STORYMIRROR

Nitesh Vanakar

Children Inspirational

3  

Nitesh Vanakar

Children Inspirational

કન્યા કેળવણી

કન્યા કેળવણી

1 min
2.6K

સંગીતા જીનલને અવની સહેલી રે લોલ

આઠમે નવમે ભણવા જાય રે

કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી રે લોલ

દીકરો ઘર તારે દીકરી બે ઘર તારે

માવતરની લાકડી દીકરી ઘણું જીવો રે

હિંમત રાખી કવિતા બોલી રે

કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી રે લોલ

દીકરો એ વારસદાર છે, દીકરી એ પારસદાર છે

દીકરો સંસ્કાર છે દીકરી સંસ્કૃતિ છે

ધરતી એ મનિષા સાથે બોલી રે

કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી રે લોલ

ડાળીએ ડાળીએ ફૂલડે ફૂલડે મહેકે છે

પાંદડે પાંદડે વેદ વેદમાં સંદેશ છે

પાયલ સાથે મીના બોલી રે

કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી રે લોલ

માનવ જીવન ઘડતર એના હાથમાં

નારી નારાયણી જગ જાને છે વાતમાં

કિંજલ સાથે જીનલ બોલી રે

કન્યા કેળવણી કન્યા કેળવણી કન્યા કેળવણી રે લોલ

સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nitesh Vanakar

Similar gujarati poem from Children