Brijesh Dave

Others

1.0  

Brijesh Dave

Others

ગેટ-ટુગેધર

ગેટ-ટુગેધર

1 min
14K


વિકીએ રોનિતને કોલ કર્યો.

વિકી : હેલ્લો, રોનિત.

શીલા : હું શીલા બોલું છું.

વિકી : ભાભી રોનિત છે?

શીલા : તે તો ગણેશ વિસર્જનમાં ગયા છે. મોબાઈલ નથી લઈ ગયા.

વિકી : અરે હા, આજ તો વિસર્જન છે. ભૂલી ગયો. તમે ના ગયા સાથે?

શીલા : ના. અમારી સોસાયટીના લોકો એ ભેગા મળીને ગણેશ સ્થાપના કરી હતી. અને સોસાયટીનાં બધા પુરુષો જ ગયા છે વિસર્જનમાં. તમારે કામ હતું રોનિતનું?

વિકી : કામ તો હતું. કોલેજના બધાં જુના મિત્રોનું એક ગેટ-ટુગેધર રાખવું હતું. તેના વિશે વાત કરવી હતી.

શીલા : હમણાં આવે એટલે ફોન કરાવું.

એક કલાક પછી વિકીને કોલ આવ્યો. રોનિતનો નંબર હતો.

વિકી : હેલ્લો, રોનિત.

શીલા : શીલા બોલું છું. રોનિત ઊંઘી ગયા છે.

વિકી : કેમ?! બહુ થાકી ગયો છે?

શીલા : હા, એટલા થાક્યા કે સદા માટે ઊંઘી ગયા છે.

વિકી : ભાભી આ શું બોલો છો?!

શીલા : હા, ગણેશજીની સાથે તેમના પ્રાણ પણ વિસર્જિત થાય ગયા.

રોનિતનાં બીજા મિત્રોને તમે ફોન કરી દેશોને?

તમારે પેલું ગેટ-ટુગેધર રાખવું હતું ને, તે હવે અહીં જ થઈ જશે.


Rate this content
Log in