમને આમ ચાલ્યા કર્યું.. બંને વચ્ચે રિલેશન રાખ્યાને કેટલો સમય થઈ ગયો સાસુ પૂછે છે કે અમે દાદી ક્યારે બનીશું પણ કેવી રીતે જણાવું. હવે તું બોલ મારી વાત જવાદે તારે કઈ રીતે અમેરિકા જવાનું થયું ? હું મારું બધું પછી કહીશ તારી વાતો પરથી ખાતરી છે કે નક્કી અરુણનું બહાર કોઈ ચક્કર છે.  ભાઈ બરાબર કોઈના લફડામાં ફસાયા જ છે. એની ગંધ તને આવવા નથી દેતો એટલે જ હવે તું એને નથી ગમતી તારું હાજર રહેવું એને ગુસ્સો અપાવે છે. હવે આ વાતનો પત્તો તો હું બહુ જલ્દી લગાવીને જ જઈશ.. તારો પ્રકાશ તને આમ મૂકીને તો નહીં જ જાય તારો હક અપાવીને જ રહીશ. ચલ હવે ઘણું મોડું થઈ ગયું છે તને મૂકીને જવાનું મન નથી માનતું વ્રુત્તા... પણ મારે હવે જવું તો પડશે જ ને ફરી કાલે મળવાનું થશે તને હું ડ્રોપ કરું છું. હવે કોઈ ટેન્શન ના લેતી તારો પ્રકાશ હજુ જીવે છે. બધાથી લડી લેશે... આ અરુણ શું ચીજ છે. હવે વ્રુત્તાજી થોડી સ્માઇલ આપો... પ્રકાશે વ્રુત્તાના હાથ પર પ્રેમભર્યું ચુંબન કર્યું..  

બંનેનો આ દિવસ પૂરો થયો વ્રુત્તા પાછી ઘરકામમાં વ્યસ્ત થઈ ગઈ પ્રકાશ પણ ઘરે પહોંચ્યો.  

   બીજા જ દિવસથી પ્રકાશે અરુણની તપાસ હાથ ધરી. જ્યાં જ્યાં અરુણ જાય ત્યાં આખો દિવસ પીછો કરવાનું નક્કી કર્યું આર કે પાર આજે અરુણની ગમે તે રીતે કોઈ સાબિતી તો એકઠી કરીને જ રહીશ સવારે ઘરેથી નીકળ્યો કે તરત વ્રુત્તાએ કોલ કરીને પ્રકાશને ઇન્ફોર્મ કર્યો હા, હવે મારાં પર છોડી દે બસ આજે રાત્રે તને બધા રિપોર્ટ્સ જણાવું. પ્રકાશ પોતાની બાઈક પર હેલ્મેટ સાથે અરુણની પાછળ લાગ્યો પહેલાતો અરુણ ઓફિસે ગયો ઘણીવાર સુધી પ્રકાશ ઓફીસ નીચે ઊભો રહ્યો પણ અરુણ પાછો ના ફર્યો પ્રકાશે અરુણને કોલ કર્યો હલ્લો કેમ છે ? બસ મજામાં બોલ કંઈ નહિ ક્યાં છે તું ? ઓફિસે.. ઓહ તારી ઓફિસ જોવાની ઈચ્છા છે આવું ? હા આવી જા હું લોકેશન સેન્ડ કરુ ઓકે આવ્યો.. થોડીવાર રહીને પ્રકાશ ઓફિસમાં પ્રવેશ્યો બંને એ શાંતી થી વાતો કરી બોલ શું લઈશ ચા કે કોફી ? કંઈ નહિ થૅન્ક્સ... તું બોલ તારી ઓફિસ તો મસ્ત છે ને યાર.. ના.. ના..  ક્યાં તમારા અમેરિકા જેવું ? તું પણ અરુણ ગજબ છે. હું આવ્યો ત્યારનો અમેરિકા અમેરિકા શું કરે છે સાચી વાત તો એ છે કે હું અહીંયા જ ખુશ હતો અમુક પરિસ્થિતિને લીધે મારે ત્યાં જવું જરૂરી બની ગયું તું જણાવ તારી લાઈફ વિશે શું ચાલે છે બીજું શાંતિ.. હા કેમ નહિ અરે મસ્ત રહેવાનું ને જલસા કરવાના ઓહ એવા તો શું જલસા કરો છો ભાઈ તમે હા હા હા.. ના ના કંઈ નહીં બસ ખાવા-પીવાનું ફરવાનું ને મસ્ત રહેવાનું બધા કહે પરણ્યા એટલે પતિ ગયા તો ભાઈ તું તો તારી લાઇફમાં બહુ ખુશ લાગે છે. ભાભી બહુ સારું રાખતા લાગે છે... એ વળી શું સારું રાખવાની પોતાને કંઈ ત્રેવડ પડે તો ને કેમ ભાઈ આવું કેમ બોલે છે ? નસીબદાર છે તને આવી પત્ની મળી છે અમારા જેવાને જો હજુ વાંઢો ફરુ છું. જવા દેને યાર લગન તો ખાલી નામ ખાતર છે. ઓ ભાઈ તો લગ્ન કેમ કર્યા ? કોઈ બીજાની લાઈફ બરબાદ કરવા માટે ? ના ના એવું કંઈ નથી. ઈચ્છા ઓછી હતી પણ બધાએ કહ્યુ છોકરી સુંદર ને ભણેલી છે આખા ઘરને સંભાળી લેશે જવા દેને.. આવી વાતો કાઢીને ક્યાં બેસી ગયો ચલ પ્લાનિંગની વાત કર ક્યાં ફરવા જવું છે ? મુવી જોવા જઈએ કહેતો હોય તો આપણે બંને એકલા જઈએ.. ના એકલા નહિ તું વ્રુત્તાને સાથે લાવજે એ બહાને તમને સાથે રહેવાનો મોકો મળે ઓકે પ્રકાશ તારી જેવી ઈચ્છા નોક નોક.. સર તમને મિસ્ટર સીંગ ઓફિસ માં બોલાવે છે હા આવ્યો.  પ્રકાશ એ બુમ પાડી અરુણ પ્લીસ એક મિનિટ ઉભો રે ભાઈ એક કોલ કરવો છે તારો મોબાઈલ મળશે ? મારા આ મોબાઈલમાં હજી USA નું સીમકાર્ડ છે નવું સિમકાર્ડ નાખ્યુ એ ફોન ઘરે ભૂલી આવ્યો છું. અરુણ ના કહી શકે એમ નહોતો એને એમ કે પ્રકાશ એક ફોન કરીને મૂકી દેશે એટલે પાસવર્ડ પણ આપી ને ગયો આ લે જેટલા ફોન કરવા હોય એટલા કરી લેજે હું હમણાં આવું પ્રકાશ તરત જ ફોન ચેક કરવા લાગ્યો અંદર જોયું તો કંઈ જ હાથ ના લાગ્યું એને મિસકોલ અને ડાયલ કોલ માં વારંવાર નિશા નામનો નંબર જોયો  તરત જ પ્રકાશે નિશા નો નંબર નોટ કરી લીધો અરુણ આવે ત્યાં સુધી ગેલેરીમાં જઈ બધા ફોટોઝ પણ ચેક કર્યા અરુણે બીજા બીજા  વાહિયાત ફોટા પણ રાખ્યા હતા. એક પણ વ્રુત્તા સાથે ફોટો ન હતો. ફોટામાં પોતાની સેક્રેટરી સાથે વધારે જોવા મળ્યો એજ સેક્રેટરી જે બહાર ટેબલ પર બેઠી હતી. સેક્રેટરી છે એટલે તેની સાથે બહાર જવાનું અવાર નવાર થાય એમ સમજી પ્રકાશે વાત ટાળી દીધી.. લગભગ મોબાઈલમાં બધું ચેક થઈ જતાં પાછો ટેબલ પર મૂકી દીધો.. અરુણ આવ્યો બંને જણા વાતો કરી રહ્યા હતા ત્યાં અરુણની સેક્રેટરી આવી પહોંચી ખુબ જ સુંદર ગોરી ત્વચા અને મદહોશ નજરો કોઈ ને પણ ઘાયલ કરી દે એવી મોહક અદા..   પ્રકાશ પણ બે ઘડી જોતો રહી ગયો. અરુણ તો એની સામે એકધારું જોયા કરતો હતો પ્રકાશ મારે થોડું વધારે કામ છે આપણે કાલે મળીશું સોરી એમ કહીને પ્રકાશને આજે વિદાય લેવાનું કહ્યુ..  કાલે આપણે પાક્કું મળીએ મુવી જોવા જઈશું !

પ્રકાશ હા બાય... સી યુ ટુમોરો... કરીને નીકળ્યો પણ એ હોશિયાર હતો એને થોડી શંકા થવા લાગી બહાર ડોર પાસે જ ઊભો રહ્યો અંદર થી સેક્રેટરીના હસવાનો અવાજ આવે છે.  અરુણ બહુ સરસ રીતે તેની સાથે વાતો કરી રહ્યો છે. અવાજ ચોખ્ખો સંભળાય છે. પ્રકાશને મનોમન દુઃખ થયું આ વ્રુત્તા સાથે કેમ આવું કરે છે ?

    ત્યાંથી નીકળીને હજુ ઓફિસ નીચે આંટા ફેરા કરે છે. જેવો અરુણ ઓફિસમાંથી નીકળ્યો કે પ્રકાશ પાછળ પાછળ ગયો આજે ગમે તે થાય છેક સુધી જોઈને જ રહીશ. લગભગ સાત વાગ્યા હતા અરુણ પોતાની કારમાં બેઠો પ્રકાશ હેલ્મેટ પહેરી તૈયાર થઈ ગયો. પ્રકાશ અરુણ નો પીછો કરવા લાગ્યો...

 કાર પાર્ક કરીને અરુણ ગાર્ડનમાં પ્રવેશ્યો અહીંયા પબ્લિક ઓછી દેખાય છે. કોઈ વધારે આવતું જતું નથી. આ અરુણને વળી ગાર્ડનમાં શું કામ ? નક્કી મારી શંકા સાચી છે પ્રકાશ એક બાજુ સંતાઈને બધું જોયા કરે છે અરુણને જરાય ભનક ના આવે માટે હજુ હેલ્મેટ કાઢ્યું નથી.

   વારંવાર પોતાની ઘડિયાળ તરફ જોયા કરતો હતો જાણે કોઇની રાહ જોતો હોય એટલામાં એક લેડી આવીને સીધી અરુણના ગળે લાગી ગઈ અને બંને એકબીજા સાથે અજીબ હરકતો કરવા લાગ્યા પેલી લેડીને અરુણે પૂછ્યું કેમ નિશા આટલુ મોડું ? પછી વાતો કરવા લાગ્યો પ્રકાશ બધું સમજી ગયો અને તરત જ વ્રુત્તાને કોલ કરી જણાવ્યું જો વ્રુત્તા તારે હિંમત રાખવી પડશે આ વખતે તું ચૂકી ગઈ તો ક્યારેય પોતાની જાતને સાચી સાબિત નહિ કરી શકે બોલ તે આટલું સહન કર્યું આ વાત સહન કરવા તૈયાર છે ? હા પ્રકાશ હવે નક્કી કરી જ લીધું છે જે હોય એનો પૂરેપૂરો સામનો કરવો છે તો આવી જા ચલ અને તારા રંગે હાથે પ્રકાશ ને પકડી લે પછી જોયું જશે ફટાફટ વ્રુત્તા પ્રકાશના મોકલેલા લોકેશન પર આવી પહોંચે છે. ગાર્ડનમાં આવીને પ્રકાશ એને મળે છે વ્રુત્તા એ કહ્યું તું સામે ના આવતો હજુ મારે આગળ પણ તારી મદદની જરૂર છે. પણ જો અરુણ તારા પર હાથ અજમાવશે તો હું આગળ આવી જ જઈશ ત્યાં સુધી પોતાની જાતને કંટ્રોલ રાખીને ઊભો છું. આ વખતે તું હિંમત કરીને ડર્યા વગર એક લાફો ચોડીને જ આવજે.. જરૂર પડશે તો તારો પ્રકાશ આવી પહોંચશે હવે તું એકલી નથી જા..

     વ્રુત્તા સીધે સીધી પહોંચી જાણે મહાકાળીનું રૂપ ધારણ કરીને આવી હોય એવા રુઆબભેર મિજાજ સાથે પેલા ચેનચાળા કરી રહેલા અરુણ અને નિશાને એક એક લાફો ગસી કાઢ્યો.. અરુણ મોટા અવાજે બોલવા લાગ્યો ત્યારે આજે વ્રુત્તાએ પોતાનું ખરું રૂપ બતાવ્યું કોલરમાંથી પકડ્યો ને બોલી બસ અરુણ અવાજ નીચો ચિલ્લાતા તો તો મને પણ આવડે છે એ પણ તારાથી મોટા અવાજમાં દુનિયાની બીકે મને બાપડી બનાવીને બેસાડી મૂકી પણ હવે નહીં હવે તો તે બધી જ હદ વટાવી દીધી.. તું મને શું ઘરમાંથી કાઢીશ...  હું જાતે જ નીકળું છું.  તું મને સમજે છે શું ? વ્રુત્તા એ નિશાને પુછ્યુ તને શરમ ના આવી એક પરણેલાં પુરુષ સાથે ફરતા નિશા બોલી એ પરણ્યો તારી સાથે એના પહેલાનો મારો છે તને શું ખબર એ તારા કરતા મારી સાથે વધારે રહે છે. હું જ અરુણ માટે બધું છું.  તું જતી રહીશ તો કંઈ જ ફર્ક પડવાનો નથી. ધિક્કાર છે તને એક સ્ત્રી થઈને આવી વાતો કરે છે.

    જાઓ બંને મારે કોઈની સકલ નથી જોવી પણ યાદ રાખો હમણાં જે વાતો થઈ એ બધી મારાં મોબાઈલમાં રેકોર્ડ છે. હવે મા- બાપને સંભળાવીશ તમને બંનેને નહિ છોડું અને ઓ અભિમાની નિશા.

શું તને લાગે છે કે આ અરુણ તારો જ છે. જે બૈરીનો નથી થઈ શક્યો એ શું તારો થવાનો તો સાંભળ આનું લફડું એની સેક્રેટરી સાથે પણ છે. અને તારા જેવી બીજી કેટલીય છોકરીઓ સાથે હશે. અરુણને લાગ્યું કે હું નાદાન છું. એ એની મોટી ભૂલ હતી આ વાતની મને પાક્કા પાયે ખબર છે જાતે એની સેક્રેટરી એ જ મને કહ્યું હતું. ઓફિસમાં એકવાર મેં ફોન કરેલો એની સેક્રેટરી પર મને શંકા હતી એટલે ઓફિસના એક મેમ્બરે મારી મદદ કરી એકવાર અરુણ સાથેનો સેક્રેટરીનો વિડીયો મને મોકલેલો.. જે કદાચ ઓફિસના સીસીટીવી કેમેરામાં પણ કેદ હશે. આજ સુધી ચૂપ થઈને બેસી રહી કાલે સુધરે કાલે સમય આવશે પણ એ મારી ભૂલ હતી અત્યાર સુધી ચુપ રહી પણ છેવટે જાતે જ સામનો કરવો પડશે એવી હિમ્મત એકઠી કરી લીધી હવે તું જાણે ને તારો આ રોમીઓ અરુણ જાણે..

  વ્રુત્તાએ બધું જ પડતું મુકીને અરુણને બરાબર સબક શીખવ્યો ને ત્યાંથી ચાલતી પકડી આગળ જતાં પ્રકાશે પોતાની બાઈક પર બેસાડી દીધી ત્યાંથી સીધી પ્રકાશના ઘરે પહોંચી... આજે મને જરાય અફસોસ નથી પ્રકાશ મારે આ પહેલા જ કરી દેવા જેવું હતું. તું ના હોત તો કંઈજ ના કરી શકી હોત બસ વ્રુત્તા પ્રકાશે આંસુ લૂછ્યાં પોતાના આલિંગનમાં લઈને ખુબ વહાલ વરસાવ્યું આ વહાલની ઝંખના કેટલાય વર્ષોથી અધૂરી હતી. વ્રુત્તા એ મમ્મી પપ્પાના ઘરે જઈ બધી જ વિગતો સાબિતી સાથે રજુ કરી..   સમાજના ડરથી આજ સુધી મને તમે ડરાવતા રહ્યા આજે મેં મારી ચુપ્પી તોડી છે. પપ્પા ખૂબ રડ્યા ગમે તેવો માહોલ હોય બેટા આ બાપમાં એટલી તો તાકાત હતી કે તને સ્વીકારી શકે.. આ વાતની ગંધ સુદ્ધા ના આવવા દીધી બેટા કેમ ? મમ્મી બોલી.. બેટા ત્યાં રહેવા તને મજબૂર કરવા બદલ હું માફી માંગુ છું. દીકરી તે મને તારી લાગણીઓની કશ્મકશ કહેવાની કોશિશ કરી હતી પણ હું સ્ત્રીઓને થોડું સહન કરવું પડે એમ સમજાવી તને પાછી મોકલી મને માફ કરી દેજે... બેટા

હવે વ્રુત્તા જિંદગીના કદમ આગળ પોતાના દમ પર ઉઠાવવા માગે છે. અરુણ અને વ્રુત્તાની હવે કોઈ એવી કળી બાકી નથી રહી કે સબંધ ટકી શકે બધું જતુ કરનાર વ્રુત્તાએ ખુબ જ જલ્દી છુટાછેડા લેવાનું નક્કી કરી લીધું. અરુણ એક દિવસ એવો જરૂર આવશે જ્યારે તને મારી કિંમત સમજાઈ ને જ રહેશે..

છોડી દીધું હવે ઉપર પડતા જવાનું  

છોડી દીધું તારી પાછળ દોડવાનું , 

ઘણો પ્રેમ લૂંટાવી ને જોયો  

પણ પાછી તો હું જ પડી , 

હું દૂર રહીશ તો ક્દાચ મારી કદર સમજાય 

તો આ કદર કરવાનો મોકો તને પણ આપ્યો, 

પ્રકાશ અને વ્રુત્તા થોડા દિવસો મળતા રહ્યા આ દસ દિવસોમાં વ્રુતાએ પોતાની આખી જિંદગી જીવી લીધી હવે એક ધગસ નવી બંધાઈ કે એકલા જ કંઈક કરી છૂટવું છે. જાતે જ પોતાના પગભર થઈશ અને પોતાની કાબિલિયત શું છે બતાવીને જ રહીશ કદાચ આ જ પરિબળોથી મારામાં હિંમત આવી તો આ પરિબળો ને પણ નમન જે પ્રેરણાદાયક નીવડ્યા એક હકારાત્મક વિશ્વાસ સાથે વ્રુતામાં નવી ઉમ્મીદના ઉમડકાઓ ઉમટ્યા..  

   હલ્લો.. હું આવું કેટલી વાર છે ? બસ, ડિયર આ બેગ ગોઠવું એટલી વાર ઓકે હું ત્યાં જ આવું છું રીટર્નમાં તારા ડ્રાઈવર સાથે પાછી આવી જઈશ તું ચિંતા ના કર મારાં મમ્મી-પપ્પા પણ સાથે આવે છે. તું અહીંયા પહોંચ તો ખરી... વ્રુતા આજે ધીમી ગતિએ ઉદાસ મન લઈને ફરતી હોય તેમ રોબોટ બની બેઠી છે. જાણે આજે શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવે છે. ઓક્સિજનની કમી કેમ વર્તાય છે ? આટલી ગભરામણ કેમ ? મારો પ્રકાશ મારો શ્વાસ બની ગયો છે. હું આ વિરહની વેદના કેવી રીતે સહન કરીશ ? હવે હસતા મોઢે પ્રકાશને મળવાનું નક્કી કરી લીધું પણ આ આંખો ચાડી ખાય છે રોવાનું બંધ જ નથી થતું. વ્રુત્તા ત્યાં જઈને બોલી કેમ છો આંટી કેમ છો અંકલ નમસ્તે હું વ્રુતા.. હા, બેટા તને સારી રીતે ઓળખી ગયા.. પ્રકાશ એ તારું જે વર્ણન કર્યુ હતું હુબહુ તું એવી જ છે. ઓય વ્રુતા હું જવાનો છું યાર.. મને તો મળી લે.. વ્રુત્તા ભાગતી ભાગતી ગઈ. પહેલાની જેમ જ જોર થી પ્રકાશને ધક્કો માર્યો અને નારાજગી વ્યક્ત કરવા લાગી ઓ પગલી તારી નારાજગીમાં તારો પ્રેમ કેટલો ઝળકે છે મને ખબર છે. હું જલ્દી પાછો આવીશ મને રોજ ફોન કરજે બસ, આ લે પ્રકાશ તારા માટે.. ઓહ ગિફ્ટ હા, પણ હમણાં નહિ તું અમેરિકા પહોંચીને આ બોક્સ ખોલજે મને ઉતાવળ છે જોવાની કે એવુ તો મારાં માટે શું છે ? કહ્યુ ને ત્યાં જઈને જ જોવાનું પ્રકાશભાઈ બધો સામાન મુકાઈ ગયો છે. હવે ગોઠવાઈ જાઓ તમ તમારે અવાજ આવ્યો.. હા બાબુભાઈ.. હા..

 બધા થોડીવાર પછી એરપોર્ટ પહોંચી ગયા પ્રકાશની ફ્લાઈટને હજુ વાર છે. ત્યાં સુધી બધાએ સાથે સમય વિતાવ્યો પ્રકાશના મમ્મી પપ્પાએ વ્રુતાને કહ્યુ અવારનવાર મળવા આવતી રહેજે બેટા.. પ્રકાશ બોલ્યો.. ઓ વ્રુત્તા સાંભળ હું અરુણને બધી જ હકીકત જણાવીને આવ્યો છું આપણા પ્રેમ પ્રકરણ વિષે પણ બધી વાત કરી... અરુણને અહેસાસ અપાવ્યો કે તું જ ખોટો હતો તારાથી પહેલા અને વધારે હું વ્રુતાને ઓળખું છું. તે મોટી ભૂલ કરી છે. જયારે પોતાની ભૂલ કબૂલવાનું મન થાય તો વ્રુત્તાની માફી માંગી લેજે પછી તારે જે કરવું હોય તે તારી જીદ્દ તને મુબારક...

  કોફી પીવાનો આજે પાછો મોકો મળ્યો, શું ખબર પ્રકાશ આજે આ આપણી યાદોની છેલ્લી કોફી હોય ? હવે હું કેવી રીતે રહીશ તારા વગર ? તારી યાદો મારામાં કાયમ રહેશે થોડા સમય પછી એ ઘડી આવી ગઈ જે નિરાશા જનક હતી બધાને આવજો કહી પ્રકાશે વિદાઈ લીધી.

    વ્રુતા જયારે પોતાના ઘરે પાછી ફરી ત્યારે કંઈક અજીબ વર્તણૂક કરવા લાગી જાણે રોજ એનામાં કંઈ ખૂટતું હોય કંઈ જ ગમતું ના હોય થોડા દિવસો બાદ પણ વ્રુતાને ક્યાંય મન નથી લાગતું રોજ રોજ બસ પ્રકાશ જ છવાયેલ છે. ત્યાં પ્રકાશના પણ હાલ બેહાલ છે. તેને પોતાના કામમાં મન નથી લાગતું મોટેલમાં કામ કરતો પ્રકાશ આખો દિવસ વિચારોમાં ખોવાયેલો રહે છે. હવે તો એના દોસ્ત પણ પૂછવા લાગ્યા તું ઇન્ડિયાથી આવ્યો ત્યારનો પૂરેપૂરો બદલાઈ ગયો છે !! કેમ આમ ચૂપચાપ રહેવા લાગ્યો છે ? સાચી વાત તો એ હતી કે પ્રકાશ અને વ્રુત્તાં એકબીજા વગર રહી જ નથી શકતા. એમાં પણ બંનેનો બીજીવાર ભેટો  થયાં પછી ખુબ અઘરું હતું એકબીજાથી દૂર રહેવું !

    વ્રુતાએ નક્કી કરી લીધું કંઈક એવી જોબ કરશે જેનાથી બીજાને મદદરૂપ બની શકે અને પોતે પણ ખુશ રહી શકે..

 એક જૂની મિત્ર દિપાલી જે સંસ્થામાં કામ કરે છે એમાં નાના બાળકોને ભણાવવાના અને જે બાળકોને શિક્ષણ મેળવવાની ઈચ્છા હોય તેમને મદદરૂપ થતી આ સંસ્થામાં દિપાલીના હસ્તકે વ્રુતાને નોકરી મળી ગઈ વ્રુત્તા પગભર થાય છે. સંસ્થામાં કોઈક વાર ફ્રી સેવા પણ આપે છે. ત્યાર પછી ધીમે ધીમે પ્રગતિના પંથ ખુલતા જાય છે. મહિનાઓ વીતી ગયા..  પણ.. પ્રકાશની યાદો એક પળ માટે વ્રુતાથી છૂટતી નથી રોજ વ્રુતા પ્રકાશને ફોન કરે છે. ત્યાંથી પ્રકાશ પણ પોતાના એ જ હાલ વિષે જણાવે છે. ત્યાં પ્રકાશના નેણોમાં નશો છે. જાગતા -ઊંઘતા વ્રુતાનું જ ચિત્ર જુએ છે. વ્રુત્તા વગર નહિ રહી શકાય મારાથી બહુ થયું હવે... વ્રુતાને કીધા વગર જ અચાનક ૬ મહિના પછી બધું છોડીને ફક્ત વ્રુતા માટે પ્રકાશ ઇન્ડિયા પાછો ફર્યો.. આવીને સીધો સંસ્થામાં વ્રુત્તાંને સરપ્રાઈઝ આપવા પહોંચી ગયો.

   વ્રુતા.. ઓ.. વ્રુતા.. આમ તેમ જોવા લાગી જાણે પોતાના કાન કે આંખો પર વિશ્વાસ જ ના બેઠો એક સેકન્ડ માટે તો સુન્ન થઈ ગઈ. પ્રકાશના આવવાથી વ્રુતા ખીલી ઉઠી કેટલાય સમયથી મુર્જાયેલી વ્રુતા આજે ખિલખિલાટ કરવા લાગી. પ્રકાશના ચહેરા પર આજે અનોખી ચમક આવી ગઈ. પ્રકાશના જીવ માં જીવ આવ્યો અને ભાગીને વ્રુતાનો હાથ પકડી ચૂમી લીધો વ્રુતાં તારા વગર હું નહિ રહી શકું યાર.. બંનેએ પોતાના આ સબંધને નામ આપવાનું નક્કી કરી લીધું. વ્રુતાના ડિવોર્સ પેપરનું કામ પૂરું થાય કે તરત પ્રકાશ સાથે લગ્ન કરવાનું નક્કી થઈ ગયું મા-બાપના આશિર્વાદ પણ મળી ગયા. પોતાના કદમ જાતે ઉઠાવવા માંગતી વ્રુતાના ડગલે ને પગલે આખી જિંદગી સાથ આપવા પ્રકાશ આતુર છે.

આ પ્રેમ કહાની આવો વળાંક લેશે વિચાર સુધ્ધા નહિ હતો. કહેવાય છે ને કે ઉપરવાળા ના ત્યાં દેર છે અંધેર નથી. જે સમયે જે મળવવાનું હોય તેને મોકલી જ આપે છે.

   આગળ જતા વ્રુતા ખુબ જ નામના કમાય છે. જે સમાજથી ડરતી હતી એ જ સમાજ આજે બીજી દીકરીઓના પ્રોત્સાહન રૂપે વ્રુતાનું ઉદાહરણ પૂરું પાડે છે. તેને સ્ટેજ પર બોલાવીને સન્માનિત પણ કરે છે. તે જે સંસ્થામાં કામ કરે છે તે કાર્ય સમાજસેવાથી ઓછું નથી. આ બાજુ અરુણ એકલો એકલો અવળી લાઈન અને હવસમાં રાંચતો રહ્યો  જયારે જીવલેણ બીમારીઓ માં સપડાઈ ગયો ત્યારે વ્રુતાની યાદો આવી ત્યારે સમજાયું વ્રુત્તા ખરા અર્થમાં તેની પત્ની હતી પણ સમજવામાં મોડો પડ્યો. અરુણને એકવાર વ્રુતાને મળીને માફી માંગવાની ઈચ્છા થાય છે.

   શું અરુણ વ્રુત્તાની માફી માંગવા જશે ? ? જોડાયેલા રહો આગળના ભાગ સાથે જાણવા નવો વળાંક...

 દુબળુ પડી ગયેલું શરીર લથડીયા ખાતા પગ ,બધેથી હારી થાકી ગયેલો એક મોટી કંપનીનો મેનેજર આજે આ અવસ્થામાં વ્રુતાના ઘરનો ડોર બેલ વગાડે છે. વ્રુતાની સરર્વન્ટ એ દરવાજો ખોલ્યો.. જી આપ કોન સાહબ કિસકા કામ હે ? અરુણ ચોંકી ગયો! બોલ્યો અહીંયા વ્રુત્તા રહે છે ? હું મળવા આવ્યો છું. કામવાળી બોલી સાહબ બેઠો વો આતે હી હોગે.. અરુણની નજર ટેબલ પર પડેલા એક બોક્સ પર જાય છે કોણ જાણે એને એ બોક્સ જોવાની તીવ્ર ઈચ્છા જાગૃત થઈ કોઈને પૂછયા વગર બોક્સ ખોલે છે. અંદરથી વ્રુત્તા અને પ્રકાશની અઢળક સાચવેલી વસ્તુઓ , ઘણા બધા પ્રેમ પત્રો, આ એજ યાદોનો ખજાનો છે જે અમેરિકા જતાં વ્રુત્તાએ પ્રકાશને આપેલી ઉત્તમ ભેટ હતી તેમાં કોલેજ ગ્રુપ્સના ફોટાઓ, પ્રકાશ માટે લખેલી કેટલીય શાયરીઓ, અને છેલ્લે પોતાની લાગણીઓ વ્યક્ત કરતો અંદર ગુલાબનું ફૂલ મુકેલો પત્ર.. હજુ સૂકા ગુલાબની એટલી જ તીવ્ર સોડમ આવે છે.... અરુણ આ બધું જોઈ પોતાની જાત પર પસ્તાવો અનુભવવા લાગ્યો એને હતું કે વ્રુત્તામાં કોઈ આવડત નથી બહારના ચહેરાઓમાં એટલો ખોવાયેલો રહ્યો કે સાચા દિલને કોઈવાર કશું જ વ્યક્ત કરવાનો મોકો ના આપ્યો જાણે લગનને એક મજાક બનાવી બેઠો હતો. વ્રુત્તાને ગુલામ સમજી લીધી હતી. જેને પ્રકાશએ હંમેશા પોતાના રુદિયાની 'રાણી ' જ સમજી.. એટલામાં નેના દીદી... નેના દીદી... કરતો અવાજ આવ્યો એકદમ મીઠો મધુર અવાજ કાનમાં સંભળાતાની સાથે જ સીધો અંદર રુહમાં ઉતરી ગયો એક ખુબ જ સુંદર ઢીંગલી, ભૂરી આંખો, નાદાન ચહેરો, નાજુક ફૂલ ગુલાબી જાણે ઉષ્ણતાપમાન માં શીતળતા પ્રદાન કરતો ગુંજતો અવાજ, હસતી તો જાણે પરી જ લાગે, આ કોણ ? આટલુ સુંદર.. બેટા અહીંયા આવ...

ના.. ના.. હું તમને નથી ઓળખતી મમ્મી એ ના કહી છે કરીને રૂમ તરફ ભાગી ગઈ.

  નેના એ વ્રુતાને કોલ કરી જણાવ્યું કે ઘર પે ગેસ્ટ આયે હે ? મેંને ઉનકો પહેલી બાર દેખા હૈ.. , હા હું રસ્તામાં જ છું આવું.  

વ્રુતાનું આગમન થયું દીકરી ' પ્રવ્રૃત્તિ ' મમ્મી આવી..  મમ્મી આવી કરીને વ્રુતાની સાડી પકડી લીધી. પાછળથી પ્રકાશ આવે છે. આવતાવેંત સીધી પ્રવ્રૃત્તિને તેડીને માથું ચૂમી લીધું. આ બધું જોઈને અરુણ સુન્ન રહી ગયો એ સમજી ગયો કે પ્રકાશ અને વ્રુત્તાની આ દીકરી 'પ્રવ્રૃત્તિ '. નામ પણ કેટલું બંધ બેસતું રાખ્યું છે.  બંનેનો પ્રેમ ૭ વર્ષ પછી પણ તરો તાજા  દેખાય છે. અરુણે વ્રુત્તાની માફી માંગી તે પોતે સજાને પાત્ર છે. એવું સ્વીકાર્યું. જેટલી દુઃખી મેં તને કરી વ્રુત્તા આજે એનાથી વધારે દુઃખી છું. એ સાબિત થઈ ગયું કે બહારનું સુખ ચાર દિવસ જ રાહત આપે જયારે જિંદગીભર સાથ આપવા માટે એકબીજાનો પ્રેમ જરૂરી છે. જે પ્રકાશ તને કરતો રહ્યો મેં કોઈ દિવસ તને સમજવાની કોશિશ સુદ્ધા ના કરી આજે મને ખુબ અફસોસ છે. આવો હસતોરમતો પરિવાર આજે મારો હોત પણ, મુજ મૂર્ખને તને સાચવવામાં કે તારી "કશ્મકશ લાગણીઓની "સમજવામાં કોઈવાર જરાય રસ ના દાખવ્યો. તને એક સામાન સમજી બેઠો હતો. આજે મારી ભુલ સ્વીકારું છું તું માફ કરી શકે તો કરજે..  

  કેવી ભુલ અને શું મૂર્ખતા ? કદાચ તું ના આવ્યો હોત તો હું પાછી બીજીવાર આ રીતે મારાં પ્રકાશ સુધી ના પહોંચી શકી હોત તું એકમાત્ર નિમિત્ત બન્યો. મને કોઈ વાતનો વસવસો નથી તું પણ તારી જિંદગી જીવ જા તને માફ કર્યો. જયારે જયારે પાપ વધે છે મા જગત જનની અવશ્ય આવે છે.  

 તારા પાપોનો હિસાબ પણ એ જ કરશે હું કોણ તને સજા આપવાવાળી...  

   એટલું ધ્યાન જરૂર રાખજે કોઈવાર કોઈ શક્તિને ઓછી માની પોતાની જાત પર અભિમાન ના રાખવું.. સમય આવતા જવાબ જરૂર મળે છે.  

આવ્યો તારો પણ વારો બહુ સહ્યા હતા તે જખ્મ,

કોઈ સમજે ના સમજે , તું પોતે પોતાની જાતને સમજી ગઈ.

નારી તું બધા પર છે ભારી ' થઈ ગયું છે આજે સાબિત. કંઈ ના ખબર પડે તને ? કહેતા હતા જે જોતા રહી ગયા આજે.


Rate this content
Log in

More gujarati story from Jignasha Patel

Similar gujarati story from Romance