STORYMIRROR

Brijesh Dave

Comedy

3.4  

Brijesh Dave

Comedy

જોકલેટ્સ

જોકલેટ્સ

1 min
131


ચિરકુટ : અહીં ઘાસના મેદાનમાં શું શોધે છે?
કિનચૂક : અક્કલ ગોતું છું.
ચિરકુટ : પણ અહીં મેદાનમાં શા માટે ગોતે છે?
કિનચૂક : કારણકે મને હમણાંજ પપ્પા કે કહ્યું કે તારી અક્કલ ઘાસ ચરવા ગઈ છે.

***

ચિરકુટ : આ વર્ષે ચોમાસામાં દેડકા કેમ નો દેખાયાં ?

કિનચૂક : કારણકે માણસો નથી સમજતા કે રોગચાળો(કોરોના) ફેલાણો હોય ત્યારે ઘરમાં જ રહેવાય, પણ દેડકા તો સમજે છે.

***

કિનચૂક : આજે મને ફરીથી કરોડપતિ બનવાની ઈચ્છા થાય છે.

ચિરકુટ : એટલે તું પહેલા કરોડપતિ હતો ?

કિનચૂક : ના પહેલા પણ એકવાર આવી ઈચ્છા થઈ હતી.

>

***

ચિરકુટ પાનવાળાને તેની મંગેતરને મોકલવા માટે શાયરી જોઈતી હતી. કિંચૂકે લખી આપી:

કાચી પાંત્રી કિમામ બહાર, ઉપરથી ચૂનો ઘાટો

તું નાગરવેલનું પાન સજની, હું સુગંધી કાથો.

***

કિનચૂક : આજે મેં સરકારને મેલેરિયા નાબૂદી અભિયાનમાં સહકાર આપ્યો.

ચિરકુટ : એવું તો તે શું કર્યું ?

કિનચૂક : આજે સવારે મેં પાંચ મચ્છર માર્યા.

***

શિક્ષક : કન્ફ્યુઝ્ડ(confused) માણસ કોને કહેવાય ?

કિનચૂક : જે માણસનો ફ્યુઝ(fuse) ઊડી ગયો હોય તેને.


Rate this content
Log in

Similar gujarati story from Comedy