Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Comedy

4.9  

Kalpesh Patel

Comedy

મિસ્ટર બિન - ચાંદની ચોકની સફરે

મિસ્ટર બિન - ચાંદની ચોકની સફરે

5 mins
4.6K


મિસ્ટર બીન એક બ્રિટીશ હાસ્યાસ્પદ ઘટનાઓનો (સિટકોમ) નાયક છે. જે રોવાન એટકિન્સન અને બેન એલ્ટોન રિચાર્ડ દ્વારા સહ લેખિત પરિકલ્પના હતી. કલમ અને કલ્પનાના જોરે વિકસવામાં આવેલઆ પાત્ર મનોરંજન જગતમાં કદાચ આ પહેલું અને છેલ્લું કાગળ ઉપરનું મનોરંજન કરાવતું કોમેડી પાત્ર છે. આ વિકસિત પાત્રના આધારે જ્યારે એટકિન્સન ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં માસ્ટર ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યો હતો, ત્યારે એટકિન્સન દ્વારા "પુખ્ત માણસના શરીરમાં એક સહજ બાળક ના ભાવો " ને આબાદ વર્ણન કરી, રોજિંદી જિંદગીમાં રોજ બરોજના વ્યવહારમાં આવતી વિવિધ સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. આપણે આ મિસ્ટર બિન, ભારત આવી ચાંદનીચોકમાં લટાર મારવા નીકળે છે અને પછી ઘટતી ઘટનાઓને માણીએ...

ડિસેમ્બરની એક સાંજે મિસ્ટર બિન વિકિપેડિયા વેબ સાઈટની ભલામણથી ચાંદનીચોકના વિહાર માટે આવી ચડે છે. લાલકિલ્લા મેટ્રો સ્ટ્રેશનેથી એક્ઝિટ લઈ મિસ્ટર બિન બહાર આવ્યા, ત્યાં તેમને ઓટો – તેમજ પેડલ રિક્ષા વાળા ઘેરી વળ્યા. મિસ્ટર બિનને જોતાં, એક ગાઈડ તેમને ઓળખી ગયો, અને દુભાષીયો બની સાથીદાર બની ગયો. તેને મિસ્ટર બિનને કીધું. ભારતમાં સ્ટ્રીટ બઝારની વ્યવસ્થિત અવ્યવસ્થા શું હોય છે એ જાણવા ઈચ્છતા હોય તો ચાલો મારી સાથે, હું તમને કઈક નવીન બતાવું, આપણે એક પેડલ રિક્ષા ભાડે કરી લઈએ.મિસ્ટર બીને તે દુભાષીયાનું નામ પૂછ્યું, તેને ઉત્તર પાઠવતા કીધું “ માય નેમ ઈજ’ “શિવા” પ્લીઝ ગિવ મી વન હન્દ્રેડ, ટુ મીટ એક્ષ્પેંડીચર”. મિસ્ટર બિને, હસતાં હસતાં... સો પાઉન્ડની નોટ આપી, શિવા દુભાષીયાએ તે ખીસામા મૂકી, અને એક પેડલ રિક્ષા વાળાને આખી સાંજની સફર માટે એક સો રૂપિયા આપ્યા, અને મિસ્ટર બિનની ચાંદનીચોકની સફર ચાલુ થઈ.  

જેવી રિક્ષા ચાંદનીચોકમાં દાખલ થઈ ત્યાં દુકાનદારો, ફેરિયાઓ અને નાની નાની દુકાનોથી જડિત સાંકડી ગલીઓની ભીડમાં પીસાતા પ્રવાસીઓ, અને ચારેકોર માથા પર જુલતા વીજળી અને ફોનના વાયરોવાળા ભરચક ગિરદી વાળા વિસ્તારમાં પાણી-પુરીના ખૂમચા જોઈ મિસ્ટર બિનનું મો ખુલ્લુ રહી ગયું. અને શિવાને થયું મિસ્ટર બિનને પાણી-પુરી ખાવી છે, શિવાએ રિક્ષાવાળાને એક પાણીપુરીવાળા પાસે રોકવી, મિસ્ટર બિનને રિક્ષામાં બેસાડી, પાણી-પુરીવાળાને તેના ખૂમચો સાથે રિક્ષા પાસે ખેચી આવ્યો. પાણી-પુરીવાળાએ તેનો મોબાઈલ શિવાને થમાવ્યો અને ઈશારાથી વિડીયો ઉતારવા કહ્યું, અને પાણી-પુરીવાળાએ પહેલી પાણી-પુરીમાં મસાલો- પાણી ભરી મિસ્ટર બિનના ખુલ્લા મોમાં તે મૂકી દીધી,અને કોઈ સળગતો ફટાકડો મોમાં આવ્યો હોય તેમ મિસ્ટર બિનથી તેમનું આ ચારે કોરની અવ્યવસ્થા જોઈ ખુલ્લુ રહેલું મો બંઘ થયું. અને તીખા તમતમતા પાણી-પુરીના પાણીને તે બહાર ન તો થૂંકી શક્યા, કે ન ગળા નીચે ઉતારી શક્યા. બંને હાથને હવામાં વીંઝતા રહી સાદું ડ્રીકિંગ વોટર માંગતા રહતા, પણ ચહેરા ઉપરની વ્યગ્રતાને શિવો દુભાષિયો અભિનય સમજી તેના વિડીયો શૂટિંગમાં વ્યસ્ત હતો. અને જોતજોતામાં તો આખાય ચાંદનીચોકમાં સમાચાર વહી ગયા કે મિસ્ટર બિનની સિરિયલના એપીસોડનું શૂટિંગ, ચાંદનીચોકની પાણી-પુરી ગલીમાં ચાલે છે. જોતજોતામાં માનવ મહેરામણ ત્યાં ઉમટી આવ્યો. મિસ્ટર બિને અઢળક ગિરદીને જોઈ દર્દ મિશ્રિત હાસ્ય રેલવાના હેતુથી પાણી પુરી મહામહેનતે તેમના ગળા નીચે ઉતારી, અને શિવા પાસે સાદું ડ્રીકિંગ વોટર માંગવા ફરીથી મોઢું ખોલ્યું ત્યાં પાણી-પુરીવાળો તૈયાર હોઈ, બીજી તમ તમતી પાણી-પુરી તેમના મોમાં ખોસી લીધી, પરંતુ આ વખતે મિસ્ટર બિન સમજી ચૂક્યા હતા. તેઓ રિક્ષા માથી નીચે ઉતર્યા અને શિવા દુભાષીયાની જરસીનો કોલર પકડી તેને રિક્ષામાં ધરાર બેસાડી દિઘો. અને ચાંદનીચોકની તેઓની મુલાકાત આગળ ધપાવી, તેઓને બરાબર સમજાઈ ગયું હતી કે તેમની ભારત યાત્રા દરમ્યાન અહીની મુલાકાત અજીબોગરીબ છે ; અહી કાઈપણ વસ્તુ શાંત નથી.

શિવા દુભાષીયા એ તેની કોમેંટરી ચાલુ કરતાં મિસ્ટર બિનને જણાવ્યુ કે ભારતના પાટનગરના આ વિસ્તારમાં દરેક મોડ અને દરેક વળાંકે જોવા મળતા પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડના ખૂણાઓ, તમે જુવો છો તે ખરા ભારતની પહેચાન છે. સૌથી જૂના ચાંદનીચોક વિસ્તારમાં જે તાજગી છે તે પાટનગરના કોંક્રિટ જંગલોમાં નહીં મળે. આ વિસ્તારમાં ભલે સુઘડતાની સુવિધા નથી, પરંતુ ચાંદનીચોક ખૂબ અત્યંત ઝડપી વિકસતું સંસ્કારી વિશ્વ છે. જો દિલ્હી ભારતના સ્ટ્રીટ ફૂડનું સૌથી મોટું સામ્રાજ્ય હોય તો ચાંદનીચોક નિઃશંકપણે તેનો રત્ન જડિત મુગટ છે. પછી ભલે તે કરીમના કબાબ હોય કે નટરાજ સ્વીટ કે હલ્દીરામ ની કચોરી.

મારા મોંઘેરા મહેમાન, બિન સાહેબ,જો આપણે આ બજારમાં ભીડમાંથી અથડાતાં કુટાટા જગ્યા કરી આગળ વધીએ છીએ ત્યારે, માત્ર નાસ્તા – ફાસ્ટફૂડનો જ વિચાર કરવાને બદલે અન્ય ઘણી બાબત આપણે જોવાની બાકી છે. નાની નાની દુકાનો સ્ટોલ અને શોપ્સ આ ઉપરાંત અહીની કાર્પેટ અને કપડાં વેચતા ફેરિયાઓ તેમજ ઈલેક્ટ્રોનિક્સ, મોમેન્ટો અને કલાકૃતિઓ, હસ્તકલા અને બીજું અનેક ગણું વસ્તુ અહી તમને જોવા મળશે. પરંતુ જો તમે કડક ચહેરા સાથે બાર્ગેનિંગ કરો તો આ સોદાબાજીની રમત જીતી શકો છો અને ખરેખર કઈક ખાસ વસ્તુ સાથે ઘરે લઈ જઈ શકો છો.

ઑ મારા મહેમાન,હવે તમને ગમતી જગ્યાએ આપણે જઈ રહ્યા છીએ, તમે નહીં માનો પરંતુ આ છે ચાંદનીચોકમાં આવેલો એસ્પ્લાનેડ રોડનો વિસ્તાર, જે એશિયાના સૌથી મોટી કેમેરા એક્સેસરીઝ બજાર તરીકે પણ વ્યાપકરીતે વખણાય છે. જરા જુઓ અહી તમને કેમેરા બેગ, ટ્રાઈપોડ, બેટરી ચાર્જર્સ, લેન્સ, ફિલ્ટર્સ, અને આલ્બમનું વેચાણ કરતી કેટલી બધી દુકાનો છે ?. ચાલો હવે તમને અહીના એક સદીથી પણ જૂના પ્રિતમ સ્ટુડિયોમાં લઈ જવું. આ ઐતિહાસિક સ્ટુડિયોમાં ચાલવું એ પણ એક રોમાંચકતા છે અહીનું વાતાવરણ ખૂબ ઝડપથી બદલાતા અને વિકસતા વિશ્વ સાથે બદલાયું નથી.

જ્યારે મિસ્ટર બિન પ્રિતમ સ્ટુડિયોમાં ગયા ત્યારે તેઓ તેમનીજ આદમ-કદની એક તસવીર જોઈ.આ વિશાળ કદની છબીને ફોટો શોપની મદદથી એડિટ કરેલી હતી અને તેમાં મિસ્ટર બિન અને ચાર્લી ચેપલિન બંને એકબીજાના ખભે હાથ મૂકી લસ્સી પીતા હતા અને બેક ગ્રાઉન્ડમાં ચાંદનીચોક સ્થિત પ્રિતમ સ્ટુડિયોનું સાઈન બોર્ડ હતું.

મિસ્ટર બિન આ જોઈ આવક થઈ ગયા, તેઓ એ માર્કર પેન લઈ તે તસવીર ઉપર તેમના આટોગ્રાફ અને તારીખ અંકિત કરી ત્યાં સુધીમાં, આ ફોટો ગેલેરીમાં રહેલા ફોટાને થઈ રહેલી છેડછાડ રોકવા સ્ટુડિયોનો મેનેજર આવી ચૂક્યો હતો, અને તેણે મિસ્ટર બિનને પીઠ ઉપર હાથ મૂકી વળવા પ્રયત્ન કર્યો, હવે ચોંકવાનો વારો તેનો હતો, તેને લાગ્યું કે આ તો તસવીર માથી જીવતા થઈ મિસ્ટર બિન હાજરા હજુર સ્ટુડિયોમાં આવી ગયાં છે ! થોડીવાત તેના અને મિસ્ટર બિન વચ્ચે તારા મૈત્રક રચાયું, બંનેના હાવભાવ જોઈ શિવા એ તેનો મોબાઈલ કાઢી ધડાધડ ફોટો વિડીયો ઉતારવા માડી, થોડા સમય ચાલેલી આ ક્રિયામા રોડ ઉપર અને સ્ટુડિયોમાં ભીડ વધતાં, ભીડને કાબુમાં લેવા ટ્રાફિક પોલીસ ફોજ આવી ચૂકી હતી. પણ સૌ કોઈ મિસ્ટર બિન સાથે પોતાની એકાદ સેલ્ફી લેવા બેતાબ હતા. ત્યાં પોલીસે એરિઆ કોર્ડન કરી લીધો અને મિસ્ટર બિનને એસકોર્ટ કરતાં બાકીની સફર માટે આગળ દોરતા હતા, ત્યારે મિસ્ટર બિને હજાર રહેલા તમામને સેલ્ફી લેવાને મોકો આપતા ને સૌ કોઈ તેમના ઉપર ફીદા હતા.

પોલીસ એસકોર્ટની આગેવાની હેઠળ હવે પછી તેઓની મુલાકાત કોઈને પણ મુઘલ સમયની જાહોજલાલીમાં પાછા લઈ જાય લાવે એવી બેગમ સમરું, મિર્ઝા ગાલિબ અને ઝીનત મહેલની હવેલીઓ તેમજ, ચાંદનીચોકમાં આવેલી અન્ય ધાર્મિક ઈમારતો જામા મસ્ઝિદ, શ્રી દિગંબર જૈન લાલ મંદિર તેમજ શીખ ગુરુદ્વારા ગંજ સાહિબની હતી.

મિસ્ટર બિન જે વસ્તુથી દૂર રહેવા માંગતા હતા, આખરે તેમાં, તેઓ આબાદ સપડાઈ ચૂક્યા હતા. તેઓ સામાન્ય અહી ચાંદનીચોકમાં પર્યટક તરીકે આમ આદમી બની ઘુમવા માંગતા હતા, પણ અહીં તેમનાથી આગળ તેમની પ્રસિદ્ધિ બે ડગલાં આગળ રહી હતી. તેમણે પહેલીવાર તેમની પ્રસિદ્ધિ બદલ દૂ:ખ થતું હતું. પણ શું કરે ? તેઓ હવે લાચાર હતા, તેમનો કાફલો આગળની બાકી સફર શરૂ કરે તે પહેલા, અત્યાર સુધી ભીડમાં ભીડાયેલો શિવો દુભાષિયો મિસ્ટરબીન પાસે આવી, હાથ જોડી એક સો પાઉન્ડની નોટ પરત કરતાં બોલ્યો, “સર યૂ આર અવર ગેસ્ટ” એન્ડ યોર હોસ્પિટાલિટી ઈજ અવર ડ્યૂટી” ત્યારે મિસ્ટર બિને શિવા દુભાષીયાને આલિંગન આપી પોતાના મોબાઈલથી એક સેલ્ફી ખેંચી અને બીજી એક સો પાઉન્ડની નોટ કાઢી તેમાં ઉમેરી બાસ્સો પાઉન્ડ શિવા દુભાષીયાને આપતા બોલ્યા, “પ્લીજ એસેપ્ટ , ઈટ ઈજ અ સ્મોલ ટોકન ઓફ લવ ફ્રોમ યોર બિગ બ્રધર”

ત્યારે મિસ્ટર બિનની પ્રસિદ્ધિ હવે આડે આવી તેમનો સાથ ગુમાવા બદલ શિવા દુભાષીયાની આંખમાથી આસું વહી રહ્યા હતા.


Rate this content
Log in

Similar gujarati story from Comedy