Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Romance Others

3.3  

Neeta Chavda

Romance Others

આજનો વેલેન્ટાઇન ડે

આજનો વેલેન્ટાઇન ડે

4 mins
257


તો પ્રશ્ન એ છે કે ‘વેલેન્ટાઇન’ ના દિવસે આપણી આસપાસ એવું કોઈ નથી જે આપણને રોઝીઝ, ચોકલેટ્સ કે ગીફ્ટસ આપે, તો શું એનો અર્થ એ થાય કે આપણે એકલા છીએ ? ધારો કે વેલેન્ટાઇન જેવા મહાપર્વના દિવસે, આપણી આસપાસ દૂર દૂર સુધી એવું કોઈ નથી જેને આપણે વેલેન્ટાઇન કહી શકીએ, તો શું એ આપણી એકલતા છે ?

અંગ્રેજી નવલકથાકાર અને કવયિત્રી શાર્લેટ બ્રોન્ટીનું એક બહુ ફેમસ ક્વોટ છે : ‘સમસ્યા એ નથી કે હું સિંગલ છું અને સિંગલ જ રહીશ. સમસ્યા એ છે કે હું એકલી છું અને એકલી જ રહી જઈશ.’

‘સિંગલ’ હોવું અને એકલા હોવું, એમાં તફાવત છે. આપણે એવું માની લીધું છે કે પ્રેમ કરવાનો અધિકાર ફક્ત એમને જ મળે છે, જેઓ કાં તો પરિણીત હોય છે અથવા તો કોઈ રિલેશનશિપમાં. આ વેસ્ટર્ન સોસાયટીએ આપણા માનસ પર ઠોકી બેસાડેલી ‘બિલીફ સીસ્ટમ’ છે કે પ્રેમ કરવા માટે સામે કોઈ પાત્ર હોવું જરૂરી છે. અને જો તમારા જીવનમાં કોઈ એવું રોમેન્ટિક પાત્ર ન હોય, તો તમારી ગણના ‘સીંગલ્સ’માં થાય.

એ જ સિંગલ્સ જેમના પર અઢળક જોક્સ બનતા હોય છે. અને વોટ્સ-એપમાં ફોરવર્ડ થતા હોય છે. આ એ ‘સિંગલ્સ’ જેમને બિચારા ગણવામાં આવે છે. જેમની પાત્ર મેળવવાની લાયકાત કે રિલેશનશિપમાં રહી શકવાની ક્ષમતાને ચેલેન્જ કરવામાં આવે છે. આપણી આસપાસ એવા કેટલાય લોકો હશે, જેઓ સિંગલ હશે. કાં તો બાય ફોર્સ, કાં તો બાય ચોઈસ.

ઘણા બધા કારણો હોય શકે. ભૂતકાળમાં ખૂબ ખરાબ રીતે હાર્ટ-બ્રેક થયું હોય, કોઈ એવું પાત્ર મળ્યું હોય કે પ્રેમ ઉપરથી વિશ્વાસ ઊઠી ગયો હોય, ડિવોર્સ થયા હોય, સગપણ તૂટી ગયું હોય, કોઈએ વિશ્વાસઘાત કર્યો હોય, પ્રેમ કરવાનું નાટક રચીને કોઈ છેતરપીંડી કરી હોય. તો શું એવા લોકો માટે ‘વેલેન્ટાઇન’ નું કોઈ મહત્વ નથી ?

હકીકતમાં વેલેન્ટાઇનનો દિવસ એવા લોકો માટે જ આવે છે. આપણી અંદર રહેલી લાઈફ એનર્જી, કોન્શિયસનેસ, ચેતના જેને આપણે આત્મા તરીકે ઓળખીએ છીએ, એનાથી વધારે સારો વેલેન્ટાઇન બીજો કોઈ હોય જ ન શકે.

જેને પોતાનું એકાંત ગમે છે, એ માણસને આ જગતમાં કોઈની જરૂર નથી પડતી. કારણકે એને પોતાના અસ્તિત્વની સાર્થકતા માટે બીજા કોઈ પાત્રની શોધમાં નીકળવું નથી પડતું. એ પોતે જ પોતાના અસ્તિત્વના ગળાડૂબ પ્રેમમાં હોય છે. પોતે ‘લવેબલ’ છે, એવી ખાતરી કરાવવા માટે એણે બીજા પર આધાર નથી રાખવો પડતો.

આપણી ‘લવેબીલીટી’ કે પ્રેમ કરી શકવાની લાયકાત તો જ નક્કી થાય, જો કોઈ આપણને ‘આઈ લવ યુ’ કહે ? અને જો કોઈ આપણને ‘આઈ લવ યુ’ જ નહીં કહે, તો શું આ પૃથ્વી પર આપણું અસ્તિત્વ નિરર્થક છે ? મતલબ કે જિંદગીના પ્રેમમાં પડવા માટે, કોઈ અન્ય પાત્રના પ્રેમમાં પડવું જરૂરી છે. રાઈટ ? નો, ઈટ શુડ બી અધર વે રાઉન્ડ. જ્યાં સુધી તમે તમારી જાત અને જીવતરના ગળાડૂબ પ્રેમમાં નથી, ત્યાં સુધી તમે કોઈ બીજાને કઈ રીતે ચાહી શકો ?

આ સુંદર જગતના પ્રેમમાં પડવા માટે આ પૃથ્વી પર આપણું હોવું જ પર્યાપ્ત છે. આપણું અસ્તિત્વ જ આપણું સૌથી મોટું વેલેન્ટાઇન છે. જગતની સુંદરતા અને પોતાની જાતને ચાહવા માટે યુગલ હોવું, બિલકુલ જરૂર નથી. ‘સિંગલ’ હોય એવા દરેક લોકો એકલા નથી હોતા. તેઓ જાતની હાજરીમાં જ વ્યસ્ત અને મસ્ત હોય છે. એવું પણ બને કે તેમને કોઈના સથવારાની જરૂરીયાત ન વર્તાતી હોય. ‘ઈમોશનલ ઈન્ડીપેન્ડન્સ’ એટલે કે ભાવનાત્મક સ્વતંત્રતા બહુ મહત્વની વાત છે.

ઇન ફેક્ટ, સિંગલ રહેલા લોકો આ જગતને વધારે સારી રીતે જાણી અને માણી શકે છે. કારણકે તેમનો પ્રેમ અનડિવાઇડેડ હોય છે. તે કોઈ સ્પેસીફીક વ્યક્તિ માટે રિસર્વડ નથી હોતો, તે સમગ્ર બ્રમ્હાંડ માટે હોય છે. એ કુદરતના દરેક સર્જનને એક સરખો પ્રેમ કરી શકે છે.

કારણકે એને સુંદરતા કોઈના ચહેરામાં નહીં, કુદરતના દરેક ચમત્કારમાં દેખાય છે. વૃક્ષો, નદીઓ, પહાડો અને જંગલોમાં દેખાય છે. આ એવી જગ્યાઓ છે જ્યાં એની અંદર રહેલો વેલેન્ટાઇન બહાર નીકળે છે.

વેલેન્ટાઈન તો અંદર જ હોય. જાતને શોધવામાં ખોવાઈ જાવ, પછી જ એ જડે.

પ્રેમ કરવાની પહેલી શરત જ એ છે દોસ્ત કે સૌપ્રથમ તો જાતને ગમાડવી પડે.

હ્રદય પર હાથ મૂકીને આપણા પોતાના જ ધબકારા અનુભવીએ, તો ખ્યાલ આવશે કે ધીસ ઈઝ અ કમ્પ્લીટ પીસ ઓફ લાઈફ. એને બીજા કોઈની જરૂર નથી.

બીજા કોઈનું સમર્થન, પ્રેમ કે કંપની નહીં મળે, તો પણ આ હ્રદય ધબકતું જ રહેવાનું છે. આ પૃથ્વી પર આપણે હજુ પણ શ્વાસ લઇ રહ્યા છીએ, એ હકીકત જ સૌથી મોટી સાબિતી છે કે આપણને પ્રેમ કરવાવાળો આપણી અંદર બેઠો છે. બસ, ઈ જ આપણો શાશ્વત પ્રેમ છે. આપણા સહુનો કોમન અને કાયમી વેલેન્ટાઇન.


Rate this content
Log in

More gujarati story from Neeta Chavda

Similar gujarati story from Romance