Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ
ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ
★★★★★

© Narshih Maheta

Classics

1 Minutes   123    7


Content Ranking

ઉધડકી ઊઠિયા વેગે વિઠ્ઠલ હરિ,

'ગરૂડ ક્યાં ગરૂડ ક્યાં?' વદત વાણી,

'ચાલ, ચતુરા ! ચતુર્ભુજ ભણે, ભામિની !

નેષ્ટ નાગરે મારી ગત ન જાણી - ઉધડકી. ૧

ચીર -છાયલ ઘણા, વસ્ત્ર વિધવિધ તણા,

એક પેં એક અધિક જાણો,

સ્વપ્ને જે નવ ચડે નામ જેનું નવ જડે,

અંગ આળસ તજીને રે આણો. - ઉધડકી. ૨

હેમ હાથ - સાંકળા, નંગ બહુ નિર્મળા,

સુભગ શણગાર અંગ સોહે સારો.

રીત એ ભાતમાં રોકડ રખે વિસરો,

દીન થઈ કરગરે દાસ મારો. - ઉધડકી. ૩

ઈન્દ્ર બ્રહ્મા જેને સ્વપ્ને દેખે નહીં,

તે 'માગ રે માગ' વદત વાણી,

નરસૈંયાનો નાથ લક્ષ્મી સહિત આવિયો

અણગણી ગોઠડી અનેક આણી. - ઉધડકી. ૪

ઊધડકી ઊઠીયા હેમ દીન દાસ વિઠ્ઠલ હરિ નરસિંહ મેહતા old classic

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..