Divya Modh

Romance

4  

Divya Modh

Romance

વૈશાલી, વાત, સમાજ અને અધૂરા સંબંધ - ૧

વૈશાલી, વાત, સમાજ અને અધૂરા સંબંધ - ૧

6 mins
189


વૈશાલી અને આનંદ બહુ ઓછા સમયમાં એક બીજા સાથે સારી રીતે જોડાઈ ગયા હતા. હા એ બંને મળ્યા તો એક રાઈટિંગ એપ દ્વારા હતા,  આનંદ એ પહેલીવાર જ એ એપ યુઝ કરવાનું ચાલુ કર્યું હતું એના વાંચનના શોખ ને પૂરો કરવા માટે. ત્યાં એણે વૈશાલીની લખેલી પોસ્ટ વાંચી અને એણે ફોલો કરવાનું ચાલુ કર્યું. વૈશાલીના વિચાર આનંદને બહુ જ ગમતા હતા એટલે એ કોમેંટ્સ કરી વૈશાલીના વિચારોના વખાણ કરતો. બસ આમ જ એક વાર આનંદે વૈશાલીની પોસ્ટ પર કોમેન્ટ કરી. સાચી વાત જો બધા આ વાત સમજે તો મનદુઃખ થયાની ફરિયાદ ન આવે અને સામે વૈશાલી એ પણ તરત જ રીપલાય આપ્યો ' હા ..આભાર. તરત જ આનંદે બીજો મેસેજ કોમેન્ટ બોક્ષમાં લખ્યો : તમે બહુ સારું લખો છો, હું તમારી દરેક પોસ્ટ જોવું છું , સામેથી વૈશાલી એ તરત જ રિપ્લાઈ કર્યો : આભાર. આમ જ ક્યારેક વૈશાલી અને આનંદ કોમેન્ટ દ્વારા વાત કરી લેતા હતા. 

  એક દિવસ આનંદે વૈશાલી ને  એ જ એપ ના મેસેજ બોક્સમાં મેસેજ કર્યો : હાઈ વૈશાલી એ રાતે મેસેજ જોયો અને રિપ્લાઈ કર્યો:  બોલો. કલાક બાદ આનંદે રીપલાઈ આપ્યો  : આઈ હોપ તમને મારું મેસેજ કરવું ખોટું ના લાગ્યું હોય, થોડા સમય પછી વૈશાલી એ રીપ્લાઈ કર્યો: ના એમાં ખોટું શું ઘણીવાર વાચક મિત્રો મને મેસેજ કરી ને પણ મારા લખાણ વિશે જણાવે છે. તમે બોલો કઈ કામથી મેસેજ કર્યો ? બીજા દિવસે બપોરે આનંદે રીપ્લાય કર્યો : અરે ના કામ તો નથી આ તો જસ્ટ થોડો અપસેટ હતો તો થયું લાવ તમારી સાથે થોડી વાત કરું, કઈ નવું જાણવા મળશે અને સમજવા પણ. ઓહ ..ઓકે ઓકે વૈશાલી એ રીપ્લાય કર્યો. સામે આનંદે ફરી મેસેજ કર્યો : બાય ધ વે એક  પ્રશ્ન પૂછું જો તમે ફ્રી હોવ તો? કોઈ અપસેટ હોય એની વાત એક વાર સાંભળી લેવા માં શું જાય બિચારાને થોડુ સારું લાગશે એમ મન માં વિચાર કરી વૈશાલીએ રીપ્લાય કર્યો: હા બોલો. લવ મેરેજ સારા કે અરેંજ ? આમ તો આવું મારે ન પૂછાય પણ તમે એક લેખિકા છો તો મને તમારી પાસે જાણવા ની ઈચ્છા થઈ.,આનંદે સામે પ્રશ્ન કર્યો. વૈશાલી એ થોડીવારમાં સામે જવાબ પણ આપ્યો: બંને જ. તમને કોઈ સારું વ્યક્તિ મળે તો લવ મેરેજ હોય કે એરેંજ એ ફરક નથી પડતો. કારણકે લગ્નની સફળતાનો આધાર બે વ્યક્તિ વચ્ચે નો પ્રેમ, બંનેની લાગણીઓ પર હોય છે નહીં કે લવ અને અરેંજ જેવા વર્ડ ટેગઝ પર. આનંદે  'ઓકે ' માત્ર આટલો જ જવાબ આપ્યો.અને ઑફલાઈન થઈ ગયો. વૈશાલી એ ફરી મેસેજ કર્યો : સોરી પણ શું હું જાણી શકું કે તમારે આવો સવાલ કેમ કરવો પડ્યો ? મેસેજ કર્યા પછી વૈશાલી ઘણા સમય સુધી રિપ્લાયની રાહ જોતી રહી પણ સામેથી કોઈ જવાબ ન આવતા એણે પણ ફોન એક બાજુ મૂકી દીધો. બીજા દિવસે પણ વૈશાલીએ આનંદના જવાબની રાહ જોઈ પણ કોઈ જ જવાબ ન આવ્યો, આવું ચાર પાંચ દિવસ ચાલ્યું એટલે વૈશાલી ને થયું કે કદાચ આનંદને એનું આમ કારણ પૂછ્યું નહીં ગમ્યું હોય એટલે જવાબ નહીં આપ્યો હોય ને તે દિવસ પછી વૈશાલી પણ આ વાત ભૂલી ગઈ.

 વૈશાલી રોજની જેમ પોતાની લખેલી લાઈન્સ, કવિતા ત્યાં એપ પર મૂકતી પણ આનંદની કોમેન્ટ ક્યારે આવતી નહીં. આ જોઈને વૈશાલીને એક બે વાર તો વિચાર પણ આવ્યો કે એ આનંદને એક સોરી નો મેસેજ કરી દે પણ પછી એણે થતું કે આમ સામેથી મેસેજ કરવો સારું લાગે કે નહીં બસ આ વિચારથી જ એ આનંદને મેસેજ કરતા અટકી જતી હતી.

લગભગ એક મહિના પછી રાતે વૈશાલી એ મુકેલી એક શાયરી  

  "મનમાં દબાયેલી ઝંખનાઓને કોઈ વાચા આપી ગયું. જાણે કોણ મનના બારણે ટકોરા કરી ગયું". પર આનંદની કોમેંટ્સ આવી અરે વાહ કોઈ મળી ગયું લાગે છે તમને !

પણ વૈશાલી કોમેન્ટ નો જવાબ આપે તે પહેલાં જ મેસેજ બોક્સમાં મેસેજ આવ્યો.

હાઈ.. શું કરો છો ? અને વૈશાલી એ સામે રિપલાય આપ્યો : આઈ એમ ગુડ વોટ્સ એબાઉટ યુ ? બહુ દિવસ પછી આવ્યા ઓલ ઓકે ? વૈશાલી જાણે કે આટલા દિવસની ચિંતા એક સાથે જ ઠાલવતી હોય એમ પૂછ્યું. અરે હા બધું બરાબર આ તો બસ થોડા ઘરના કામો અને જોબ બધામાં અટવાયેલો હતો એટલે કઈ વાંચવાનો સમય ન હતો મળતો અને એના લીધે તમારાથી વાત પણ ન થઈ શકી. આનંદે સામો જવાબ આપતા કહ્યું. ઓકે વૈશાલી એ રિપ્લાય આપ્યો. 

આનંદે પાછો મેસેજ કર્યો :વૈશાલી તમે મારી કોમેંટ્ નો જવાબ ના આપ્યો , કોઈ મળી ગયું છે ? હા. મળી તો ગયું છે, વૈશાલી આ જવાબ ટાઈપ જ કરતી હતી કે તરત જ એના મનમાં વિચાર આવ્યો : આ શું કરી રહી છે તું , તું એણે કહીશ કે તને કોઈ ગમે છે તો શું એ પૂછશે નહીં કે કોણ છે એ છોકરો ? શું જવાબ આપીશ એના આ પ્રશ્નનો ? શું તું એણે કહી શકીશ કે જે વ્યક્તિ વિશે એ જાણવા માંગે છે એ માણસ એ પોતે જ છે. શું તું કહી શકીશ કે જે વ્યક્તિ ને જાણીને હજુ મહિનો પણ નથી થયો એના થોડા દિવસ ના દેખાતા તું બેચેન રહેવા લાગી હતી ? અરે એ બધું તો જવા દે પણ તું આવું વિચારી જ કઈ રીતે શકે કે તારા લવ મેરેજ ..તું તો જાણે જ છે ને તારા ચહેરાની કાળાશ હંમેશા તારા મનની તારી લાગણીઓની ચમક ને ઝાંખી કરી જાય છે,  ભગવાને તરફથી મળેલો આ કાળો રંગ જ તો છે જેના લીધે તું આજ સુધી કોઈ પણ છોકરાના પ્રેમથી વંચિત રહી છે. આ કાળાશ રૂપી ભેટે જ તો તને પોતાનો ચહેરો છૂપાવી રાખવા અને વધારે લોકો સાથે હળતા મળતા રોકી રાખી છે. .. તારા ચાર પાંચ સ્કૂલના મિત્રો સિવાય બીજું કોઈ નથી જે તારા વખાણ કરતું હોય .. માંડ એક નવો મિત્ર કહી શકાય એવી વ્યક્તિ તને મળી છે, એક આ એપ જ તો છે જ્યાં તારા વિચાર ના વખાણ થાય ,ના..ના ..ના વૈશાલી પોતાના જીવનની એકલતા પર આ અજાણ્યા વ્યક્તિની હૂંફને ભારે ન પડવા દે.. તું પોતાને સંભાળ, જો તું આનંદ ને મનની વાત કરીશ ને એ ના પાડી દેશે તો ? તો તું આ થોડો સમય મળતી લાગણીસભર હૂંફ, એક લાગણીઓથી બંધાયેલો સંબંધ પણ ખોઈ બેસીશ.

  આનંદનો બીજો મેસેજ આવ્યો અને વૈશાલી વિચારોમાંથી બહાર આવી. વૈશાલીએ મેસેજ વાંચ્યો : ના કહી શકો તો ચાલશે મે તો આમ જ પૂછી લીધું, મને એમ કે હવે થોડી દોસ્તી તો થઈ જ ગઈ છે ને આપણી ,પણ કઈ નહીં .. મેસેજ વાંચ્યા પછી વૈશાલી એ તરત જ જવાબ આપ્યો અરે યાર કોઈ નથી મળ્યું, હા પણ શોધખોળ ચાલુ જ છે અને પાછળ એક મસ્ત સ્માઇલી એડ કરી ને મેસેજ મોકલી દીધો. સામે આનંદે પણ એટલો જ ઝડપથી પાછો મેસેજ કર્યો: ઓકે., અને એની સાથે જ બીજો મેસેજ આવ્યો :વૈશાલી શું તમે મને મિત્ર મનો છો તમારો ? ને વૈશાલી એ આનો અતિ ટૂંકમાં જ જવાબ આપ્યો હા . તો શું હું તમારો ફોટો, આઈ મીન કે તમારો ચહેરો જોઈ શકું ? આનંદે સામો મેસેજ કરતા પૂછ્યું. આ તરફ મેસેજ વાંચતાની સાથે જ વૈશાલી મૂંઝાઈ ગઈ શું કરું આપી દઉં પિક ? પણ વૈશું જો પછી આનંદ પણ કૃણાલની જેમ વાત કરવાનું બંધ કરી નાંખશે તો ? વૈશાલી એ વાત ટાળવા માટે કામ હોવાનું બહાનું કાઢ્યું અને ઑફલાઈન થઈ ગઈ. 

થોડી વાર પછી એણે પાછો ફોન લીધો અને આનંદે કોઈ મેસેજ કર્યો કે નહીં તે જોવા ને ચાલુ કર્યું તો આનંદે મેસેજ છોડ્યો હતો: કઈ નહીં વિચારી લો કે મને તમારો ચહેરો બતાવવો છે કે નહીં પણ હા કાલે મારો બર્થ ડે છે જો કાલે તમે તમારો ફોટો પ્રોફાઈલ પર મૂકશો તો મને લાગશે કે આપણે સાચે જ મિત્રો છીએ... વૈશાલી ને થયું હાશ કાલ પર વાત ગઈ હવે એ કાલે કઈ બીજું બહાનું આપી ને વાત ટાળી શકાશે. પણ કહેવાય છે ને આજ ની ઈચ્છાઓ આજે જ પૂરી કરી લેવી જોઈએ કારણકે કાલ શું થશે કોઈ ને ખબર નથી હોતી, વૈશાલી ને પણ ક્યાં ખબર હતી કે કાલે કોઈ એવી ઘટના ઘટશે જે એના મનમાં આનંદ માટેની લાગણીઓ ને સાવ બદલી નાંખશે, આવનારા લાગણીઓના તોફાનથી તો વૈશાલી અજાણ જ હતી.


Rate this content
Log in

Similar gujarati story from Romance