સંતોષ ત્યાં સુખ
સંતોષ ત્યાં સુખ


ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક સુંદર મજાનું ગામ હતું. અનેક લોકો રહેતા હતાં. જેમાંથી મોટાભાગના લોકો ખેતી અને પશુપાલન કરતાં હતાં. આજ ગામમાં બે ભાઈઓ રહેતા હતાં. એકનું નામ હતું જય અને બીજાનું આમ હતું હેરી. આ બંને ભાઈઓ આમતો સમૃદ્ધ હતાં. તેમની પાસે જમીન હતી. ઘણી બધી ગાયો હતી. ખેતી પણ સારી એવી હતી. તેમની પાસે સારી એવી મિલકત પણ હતી. આજ ગામમાં એક બીજો ખેડૂત રહેતો હતો. તેનું નામ થોમસ હતું. આ થોમસને માત્ર એક જ ગાય હતી. અને જમીનમાં પણ એક માત્ર નાનો ટુકડો જ હતો.
એક વખત હેરી અને જય વિચાર કરે છે કે આપણી પાસે આખા ગામ કરતાં સૌથી વધુ જમીન છે. સૌથી વધુ ગાયો છે. તેમ છતાં આપણે ખુશ નથી. જયારે પેલો થોમસ સાવ ગરીબ છે તેની પાસે જમનીનનો માત્ર એક નાનો ટુકડો છે. અને ગાય પણ એક જ છે. આમ છતાં તે વધારે ખુશ છે. આવું કેમ હશે. આમ વિચારી તે લોકો થોમસના આનંદનું કારણ પૂછવા તેના ઘરે જાય છે.
ત્યારે થોમસ પોતાના નાના ટુકડામાં વાવેલા ઘાસમાંથી ગાયને ઘાસ કાપી કાપીને આપતો હોય છે. સાથે મજાનું ગીત પણ ગઈ રહ્યો હોય છે. તેને એટલો ખુશ જોઈને હેરી અને જય અને આશ્ચર્ય થાય છે. તેઓ થોમસને પોતાની પાસે બોલાવે છે અને પૂછે છે કે માત્ર એક જ ગાય છે. જમીન પણ થોડી છે. તેમ છતાં તું આટલો ખુશ કેવી રીતે રહી શકે છે ?
ત્યારે થોમસ કહે છે. મને વધુ જમીન ખેડવાની કે વાવણી કરવાની ચિંતા નથી. મારી પાસે એક જ ગાય છે એટલે વધારે ગાયો સાચવવાની ચિંતા નથી. આટલામાંથી મારું ભરણ પોષણ થાય છે. અને મને કોઈ ચિંતાઓ ન હોવાથી ઊંઘ પણ સારી આવે છે. એટલે હું ખુશ છું. થોમસની વાત સાંભળી હેરી અને જયને સમજાઈ જય છે. કે સાચું સુખ સંપતિ કે મિલકતમાં નહિ, પણ શાંતિ અને સંતોષમાં છે.