સંગ રહે સાજનનો - ૧૫
સંગ રહે સાજનનો - ૧૫
વિરાટ રાત્રે સુતા વિશાખા સાથે વાત કરતો હોય છે. તે કહે છે રિપોર્ટ તો બધા નોર્મલ છે એટલે હવે એ તો શાંતિ થઈ ગઈ. પણ હવે કાલે ઓડીશન લીધુ તેમાંથી કોઈ એકને પસંદ કરવાનુ છે..મને કંઈ સમજાતું નથી .
વિશાખા : કેમ એવુંં શું કન્ફ્યુઝન છે ?? જે સારુ લાગે વધારે બધી રીતે તેને હા પાડી દેવાની.
વિરાટ તેને આવેલી આજની બધી વાત કરે છે. મને આ આયુષીને હા પાડવી કે નહી કંઈ સમજાતું નથી. તે ખરેખર સાચુ કહેતી હશે ?? તેને અનુભવ નથી બહું આ કામનો પણ તેના આત્મવિશ્વાસ પરથી એવુંં લાગે છે કે તે જલ્દી સેટ થઈ જશે.
જ્યારે બીજી રોશની હતી તે અનુભવી છે અને સાથે સારા પૈસાવાળા ઘરની છે. મને એમ થાય કે જેની પાસે આવડત હોય, અને ખરેખર જરૂર હોય તો તેમને પહેલી વાર કોઈએ તો મોકો તો આપવો જોઈએ ને ? જેનુ બેકગ્રાઉન્ડ સારૂ હોય એ તો આમ પણ આગળ આવવાના જ છે ને ??
વિશાખા : હા પણ, સાચુ છે. હવે તમને જે બરાબર લાગે તેને હા પાડી દો. બીજા ને કહી દેવાનુ કે જરૂર હોય તો બોલાવીશું.
વિરાટ : પણ હું જેને બોલાવીશ એ જ આવશે ને આમ પણ. સારૂ કાલે નકકી કરી દઉ ફાઈનલ.
***
નિવેશ કેબિનમાં થોડું કામ પતાવી ત્યાંથી નીકળી જાય છે. તેઓ ઘરે આવીને તેમના રૂમમાં જાય છે. પ્રેમલતા ત્યાં જ હતી. તે નિવેશ ને ઉદાસ જોઈ પુછે છે , શું થયું તમને ? તમારી તબિયત તો સારી છે ને ?
નિવેશ : હા...પણ
પ્રેમા : પણ શુંં ?? શું થયું મને તો કહો ?
નિવેશ: શું કહું તમને ? ખબર છે આપણે ત્રણેય દીકરાઓ ને એક સમાન રાખ્યા છે કોઈ સાથે ભેદભાવ નથી રાખ્યો. તો પછી તેઓ આપણી સાથે કેમ આવુ કરી શકે?
પ્રેમા : કોણે શું કર્યુ એ તો કહો ?
નિવેશ : નિર્વાણે આપણી જાણ બહાર બિઝનેસ શરૂ કર્યો છે અને એ પણ પોતાના નામે પણ એનુ પાર્ટનર બીજું કોઈ નહી પણ આપણા સૌથી મોટા કોમ્પિટિટર કહો કે જે હંમેશાં આપણી વિરુદ્ધમા જ હોય છે તેની સાથે ધંધો શરૂ કર્યો છે.
પ્રેમા : કોણ છે એવુંં ??
નિવેશ : ધનરાજ નાયક... અને મને પાકો વિશ્વાસ છે કે એ નિર્વાણ ને વિશ્વાસમાં લઈને તેને આપણા વિરુદ્ધ કરીને તેની ખરેખરની તાકાત ને ખોખલી બનાવી રહ્યો છે.
પ્રેમા : નિર્વાણ ને વાત કરવી પડશે.
નિવેશ : નિર્વાણ એમ થોડી કંઈ આપણી વાત હવે માનશે? અને લંડનમા છે બિઝનેસ તો અને નિર્વાણ તો હમણાં છેલ્લા એક વર્ષથી ઈન્ડિયાની બહાર ગયો નથી. તો ત્યાં બિઝનેસ કોણ સંભાળી રહ્યું છે એ જાણવું પડશે ને ?
પ્રેમા : કદાચ એવું તો નહી હોય ને ઈન્વેસ્ટમેન્ટ અને કંપનીનુ બધુ નિર્વાણના નામે હોય અને અને બિઝનેસ ધનરાજ કરતો હોય?
નિવેશ : એવું ના કહો, જો સાચે એવું હશે તો એ આપણને બદનામ કરી નાખશે. હવે મારે સાચે આ ખેલ શુંં રમાઈ રહ્યો છે જાણવું જ પડશે.
***
વિશાખા : વિરાટ આજે જે પણ નિર્ણય કરો તમને દિલથી યોગ્ય લાગે તે કરજો...બાય...લવ યુ....!!
વિરાટ : હા, બકા. ત્યાં જઈને સંયમ સાથે વાત કરીને ફાઈનલ કરૂ. યાર તું હતી તો કંઈ વાંધો જ નહોતો. અને કામની પણ કેટલી મજા આવતી હતી.
વિશાખા : એ તો છે જ ને. પણ દરેક વસ્તુનો એક યોગ્ય સમય હોય છે...
વિરાટ : હા બકા એ તો હું પણ સમજુ છું. પણ હવે મારે પણ કોઈ નવી વ્યક્તિ સાથે સેટ થવુ પડશે ને ??
વિશાખા : હા થઈ જશે. એ તો શુંટિંગ જ કરવાનુ છે ને બાકી તો હું છું જ ને....
વિરાટ : હમમમ...એ તો તારા વિના હું અધૂરો છું... બાય...લવ યુ...ટેક કેર...કહીને વિશાખા ને એક ગાલ પર કિસ કરીને જાય છે...લગ્ન પછી હજુ સુધી એક દિવસ નથી આવ્યો કે તે વિશાખાને બહાર કામ માટે જતી વખતે તેને આ રીતે પ્રેમથી કિસ કર્યા વિના ગયો હોય...
અને એ સાથે જ તે સેટ પર જવા નીકળી જાય છે. ત્યાં પહોંચતા જ તે રસ્તામાં સંયમ સાથે વાત કરવા ફોન કરીને બોલાવે છે અને જેવો તે તેની ઓફિસ પહોંચે છે ત્યાં આયુષી આવીને બેઠેલી જ છે..એ જોઈને વિરાટ કહે છે, તમે અહીં ? મેં તો તમને ફોન કરવાનુ કહ્યું હતું ને ?
આયુષી : સાહેબ આ તો તમારે ફોન કરવાની તફલીક લેવી પડે એના કરતાં હું જ આવી ગઈ. અને તમે જો હા કહી દો તો મારી માતાનો ઈલાજ શરૂ થઈ જાય.
વિરાટ ને કંઈ સમજાતું નથી કે આ છોકરી કયા પ્રકારની છે. તે કહે છે, થોડી વાર બેસો પછી કહું. એટલામાં સંયમ ત્યાં આવે છે. બંને વાતચીત કરે છે.
સંયમ : વિરાટ એક વાત કહું કોણ જાણે એ ગમે તેટલી દેખાવડી, બધી જ રીતે આમ આપણા ક્રાયટેરિયા મુજબ પરફેક્ટ છે પણ મને તે બરાબર નથી લાગતી. બાકી તો તારી મરજી. તું જે કહે તે ફાઈનલ.
વિરાટ : મને એમ થાય છે કે એને હવે ના પાડશું તો એમ જશે ખરી ? અને મને એવુંં થાય છે કે એને સાચે પૈસાની જરૂર હોય.
હું એવુંં વિચારૂ છું કે આપણે આ એક આલ્બમમાં તેને લઈએ પછી જોઈએ કેવું રહે છે ના બરાબર લાગે તો બીજા આલ્બમમાં ના પાડી દઈશુંં. એમ કહીને તે આયુષીને બોલાવીને હા પાડે છે.
વિરાટનું આ પગલું સાચું હશે કે પછી આ એક હા થી તેના જીવનમાં શું ઝંઝાવાત આવશે ?? નિવેશશેઠ પોતાના દીકરા નિર્વાણના કરતુતો ઠીક કરવા શું કરશે ??
જાણવા માટે વાંચતા રહો, સંગ રહે સાજનનો.
ક્રમશઃ