"વર્લ્ડ ઓશન ડે"

"વર્લ્ડ ઓશન ડે"

3 mins
286


વર્લ્ડ ઓશન ડે 8th જૂન


કેટલા ને ખબર?


મને પણ આટલા વર્ષે આજે જ યાદ આવ્યું કે "ઓશન" પર વિચારોને કલમ સાથે રેસમાં ઉતારું તો?!?


આપણને ગરવી ગુજરાતીઓ ને તો આ મહાસાગર

આશીર્વાદ માં મળ્યો!

મોજમસ્તી માં ફળ્યો!


બાપુનું પોરબંદર લઈએ કે સોમનાથ નો ઘૂઘવતો તોફાની દરિયો, કે પછી સુરતનો દંતકથાઓવાળો ડુમસનો દરિયો!

કાઈપણ કહો, મારી અને તમારી વાતો માં એક વાર સાગર આવે, બોલો બધું જ એક તરફ એની મસ્તી, એની વિશાળતા, એની ગહેરાઈ......

શું નથી યાર એની પાસે?


મારો તો દરિયો એકદમ પ્રિય, પ્રથમ પ્રેમ ફરવા જાવા માટે કુદરત સમીપ બેસવા માટે, ક્ષિતિજ ને શાંતિથી શૂન્ય બનીને નિહારવા માટે અને હજી કેટ કેટલુંય.....

પણ આ રત્નાકરની વાતવિચારો આવે ને સાથે ચિંતાનું પણ ઘોડાપુર આવે,લોકો કહે છે હવે વોર્લ્ડવોર પાણી માટે થવાનું!

મારા મનની અંદર નો ઉદધિ આ સાંભળીને ઉભરાઈ આવે!

અરે આ સમુંદર આખો છલકાય અને પાણી માટે વોર્લ્ડવૉર થાય???

કેવું ઓક્સિમોરોન લાગે ને?

પણ,આપણે સૌ આ વાતને ક્યારે ગંભીરતાથી લઈશું?

પર્યાવરણ ડે ગયો એ જ ડે ને હવેની પેઢી તો વર્લ્ડ પોલ્યુશન ડે કહે છે ખબર છે??

તો આપણે તો મહાસગરો, ઝરણાં, નદીઓ, તળાવો, વાવ, કૂવા કેટ કેટલું જોયું......

અને આવતી પેઢીઓ માટે ?????

"શું રાખ્યું????"

"ઘરની નાનકડી લિમિટેડ કૅપાસિટીની પાણી ની ટાકી?"

આપણા ફોર ફાધર્સ ની યશગાથાઓ છે કે પાણી ની પરબો બંધાવી અને આપણે ????

મોંઘી દાટ પાણી બોટલ લાવીને આપી?

આજકાલ ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરવાવાળા ને પકડીને અપરાધી ઠેરવી આપણે સજાપાત્ર ઠેરવીએ તો આપણી અમૂલ્ય કુદરતી સંપત્તિ કે જે આપણે બાપજન્મરામાં પણ બનાવી નથી શકવાના તો એના માટે આટલી લાગણીશુન્યતા કેમ? ત્યાં આપણી બુદ્ધિમત્તા ક્યાં દટાઈ જાય છે?

ગુજરાતમાં દારૂબંધી એટલી સરસ છેને કે દરેક દરિયાકિનારે ખાલી બોટલો જ બિચારી ફરતી ફરે છે! એનું શું? ત્યાં આપનો સો કોલ્ડ છીછરો કલાસ ક્યાં ડૂબી જાય છે?

મજા કે સજા કોઈ દિવસ વિચાર કર્યો છે?

હજારો રૂપિયા ખર્ચ કરીને શુદ્ધ શાકહારી જીવો ઘરમાં એક્વેરિયમ લાવશે, અરે એને નિયમિત રૂપિયા ખર્ચીને સાફ પણ કરાવશે, પણ દરિયાઈ જીવો જે કરોડો પ્લાસ્ટિક ના લીધે બેમોત મૃત્યુ પામે છે એનો વિચાર કરશે?

કેટલું લિમિટેડ થઈ ગયું છેને આપણું જીવન? આપણી વિચારશરણિ, આપણા સ્વભાવ, આપની આજપુરતી સ્વાર્થી સીમિત વર્તુણુંકએ આપણને ના તો આપણા રાખ્યા કે ના તો પૂરતા, આપણે રહ્યા આપના સંતાનો,કે વંશવારસો ના!

શું કહો છો?

એક કામ કરીએ આપણે?

નાનકડું એવું?


આજ "વર્લ્ડ ઓશન ડે" પર એક વિચાર, એક સંકલ્પ લઈએ?

કે જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દરિયાલાલ ને મળવા કે માણવા જઈએ, ત્યારે

એક પણ પ્લાસ્ટિકની બેગ ક બોટલ પાણીમાં ના ફેકીયે! કોઈ પણ કચરો વેસ્ટ પાણીમાં ના જવા દઈએ!


આખ્ખે આખ્ખો વહી જાય મારો મહાસાગર!

ઉછળે ઉન્માદ ને તરી જાય સ્વપ્નોના ગાગર!

વારિ ભરી હથેળીમાં સંકલ્પ લઉ હું આગળ!

ચાહત તુજને રાખું જાળવવાની મહાસાગર!

ન કરીશ કદી કોશિશ તને રંજડવાની રત્નાકર!

મારી આવતી પેઢીને અર્ણવની ભેટ રે દેવાની,

જલનિધિની લહેરો સદા વહેતી રે રહેવાની!


આપણે તો ખરેખર જ ભાગ્યશાળી છીએ કે સૌથી મોટો અને વિશાળ દરિયાકિનારો આપણને મળ્યો છે! એટ લિસ્ટ એ નાતે પણ આપણી ફરજ બને છે કે એને જળવીએ!

અરે દોસ્ત ફરજ ને પણ જવા દઈએ તો આપણે જીવહત્યા નિમિત્ત ના બનવા માટે તો પ્રયાસ કરી જ શકીએ છેને? એક માણસ તરીકે આટલું તો આવે જ ને આપણા મન માં!?


હેપી વર્લ્ડ ઓશન ડે!


આપના મિત્રો સ્વજનો સાથે પણ વાત કરજો!

અને આપના વિચારો મને પણ જણાવજો...


Rate this content
Log in

More gujarati story from Shraddha Vyas Shah

Similar gujarati story from Tragedy