સફર સેંથાના સિંદૂર સુધી
સફર સેંથાના સિંદૂર સુધી


પહેલી જ નજરમાં જ્યારે તેને બીજી ત્રીજી અને ચોથી વખત જોવાની ઈચ્છા થાય છે ને ત્યારે તમારા આ "સફર-એ-પ્રેમનામા" ચેપ્ટર ની શરૂઆત થાય છે.
જેમ-તેમ કરી તેનું નામ ગોતી, ફેસબુક કે ઈન્સ્ટાગ્રામ માં ફ્રેન્ડ બનાવી, હાય હેલ્લો થી શરૂ થયેલી વાતચીત જ્યારે પ્રભાતિયા ગવાતા હોય અને તે સમયે તમે ફોન પર ગુડ નાઈટ વિશ કરતા હોય ત્યાં પહોંચે ત્યારે સર્ટિફિકેટ મળે છે કે તમે આ સ્ટોરીમાં લીડ રોલ પર સિલેક્ટ થઇ ગયા છો.
લોકો કહે છે ને જ્યારે તમને કોઈ ગમે છે ને ત્યારે તમને બધું જ ગમવા માંડે છે. દુનિયા આખી ની પળોજણ મુકીને એકમેકમાં જીવવાની ઇચ્છા જાગે ત્યારે સમજવું કે પ્રેમમાં વસંત ઋતુ ચાલે છે. એક બીજાંની સાક્ષીએ લીધેલ કેટકેટલી સોગંદો, ભૂતકાળની કબુલાત અને ભવિષ્યનું આયોજન. નજાણે ક્યાંથી ઓચિંતી આવેલી આ પરિપક્વતા.
આ બધાની વચ્ચે થતી પાનખર ની શરૂઆત, રડી રડીને લાલ થયેલી આંખો દ્વારા પ્રેમ ની થીયરી ને ખોટી પાડવા થતી દલીલ સ્વાભાવિક રીતે ખોટી જ છે. જરુરી નથી કે પ્રેમ સંબંધ સેંથાના સિંદૂર સુધી પહોંચે જ કેમ કે તેના વગર નો પ્રેમ પણ અદ્ભુત હોય છે.