Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Rashmi Jagirdar

Inspirational Children Classics


4  

Rashmi Jagirdar

Inspirational Children Classics


તોફાન ભૈયા

તોફાન ભૈયા

7 mins 14.8K 7 mins 14.8K

નાનકડી એષા આ વર્ષે જ શાળામાં દાખલ થઇ હતી. તેના મોમ-ડેડ બંને જોબ કરતાં હતાં. વેનમાં કે રિક્ષામાં આટલી નાની દીકરીને મોકલતાં જીવ ના ચાલ્યો, બીજાં મોટાં છોકરાઓ એને હેરાન કરે તો? એટલે એમનો નોકર સોમજી વર્ષોથી કામ કરતો હતો, તેની સાથે સાયકલ પર મોકલવાનું નક્કી કર્યું. શાળા પણ ખાસ દુર નહોતી એટલે વાંધો ના આવે. એ વિચારથી માતા-પિતાને દીકરી બાબતની ચિંતા ઓછી થઇ.

 

એક દિવસ સવારે સોમજી એષાને લઈને નીકળ્યો. હજી શાળાએ પહોંચે, તે પહેલાં જ એક ટુ વ્હીલર બાઈક તેમની આગળ આવીને ઊભું અને તેની સાયકલને આંતરીને ઊભી રખાવી. સોમજી ગરજ્યો, "એ...ય છોકરા આંધળો છું?" "તારી પાછળ બેઠેલી આ છોકરી કેમ આટલી બધી રડે છે?" "અરે એ બરાબર પકડીને નથી બેસતી એટલે હમણા બ્રેક મારી ત્યારે પડત, એટલે મેં...." "તું ચુપ, નાની બેના તું કેમ રડે છે?" "સોમજી મને માયું..." "ખબરદાર જો આટલાં નાનાં બાળકને ફરી માર્યું તો?" "તો શું?" "હવે હું રોજ તારી ચોકી કરીશ." "ખસ ચાલ જવા દે, મારે મોડું થાય છે આમ તોફાનની જેમ આવીને રસ્તામાં રોકીને શું ઊભો છે!"

 

પછીના દિવસે સોમજી નીકળ્યો, એટલે તરત એને યાદ આવ્યું પેલું તોફાન પાછું આજે આવશે? થોડીવાર તો કોઈ દેખાયું નહિ, પણ શાળા નજીક આવી ત્યારે, એષા એકદમ બોલી ઉઠી - "તોફાન ભૈયા, તોફાન ભૈયા." "તારું નામ શું છે બેની?" "એષા" "મારું નામ શું છે ખબર છે તને?" " હા તોફાન ભૈયા" સાંભળીને ત્રણે જણા હસી પડ્યા. થોડા દિવસ આવી રીતે સોમજીની ચોકી કરી પણ કઈ જ વાંધાજનક ના જણાયું. સોમજીએ એક દિવસ કહી દીધું, "ભાઈ આ છોકરી જન્મી ત્યારથી એને રાખું છું, તે દિવસે બ્રેક મારી ને એનું બેલેન્સ ગયેલું એટલે મેં જરા ગભરાઈને એને ટપલી મારેલી. અમારી પાછળ તું ખોટો સમય બગાડે છે, તું બીજા જરૂરી કામે લાગ. તારું નામ શું છે?" "સાહિલ, નામ છે પણ આ એષાની જેમ કેટલાય બાળકો મને -તોફાન ભૈયા- જ કહે છે. એષા, તને કે તારા કોઈ ફ્રેન્ડને કંઈ પણ તકલીફ હોય, તો મને બોલાવી લેજે." તે દિવસે એ ત્રણ જણની ટીમ બની. સાહિલે બંનેને કહ્યું, "ક્યાંય બાળકો કે વૃધ્ધોને કોઈ હેરાન કરતું હોય તો મને જણાવી દેજો. આ મારો મોબાઈલ નંબર લો."

 

એક દિવસ, એષા અને તેની બે સખીઓ શાળાના સમય પછી દરવાજા પાસે, લેવા આવે તેની રાહ જોઇને ઊભા હતા.એષા પણ સોમજીની રાહ જોતી હતી. તેવામાં એક ભાઈ સાયકલ લઈને આવ્યા અને છોકરીઓ પાસે ઊભી રાખીને કહે, "આ સરસ સરસ કેડબરી કોણ ખાવાનું?" એષા બોલી, "મને આપો." "ના ભાઈ, હું તો આ તારી સખીને આપીશ." બધાં સાથે બોલ્યા, "કેમ પણ?" "જુઓ એણે કેવી સરસ બુટ્ટી પહેરી છે, એટલે, શું નામ છે તારું?" "હીર" "હીર ચાલો બહાર આવો તમને કેડબરી આપું" પણ એ જ સમયે સોમજી આવી પહોંચ્યો. તેણે સાયકલવાળાને જોયો. એટલે પેલો સાયકલવાળો "કાલે તને આપીશ" કહીને જતો રહ્યો. સોમજીને થોડો ખ્યાલ આવ્યો, તેણે ત્રણે સાથે વાત કરીને હકીકત જાણી લીધી. અને સાહિલને વાકેફ કર્યો.

બીજા દિવસે શું કરવું તેનું પ્લાનિંગ કરી લીધું. આગલા દિવસની જેમ ત્રણે સખીઓ શાળા છૂટ્યા પછી દરવાજે ઊભી રહીને, લેવા આવનારની રાહ જોવા લાગી. થોડી વારમાં પેલો સાયકલ વાળો આવ્યો. "ચાલો હીર, તમારી કેડબરી લો." કહીને હીરનો હાથ પકડીને દરવાજાની બહાર થોડે દુર લઈને ગયો, પછી તેને કેડબરી આપી અને તેના કાનની બુટ્ટી કાઢવા માંડી. એક બુટ્ટી નીકળી તે જ સમયે સાહિલ એકદમ તેજ ગતિથી બાઈક લઈને ત્યાં પહોંચ્યો અને સખત બ્રેક મારી. અવાજથી અને એકએક આવેલા સાહિલને જોઇને પેલો હકાબકા થઇ ગયો. સાહિલે તેની ફેંટ પકડીને એક લાફો માર્યો અને તેની પાસેથી બુટ્ટી ખેંચી લીધી.સોમજી પણ તેને મેથીપાક આપવામાં સામેલ થયો. છેવટે પેલો ભોંય પર પટકાયો, એટલે ત્રણે છોકરીઓ મોટેથી બુમો પાડવા લાગી." તોફાન ભૈયા-તોફાન ભૈયા..." તે દરમ્યાન ત્યાં જમા થયેલું ટોળું પણ છોકરીઓને સાથ આપીને બોલતું રહ્યું, "તોફાન ભૈયા, તોફાન ભૈયા..."

   

સાહિલ ૧૨મું ધોરણ ૭૫ ટકાથી પાસ થયેલો હતો, તેને આગળ ભણવું હતું પણ માતા-પિતાની સ્થિતિ એવી નહોતી કે તેને પૈસા ભરીને કોલેજમાં એડમીશન અપાવી શકે. એટલે તે પિતાને સમોસાની લારી ચલાવવામાં મદદ કરતો. આમ તેને ખાસો ફ્રી સમય પણ મળી રહેતો. અને એટલે મળતા સમયનો બને તેટલો સદુપયોગ કેવીરીતે કરી શકાય તે વિચારતો રહેતો. તેને યાદ આવતું કેવી રીતે પોતે જ્યારે સાવ નાનો શાળાએ જતો ત્યારે, નાના ટાબરિયાઓને શાળાના મોટા છોકરાઓ તેમજ આજુબાજુના કેટલાક મવાલી જેવા છોકરાઓ હેરાન કરતા. આ હકીકતથી વાકેફ હતો એટલે લારીના કામમાંથી થોડો સમય કાઢીને, તે નાના નિશાળીયાઓને મદદ કરવા પ્રયત્ન કરતો. અને તેના માટે આજુબાજુની ઘણી ખરી શાળાઓમાં, રિસેશના સમયે કે પછી શાળા શરુ થતાં પહેલાં અથવા છૂટવાના સમયે, તે કોઈ એક શાળામાં પહોંચી જતો. અને બાળકોને મદદ કરતો રહેતો. એ હંમેશાં પોતાના કાકાની જૂની બાઈક લઈને મદદે જતો અને પોતાની આગવી સ્ટાઈલથી એકદમ ફાસ્ટ -તોફાનની જેમ- ઘટના સ્થળે પહોંચી જતો એટલે, સૌ બાળકો તેને વ્હાલથી -તોફાન ભૈયા- કહેતા. અને તેની રેડ રંગની રોયલ એનફિલ્ડ બાઈકનો ડુગડુગ ડુગડુગ અવાજ સંભળાય કે તરત બાળકો સમજી જતા કે તેમનો તોફાન ભૈયા આવી રહ્યો છે. પોતાની આ કામગીરી બજાવતાં બજાવતાં સાહિલ વિચારતો કે, પોતે બીજી કઈ રીતે સમાજને ઉપયોગી થઇ શકે.

 

બાળકો જેવી જ દશા સમાજમાં વૃધ્ધોની પણ હતી. તેઓને પણ ટ્રાફિકમાં રસ્તો ક્રોસ કરવામાં, વધુ વજન લઇને બસમાં ચઢવા ઉતારવામાં તકલીફ પડતી. બાઈક સવારો કેટલીક વાર તેમના ગળાની ચેઈન કે બીજા સોનાના દાગીના ખેંચી લેતા.અને તેઓ હેલ્પલેસ -અસહાય થઇ જોઈ રહેતા, આવા સંજોગોમાં રસ્તા પરનાં લોકો જોતાં ખરા પણ પારકી પળોજણમાં પડવાનું ટાળતા. શરૂઆતમાં આ બધી વાતોનો ખ્યાલ સાહિલને નહોતો, પણ એક દિવસ તે કાકા પાસેથી બાઈક લઈને નીકળ્યો, ત્યારે તેણે એક વૃદ્ધાને બંને હાથમાં વજનદાર થેલીઓ લઇ ઉભેલાં જોયાં. તેઓ ક્રોસ કરવા માટે ક્યારનાં ઉભા હતાં. સાહિલે તે જોયું, એટલે બાઈક સાઈડમાં મૂકી તેમની પાસે ગયો અને કહ્યું," માડી, હવે લાઈન બંધ છે ક્રોસ કરી લો ને," "પણ બેટા, આ બધું લઈને પડીશ તો?" સાહિલ પહેલાં તો હસી પડ્યો પછી કહે, " ચાલો માડી હું તમને ઉતારી જાઉં." 

 

સાહિલે તે વૃધાને કાળજીથી બાઈક પર બેસાડીએ છેક ઘરે ઉતાર્યાં. તે ઘરમાં વૃધ્ધા રસોઈ અને પરચુરણ કામ કરતાં હતાં. તેમનાં માલિક બેને સાહિલને પુછ્યું, ભાઈ તું ઘણે દુરથી મુકવા આવ્યો, ખાસું પેટ્રોલ બળ્યું હશે, તું શું કરે છે?" સાહિલે પોતાની વાત વિગતથી જણાવી. પેલાં માલિક બેન તેનાથી પ્રભાવિત થયાં, તેમણે સાહિલને પેટ્રોલના પૈસા તો આપ્યા જ, પણ આવા સારા કામો માટે જ્યારે જરૂર પડે ત્યારે, કોઈ પણ રીતની મદદ માટે મળવાનું જણાવ્યું. ઉપરાંત, તેને કોલેજમાં ભણાવવાનું પણ નક્કી કર્યું. સાથે સાથે ગરીબ વૃધ્ધો કેટલી હાલાકી ભોગવે છે, તેનો ચિતાર આપ્યો અને તેઓને આજ રીતે મદદ કરવા પ્રોત્સાહિત કર્યો. આવાં સારાં કામો કરવા માટેની તમામ આર્થિક મદદ કરવા તૈયારી બતાવી. તેમની સાથે ચર્ચા કરીને સાહિલને જાણે પોતાની કામગીરી માટેની સાચી દિશા મળી અને તાત્કાલિક આર્થિક મદદની જરૂર પડે તેવા સંજોગોમાં તે ધનિક વૃધ્ધાનો સાથ છે તે વાતનો સધિયારો પણ મળ્યો. સૌથી વધુ આનંદની વાત એ હતી કે હવે તે આગળ ભણી શકશે.  

 

સાહિલ હવે કોલેજમાં ભણતો હતો, સાથે જ સમાજના અબળા-નબળા વર્ગની મુશ્કેલીમાં મદદગાર બનીને અચૂક પહોંચી જતો. તેની આ કામગીરીને પ્રોત્સાહિત કરવા માટે હવે તો કેટલાક બીજા ધનિકો પણ પ્રયત્નશીલ હતા. જેઓની મદદથી સાહિલ અભ્યાસ સાથે જીમમાં જઈને શારીરિક તાકાત પણ મેળવતો જે તેને માથાભારે તત્વો સામે બાથ ભીડવામાં કામ લાગતી. સમય જતાં સાહિલ વધુ શક્તિશાળી બન્યો. જે કાર્ય સાહિલે શરુ કર્યું હતું તે સારી રીતે કરવા માટે કેટલાક ધનિકો તો મદદ કરતા જ હતા. પરંતુ તેની કામગીરીથી પ્રભાવિત થઇ ગુજરાત સરકારે પણ, ખાનગી રાહે તેને જરૂરી સવલતો અને સહકાર આપવાનું શરુ કર્યું. એટલે હવે સાહિલનું કાર્ય ક્ષેત્ર શાળાઓ કે શહેર પુરતું સીમિત ના રહેતાં રાજ્ય ભરમાં ફેલાયું. પોતાની કામગીરીમાં સહાયક થાય તેવા કેટલાક લોકલ સાથીઓ તેણે બનાવી લીધા હતા. હવે પૂરું રાજ્ય સાહિલને ઓળખાતું, પણ સાહિલ તરીકે નહિ, "તોફાન ભૈયા" તરીકે. સૌ કહેતા,"અનાથોનો નાથ એટલે તોફાન ભૈયા, નબળાનો બેલી એટલે તોફાન ભૈયા, બાળકોનો વડીલ સાથી એટલે તોફાન ભૈયા, અને વડીલોનો વ્હાલો બાળક એટલે તોફાન ભૈયા."

 

ગુજરાતી ચિત્રોના એક ઉત્સાહી નિર્માતા અને દિગ્દર્શક તરુણ કુમારની નજરે સાહિલ ચઢ્યો. તેમણે તરત જ સાહિલની કામગીરી પર એક ગુજરાતી બાળચિત્ર બનાવવાનું નક્કી કર્યું. તેમણે સાહિલ સાથે ઉપરા ઉપરી બેઠકો યોજીને તેની કામગીરી સમજવા પ્રયત્ન કર્યો. સાથે સાથે બાળકોનાં જે વર્ગમાં તોફાન ભૈયા ખૂબ મશહુર અને અત્યંત પ્રિય હતા, તેમની સાથે પણ બેઠકો યોજી. ત્યાર પછી સાહિલની કામગીરી દર્શાવતું ચિત્ર બનાવવા માટે હીરોની શોધ આરંભી.અનેક અટકળો અને ઓડીશનો પછી છેવટે ઘણાં રીજેક્ટ થયા અને છેવટે કાળાશ ઢોળાયોતો સાહિલ પર! ચિત્રનું નામ પણ એ જ -તોફાન ભૈયા!-

 

આ ગુજરાતી ચિત્ર ખુબ ચાલ્યું, કેટલાય વિક્રમો તૂટ્યા અને કેટલાય નવા સ્થપાયાં. અને ગુજરાતી બાળ ફિલ્મ "તોફાન ભૈયા"ને જ્યારે શ્રેષ્ઠ બાળ ચિત્ર માટેના નેશનલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી, ત્યારે જનતાના દીલોનો આ હીરો ફિલ્મનો હીરો પણ બની ગયો.


Rate this content
Log in

More gujarati story from Rashmi Jagirdar

Similar gujarati story from Inspirational