Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Ramesh Parekh

Classics

0  

Ramesh Parekh

Classics

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર

1 min
130

કંઈક કષ્ટ છે એ વાત ગોળગોળ ન કર,

જે કહેવું હોય તે કહી નાખ, ચોળચોળ ન કર.

છે સ્તબ્ધ સાંજ, તું બારી સમીપ ઊભો છે;

સજળ છે આંખ ને હસવાનો આમ ડોળ ન કર.

પીડા જો નગ્ન રહેશે તો કુદરતી રહેશે;

તું કોઈ વસ્ત્ર એને માટે ખોળખોળ ન કર.

રહેશે એ જ વજન, એ જ વલણ, એ જ ચમક,

મનુષ્યને તું ત્રાજવામાં તોળતોળ ન કર.

ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું,

તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ! ન કર.

બધી વસંત કાંઈ નમણી નથી હોતી, રમેશ,

બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.

Rate this content
Log in

Similar gujarati poem from Classics