Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Dr.Riddhi Mehta

Inspirational Others


5.0  

Dr.Riddhi Mehta

Inspirational Others


તરસ હું તારા હેતની

તરસ હું તારા હેતની

27 mins 1.1K 27 mins 1.1K

એક હાસ્ય રેલાતી નાજુક નમણી એક સ્ત્રીની તસવીર જેની પર એક હાર ચડાવેલો છે. ને એક નાનકડી ઢીગલી જાણે મા... મા...નો પોકાર કરી રહી છે. બોલીને નહી પણ રડીને ! એવુ લાગે છે કે તે સૌની સાથે જ છે હજુ. સામે બેઠેલો એક પિતા કે જે પોતે પણ હજુ હમણાં જ પોતાની બાલ્ય અવસ્થા સંકેલી એક પુરૂષમાંથી પિતા બન્યો છે, તે તો જાણે કંઈ બોલવાના હોશમાં જ નથી. બધા સફેદ વસ્ત્રોમાં સજ્જ છે. આજે આ નાનકડી પરીની મા તેનાથી દુર થઈ ગઈ છે તેનુ બેસણું છે. એ પિતા પોતાના આંખોમાંથી આવતા આંસુને પરાણે રોકવાની નિષ્ફળ કોશિશ કરી રહ્યો છે. એક નાનકડી બાળકીનો પિતા જ હજુ બનવાની કોશિશ કરી રહ્યો છે ત્યાં આ શુ થઈ ગયું ? તેની દુનિયા જ છીનવાઈ ગઈ !

ત્યાં હાજર સૌની આંખોમાં ચોધાર આંસુ છે. કોઈ શું કહી સાત્વના આપે એ જ સમજાતુ નથી. વાત જ જાણે એવી બની છે કે જે પણ આ સમાચાર સાભળે છે એની પાંપણો જરૂર ભીની થઈ જાય છે. આ ઢીંગલી એટલે જ ખંજન ! ખબર નહી પણ કુદરતને શુ મંજુર હતુ આજે તેની જિંદગી એટલે કે મા ને જ ભગવાને તેમની પાસે બોલાવી લીધી.

               *       *       *       *       *

ત્રણ વર્ષ પહેલાં,

મહેસાણા જિલ્લાનુ એક ગામ હતુ. ગામ એટલે ગામ નહી પણ નાનકડુ વિકાસશીલ શહેર. ત્યાં એક સામર્થ્ય નામની એક સોસાયટીમાં એક પતિ પત્ની રહેતા. તેમને એક દીકરી અને દીકરો હતા. જૈનમ અને જીયા. જીયા મોટી હતી તેના ચાર વર્ષ પહેલાં લગ્ન થઈ ગયા હતા. તેને એક પુત્ર પણ હતો બે વર્ષનો. હવે જૈનમ નુ ભણવાનું પુરૂ થયું અને સારી નોકરી મળી જતાં હવે તેની સગાઈ માટે છોકરીઓ જોવાનું શરૂ થયું. તેણે ઘણી છોકરીઓ જોઈ પણ કોઈ તેને ગમતી નહી. એટલે છેલ્લે તો તેના મમ્મી પપ્પા એ કહ્યું 'હવે અમે આનાથી થાકી ગયા છીએ. તને કોઈ પસંદ હોય તો કહે.'


જૈનમ કહે છે 'મને તો મારી બાળપણની દોસ્ત ખંતી ગમે છે. તેને હું પસંદ છુ કે નહી એ બધી મને કંઈ નથી ખબર. કોણ જાણે હુ કોઈ પણ છોકરીને ખંતી જેવી જોવા ઈચ્છુ છું. એટલે જ કદાચ મને બીજી કોઈ છોકરી પસંદ નથી આવતી.'

તેના મમ્મી કહે છે 'એ લોકો તો અત્યારે બરોડા રહે છે પણ એમનો ફોન નંબર છે. હુ તેમને ખબર અંતર પૂછીને વાત કરી જોઉ તેના વિશે.'


એ દિવસે જ સાજે તે ખંતીના ઘરે ફોન કરે છે. ખંતી જ ફોન ઉપાડે છે એટલે તેના મમ્મી તેની સાથે વાત કરીને 'તે શુ કરે છે' એમ પુછે છે

ખંતી : 'આન્ટી હુ ઈન્ટિરિયર ડિઝાઇનીગ નુ કરૂ છું. બસ હવે છ મહિના બાકી છે.'

જૈનમની મમ્મી : 'બેટા તુ તો બહુ મોટી થઈ ગઈ. તમે અહીંથી ગયા ત્યારે તો તુ સાતમા ધોરણમાં ભણતી હતી ને મારો જૈનમ આઠમામાં. તમને બંને ને સાથે બહુ સારું ફાવતુ.. નહી ?'

ખંતી : 'હા, આન્ટી જૈનમ હતો જ એવો મસ્તીખોર, બોલકણો, હોશિયાર અને કોઈ ને પણ ગમે ત્યારે મદદ કરવા તૈયાર હોય ! એની સાથે રમવાની મજા આવતી.


જૈનમની મમ્મી : 'હા એ તો અત્યારે પણ એવો જ છે. પણ બસ હવે તે પણ તારી જેમ મોટો થઈ ગયો છે. અને સાથે સારી કંપનીમાં નોકરી પણ મળી ગઈ છે એને. એ અમદાવાદ જ રહે છે અત્યારે. નવરાશ હોય તો અહી આવ અમારા ઘરે.'


ખંતી : 'હા આન્ટી ચોક્કસ આવીશ.' એટલામાં તેની મમ્મી આવે છે એટલે ખંતી તેની મમ્મી ને ફોન આપે છે.

ખંતીના મમ્મી : 'કેમ છો જ્યોતિબેન ? શુ ચાલે છે ? શુ કરે છે ઘરે બધા. આ બાજુ આવો કોઈ વાર.'

જ્યોતિબેન : 'બસ ભગવાનની કૃપાથી બધુ જ સારૂ છે. તમારે શુ ચાલે છે સરોજબેન ? ખંતી તો બહુ મોટી થઈ ગઈ છે ને ! બહુ સરસ કોયલ જેવી મીઠી મીઠી વાતો કરે છે. તેના માટે કોઈ છોકરા જોયા કે નહી ?'

સરોજબેન : 'બસ હવે જોઈએ. એનુ હવે ભણવાનું પતશે અને આપણે તો બને ત્યાં સુધી આપણને આપણી કાસ્ટનો છોકરો મળે તે જોવાનું. અને હવે છોકરાઓ ભણેલા હોય એટલે સામે પાત્ર પણ એવુ જોવુ પડે ને.'

જ્યોતિબેન : 'હા એ સાવ સાચી વાત. અમારા જૈનમને જ જુવોને કેટલી છોકરીઓ જોઈ પણ કોઈને ગમાડતો નથી હવે તો હુ કંટાળી ગઈ છું.

સરોજબેન : 'કેમ એને કેવી છોકરી જોઈએ છે ?'

જ્યોતિબેન : 'સાચુ કહુ તમને ખરાબ ના લાગે તો ? જૈનમ ને તો તમારી ખંતી ગમે છે.'

સરોજબેન : 'પણ એ બંને તો આટલા વર્ષોથી મળ્યા પણ નથી. હવે તો બંને મોટા થઈ ગયા છે.'

જ્યોતિબેન : 'અત્યારે આ પેલુ હોય છે ને ફેસબુક એના પર એને તેને જોઈ છે બાકી તો મને બહુ નથી ખબર.'

સરોજબેન : 'આમ તો જૈનમ સારો જ છે અને આપણી કાસ્ટ પણ એક જ છે પણ પહેલા મારે પહેલા તો ખંતી અને મારા ઘરે બધાને પુછવુ પડે. જો બધાની હા હોય તો આપણા તો સંબંધો પહેલાં થી જ સારા છે એટલે આ સંબંધ રિશ્તેદારીમાં બંધાય તો મને તો કંઈ જ વાધો નથી.'

જ્યોતિબેન : 'હા તમે ત્યારે શાંતિથી વાત કરીને મને કહેજો. અને ના કહે તો પણ ચિંતા નથી આ તો બંને ને ગમે તો જ થાય કારણ કે આ તો બંને ની આખી જિંદગીનો સવાલ છે. સારૂ તો હવે ફોન મુકું છુ.'


***


બે દિવસ પછી સરોજબેનનો ફોન આવે છે તે કહે છે એક સારા સમાચાર છે જ્યોતિ બેન. અમારા ઘરે બધાની હા છે પણ ખંતી એકવાર જૈનમને મળીને જે તે નિર્ણય લેવા માગે છે.'

જ્યોતિબેન : 'સારૂ તો આ રવિવારે જ ગોઠવીએ મળવાનું તો.'

સરોજબેન : 'પણ અમારી ઈચ્છા છે કે તમે લોકો અહી આવો તો સારૂ. તમારી તો અમને બધી ખબર જ છે. એ બહાને તમે અમારા ઘરે આવો.'

જ્યોતિબેન : 'સારૂ. તમે કહો એમ. બસ છોકરાઓ ખુશ એટલે આપણે ખુશ. અમે રવિવારે ત્યાં બરોડા આવીશુ.'


***


સવારે સરોજબેન બૂમ પાડી રહ્યા છે. 'ખંતી ઉઠ બેટા જલ્દી કર મહેમાનો આવી જશે. તુ જલ્દીથી સરસ તૈયાર થઈ જા.'

ખંતી : 'મમ્મી હવે આન્ટી ને ઘરના બધાને આપણે ઓળખીએ તો છીએ. એ લોકો થોડા અજનબી છે.'

સરોજબેન : 'પણ બેટા સમય જતાં સંબંધો બદલાઈ જાય છે તેમ તેના જોવાની વ્યાખ્યા પણ બદલાઈ જાય છે. સંબંધોના સમીકરણોમાં બધા જ પાસાં જોવાય છે.'

ખંતી : 'સારૂ મારી મા હુ તૈયાર થઈ જાઉ છુ...એમ કહીને તે રૂમમાં તૈયાર થવા જાય છે.'


***


બધાની પસંદગી બાદ હવે ખંતી અને જૈનમને એક રૂમમાં વાત કરવા મોકલે છે.

જૈનમ : 'તુ તો એકદમ બદલાઈ જ ગઈ છે ને ખંતી. બોલ તારે શુ પુછવાનું છે. તો હુ કેટલાક જવાબ આપી દઉ પછી જરૂર લાગે તો પ્રશ્નો પુછજે.'

ખંતી : 'શુ જવાબો ?'

જૈનમ : 'તને ફરવા લઈ જઈશ. તને જોબ કરવા દઈશ. ભણવાની આગળ ઈચ્છા હોય તો ભણવા દઈશ. ઘરના કામ માટે કામવાળી રાખી દઈશ. અને બીજું...... તેને વચ્ચે અટકાવી દઈને...'

ખંતી : 'એ બબુચક એતો બધુ મને તારી ખબર જ છે. બહુ ડાહ્યો... તુ લગ્ન પછી મને મને ક્યારેય તારાથી દુર નહી કરે ને ?'

જૈનમ : 'ઓફીસ તો જવુ પડશે...'

ખંતી : (હસીને ) 'તુ તો એવો જ રહ્યો હજુ સુધી આન્ટી સાચુ જ કહેતા હતા કે હજુ એવો જ છે.'


જૈનમ : 'બોલ હવે કંઈ પુછવાનું છે ? મારે તો તને એક જ સવાલ પુછવાનો છે. તુ મારી સાથે ત્યાં રહેવા આવીશ કે હુ અહીંયા આવુ ?'

ખંતી : 'જૈનમ હુ જ આવીશ... બહુ મજાક થઈ હવે સાચે કહે તને હુ ગમુ છુ કે નહી ? મારી તો હા જ છે. હુ તને પહેલેથી જ ગમાડતી હતી પણ મે આ બધુ કોઈ દિવસ સિરીયસલી વિચાર્યું નહોતું. એટલે મારી તો હા જ છે .'

જૈનમ : 'હા...હુ સિરીયસલી તને ગમાડુ છુ. હુ ક્યારેય તારો સાથ અને વિશ્વાસ નહી તોડુ. એ મારૂ વચન છે તને.'


બહાર આવી ને બંને હા પાડે છે એટલે બંનેની સગાઈ નક્કી થઈ જાય છે. અને ખંતીનુ ભણવાનું પતે પછી છ મહિના પછી મેરેજ.

હવે તો બંને એકબીજાને મળતા, વાતો કરતા, બંને એકબીજાના પરિવાર સાથે પણ વાતો કરતાં. ખંતીનુ ભણવાનું પતવા આવ્યું ત્યાં જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. મહિના પછી તો બંનેના ધામધૂમથી, સાજનમાજન સાથે લગ્ન થઈ ગયા. હવે લગ્ન પછી એકાદ બે મહિના ખંતી ત્યાં ગામડે જૈનમના ઘરે રહી પછી જૈનમને જોબ તો અમદાવાદ હોવાથી તેમના ઘરેથી અમદાવાદમાં બંને રહેવા આવી ગયા.


જૈનમના મમ્મી પપ્પાને તો ત્યાં દુકાન હોવાથી તેઓ ગામડે જ રહેતા. સમય જતા ક્યાં વાર લાગે છે એમ જ બન્નેનો પ્રેમ વધતો જતો હતો. બંને ને એકબીજા વિના જરા પણ ચાલતુ નહી એ બંને વચ્ચે ભાગ્યે જ ઝઘડો થતો. સહુ એમનુ ઉદાહરણ આપણા કે જોડી હોય જૈનમ -ખંતી જેવી. એમના કુટુંબમાં પણ તેઓ બધી જ રીતે પ્રથમ ક્રમે આવતા. બંને સરસ રૂપાળા, ભણેલા, સંસ્કારી, વ્યવ્હારિક, અને બધામાં જ ભળી જાય એવા હતા. દરેક જગ્યાએ તેમના વખાણ થતા. જ્યોતિબેન પણ તેને પોતાની દીકરીની જેમ જ રાખતા. તેના બહુ વખાણ કરતાં એજ રીતે ખંતી પણ તેમને બધાને બહુ જ રાખતી. ખંતી પોતે ઈન્ટિરિયર ડિઝાઈનર હતી અને પાછા તે લોકો અમદાવાદમાં રહેતા હોવાથી તેને સારી જોબ મળી ગઈ હતી સાથે તે થોડા થોડા પોતાની રીતે પણ ઓર્ડર લેવાનુ ચાલુ કર્યું છે.

આમ ને આમ સમય પસાર થઈ રહ્યો છે. ને


તેમના લગ્ન ના દોઢ વર્ષે હવે તે લોકો માતાપિતા બનવા માટે વિચારે છે અને નસીબજોગે બે જ મહિનામાં તેને પ્રેગનેન્સી રહી જાય છે. આ સમાચાર સાભળીને બંનેના પરિવારવાળા ખુશ થઈ જાય છે, જૈનમ પણ ખંતીને બહુ સાચવતો. તેને હંમેશા ખુશ રાખતો. ખંતી હંમેશા કહેતી કે મે ગયા જન્મમાં આખા ચોખા પુજ્યા છે એટલે જ જૈનમ જેવો પતિ અને આવો સારો પરિવાર મળ્યો છે. જોતજોતામાં તેની તબિયત સારી રહેતી હોવાથી તેનુ કામ પણ ચાલુ જ રાખ્યું હતુ.એટલે મહિનાઓ જાણે ફટાફટ પસાર થતા હતા. સાતમા મહિને તેને શ્રીમંત કરાવીને સરોજબેન ખંતીને તેમના ઘરે બરોડા લઈ ગયા. જૈનમ તો આમ પણ ખંતી વિના રહી ના શકતો એટલે શનિવારે જોબ પતાવીને બરોડા પહોંચી જ જાય. અને એમ કરતા પુરા મહિને તેણે એક સુંદર, ક્યુટ, તંદુરસ્ત દીકરીને જન્મ આપ્યો.


બંનેના નામ પ્રમાણે સેટ કરીને તેનુ નામ ખંજન પાડવામાં આવ્યું. અને વળી તેના નામ પ્રમાણે તેને ગાલમા ખંજન પણ પડતા હતા. તે એકદમ મસ્ત ક્યુટ હતી. તેને જોવો એટલે જાણે બીજી ખંતી જ જોઈ લો ! ખંતી ત્રણ મહિનાની થઈ એટલે ખંતીના મમ્મી પપ્પા એ તેનુ જિયાણુ કર્યુ એટલે તે પછી ખંજનને લઈને અમદાવાદ આવી. થોડો સમય જૈનમના મમ્મી ત્યાં અમદાવાદ રહ્યા પણ ઘરે તેના પપ્પાને પણ જમવાનીને તફલીક પડતી હોવાથી તે ઘરે ગયા. ખંતીનો આખો દિવસ ખંજન પાછળ નીકળી જતો. જૈનમ પણ તેની ઢીંગલીનું બહુ ધ્યાન રાખતો. તે કહેતો ખંતી ને 'મારે હવે બે ઢીંગલીઓ સાચવવાની છે. બેમાંથી કોઈને પણ તફલીક ના પડવી જોઈએ.'

દીકરીને તો મોટી થતા ક્યાં વાર લાગે છે તેમ ખંજન એક વર્ષની થતા બંને એ તેનો પહેલો બર્થડે નું સારી રીતે સેલિબ્રેશન કરવાનુ વિચાર્યુ. એટલે આ બર્થડે પાર્ટીમાં જૈનમ અને ખંતી બંનેના પરિવારવાળા આવ્યા. બધાએ બહુ મજા કરી સાથે બહુ ફોટા પડાવ્યા.

ખંતી હંમેશાં કહેતી "એક એક પલ મન ભરીને જીવવો જોઈએ. નકામી વાતો, ઝઘડા અને મનભેદમાં જિંદગીનો સમય પસાર ના કરવો જોઈએ. કોને ખબર કેટલો સમય બધા સાથે જીવન પસાર કરવાનુ છે." આ વાત તે આ પાર્ટીમાં બધા વચ્ચે કહે છે. પછી બધા બે દિવસ રહીને ઘરે ગયા. સાથે રહેવાની બહુ મજા આવી.


બધાના ગયા પછી ખંતી કહેવા લાગી, 'જૈનમ બધા ઘરમા સાથે હતા તો કેટલી મજા આવીને. મમ્મી એ લોકોને કહે ને હવે તો આપણે સેટલ છીએ એટલે ઘરે ધંધો બંધ કરવામાં પણ વાધો નથી.'

જૈનમ : 'હા હવે હુ મમ્મીને વાત કરીશ. '

થોડા દિવસ પછી જૈનમ અને ખંતી બંને ઘરે વાત કરે છે. ઘરેથી કહે છે 'અમે વહેલા મોડા ત્યાંજ આવવાના છીએ ને તમારી પાસે. અત્યારે અહી ધંધો સારો ચાલે છે. અને અત્યારે જેટલું કમાઈશુ એટલે તમારે જ ભવિષ્યમાં કામ આવશે ને.'

જૈનમ કહે છે 'સારૂ મમ્મી તમને જેમ ઠીક લાગે એમ .પણ તમને જ્યારે મન થાય ત્યારે અહી આવી જવાનું.'

જ્યોતિબેન : 'હા બેટા ચોકકસ.'


આમ ને આમ સમય પસાર થવા લાગ્યો. ખંજન સવા વર્ષની થઈ ગઈ હતી. એક દિવસ ખંતી જૈનમ પાસે ખંજનને મુકીને માર્કેટ ગઈ હતી. ત્યાં જવાનો રસ્તો હાઈવે નજીક હતો. ત્યાં માર્કેટથી તે બધી વસ્તુઓ લઈને આવતી હતી. તેનુ એક્ટિવા તો બરાબર ચાલતુ હતુ પણ સામેથી એક ટ્રક રોન્ગ સાઈડમાં આવ્યો અને તેના એક્ટિવા અને બીજા બે વાહનો અડફેટે લઈ લીધા. ખંતી ઉછળીને બહુ દુર પડતા તેના માથાની ખોપરી જ ફાટી ગઈ હતી. તેને જોતા જ કોઈને બચવાની આશા નહોતી લાગતી. એટલામાં જ ત્યાં લોકો ભેગા થઈ ગયા. અને થોડી વારમાં જ એમ્બ્યુલન્સ આવીને ખંતી અને બીજા બે જણાને એક્સિડન્ટ થયો હતો તેમને હોસ્પિટલ લઈ ગઈ.


કોઈના હાથમાં ખંતીનો મોબાઈલ આવતા તેમાંથી લાસ્ટ ડાયલ નંબર જોયો તો તે જૈનમનો હતો એટલે તેને ફોન કર્યો ને સમાચાર આપ્યા. જૈનમ તો ખંજનને લઈ ને હોસ્પિટલ ગયો. તેની પ્રાયમરી ટ્રીટમેન્ટ ચાલુ થઈ ગઈ હતી. એટલામાં તે ડોક્ટરને મળ્યો તેમણે કહ્યું કે 'તેની સ્થિતિ બહુ નાજુક છે. ગંભીર ઈજા થયેલી છે. અને એ અત્યારે પણ બેભાન છે. અત્યારે તાત્કાલિક તેનુ ઓપરેશન કરવુ પડશે. એ પણ અમારો એક પ્રયત્ન જ છે.'

જૈનમ તો જાણે કંઈ સુધબુધમા જ નહોતો. તેના શરીરમાંથી જાણે ચેતના જ હણાઈ ગઈ હતી. તે માડ માંડ પોતાની જાતને સંભાળે છે અને કહે છે 'ડોક્ટર તમારાથી બને તે કરો. પૈસાની ચિંતા ના કરો. જરૂર પડે તો બહારથી ડોક્ટર બોલાવજો પણ મારી ખંતીને કંઈ થવુ ના જોઈએ.'


ડોક્ટર કહે છે 'અમારી ટીમ અમારો બેસ્ટ પ્રયત્ન કરીશું બાકી તો આ કુદરતના હાથમાં છે બધુ.' તે થોડી ફોર્માલિટી પુરી કરે છે. અને પહેલા તેના એક ખાસ દોસ્તને ફોન કરે છે જે પૈસા લઈને આવે છે. તેની વાઈફ ખંજનને થોડું દૂધ અને ખાવાનું ખવડાવે છે. તેને સાચવે છે. બંને ફોર્માલિટી પતાવે છે. અને જૈનમ તેના ઘરે ફોન કરે છે પણ તેને તો ડુમો બાઝી જાય છે તે કંઈ બોલી જ શકતો નથી એટલે તેનો ફ્રેન્ડ ઘરે બધી વાત કરે છે. અને ખંતીના ઘરે પણ વાત કરે છે. ત્રણેક કલાક માં તો બધા ત્યાં પહોંચી જાય છે. હવે વધુ સમય થતાં ખંજન પણ ખંતીનેના જોવાથી રડી રહી છે. જૈનમ પાસે જઈને થોડી વાર ચૂપ થઈ જાય છે પણ ફરી મમ્મી મમ્મી કરીને રડવા માડે છે.


બધા ભેગા થઈ ને તેને સંભાળવા મહેનત કરી રહ્યા છે. જૈનમ તો હોસ્પિટલમાં મંદિર પાસે જઈને પોક મુકીને રડી રહ્યો છે. તેના શરીરમાંથી પ્રાણ જઈ રહ્યા હોય એવુ લાગી રહ્યું છે. રાત્રે નવ વાગે ઓપરેશન પતે છે.

ડોક્ટર એ કહ્યું 'હવે ભાનમાં તે આવે છે કે નહી તેના પર આગળ કહી શકીએ.'


સવાર સુધી તે ભાનમાં નથી આવતી. બધા જ ખાધા પીધા વિના બેસી રહયા છે તેના ભાનમાં આવવાની રાહ જોઈને. સવારે દસ વાગે તે થોડી ભાનમાં આવીને જૈનમ અને ખંજનને બોલાવે છે. તે જૈનમનો હાથ પકડે છે અને તેના પર કિસ કરીને કહે છે 'કદાચ આપણો સાથ આટલો જ હતો. ભલે હુ ગમે ત્યાં હોઈશ તને હંમેશાં પ્રેમ કરતી રહીશ. અને આપણા પ્રેમની નિશાની આપણી ખંજન છે.તેનું ધ્યાન રાખજો બધા મળીને. પણ જૈનમ તુ મને વચન આપ કે તુ બીજા લગ્ન કરીશ અને ખંજનને બીજી મા આપીશ. અને તુ પણ તારી જિદગીમાં આગળ વધીશ.'

જૈનમ : તે'ની આંખોમાં અનરાધાર આસુ વહી રહ્યા છે. તે કંઈ બોલી જ શકતો નથી. કહે છે તને કંઈ જ નહી થાય...' અને તેના પર તેનુ માથુ ઢાળીને પોકે પોકે રડી રહ્યો છે.


ત્યાં ખંજનને પાસે બોલાવીને ખંતી તેને વ્હાલ કરીને પ્રેમથી આસુઓ સાથે ચુમી લે છે. સામે ખંજન એક નાનુ બધી જ વાસ્તવિકતાથી અજાણ બાળક મમ્મી મમ્મી કરી રહી છે. અને આ સાથે જ તેને એક ખેંચ આવી જતાં તે ઉછળે છે અને તેનો પ્રાણ પંખેરૂ ઉડી જાય છે. ડોક્ટરોની ટીમ ધ્વારા અથાગ પ્રયત્ન છતાં તે આજે એક મા, એક પત્નીને બચાવી ના શક્યા.


એકદમ કરૂણામય વાતાવરણ હતુ ત્યાં. હાજર સહુ ત્યાં ચોધાર આંસુ એ રડી રહ્યા છે. કોઈ જાણે કંઈ જ બોલવાની હાલતમાં નથી. ખંતીનો એક હાથ જૈનમ અને બીજા ખંજનના હાથમાં રાખીને તે તેના અંતિમ શ્વાસ લે છે. જેના માટે આ બધુ તો રોજનુ હોય એવી ડોક્ટરોની ટીમ પણ આ દશ્ય જોઈને તેમના નેત્રો પણ ભીજાયા વિના રહ્યા નહી. પછી ખંતીના મૃત શરીરને ઘરે લઈ જઈને તેને દફન વિધિ બધી ક્રિયા કરવામાં આવી. જૈનમની તો કંઈ બોલવાની સ્થિતિ જ નહોતી. તે બસ એક નાનકડા બાળકની જેમ સૌના દોર્યા મુજબ દોરાયા કરતો હતો. તેને જાણે હજુ વિશ્વાસ નહોતો આવતો કે હજુ કાલ સુધી પ્રેમથી એકમેકના થઈને રહેતો માળો આજે વિખરાઈ ગયો. એક દીકરી મા વગરની થઈ ગઈ હતી. તેણે હજુ સુધી એક વસ્તુ મોમાં નથી નાખી. ખંતી વિના હવે એ જીવશે જ કેમ એ પ્રશ્ન તેને કોરી ખાતો હતો. ખંતી હતી જ એવી...એકદમ નાજુક પરી જેવી રૂપાળી, ભણેલી પણ એકદમ સમજુ અને શાંત, અને તેનુ ફેવરિટ ગીત તેના મોઢે રમ્યા કરતુ, "જીઓ તો હર પલ એસે જીઓ જેસે કી આખરી હો..." એ ફક્ત બોલતી નહી પણ જીવતી પણ એમ જ હતી.


જૈનમને એવો કોઈ દિવસ યાદ નહોતો કે ખંતી તેની સાથે સિરીયસલી ઝગડી હોય. કોઈ વાર જૈનમ ગુસ્સામાં હોય તો તે પ્રેમથી મનાવીને હંમેશા જૈનમને શાંત પાડીને હસાવી દેતી. બસ આજે બેસણાનો દિવસ છે. ખંતીનો હાર લગાવેલો ફોટો જોઈને એમ જ લાગી રહ્યું હતુ તે અહી જ છે તે હમણાં ફરીથી આવીને આ બાપ દીકરીને સંભાળી લેશે. ખંજનને તો ખંતીના મળતા તે રડી રડીને અડધી થઈ જાય છે. અને ચાર દિવસ તો તેને બહુ તાવ આવી જાય છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડે છે.


દિવસો જતાં ક્યાં વાર લાગે છે તેમ આજે ખંતીના ગયાને એક મહિનો થઈ ગયો હતો. હવે એક મહીને પરાણે ખંજન તેમની સાથે રહેતી થઈ છે. જ્યોતિબહેન તેને બહુ સાચવે છે. પણ કહેવત છે ને કે "જનની ની જોડ સખી નહી મળે રે.." એમ ખંતી જાણે એની માને શોધતી ઈજળાતી. અમુક વાર જમે પણ નહી પણ એ નાનકડુ બાળક તેની લાગણી કેવી રીતે કહે. હવે ખંજન તેના પિતા અને દાદીની છત્રછાયામાં મોટી થવા લાગી હતી. જૈનમ તો હજુ પણ ખંતીને ભુલી શકતો નહોતો. ક્યારેક તો કુદરત શુ કરવા માગે છે આપણી સાથે એ જ કળવુ મુશ્કેલ બની જાય છે. હવે જૈનમ ઓફીસ જવાનું શરૂ કરી દે છે પણ સાવ જવા ખાતર. તેના દરેકે દરેક કામ સાથે ખંતીની યાદો જોડાયેલી છે. તે ઘરે આવીને પણ આમ ખંજનને રમાડે પણ જે મસ્તીખોર , મજાકીયો જૈનમ આજે શાંત અને ગંભીર બની ગયો છે.


***

આજે એક વર્ષ થઈ ગયુ. આજે ખંતીની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ છે . હવે તો ખંજન પણ સરસ બોલતી થઈ ગઈ છે. પણ એક નાનકડી ઢીંગલી મા વિનાની થઈ ગઈ છે. પણ હજુ તેને કંઈ ખબર તો પડતી નથી સંબંધોની બહુ. એક દિવસ ખંતીના પપ્પા કિરીટભાઈ સરોજબેનને કહે છે , 'મારા મનમાં હવે એક વિચાર આવે છે. જૈનમ એ હવે બીજા લગ્ન માટે વિચારવું જોઈએ.'

સરોજબેન : 'પણ આપણી ખંતી ?' (તેમની આખોમાં આસુ આવી જાય છે.)

કિરીટભાઈ : 'હુ સમજુ છુ તારી લાગણી. આપણી દીકરીની જગ્યાએ બીજા કોઈને વિચારવુ પણ અઘરું છે. પણ વિધાતાના ચોપડામાં શુ લખાયું છે એતો કોઈ કળી શકતું નથી. હવે થોડી મોટી ઉમર હોય તો પણ સમજ્યા હજુ તો તેમની જિંદગી શરૂ જ થઈ હતી.'

સરોજબેન : 'તમારી વાત પણ સાચી છે. આપણને જેટલું દુઃખ છે એના કરતા જૈનમને વધારે દુઃખ છે એતો આપણે આપણી નજર સમક્ષ જોઈએ જ છીએ. પણ કુદરત આગળ સૌ લાચાર છીએ. અને ખંતીની પણ છેલ્લી ઈચ્છા હતી કે જૈનમ તેની જિંદગીમાં આગળ વધે અને ખંજનને પણ મા મળે.'

કિરીટભાઈ :' પણ એક નવી મા ખંજનને પોતાની દીકરીની જેમ અપનાવી શકશે ?'

સરોજબેન : 'મને પણ એ જ ચિંતા છે. પણ એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી. ખંજન આપણી પાસે આવતી જતી રહે એ બરાબર પણ એને કાયમી માટે અહી લાવી આપણે તેનો માની સાથે પિતાનો પ્રેમ પણ છીનવી ના શકીએ.'

કિરીટભાઈ : 'તારી વાત સાચી છે. આપણે જ્યોતિબેન અને ભરતભાઈને આ માટે પહેલા વાત કરવી જોઈએ. તો જ જૈનમ પણ એની જિંદગીમાં ફરી હસતો થઈ શકશે.'

બીજા દિવસે સરોજબેન જ્યોતિબેનને ફોન કરીને આ બધી વાત કરે છે.

જ્યોતિબેન :એ તો છે પણ ખંતીની યાદો મીટાવીને નવી કોઈ વ્યક્તિનુ જૈનમ ના જીવનમાં પ્રવેશ કરે એ અમને પણ નથી ગમતું. કારણ કે ખંતી મારી પણ દીકરી હતી અને છે. અમે ક્યારેય સાસુ વહુની જેમ રહ્યા જ નથી. હંમેશા મા દીકરીની જેમ જ રહ્યા છે. પણ જૈનમ અને ખંજનના ભવિષ્ય માટે થઈને વિચારવુ પડશે.


***

બે મહિના પછી,

એક છોકરીનુ જૈનમ માટે માંગુ આવે છે. તે લગભગ તેનાથી બે વર્ષ નાની હતી. તેના ડાયવોર્સ થયેલા હતા. અને સાથે એ ખંજનને પણ સ્વીકારવા તૈયાર હતી. જૈનમને તેના મમ્મી આ સંબંધ માટે વાત કરે છે પણ જૈનમ બીજા લગ્ન કરવા માટે ના પાડે છે. 'ખંતીની યાદો જ હવે મારી જિંદગી છે. અને નવી વ્યક્તિ ખંજનને ખરેખર સારૂ રાખશે એ શુ ખબર ?'


પણ બધા તેને સમજાવે છે છેલ્લે તો સરોજબેન તેને કહે છે 'બેટા અમારી પણ દીકરી છીનવાઈ છે. શુ અમને તેની જગ્યા કોઈને સામેથી આપવાનુ કહેતાં કંઈ પીડા નહી થતી હોય ? પણ બેટા હુ તને મારો જમાઈ નહી પણ દીકરો જ માનુ છુ એટલે જ કહુ છુ દુનિયાનો દસ્તુર છે કે સમયને અપનાવવો પડે છે નહીં તો જિંદગી રફેદફે થઈ જાય છે. અને તને એના માટે સાચો પ્રેમ અને લાગણી છે તો પછી તુ એની અંતિમ ઈચ્છા પણ પુરી નહી કરે?'


આખરે બહુ સમજાવટ પછી જૈનમ છોકરી જોવા તૈયાર થાય છે. તેમની મિટિંગ ગોઠવાય છે. જૈનમ તો કોઈ ઉત્સાહ વિના તેને મળવા જાય છે. સામેવાળી છોકરીને જોઈને બંને એકબીજાને કહે છે, 'જૈનમ તુ ?' સામે જૈનમ કહે છે 'શિવાની તુ ?'


પછી ખબર પડે છે મળતા કે તેઓ તો નવમા અને દસમા ધોરણમાં સાથે ભણતા હતા. એટલે બંને થોડી ઘણી વાતચીત કરે છે જૈનમ કહે છે, જો હુ પરાણે બધાના કહેવાથી જ આ લગ્ન માટે તૈયાર થયો છુ બાકી મારી કોઈ ઈચ્છા નથી સાથે મારી દીકરીની તુ ખરેખરમાં મા બની શકે તો હા કહેજે. હુ તને ખુશ રાખવા ચોકકસ પ્રયત્ન કરીશ પણ ગેરંટી નથી આપતો. કારણ કે ખંતીને ભુલવી એ મારા માટે આસાન કામ નથી.'

શિવાની હા પાડે છે 'મને મંજૂર છે.'

જૈનમ : 'હજુ વિચારી લેજે. અને કોઈના દબાવમાં આવીને હા ના કહેતી. કારણ કે આ બોલવું સહેલું છે પણ કોઈના સંતાનને પોતાના સંતાન તરીકે અપનાવવુ સહેલું કામ નથી.' અને પછી બંને છુટા પડે છે.


બે દિવસ પછી શિવાનીના ત્યાંથી એમની હા છે એવો ફોન આવે છે. આ બાજુ જૈનમ કહે છે તમને બધાને જેમ ઠીક લાગે તેમ અને ઘરેથી બધા હા પાડી દે છે. એક મહિના પછી જૈનમ અને શિવાનીના સાદાઈથી મંદિરમાં લગ્ન કરવામા આવે છે. લગ્ન બાદ બંનેની પ્રથમરાત્રિ હોવા છતાં કોઈને કંઈ ઉત્સાહ નથી. બંને થોડી વાતચીત કરે છે અને પછી જૈનમ તેના બેડરૂમમાં નીચે પથારી પાથરીને સુઈ જાય છે અને તે શિવાનીને ઉપર સુઈ જવા કહે છે.

આમ સમય વીતતો જાય છે. શિવાની સાથે ખંજન પણ હવે રમતી થઈ ગઈ છે. ધીરે ધીરે તે બધુ ખંજનનુ ધ્યાન રાખવા લાગી છે. અને ખંજન પણ તેની સાથે ખુશ રહે છે આ બધુ જોઈને જૈનમને શાંતિ થાય છે અને થોડો ખુશ થાય છે કે મે બીજા લગ્ન કરીને ખંજનની ખુશીઓ નથી છીનવી. રાત્રે તે રૂમમાં આવીને શિવાની ને થેન્કયુ કહે છે.

શિવાની : 'શેના માટે ?'

જૈનમ : 'મારી દીકરીની ખુશીઓ પાછી આપવા માટે. તેની મા બનવા માટે.'

શિવાની : 'એ મારી ફરજ છે મે તારી સાથે લગ્ન કર્યાં છે તો.'

શિવાનીને હવે થોડો જૈનમ સાથે પ્રેમ થવા લાગ્યો છે. પણ તે કંઈ કહેતી નથી. જૈનમ હજુ એટલો આગળ વધી શક્યો નથી. પણ "સમય એ દરેક ઘાની દવા છે. "


હવે ખંજનને પણ સ્કુલમાં મુકે છે હવે તે શિવાનીને મમ્મી કહીને જ બોલાવે છે. બંનેના મન મળી ગયા છે. આ બધુ જોઈને જૈનમ પણ વિચારે છે તે મારી દીકરીને આટલો પ્રેમ આપે છે પણ તેની ઈચ્છા અને લાગણીઓનુ શુ ? ખંતી મારો પ્રાણ છે અને હંમેશાં રહેશે પણ શિવાની સાથે પણ મે અગ્નિની સાક્ષી એ ફેરા ફર્યા છે તેને હુ અન્યાય ના કરી શકુ. તે ભલે મને કંઈ કહેતી નથી પણ એના પણ દરેક છોકરીની જેમ અરમાનો તો હશે ને ! એક દિવસ જૈનમ રાત્રે વહેલા રૂમમાં જઈને બેડ પર સુઈ ગયો છે. એટલે શિવાની તેને ઓઢાડીને તેની પથારી લઈને નીચે પાથરવા જતી હોય છે ત્યાં જ જૈનમ તેનો હાથ પકડીને કહે છે, 'ક્યાં જાય છે શિવાની ? હુ અહી આ બેડ પર તારી સાથે સુઈ શકુ ?'

આખરે લગ્ન ના છ મહિના પછી શિવાની આવુ સાભળે છે એટલે તે બહુ ખુશ થઈ જાય છે કારણ કે તે તો જૈનમને પ્રેમ કરવા લાગી જ હોય છે. શિવાની હા પાડે છે...એટલે આજે જૈનમ પ્રથમ વાર તેને આલિંગનમાં લે છે. અને શિવાની કંઈ પણ બોલે તે પહેલાં તેના હોઠ પર હોઠ મુકી દે છે. આજની રાત બંને માટે મધુરજની બની જાય છે અને બંને એકબીજામાં ઓતપ્રોત થઈ જાય છે અને તેમના નવા જીવનની શરૂઆત થાય છે.


હવે બધુ સેટ થઈ જતાં જ્યોતિબેન પણ જૈનમના પપ્પા ત્યાં વતન હોવાથી ત્યાં જતાં રહે છે. ફરી હવે ત્રણ જણાનો એક હસતો પરિવાર બની જાય છે. પણ બસ એક મા, એક પત્ની બદલાઈ છે! તેમના લગ્નના દોઢેક વર્ષ પછી હવે એક દિવસ શિવાની ચકકર ખાઈને પડી જાય છે અને તેને બહુ અશક્તિ લાગતી હોય છે. તો જૈનમ તેને ડોક્ટર પાસે લઈ જાય છે તો ડોક્ટર સારા સમાચાર આપે છે કે શિવાની મા બનવાની છે. જૈનમ પણ ખુશ થઈ જાય છે. આ સમાચાર બધાને આપે છે. સરોજબેન પણ આ સાભળીને ખુશ થઈ જાય છે. કારણ કે તે શિવાનીને દીકરીની જેમ જ રાખે છે અને બધા વ્યવ્હાર પણ કરે છે. આખરે આમ કરતાં નવ મહિના પછી પુરા મહિને શિવાની એક દીકરીને જન્મ આપે છે. ખંજનની નાની બેન આવી જાય છે. તે પણ સરસ ક્યુટ છે તે તો જાણે જૈનમ જેવી વધારે લાગે છે.


આમ ધીમે ધીમે તે પણ મોટી થાય છે તેનુ નામ ક્રિયાની પાડે છે. ખંજન પણ તેને રમાડે છે. શિવાની બંનેને એકસરખુ જ રાખે છે. પછી તે થોડા દિવસ તેના પિયર જાય છે. તે ખંજનને પણ સાથે જ લઈ જાય છે. તે બંનેને સરખુ જ રાખતી હોય છે એ જોઈને તેની મમ્મી એને કહે છે ,"બેટા તુ ગમે તેટલુ રાખ પણ આંગળીથી નખ વેગળા એ વેગળા"

શિવાની : 'મમ્મી તુ શુ કહેવા માગે છે હુ સમજી નહી.'

શિવાની -ની મમ્મી : 'બેટા તુ ખંજનને ગમે તેટલું રાખીશ પણ તુ એની સાવકી મા જ કહેવાઈશ. એટલે તુ એના તરફ એટલું ધ્યાન આપવાને બદલે ક્રિયાની અને તેના ભવિષ્યનુ વિચાર.'

શિવાની : 'પણ મમ્મી હુ ખંજનના લીધે જ જૈનમની નજીક આવી છુ. હુ ખંજનને એવુ કેવી રીતે કરી શકુ.'

શિવાનીની મમ્મી : 'બેટા તારી મરજી. હુ પણ તારી મા છુ એટલે જ તારી ચિંતા કરૂ છુ. તારૂ સારૂ ખરાબ મારા કરતાં કોણ વધારે સમજે. બાકી તારી જિંદગી છે હુ તો તને કોણ છુ કહેનારી.'

શિવાની : 'મમ્મી એવુ ના કહે તુ મારૂ ખરાબ નહી ઈચ્છે.'

કહેવાય છે ને કે સારી વાત મગજમાં ઉતરતા કદાચ જિંદગી નીકળી જાય પણ ઝેર શરીરમાં પ્રસરતા જરા પણ વાર નથી લાગતી. તેમ જ શિવાનીનુ વર્તન ખંજન પ્રત્યે બદલાવવાની શરૂઆત થઈ ગઈ.


***


થોડા દિવસ પછી શિવાની પાછી ઘરે આવી જાય છે. તે જૈનમની સામે તો ખંજનને સારૂ જ રાખતી. પણ જ્યારે તે ના હોય અને ખંજન કોઈ વાર મસ્તી કરે કે કહ્યું ના માને તો તેને મારતા પણ વાર ના કરતી. ખંજન બિચારી પણ આખરે એક નાનુ છોકરૂ જ હતું ને. તેને તો કંઈ જ સમજાતુ નહી. હવે જાણે ધીમે ધીમે તે આપોઆપ મોટી થવા લાગી હતી. ક્યારેક તો તેનુ હોમવર્ક પણ બાકી હોય અને તે સ્કૂલમાં જતી રહે અને ત્યાંથી ટીચર લખીને આપે તો જૈનમ કહે શિવાનીને એટલે તે કહેતી તેણે મને કંઈ કહ્યું જ નહોતું. એટલે ક્યારેક તે ખંજન પર ગુસ્સે થઈ જતો. ધીરે ધીરે ખંજન મોટી થતી ગઈ. તે તોફાનીમાંથી શાંત થવા લાગી. તેને એવુ લાગતુ કે મમ્મી મારી સાથે કેમ આવુ વર્તન કરે છે. પણ તે કંઈ કહેતી નહી. તેના હોઠોની મુસ્કાન છીનવાઈ ગઈ હતી. તે સ્કૂલમાંથી આવીને હોમવર્ક કરીને રમે બહાર અને ઘરમાં આવીને ગુમસુમ બેસી જાય .


તે કોઈ વસ્તુમાં ના કહે તો જૈનમને લાગતુ કે તે વધુ પડતા લાડમા જિદ્દી બની ગઈ છે. હવે ક્રિયાની પણ મોટી થવા લાગી છે પણ તે શિવાનીના વધુ પડતા લાડને કારણે ઉધ્ધત થવા લાગી છે. તે ઘણી વાર ખંજનને ગમે તેમ કહી દેતી. શિવાની ખંજન જે સ્કૂલમાં ઈન્ગલિશ મિડિયમમાં હતી ત્યાં જૈનમને ક્રિયાનીને ત્યાં મુકવાની ના પાડે છે. તે કહે છે 'તેને ઈન્ટનેશનલ સ્કુલમાં મુકીએ.' જૈનમ કહે છે 'આપણે ખંજન અને ક્રિયાનીને એક સ્કૂલમાં મુકીએ તો બંને સાથે જશે.' શિવાની કહે છે 'બંનેનો ખર્ચો નહી પોસાય' એમ કહીને જૈનમને મનાવી લે છે અને ક્રિયાનીને તે સ્કૂલમાં મુકી દે છે. તે ખંજન લેવા મુકવા વાન કરાવી દે છે અને ક્રિયાનીને પોતે લેવા મુકવા જાય છે. જૈનમ તો આ બધાથી અજાણ છે. હવે ખંજન કંઈ પણ કહે શિવાની તેને ઉધુ જ લેતી. નાની ઉમરમાં તેની પાસે કામ પણ કરાવવા લાગી. આમ એક માની ખોટી શિખામણથી એક નાદાન દીકરીનુ બાળપણ અને મુસ્કાન છીનવાઈ ગઈ.


***

હવે બંને જણા મોટા થઈ ગયા છે. ખંજન બારમા ધોરણમાં અને ક્રિયાની નવમા ધોરણમાં. ખંજન તો મોટી થઈને એક મસ્ત અપ્સરા જેવી લાગી રહી છે જાણે બીજી ખંતી જ જોઈ લો. એ ભણવામાં પણ બહુ હોશિયાર છે. તે દસમામાં પણ રાજ્યમા ગુજરાત બોર્ડમાં ત્રીજા નંબરે પાસ થઈ હતી. તે સાયન્સ રાખી આર્કિટેક્ટ કરવા માગતી હતી. તે બારમામાં પણ બહુ મહેનત કરે છે. સાથે ઘરનુ બધુ જ કામ કરતી અને બહુ જ સમજદાર બની ગઈ છે. બસ કમી છે એક મુસ્કાનની. તે તરસી રહી છે એક માના પ્રેમ માટે.


હવે આ બધી વાતો જૈનમ ને પણ ખબર પડી ગઈ છે. થોડું જોઈને અને થોડું આજુબાજુવાળાનુ સાંભળી ને. પણ તે શિવાની સામે કંઈ બોલી શકતો નથી. જ્યોતિબેન પણ આવતા ત્યાં પણ તેમને પણ શિવાની ખંજનનો કંઈ પક્ષ લેવા જાય કે તરત ઉતારી પાડતી. એટલે એ લોકો પણ વધુ સમય અહી ના રહેતા. તેમને ખંતી બહુ યાદ આવી જતી. શિવાની એ ખંતીના ફોટો અને તેના લગ્નનો આલ્બમ પણ ગામડે મોકલાવી દીધો જેથી ખંજન ને કંઈ ખબર ના પડે.

આ બાજુ શિવાની એ ક્રિયાનીને જીદ કરીને તેને ઈન્ટનેશનલ સ્કૂલમાં મુકી હતી પણ તેને ભણવામાં બહુ રસ નહોતો. તે બસ મોજ મજા કરવામાં જ માનતી. અને જૈનમ કંઈ કહે તો શિવાની કહેતી 'છોકરી અત્યારે જલસા નહી કરે તો ક્યારે કરશે. ખંજનને કંઈ શોખ નથી તો એમાં એનો શો વાક ?' બંને બહેનોને આમ બનતું પણ શિવાની ક્રિયાનીને ખંજનની વધારે આગળ દેખાડવાનો પ્રયત્ન કરતી પણ અંતે તો ખંજન જ આગળ થતી.


***

આખરે આજે ખંજનનુ બાર સાયન્સ નુ રિઝલ્ટ આવી ગયુ અને તે ફરી એકવાર બોર્ડમાં ચોથા નંબરે આવી. બધા બહુ ખુશ થઈ ગયા. પેપરમાં તેના ફોટો પણ આવ્યો. ક્રિયાની પણ ખુશ થઈ ગઈ. પણ શિવાની એટલી ખુશ નહોતી. દેખાવમા તો ક્રિયાની પણ સારી દેખાતી પણ ખંજન સામે તો તે ઝાંખી જ પડતી. એકવાર ખંજન તેના બા પાસે ગઈ હતી ત્યાં બધી સાફસુફી કરતાં તેને ખંતી અને જૈનમના લગ્નનો આલ્બમ મળે છે. અને આ કોણ છે એમ પુછે છે એટલે તેના બા ના છુટકે બધી વાત કરે છે. જ્યોતિબેન હજુ સુધી તેને ન કહેલી બધી વાત કહે છે કે શિવાની તેની સગી મમ્મી નથી.

ખંજન : 'તો હજુ સુધી કોઈએ મને આ વાત કેમ ના જણાવી'

જ્યોતિબેન : અમને એમ હતુ કે શિવાની. તને સારૂ રાખે છે અને અમે તને કહીશુ આ વાત તો તારા મનમાં એના પ્રત્યે થોડું વર્તન બદલાઈ જશે. એટલે અમે ને કંઈ કહ્યું નહોતું પણ પછી અમને પણ ક્રિયાનીના આવ્યા પછી તેનુ વર્તન તારા પ્રત્યે બદલાતુ જોઈને અમે તને રજાઓમાં અમારી પાસે અથવા તારા નાની પાસે બોલાવી લેતા એનુ કારણ આ એક જ હતુ.

જ્યોતિબેન : 'બેટા તુ ચિંતા કર બધુ ઠીક થઈ જશે.'


***

ખંજન આર્કિટેક્ટના ત્રીજા વર્ષમાં છે. અને ક્રિયાની બીસીએના પહેલા વર્ષમા છે. તેને બારમામાં વધારે ટકા નહોતા આવ્યા તેથી તેને એક કોમર્સ કોલેજમાં એડમિશન લીધું છે.

હવે ક્રિયાની તો પહેલેથી ફોરવર્ડ છે. તે ટુ વ્હીલર લઈને જ કોલેજ જતી. ક્યારેક તો જૈનમની કાર લઈને પણ જતી રહે. હવે તેના આ રૂપિયાને જોઈને કેટલાય છોકરાઓ તેના ફ્રેન્ડસ બનેલા છે. તેના ગ્રુપમાં એક છોકરો હતો કેવલ. તે તેનો બોયફ્રેન્ડ છે. તે માત્ર ક્રિયાનીનો ઉપયોગ કરતો પણ ક્રિયાની તેને સમજતી જ નહી. તે કેવલને સાચે જ પ્રેમ કરતી.


એકવાર તે ક્રિયાનીને તેની રૂમ પર બોલાવે છે. તે ખંજન સાથે બધી વાત શેર કરતી. એ દિવસે તે ખંજનને કહીને તે તેની રૂમ પર જવા માટે કહે છે. પણ ખંજનને કેવલ પર શંકા જાય છે કે તેની રૂમ પર કોઈ નથી તો કેમ બોલાવે છે. તે તેને અનુસરતી તેની પાછળ જાય છે. તે જુએ છે એની રૂમ બંધ હોય છે અંદરથી પણ ત્યાં એ સાભળે છે કે ક્રિયાની બુમો પાડીને તેને છોડાવવાનો પ્રયત્ન કરી રહી હતી. તે ફટાફટ આજુબાજુથી બે જણને બોલાવી દરવાજો તોડાવે છે. તો જુએ છે કે કેવલ અને તેના બે મિત્રો તેની સાથે જબરજસ્તી કરી રહ્યા હતા. પણ તે દરવાજો ખુલતા જ સંતાઈ જવાનો પ્રયત્ન કરે છે. પણ પકડાઈ જાય છે. ક્રિયાની ખંજનને જોતાં જ રડતી રડતી દીદી કરીને વળગી પડે છે.

ખંજન કહે છે 'તુ ચિંતા ના કર ઘરે ચાલ. અને તે કેવલ સાથે સંબંધ તોડી દેવા કહે છે. 'રસ્તામાં ક્રિયાની કહે છે 'તુ આ વાત ઘરે ના કરતી નહી તો હુ કોઈને મોઢુ નહી બતાવી શકુ.'


ખંજન કહે છે 'હુ કોઈને નહી કહુ કહીને તેને ઘરે લઈ જાય છે. ઘરે જુએ છે શિવાની રાહ જોઈને ઉભી હતી તે કહે છે ખંજન તુ ક્રિયાનીને બગાડે છે. ક્યાં લઈ ગઈ હતી ?' ખંજન કંઈ કહેતી નથી. પણ ક્રિયાની જ કહે છે મમ્મી દીદીનો કોઈ વાક નથી. તે મારી સાથે આવી હતી. જૈનમ ઘરે નહોતો તેથી તે શિવાનીને બધુ કહી દે છે. એ જોઈને શિવાનીને પસ્તાવો થાય છે. છતા તેના મનમાં રહેલા એક ભેદભાવને કારણે તેને ખંજન પર પ્રેમ થાય છે છતાં કહેતી નથી. અને ત્યાંથી જતી રહે છે.


***

ખંજનનુ ભણવાનું પુરૂ થતાં હવે તેની સગાઈ નક્કી થાય છે નિશીલ નામના એક છોકરા સાથે. તે પણ સારો ભણેલો ગણેલો, સંસ્કારી, દેખાવડો અને સ્વભાવે શાંત હતો જૈનમ જેવો જ. તેના લગ્ન માટે બધી જ તૈયારી થઈ જાય છે. પણ ખંજન ખુશ નથી. શિવાની જાણે તેને કંઈ પડી જ ના હોય તેમાં રસ લેતી નથી. તે બિચારી એની મેળે બધુ તૈયારી કરી રહી છે. તે પોતાના આંસુઓને છુપાવીને રડી રહી છે. આ બધુ જોઈને આટલા વખત પછી એક દિવસ જૈનમ કહે છે, 'શિવાની આ છોકરી હવે તો સાસરે જવાની છે. તે એક માના પ્રેમ માટે તરસી રહી છે. તે તને અને ક્રિયાનીને કેટલુ રાખે છે. તે ખંતીને મારી દીકરી છે એ તેનો વાંક છે ? એને તારા ખોળે જન્મ નથી લીધો એ એનો વાંક છે ? તારો એ લાગણી અને મમતા નો ધોધ ખંજન પ્રત્યે અચાનક સુકાઈ કેમ ગયો ?' અને તે રડી પડે છે.


'દીકરીને સાસરે જઈને સાસુ કેવી મળશે એની ચિંતા થાય છે પણ એ તો અહી પિયરમાં જ એક સાસુ સાથે રહીને જાય છે. જો આ જગ્યાએ તને કંઈ થયુ હોત અને ક્રિયાની સાથે કોઈ આવુ કરત તેની બીજી મમ્મી આવીને તો ? આજે ખરેખર મને એમ થાય છે કે ખંતીનો સાથ તો જીવનભર કદાચ મારા નસીબમાં નહોતો પણ અમારા પ્રેમરૂપી તેના આ અંશને પણ હુ સાચવી ના શક્યો ! આજે મને એવુ લાગે છે કે મે બીજી વાર લગ્ન કરીને બહુ મોટી ભુલ કરી છે. મે મારી માસુમ દીકરીને જીવનભર માના પ્રેમ માટે તરસતી રાખી છે.'

શિવાની ચુપચાપ સાભળી રહી છે. હવે તે કહે છે 'બસ જૈનમ બહુ થયું.એક શબ્દ પણ ના કહેતા ! એમ કહીને ઢળી પડે છે.


જૈનમ તેને બેડ પર સુવાડે છે અને અને થોડી વાર પછી તે ભાનમાં આવે છે તો બાજુમાં ખંજન બેઠી બેઠી તેના માથા પર પોતા મુકી રહી હતી. તેનુ શરીર તાવથી ધગધગતુ હતુ. ખંજન તેને દવા આપે છે અને તેની આંખોમાં આંસુ હતા.


તે કહે છે 'મમ્મી તમને સારૂ થઈ જશે ચિંતા ના કરો. પછી તે ક્રિયાનીને ફોન કરે છે તો એ કહે છે મમ્મી હુ એક પાર્ટીમાં છુ. સાંજે આવીશ. એટલે તે કંઈ બોલી શકતી નથી.'


જૈનમ કહે છે આજે તેને એક ઓર્ડર માટે મહત્વની મિટિંગ હતી પણ તે તારી તબિયત ખરાબ થઈ છે એવુ મે કહેતા જ તેને એક પળનો પણ વિચાર કર્યા વિના ના પાડી દીધી અને એક મોટો ઓર્ડર જતો રહેશે એ પણ ના વિચાર્યુ.'

'શિવાની લોહીના સંબંધ કરતાં પણ લાગણીના સંબંધો આગળ જતાં રહે છે પણ જો તેને સાચવીએ તો... એ તારી એક એક વસ્તુનુ ધ્યાન રાખે છે પણ એ તને આટલા વર્ષોમાં દેખાયુ જ નહી ??તુ આટલી પથ્થર દિલ કેવી રીતે બની શકે ? આખરે મા એ તો મા જ હોય છે , તે ભલે કોઈની પણ હોય !'

શિવાનીના આંખોમાથી પશ્ચાતાપ ના આસુ વહી રહ્યા છે. તે બેસીને ખંજન ને પોતાના ખોળામાં માથુ રાખી સુવાડે છે. બંનેની આંખો રડી રહી છે.

શિવાની : 'બેટા મને માફ કરી દે. મારાથી બહુ મોટી ભુલ થઈ ગઈ છે. બેટા મારી ભુલ તો માફ કરવાને લાયક નથી છતાં પણ બેટા બની શકે તો મને માફ કરજે.'

ખંજન : 'મમ્મી રડીશ નહી. કદાચ આટલા વર્ષો મારા નસીબમાં જ માનો પ્રેમ નહી હોય.'

શિવાની : 'આજથી તુ મારી પહેલી દીકરી છે બેટા. ક્યારેક માતાપિતા પણ સંતાનોના મોહ માં સંતાનોને એવી શિખામણ આપી દેતા હોય છે કે કોઈની આખી જિંદગી વેરણછેરણ થઈ જાય છે. આટલા વર્ષોનો પ્રેમ હવે બેટા મને તારી સાથે કરવા દે.જૈ નમ હુ તમારી પણ માફી માગુ છુ મે તમને પણ બહુ દુઃખી કર્યા છે.'


જૈનમ : 'કંઈ નહી હવે . જાગ્યા ત્યારથી સવાર. તને આનો પશ્ચાતાપ થયો એ જ મારા માટે બહુ છે અને મારી દીકરીને મા. હવે મારે બીજું કંઈ જ નથી જોઈતું.'


આ બધુ જ ક્રિયાની તેની પાર્ટી કેન્સલ થતા ઘરે આવી જાય છે અને સાભળે છે. બારણામાં ઉભી તે પણ આ બધુ સાભળીને રડી જાય છે. અને તેને પહેલી વાર આજે ખબર પડે છે કે ખંજન તેની સગી બહેન નથી. તે રૂમમાં આવીને કહે છે 'દીદી મને માફ કરી દે મે પણ ઘણી વાર તને ગમે તેમ કહી દીધું છે છતાં તે હંમેશા મારી મદદ અને કાળજી રાખી છે.'


અને આ સાંભળીને વર્ષો પછી સૌ લાગણીઓના ઘોડાપુરમાં તણાઈ જાય છે અને એક માતા પિતા અને બે દીકરીઓનો પરિવાર એકબીજાને ભેટીને ખુશીના આંસુ વહાવી રહ્યા છે ! અને બીજા જ દિવસથી બધા સાથે મળીને ખરીદી કરે છે. અને લગ્નની તૈયારી. અને જોતજોતામાં લગ્નનો દિવસ આવી જાય છે. અને માતા પિતા ખંજનને ખુબ પ્રેમ હોશે હોશે, સાથે દીકરીની વિદાયના દુઃખ સાથે કન્યાદાન કરે છે ! અને એક દીકરીની માના પ્રેમ માટેની તરસ સાચા અર્થમાં પુર્ણ થાય છે !


Rate this content
Log in

More gujarati story from Dr.Riddhi Mehta

Similar gujarati story from Inspirational