CHETNA THAKOR

Children Inspirational Others

3  

CHETNA THAKOR

Children Inspirational Others

સોનાનો નોળિયો

સોનાનો નોળિયો

2 mins
2.4K


મહારાજ યુધિષ્ઠિર રાજસુય યજ્ઞ પુરો કરી પોતાના ભાઈઓ સાથે યજ્ઞમંડપમાં બેઠા હતા. એવામાં એક નોળિયો ત્યાં આવ્યો. એ યજ્ઞભૂમિમાં આળોટવા લાગ્યો. એનું અડધું શરીર સોનાનું હતું. અને બાકીનું અડધું શરીર સોનાનું કરવા માટે તે યજ્ઞભૂમિમાં આળોટી રહ્યો હતો. પણ તેનું અડધું શરીર સોનાનું બન્યું નહિ, એટલે તે નિરાશ થઈને ચાલવા લાગ્યો.

યુધિષ્ઠિરે તેને પૂછતાં તેણે જણાવ્યું કે, થોડા સમય પહેલાં એક રાજ્યમાં દુકાળ પડ્યો હતો. માણસો ભૂખને લીધે તડપી તડપીને મારતા હતા. એક બ્રાહ્મણ કુટુંબ કેટલાય દિવસોથી ભૂખ્યું હતું. એમણે એક દીન ક્યાંકથી થોડુંક અનાજ મળ્યું. બ્રાહ્મણીએ તેને ડાળીને ચાર રોટલા બનાવ્યા.

ભોજન કરતાં પહેલાં જો કોઈ ભૂખ્યું હોય તો તેણે જમાડીને પછી જ જમવું એવો એમનો નિયમ હતો. એટલે બ્રાહ્મણ મોટેથી બુમ પાડી કહેવા લાગ્યો, ‘મારાથી જે વધુ ભૂખ્યું હોય તેનો આ ભોજન પર અધિકાર છે, જો કોઈ એવું હોય તો આવે અને ભોજન ગ્રહણ કરે.’

બરાબર એ જ સમયે બ્રાહ્મણી બૂમ સાંભળી એક ચંડાળ ત્યાં આવ્યો. બ્રાહ્મણે પોતાના ભાગનો રોટલો એને આપી દીધો. ચંડાળ એટલેથી ધરાયો નહિ એટલે બ્રાહ્મણ પત્ની, તેનો પુત્ર અને પુત્રવધુએ પણ પોતાના ભાગનો રોટલો એને આપી દીધો.

ચંડાળએ એ બધું ભોજન કર્યા બાદ તૃપ્ત થઈને ત્યાં હાથ ધોયા. એ વખતે થોડુંક પાણી ત્યાં ઢોળાયું. એ વખતે હું ત્યાંથી પસાર થયો. મારું અડધું અંગ એ ઢોળાયેલા પાણીથી ભીની થયેલી માટી સાથે ઘસાયું. અને એટલું અંગ સોનાનું બની ગયું. મારે મારું બાકીનું અડધું અંગ સોનાનું કરવું હતું. એટલે હું મહારાજ યુધિષ્ઠિરના યજ્ઞમાં આવ્યો. પણ અહીં મારું બાકીનું અડધું અંગ સોનાનું થતું નથી. એટલે તમારો યજ્ઞ પુરો થતો નથી.

નોળિયાની વાત સાંભળી યુધિષ્ઠિર ઊંડા વિચારમાં પડી ગયા. એમણે આત્મજ્ઞાન થયું કે ‘યજ્ઞની શ્રેષ્ઠતા તેના વિસ્તારમાં નહિ પરંતુ અંતરની મહાન ત્યાગવૃત્તિમાં છે.’


Rate this content
Log in

Similar gujarati story from Children