Brijesh Dave

Comedy Fantasy Others

3  

Brijesh Dave

Comedy Fantasy Others

વાત – ચેટ

વાત – ચેટ

2 mins
144


થોડા દિવસ પહેલા હું શેરીમાં ઓટલા પર મિત્રો સાથે બેઠો હતો ત્યારે એક વડીલે મને વણમાગી સલાહ આપી.  "બે-ચાર કે વધુ લોકો જ્યારે ભેગા મળીને એક જગ્યા એ બેઠા હોય ત્યારે વાતો કરવી જોઈએ. " સાથે કેવી વાતો કરવી જોઈએ એ પણ જાણવા મળ્યું.

આપણા ગામમાં, સમાજમાં હાલમાં બનેલા સારા-નરસા બનાવોની વાતો, દેશ હિતની વાતો, સમાજ હિતની વાતો, વિદેશની ઘટનાઓની વાતો, દેશની વર્તમાન સ્થિતિ અને સરકાર-વિપક્ષની નીતિની વાતો, હાસ્ય-રમુજની વાતો, હવામાનની સ્થિતિની વાતો, આપણને થયેલા સારા-ખરાબ અનુભવની વાતો, બાળકોના શિક્ષણ અને તેના ભવિષ્યની વાતો, વગેરે. . . મેં પણ જવાબ દીધો કે આમાંના મોટાભાગના વિષયો પર અમે રોજ મોબાઈલમાં સોસીયલ મીડિયા પર વાતો કરીએ જ છીએ. તો ફરી એક નવી સલાહ મળી, બે-ચાર કે વધુ લોકો જ્યારે એક જગ્યાએ બેઠા હોય ત્યારે શું ના કરવું જોઈએ તેના વિષે.

એકબીજાના મોઢા જોતા બેસી રહેવાનું નહીં. જ્યાં બેઠા હોય તે સ્થળની ઉત્તર-દક્ષિણ-પૂર્વ-પશ્ચિમ દિશામાં કે આકાશ કે ધરતી તરફ એકધારું જોયા નહીં કરવાનું. કારણ વગરનું હસ્યાં નહીં કરવાનું. અને બહુ ગંભીર પણ નહીં થવાનું. સભ્યતાથી બેસવું. અને આસપાસ પસાર થતા લોકોની જ્ઞાતિ-જાતિ કે પહેરવેશ વિષે ટીકા-ટિપ્પણ કરવા નહીં. કોઈ વાતને લીધે ઝગડો કે વાદ-વિવાદ થાય તો વાત પડતી મુકવી. કોઈ પરિચિત વ્યક્તિ ત્યાંથી પસાર થાય તો અવગણના કરવી નહીં. ઊભા થઈને તેમના ખબર-અંતર પૂછવા. મોબાઈલ હાથમાં લઈને બેસવું નહીં. એકબાજુ મૂકી દેવો. મેં જવાબ આપ્યો કે આજકાલ મોટાભાગના લોકોને, કોઈપણ વિષય પર વાત કરવાનું, હાથમાં મોબાઈલ હોય તો જ સૂઝે. મોબાઈલ આસપાસ ના હોય તો એક ઉચાટ ના લીધે, વાત કરવું મુશ્કેલ થઈ જાય. વડીલને મારો જવાબ ગમ્યો નહીં. તે કહે "તો એ તમારી નબળાઈ કહેવાય".

 પછી આગળ કશું કહે તે પહેલા તેમના હાથમાં રહેલા મોબાઈલમાં મેસેજ ટોન વાગ્યો. આમ પણ તે વારે વારે મોબાઈલ સ્ક્રીન સામે જોતા હતા. પછી કહે "મારે ઉતાવળ છે, તો જાવ છું, આતો અહીંથી નીકળ્યો ને તમે ત્રણ-ચાર જણા સાથે બેઠા હતા, પણ પોતપોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા, એટલે કીધું. "

તે ગયા એટલે મેં મારી સાથે બેઠેલા મિત્રો સામે જોયું. તેઓ એ કશું સાંભળ્યું જ નોહતું. બધા હેડ્ન્સ ફ્રી લગાવી બેઠા હતા. એટલે મેં પણ કશું સાંભળ્યું જ નથી તેમ માનીને, વડીલની સલાહ પ્રમાણે, મિત્રો સાથે વાત કરવાને બદલે ફરી મોબાઈલમાં ચેટ કરવા લાગ્યો.


Rate this content
Log in

Similar gujarati story from Comedy