Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ashvin Kalsariya

Drama Romance Thriller

4.7  

Ashvin Kalsariya

Drama Romance Thriller

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 8

બેઈંતહા - લવ, લસ્ટ એન્ડ યારી 8

7 mins
204


(આગળનાં ભાગમાં જોયું કે કાયરા આરવ ને થપ્પડ મારે છે અને તેની ઓફર ઠુકરાવે છે અને આજે લોકોની અંદર લવ ની જગ્યાએ ખાલી લસ્ટ જ છે જે જરૂરિયાત પૂરી થતાં પૂરો થઈ જાય છે અને ત્યારબાદ લવ પણ પૂરો થઈ જાય છે કાયરા આનાં વિશે આરવ ને કહે છે અને હવે કાયરા પોતાનો બુક સિમ્પલ રીતે પબ્લિશ કરવાનો નિર્ણય લે છે, બીજી તરફ પહેલો ગુમનામ વ્યક્તિ એક વ્યક્તિ ને મારી નાખે છે એનું કારણ હતું કે એ વ્યક્તિ એ ઘણી છોકરીઓની જિંદગી બરબાદ કરી હતી માત્ર પોતાની હવસ સંતોષવા માટે આખરે એ વ્યક્તિ ના નામની ખબર પડે છે અને તે ગુમનામ વ્યક્તિ નું નામ હોય છે - આર્ય)

આર્ય ફરી એ રૂમમાં આવ્યો, તેણે જેકેટ ઉતારી ને કબાટમાં મૂક્યું, ગન બહાર કાઢીને લોકરમાં મૂકી, આર્ય ફરી એ બોર્ડ પાસે ગયો, તેનાં ચહેરા પર હજી પહેલું માસ્ક હતું, આર્ય જે દિવસે એ નકાબ ઉતારશે તે દિવસે બધા રહસ્યો પરથી પડદા ઊઠી જવાનાં છે, તેણે બોર્ડ પર કાયરાને લગતી નાની નાની વાત ભેગી કરી હતી પણ હવે બસ એ કોઈ એક અવસરની રાહ જોતો હતો, કારણ કે આર્ય નો હજી એક ચહેરો હતો જેનાથી આપણે અજાણ છીએ અને આગળ જતાં એજ ચહેરો કાયરાની બરબાદી નું કારણ બનશે, આર્ય બોર્ડ ની બાજુમાં રહેલી એક સ્વિચ ઓન કરી અને ત્યાં રહેલી દિવાલ થોડી અંદર તરફ ધસી ગઈ અને આર્ય એ હાથ વડે સહેજ ધક્કો આપ્યો અને એક બીજા રૂમમાં જવાનો રસ્તો ખૂલ્યો અને આર્ય તે રૂમમાં જતો રહ્યો, આજ રૂમમાં આર્ય નો બીજો ચહેરો હતો જે ટૂંક સમયમાં આપણી સામે આવશે.

સવાર પડવા આવી અને આજ કાયરા જલ્દી ઊઠી ગઈ હતી, તેણે ગઈ કાલે બનાવેલ લિસ્ટ ચેક કરવા લાગી, તેને બે થી ત્રણ જ એવા પ્રોડક્શન હાઉસ મળ્યા જેના હેઠળ બુક પબ્લિશ કરવાથી તેને ફાયદો હતો. ત્રિશા પણ સવારે કાયરાનાં ઘરે પહોંચી ગઈ હતી. હવે બંને મળીને આગળ શું કરવું એ વિચારી રહી હતી. ત્યાં જ કાયરા નાં ઘરની ડોરબેલ વાગી, એટલે ત્રિશા ઊભી થઈ અને નીચે દરવાજો ખોલવા ગઈ, દસ મિનિટ થઈ ગઈ પણ ત્રિશા આવી નહીં એેટલે કાયરા ખુદ ઊભી થઈ અને નીચે જવાનું વિચાર્યું, ત્યાં જ ત્રિશા રૂમમાં આવી.

“શું થયું?? કોણ હતું દરવાજા પર ? ” ત્રિશા ને રૂમમાં આવતાં જોઈને કાયરા સવાલ પર સવાલ પૂછવા લાગી

ત્રિશા કંઈ બોલી નહીં અને થોડી સાઈડમાં હટી, તો કાયરા એ જોયું તો રુદ્ર આવી રહ્યો હતો.

“કાયરા, રુદ્ર મળવા માટે આવ્યો છે ” ત્રિશા એ રુદ્ર તરફ હાથ લંબાવતા કહ્યું.

“જો રુદ્ર તું અહીં પેલાં માટે કોઈ સફાઈ આપવા આવ્યો હોય તો મારે કંઈ સાંભળવું નથી ” કાયરા એ રુદ્ર કંઈ બોલે તે પહેલાં જ સ્પષ્ટ કહી દીધું

“કાયરા, હું અહીં આરવની સાઈડ લેવા નથી આવ્યો, હું તો બસ તને થેન્કયું કહેવા આવ્યો છું” રુદ્ર એ કહ્યું.

“થેન્કયું ? મને ? ” કાયરા એ થોડું આશ્ચર્ય થતાં કહ્યું.

“હા, કાલે તે જે પણ કર્યું એ ઠીક કર્યું, આરવ ને આજ સુધી કોઈએ પણ હાથ નથી લગાવ્યો, હું નાનપણથી તેની સાથે છું પણ એની ભૂલો પર કયારેય હું એના પર હાથ નથી ઉપાડી શકયો, તેની ભૂલો ને સમજાવવા કોઈ તૈયાર ન હતું પણ તે આખરે તેની ભૂલ તેને સમજાવી” રુદ્ર એ કહ્યું.

“મને કાલ જે ઠીક લાગ્યું મેં એજ કર્યું અને આમ પણ એ તારો ફ્રેન્ડ છે તો તારો હક છે કે તું તેની ભૂલ તેને સમજાવ” કાયરાએ કહ્યું.

“કાયરા, એ પહેલાં આટલો મસ્તીખોર ન હતો અને કોને ખબર કયારથી આ બધું….પણ સાચું કહું તો તે કાલે આ બગડેલાં ઘોડાં પર લગામ કસી હતી” રુદ્ર આટલું કહ્યું. અને એક એન્વલોપ કાયરા તરફ લંબાવ્યું

“આ શું છે ? ” કાયરાએ એન્વલોપ હાથમાં લેતાં કહ્યું.

“તું ખુદ જોઈલે” રુદ્ર એ કહ્યું.

કાયરા એ એન્વલોપ ખોલ્યું, ત્રિશાએ રુદ્ર સામે આંખો સહેજ ઉંચી કરીને ઈશારામાં પૂછયું કે એન્વલોપ માં શું છે અને રુદ્ર એ માથું સહેજ નીચે નમાવ્યું અને આંખો બંધ કરીને ઈશારામાં જ કહ્યું. કે થોડીવાર શાંત રહીને જોવા કહ્યું.

કાયરા એ એન્વલોપ માં જોયું તો એક ચીઠ્ઠી અને એક ચેક હતો, કાયરાએ ચેક જોયો તો એ ચેક 6 કરોડની રકમનો હતો અને તેમાં આરવની સિગ્નેચર હતી, ત્યારબાદ કાયરાએ ચિઠ્ઠી ખોલી અને વાંચવા લાગી,

(ચિઠ્ઠીમાં)

“ કાયરા, કાલ જે મેં કર્યું એ માટે આઈ એમ સોરી પણ સાચું કહું તો આજ સુધી મને કોઈએ મને રોકયો ન હતો એટલે મને એવું જ લાગ્યું કે આમ કરવાથી મને બધું મળી જશે પણ કાલ તારા એક એક થપ્પડ એ મને મારી બધી ભૂલોનો અહેસાસ કરાવ્યો, કાલ તે કહેલી બધી વાતો આખી રાત મારા મગજમાં ઘૂમતી રહી અને એ અહેસાસ કરાવ્યો કે મે કેટલી મોટી ભૂલ કરી છે, આ ભૂલ માટે હું જેટલી માફી માંગું એ ઓછી છે પણ તારી આ થપ્પડ અને વાતો એ મને એક સાચો રસ્તો બતાવ્યો છે અને હવે હું એજ રસ્તા પર જઈ, તે મને સાચો રસ્તો બતાવ્યો એટલાં માટે આ ચેક હું તને આપું છું, હું તારા પર કોઈ ઉપકાર નથી કરી રહ્યો બસ મારી ભૂલ સુધારું છું, હવે હું હમેશાં માટે લંડન જઈ રહ્યો છું, લાઈફમાં બીજીવાર કયારે તને મારો ચહેરો નહીં બતાવું.”

કાયરાએ ચિઠ્ઠી વાંચી અને તરત જ રુદ્રને કહ્યું.“આરવ કયાં છે ? ”

“સવારે મને ઘરે બોલાવી અને કાલ જે થયું એનાં વિશે કહ્યું. અને આ એન્વલોપ તને આપવા કહ્યું કેમ શું થયું?? ” રુદ્ર એ કહ્યું.

કાયરા એન્વલોપ, ચિઠ્ઠી અને ચેક રુદ્રને આપી દીધા, રુદ્ર ચીઠ્ઠી વાંચવા લાગ્યો, ત્રિશા પણ રુદ્ર ની નજીક આવી અને તે પણ ચિઠ્ઠી વાંચવા લાગી, રુદ્ર અને ત્રિશા એ ચિઠ્ઠી વાંચી અને રુદ્ર કાયરાને કહેવા માટે ઉપર જોયું તો કાયરા રૂમમાં ન હતી.

“કાયરા કયાં ગઈ?? ” રુદ્ર એ ત્રિશા સામે જોઈને કહ્યું.

“મને પણ નહીં ખબર” ત્રિશાએ કહ્યું.

ત્યાં જ ગાડીનો અવાજ આવ્યો, રુદ્ર બારી પાસે ગયો અને નીચે જોયું તેને કંઈ દેખાયું નહીં, તે પાછો રૂમ તરફ ફર્યો તો ત્રિશા પણ રૂમમાં ન હતી એટલે રુદ્ર અકળાયો અને કહ્યું. , “યાર આ શું બધા કયાર નાં મિસ્ટર ઈન્ડિયા.... મિસ્ટર ઇન્ડિયા રમી રહ્યાં છે” આટલું કહીને રુદ્ર પણ નીચે ગયો. રુદ્ર ઘરની બહાર પહોંચ્યો તો ત્રિશા ત્યાં ઊભી હતી.

“શું થયું ? કાયરા કયાં છે ? ” રુદ્રએ હાંફતાં કહ્યું.

“એ તો કાર લઈને જતી રહી ” ત્રિશાએ બહાર તરફ ઈશારો કરતાં કહ્યું.

રુદ્ર એ આરવને ફોન લગાવ્યો, પણ તે કૉલ જ રીસીવ ન હતો કરતો, “યાર આ આરુ પણ.... ” રુદ્ર એ ફરી અકળાતાં કહ્યું.

“શું થયું??? ” ત્રિશાએ કહ્યું.

“હું કાર લઈને આવું છું આપણે કાયરાની પાછળ જઈએ” આટલું કહીને રુદ્ર પોતાની કાર લેવા ગયો અને થોડીવારમાં જ તે કાર લઈને આવ્યો અને ત્રિશા જલ્દીથી કારમાં બેસી ગઈ. તે બંને કાયરાની ગાડી નો પીછો કરી રહ્યાં હતાં પણ ખબર નહીં કેમ આજ કાયરાની ગાડીની સ્પીડ વધારે હતી, તે બીજી બધી ગાડીઓને ઓવરટેક કરી રહી હતી.

“કાયરા આમ કેમ ગાડી ચલાવે છે ” ત્રિશાએ ચિંતા કરતાં કહ્યું.

“અરે આને રોકવી તો મુશ્કેલ છે ” રુદ્ર એ કહ્યું.

“તો થોડીક ફાસ્ટ ચલાવને ગાડી” ત્રિશાએ કહ્યું.

“યાર મારાંથી એ નહીં થાય” રુદ્ર એ કહ્યું.

“તારાથી કંઈ થતું જ નથી” ત્રિશાએ કહ્યું.

આ સાંભળતાં જ રુદ્ર એ ત્રિશા સામે જોયું અને થોડીવાર બંને એકબીજાની સામે જોતાં રહ્યાં,ત્યાં જ પાછળથી હોર્ન નો અવાજ આવ્યો અને રુદ્ર એ ડ્રાઈવિંગ પર ધ્યાન આપ્યું. કાયરા હવે હાઈવે પર જતી રહી હતી અને તે રસ્તો સીધો એરપોર્ટ તરફ જતો હતો. રુદ્ર એ પણ ગાડી હાઈવે તરફ વાળી લીધી.

“કાયરા, એરપોર્ટ તરફ કેમ જઈ રહી છે ” ત્રિશાએ કહ્યું.

“આરવ એ ચિઠ્ઠીમાં કહ્યું. હતું કે એ હમેશાં માટે લંડન જવાનો છે એટલે કદાચ.... ” રુદ્ર એ કહ્યું.

કાયરા ને હાઈવે પર એક કાર દેખાઈ એટલે કાયરા એ તેને ઓવરટેક કરવા સ્પીડ વધારી અને તેણે પોતાની કારને આખું એક ગોળ ચકકર મરાવી દીધું અને તે કારની આગળ જઈ ને પોતાની કાર ઊભી રાખી દીધી, સામેથી આવતી કારે પણ જોરથી બ્રેક મારી અને રસ્તા પર ટાયર નાં ઘસાવાનાં નિશાન પડી ગયા. રુદ્ર અને ત્રિશા પણ ત્યાં પહોંચી ગયાં. કાયરા ગાડીમાંથી બહાર આવી, કાયરાએ જે ગાડીને ઓવરટેક એ કારમાંથી આરવ બહાર આવ્યો. રુદ્ર ત્રિશા બહાર આવ્યા અને આરવ ને જોઈને રુદ્ર એ કહ્યું. , “કાયરા ને કેમ ખબર કે આરવ અહીં મળશે”

કાયરા આરવ પાસે પહોંચી ત્યારે અને કોઈ કંઈ બોલે તે પહેલાં જ કાયરાએ આરવ ને એક તમાચો લગાવી દીધો, રુદ્ર તો ધ્રુજી ગયો, આરવ તો કંઈ બોલ્યો નહીં અને કાયરાએ પાછો એક તમાચો લગાવી દીધો.

“તારી ફ્રેન્ડ ને કારણ વગર કોઈને મારવાનો શોખ છે ” રુદ્ર એ ત્રિશા તરફ જોઈને કહ્યું.

“મેં પણ પહેલીવાર આ જોયું” ત્રિશાએ કહ્યું.

“તને સુધારું હું અને ફાયદો કોઈ બીજું લઈ જાય” કાયરાએ આરવ ની કોલર પકડીને કહ્યું.

ધીમે ધીમે તેનો હાથ કોલર પરથી સરકી ને છાતી પર આવી ગયો અને કયારે કાયરા આરવ ને ગળે વગળી પડે તેનો ખ્યાલ તેને ના રહ્યો, કાયરા ઘ્રુસેક ને ઘ્રુસેક રડવા લાગી.

“આઈ લવ યુ” કાયરા એ રડતાં રડતાં કહ્યું.

“લવ યુ ટુ” આરવ એ કાયરા ફરતે પોતાનાં હાથ વીંટળતાં કહ્યું.

સાલું આ કંઈ રીતે થયું અને કયારે ? ” રુદ્ર એ માથું ખંજવાળતાં કહ્યું.

“ખબર નહીં પણ તારાં કરતાં તારો ફ્રેન્ડ બહુ ફાસ્ટ છે” ત્રિશાએ કહ્યું.

હવે આ તો શું નવો વળાંક આવ્યો, આરવ અને કાયરા એકબીજા ને પ્રેમ કરે છે ?, હવે જરૂર કંઈક નવું થવાનું લાગે છે અને ત્રિશા તો વારંવાર રુદ્રને મહેણાં મારી રહી હતી એનો મતલબ તો તમે સમજી ગયાં હશો પણ આરવ અને કાયરા ની આ લવ સ્ટોરી શું નવો વળાંક લાવે છે એ જોવું જરૂરી છે, આર્ય એ જે બીજો રૂમ ખોલ્યો એ રૂમમાં શું હતું??, આરવ અને કાયરાની લવસ્ટોરી આર્ય માટે મુસીબત બનશે કે મોકો પણ હા હવે આર્ય પોતાનાં નવાં પ્લાન સાથે કામ કરવા તૈયાર છે અને આ તરફ આરવ હવે કાયરા ની ઢાલ બનશે?? હવે સવાલો તો બહુ ઉદભવશે પણ જવાબ તો તમને ખબર જ છે વાંચતાં રહ્યો, “બેંઈતહા - લવ, લસ્ટ એન્ડ યારી”


Rate this content
Log in

More gujarati story from Ashvin Kalsariya

Similar gujarati story from Drama