સપનું
સપનું


અરસાઓ બાદ આજે ફરી એ સપનામાં આવી. હા, ફક્ત સપનામાં. પણ એ સપનું પણ મને વ્હાલું લાગવા લાગ્યું.
ઘાસનું એ લીલુંછમ મેદાન કે જે ગુલાબના છોડોથી ઘેરાયેલું હતું. એ મેદાનમાં હું કોઇક ખૂણે બેઠો હતો. એ આવી મને ખેંચી વચ્ચોવચ લઇ ગઇ.
સૂર્યનાં કિરણ ત્રાંસા હતાં. એ મારી પાસે બેસી હતી. સપનું હતું પણ આ સવારનું સપનું કાંઇક નવી આશા લઇને આવ્યુ હતું.
એ મારી પાસે આવી ને બેસી ગઇ. આંખમાં આંખ પરોવી અને મુખ પર મધુરું સ્મિત રેલાવ્યુ.
પ્રથમ વાર એ મારી સમક્ષ આવી રીતે જોઇ રહી હતી. મે મારો હાથ આગળ વધાર્યો, એનાં વાળ પર હાથ ફેરવવા એને પુછ્યું, ફક્ત આંખથી. એણે મધુરા સ્મિત સાથે, આંખોને નીચે નમાવી હકાર કર્યો. મારા જીવનની સૌથી અમૂલ્ય પળોમાંની એક એવી આ પળ બની ગઇ હતી. પ્રથમ વખત એનો સ્પર્શ કરી શક્યો હું, હા પણ ફક્ત સપનામાં.