Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishwadeep Barad

Inspirational Others

3  

Vishwadeep Barad

Inspirational Others

મુંગી-બેરી બાળા

મુંગી-બેરી બાળા

2 mins
7.9K


નિવૃતિની મજા માણવા હંસા અને હાર્દિક હંમેશા શિયાળાના દિવસોમાં વતનમાં આવતા, સિત્તેરની આસપાસની ઉંમરના છતાં બેઉ જુઓ તો પંચાવન વર્ષના યુવા હોય એવું તંદુરસ્તી ભર્યું શરીર અને આનંદી સ્વભાવ. વતનમાં ત્રણ મહિનાના રહેઠાણ સમયમાં પડોશીઓ અને મિત્રવર્ગમાં એક સુંદર યાદ છોડી જાય કે સૌ ફરી ક્યારે આવેશે એજ આતુરતા સાથે એમને વિદાય આપતા..

તેમના ઘર આંગણે બપોરે રોજ આવતી એક મુંગી-બેરી બાળા મો પર હાથ રાખી ખાવા માટે કઈક આપો એવો ઈશારો કરતી. હંસા અને હાર્દિક બેઉંનો માનવતાથી સભર પ્રેમ આ બાળાને રોજ એક ડીશભરી બપોરનું ખાવા આપે. રસોયાબેનને એમણે કહી દીધેલું કે રોજ તમારે ત્રણ વ્યુક્તિ માટે ભોજન બનાવવાનું. રોજ રોજ નવનીત ભોજનનો આસ્વાદ માણતી એ મુંગી-બેરી છોકરીને ભગવાન મળી ગયા. નાતો એ" થેન્ક્યુ "કહી શકતી હતી.

કોઈ કોઈ વાર ખાતા ખાતા એના મુંગા ચહેરા પાછળ છુપાયેલ હ્ર્દયના ભાવો બ્રહ્માંડમાં ચમકતા લાખો તારલા સમા હતાં ! હંસા-હાર્દિકને વારંવાર પુછવાનું મન થાય કે તું ક્યાં રહે છે ? કોણ તારા મા-બાપ છે ? કોઈ ભાઈ-બેન છે ? મનોમન સમજી લેતાં.સંબંધો તો વણઝારા જેવા ! જિંદગીના રસ્તામાં મળતા માનવી આ મુસાફરખાનામાં બે-ચાર દિવસ સાથ રહી સંબંધ બાંધી લે ને પછી ! એ સંબંધની વણઝારમાંથી વિખુટા પડ્તા, ક્યાં જતાં રહેશે તેની કોઈને ખબર રહેતી નથી. જે મળે એની સાથે બસ પ્રેમની દોસ્તી કરી લો.

આજ એ મુંગી-બેરી બાળા મોડી આવી. બહુંજ ભુખી અને તરસી પણ હતી. થોડી હાંફતી હતી. આંખમાં આંસુ પણ ટપકી રહ્યાં હતાં. હંસા-હાર્દિકના ઘર પાસે આવી ઘરની આસપાસ લોકોનું ટોળું જોયુ. ઘણાં લોકોની આંખમાં આંસુ જોયા. પણ તેની દરકાર કર્યા વગર એ ભુખી-તરસી બાળા ડોર પાસે ગઈ ! એ મુંગી-બેરી બાળાને પડોશી ઓળખી ગયાં. પણ એને કેવી રીતે કહી શકેઃ

"તારા પેટની પુંજા કરનારા ભલા ઈન્સાન ગઈ કાલે કાર એક્સિડ્ન્ટમાં રામ-ચરણ પામ્યા છે !'

મુંગી-બેરી બાળાના આંખમાં આંસુ કેમ હતાં એ પારખવું મુશ્કેલ હતું !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational