STORYMIRROR

Pratik Dangodara

Inspirational

3  

Pratik Dangodara

Inspirational

થોડાક સુવાક્યો

થોડાક સુવાક્યો

2 mins
334

કોઈને પણ વણમાંગી સલાહ ના દેવી.

પારકી પંચાયત કોઈ દી ના કરવી.

પોતાના વખાણ પોતાની જાતે ના કરવા.

કોઈને ખુશી જોઈને દુઃખી નહીં થવાનું પોતાની મોજમાં જ મોજ રહેવાનું.

જે કરવું હોય એ કરીને બતાવવાનું ખોટી વાતો ના કરવી.

કોઈ વ્યક્તિને ઇમ્પ્રેસ કરવાની કોશિશ ના કરવી તમારુ વ્યક્તિત્વ જ એવું બનાવી દો કે એ વ્યક્તિ જ તમારાથી ઇમ્પ્રેસ થઈ જાય.

કોઈના વિશે બહુ ઝાઝું ના વિચારો પોતાની જાતને પારખવાની ક્ષમતા રાખો.

જે ભૂલો કરી એ ભૂલોને ભૂલી જાવ હવેથી એ ભૂલ બીજી વાર ના થાય તેનું ખાસ ધ્યાન રાખો.

જે વાત યાદ કરીને તમે દુઃખ અનુભવો છો એ વાત ક્યારેય યાદ ન કરવી અને તેને પોતાના મનમાંથી વિદાય આપવી.

કોઈ દુઃખી વાત યાદ કરવાની નથી આમેય તે વાત યાદ કરવાથી તમે તેને સુધારી નથી શકવાના તો તેને ભૂલી જ જાવ અને અસ્તિત્વનો આનંદ માણતા શીખો.

જેને તમારી સાથે સબંધ રાખવો છે તેને તમે ગમે તે કહેશો તેની સાથે ગમે તે કરશો તે રાખશે જ,બાકી ખોટી ઇમ્પ્રેશનથી સબંધ બનાવ્યો હશે એમાં તમને માન મળશે પણ એ સબંધ લાંબો નહીં ચાલે.

પોતાને ઊંચા બતાવવાનો પ્રયાસ કરીને નામના, યશ મેળવી શકશો પણ અને સારી ઓળખ પણ મેળવી શકશો, પણ અંદરથી તૂટ્યા રહેશો, એના કરતાં એકાદ દિલનો સંબંધ પણ રાખજો.

પોતાને સામેથી કોઈ બોલાવે સામેથી માન આપે એના માટે તે વ્યક્તિને ઈમ્પ્રેસ કરવાની જરૂર નથી પોતાના વ્યક્તિત્વને બદલવાની જરૂર છે, એ વાત સાચી કે ઇમ્પ્રેશનથી તે વ્યક્તિ જલ્દી આકર્ષણ થાય છે અને માન આપે છે. વ્યક્તિત્વ દ્વારા મળેલ માન થોડું ધીમું જરૂર હશે પણ તે કાયમ માટે રહેશે. એટલે એટલા બધા ઉતાવળા થવાની જરૂર નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational