વરસાદી ધીંગાણું
વરસાદી ધીંગાણું
શેનું દિલ દુઃખાયું છે, આ વરસાદને,
જરા પૂછોને કોઇ, આ વરસાદને...
તાણી જાશે સઘળી બરકત,
જરા રોકોને કોઇ, આ વરસાદને...
આપ્યા'તા ધરતીને કોલ,
જરા યાદ કરાવોને કોઇ, આ વરસાદને...
લીલી ચુનરિયા ઉડી જાશે,
જરાય શરમ છે? આ વરસાદને...
શેને ચડ્યો છે ધીંગાણે?
જરા મનાવોને કોઇ, આ વરસાદને.....!!!