વતન છોડ્યાની વેદના
વતન છોડ્યાની વેદના


મૃગજળ પાછળની દોડ એટલે શું એ આજે સમજાય છે!
સારું ભવિષ્ય, બેસ્ટ કૅરિયર વિકલ્પો, $$$ અને કંઈક કેટલા આવા સપના જોયેલા એ દિવસે જયારે મારો દેશ છોડેલો.
આજે હું ઈન્ડિપેન્ડન્ટ છું, સારી જૉબ છે ને હા સારા $$ પણ કમાવું છું અને લોકો કહે છે કે મારી લાઈફ સેટ છે.
પણ સિક્કાની બીજી બાજુ ખાલી અમને જ ખબર છે.
રોજ સવારથી જ ઘડિયાળની ટીક ટીકે ચાલતી જીંદગી જીવીએ છીએ, ઓટલા છોડી કહેવાતા "સોશ્યલ ગેધરિંગ" માં લાફા મારીને ગાલ લાલ રાખવા જેવી ખુશી ચહેરા પર રાખી જઈએ છીએ, ઘરના આંબા છોડી, ‘ફ્રોઝન મેંગો પલ્પ’ ખાઈએ છીએ, ફુરસદે હોળી ને દિવાળી શનિ-રવિ ઉજવીએ છીએ.
સબંઘો પોલા થયા, માં-બાપ ને મિત્રો છૂટી ગયા, સંસ્કારો અને સંસ્કૃતિ પણ ભૂંસાતા ગયા. વાઘ જેવી જીંદગી હતી ને હવે સોફ્ટલી સ્પોકન વેલ મેનર્ડ હાઉ આર યુ ના જવાબ આપતા થયા.
હાં, પારકી માં એ કાન વીંધ્યા એટલે કમ્ફર્ટ ઝોન ની બહાર આવી કહેવાતી પ્રગતિ સાથે એન આર આઈ નું પાટીયું ગળે નાખ્યું; પણ
ખરેખર એક વાત કહેવી છે દોસ્ત, લાઈફ સેટ નહીં અપસેટ છે એ તો બસ ઝાડને મૂળથી કાપી ને વસંત ખીલે એની રાહ છે.