Rashmi Jagirdar

Others

3  

Rashmi Jagirdar

Others

સાંસ્કૃતિક સંઘર્ષ

સાંસ્કૃતિક સંઘર્ષ

4 mins
14.4K


સાંસ્કૃતિક સંઘર્ષ  -

 છેક આવું?

 

અમેરિકા જેવા દેશોમાં સામાન્ય રીતે રસ્તે  ચાલતા માણસો ભાગ્યે જ  દેખાય, એવું સાંભળેલું.  એ વાતે થોડું આશ્ચર્ય પણ થતું. આપણા દેશમાં તો રસ્તે ચાલતા વાહનો કરતાં  પગે ચાલતા માણસોની સંખ્યા વધારે હોય તેવી સ્થિતિ જ સામાન્ય ગણાય. હા, આજ કાલ બેન્ક લોનની સહાયથી ખરીદી વધવાને લીધે, વાહનોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. હું જ્યારે પહેલી વાર અમેરિકા ગઈ ત્યારે એરપોર્ટથી ઘરે જતાં તો મને એવું જ લાગ્યું કે, સાચે જ રોડ પર માણસ તો નામે ના જ દેખાયા  બસ, દેખાઈ તો ગાડીઓની વણથંભી લાંબી વણઝાર!  ત્યારે મનમાં થયું, ગતીભેર ચાલતા વાહનોથી ભરચક અને ધમધમતા રસ્તા પણ માણસો વિના કેટલા નિર્જન-નિશ્ચેત  લાગેછે!

હું રાત્રે ઘરે પહોંચી એટલે બધાને મળવાનું અને ખાવા પીવાનું પતાવીને ઊંઘવાનું જ બની શક્યું. બીજા દિવસની સવાર મારા માટે આશ્ચર્ય જનક નીવડી. સાત વાગ્યાની આસપાસ મેં મારી રૂમની બારીમાંથી બહાર જોયું તો નાનકડો માનવ મહેરામણ હિલોળા લેતો જણાયો. મને અમેરિકામાં રસ્તે ચાલતા માણસો દેખાયા! કારણ એ હતું કે, અમારા ઘરની બિલકુલ સામે એક અતિ વિશાળ, લોનથી આચ્છાદિત પાર્ક હતો અને એને અડીને એકથી સાત ધોરણની શાળા હતી. સવારે શાળાએ જતાં  બાળકો અને તેઓને મુકવા આવેલાં માંબાપ કે વાલીઓની  અવરજવરથી માહોલ જીવંત બન્યો હતો. બે દિવસમાં મને ખ્યાલ આવી ગયો, કે સવારે ચાલવા આવતા લોકો અને શાળાના સમય દરમ્યાન બાળકો અને વાલીઓની ભીડ રહે છે .  ત્રણ, સાડા ત્રણ  વાગ્યા સુધી એની વસ્તી રહેતી. પછી માંડ એક કલાક નિર્જનતા વ્યાપી રહેતી.  અને પછી તરતજ સાંજના વોક માટે આવતા લોકો અને પાંચ વાગે લાફિંગ ક્લબના મેમ્બરોની આવનજાવન ચાલુ થતી તે, છેક પાર્ક બંધ થાય ત્યાં સુધી વસ્તી રહેતી. આ વાત થી મારો દેશી જીવ ખુશ થઇ ગયો.

હું પણ સવારે વોક માટે અને સાંજે લાફિંગ ક્લબમાં જવા લાગી, થોડા જ સમયમાં કેટલાય ઓળખીતા બની ગયા. ધીમે ધીમે સરખા સમયે આવી શકનારા અમે ચાર બહેનો તો ખાસ મિત્રો બની ગયા. એમાંય રેવતી સાથે મને ખાસ ફાવતુ. અમે એક બીજાના વૉટ્સએપ નંબર પણ લઇ લીધા જેથી સમય નક્કી કરીને મળી શકીએ. એક દિવસ અમે ચાર મિત્રોએ ચાર વાગે પાર્કમાં મળવાનું નક્કી કર્યું. અમે ચારેય જણા એ કાવ્યો લખેલા  તેની ચર્ચા કરવાના હતાં . બાકીના બે બહેનો સુચેતા અને શૈલા ને મારા ઘર પાસેથીજ નીકળવાનું થતું, એટલે તેઓ મારા માટે ઘર આગળ થોભ્યાં. મારો પૌત્ર શાળાએથી આવ્યો ત્યારે થોડો તાવ હતો એટલે મને નીકળતાં ખાસ્સું મોડું થયું. તે દરમ્યાન અમે રેવતીનો  સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પણ તેનો ફોન ઉપડ્યો નહિ. મેં વિચાર્યું સાડા ત્રણ થી ચારની  આસપાસ પાર્કમાં ખાસ વસ્તી નથી હોતી, રેવતી એકલી પડશે. એટલે અમે તરત નીકળ્યાં.  અમે ચારે તરફ આંટો માર્યો પણ રેવતી ક્યાંય ના દેખાઈ. અમે ફરી ફોનથી સંપર્ક કર્યો પણ મેળ ના પડ્યો. ત્યાં તો લાફિંગ ક્લબનો સમય થયો, છતાં રેવતી ના આવી. એટલે અમે ત્યાં ગયાં. લાફિંગ ક્લબના માસ્ટરજી આવ્યા તેમણે  સમાચાર આપ્યા કે, એક ગુજરાતી બેનના ગળામાં પહેરેલી  સોનાની ચેન ખેંચીને છોકરાઓ ભાગી ગયા, એવી વાત સાંભળી.  ચાર વાગે અહીં વસ્તી નથી હોતી તેનો લાભ લઈને આવા બનાવો બનતા હતા. મને ફરી થયું એ રેવતી તો નહિ હોય? છેવટે લાફિંગ  એક્સરસાઇઝ પતાવીને અમે રેવતીના ઘરે જવાનું નક્કી કર્યું.

અમે ત્રણે જણ રેવતીના ઘરે પહોંચ્યાં, એ લોકો આ વર્ષે જ અહીં આવ્યા હતા. રેવતીના પુત્ર અને પુત્રવધુ બંને અમને નીચા નમીને પગે લાગ્યાં. એ જ તો આપણી સંસ્કૃતિ છે. વડીલોને આદર આપવો અને નમસ્કાર કરી તેમના આશીર્વાદ લેવા. અમે રેવતી માટે પૂછ્યું તો કહે મમ્મી અંદર સુતા છે આવો. રેવતી ઓઢીને સુતેલી હતી. અમને જોઈ તેણે મોં ઢાંકી દીધું,  અમને નવાઈ લાગી શું થયું રેવતી આજે કેમ ના દેખાઈ? જવાબમાં તેનું ડૂસકું સંભળાયું. અમે પૂછતાં રહયા ને તે રડતી રહી. અમને અંદાજ આવી ગયો કે તેની ચેન ખેંચી લેવામાં આવી છે, બીજી રૂમમાં જઈને તેમની પુત્રવધુને  મેં પૂછ્યું," શું તેમની ચેન તૂટી છે?"  પુત્રવધૂએ કહ્યું, "હા ચેન તો તેમની જ તૂટી છે એ તો ગઈ, પણ એ બે છોકરાઓની હિમ્મત તો જુઓ ધોળા દિવસે ચેન તો તોડી પણ કોઈ ના દેખાયું એટલે બદતમીઝી પણ કરી. જોરથી ચેન ખેંચી એટલે મમ્મી પડી ગયાં એટલે ચેન તો લઇ લીધી પણ પડેલા મમ્મીજીની પાસે તે છોકરો સુઈ ગયો અને છેડતી કરી અને બીભત્સ માંગણી કરી.  મમ્મીમજી ખુબ ગભરાઈ ગયાં ને ચીસો પાડી પણ કોઈ હતું નહિ,  એટલે બીજો છોકરો પણ ત્યાં બેસી ગયો.એટલું સારું થયું કે તે જ સમયે ત્યાંથી એક ગાડી પસાર થઇ. તેમાં બેસેલા કપલે આ જોયું અને ગાડી ઉભી રાખીને ઉતર્યા એટલે છોકરાઓ ગાડીમાં બેસીને ભાગી ગયા. એ ભલું કપલ  મમ્મીજીને ઘરે મૂકી ગયું. તેમણે કહ્યું બંને છોકરાઓ માંડ સત્તરેક વર્ષના હશે.

એ દિવસે તો શરમ અને આઘાતથી સ્તબ્ધ થયેલી રેવતી એક અક્ષર પણ બોલી ના શકી, પણ પછી અમે જ્યારે મળ્યાં  ત્યારે કહે, " આપણા દેશમાં માતાની કે દાદી ની ઉંમરની વ્યક્તિ મળે તો છોકરાઓ  પગે પડે, જ્યારે આ દેશમાં છોકરાઓ દાદીની ઉંમરની સ્ત્રીની પણ છેડતી કરે! કેવી સંસ્કુતિ ? કેવા સંસ્કાર!   


Rate this content
Log in