STORYMIRROR

Sujal Patel

Inspirational Others

4  

Sujal Patel

Inspirational Others

સંબંધનો પાયો

સંબંધનો પાયો

5 mins
84


અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં રહેતાં પ્રવિણ જાદવ ટોચનાં બિઝનેસમેન હતાં. છતાંય તેમને કોઈ ખોટો દંભ કે ખોટાં શોખ નહોતાં. બધાં નાના-મોટા વ્યક્તિઓ સાથે તેઓ સરળતાથી જોડાઈ જતાં. તેમને હંમેશા સીધી વાત કરવાની જ આદત હતી. જલેબીની જેમ ગોળ ગોળ વાતો કરવાથી, સંબંધોમાં આડઅસર જન્મે, એવું પ્રવિણભાઈનું માનવું હતું.

એક દિવસ તેમની કંપનીને બહું મોટો કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો થયો. એ કોન્ટ્રાક્ટ આપવાવાળી કંપની દિલ્હીનાં બેસ્ટ બિઝનેસમેન શેઠ અમીર રાયચંદની હતી. કોઈ પણ કંપની સાથે કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો હોય, તે કોન્ટ્રાક્ટ સાઈન કરવાથી પોતાની કંપનીને કેટલો ફાયદો થશે, ને કેટલું નુકશાન, એ વાત તેઓ પહેલાં જ જાણી લેતાં. પછી ચાહે એ જાણવાં માટે સીધી રીતથી કામ થાય કે આડી રીત અપનાવવી પડે. એનાંથી તેમને કોઈ ફરક નાં પડતો.

દિલ્હી અને તેની આજુબાજુના શહેરનાં કેટલાંય બિઝનેસમેન મિ.રાયચંદ સાથે કામ કરવાં તત્પર રહેતાં. પણ, એમાંથી જૂજ લોકોને જ એવો મોકો મળતો.

"સર, મિ.રાયચંદ કાલ સવારે આઠ વાગ્યે અમદાવાદ આવવાનાં છે. મેં તેમની સાથે નવ વાગ્યાની મિટિંગ ફાઈનલ કરી દીધી છે." પ્રવિણ જાદવની સેક્રેટરી રાધિકાએ આવીને કહ્યું.

"બધી તૈયારી પરફેક્ટ હોવી જોઈએ. આપણી કંપની માટે એ કોન્ટ્રાક્ટ જરૂરી છે." પ્રવિણ જાદવે કહ્યું.

"આપણી કંપનીએ તો પોતાની બધી તૈયારી કરી લીધી છે. પણ,મિ.રાયચંદ પાસેથી આ કોન્ટ્રાક્ટ મેળવવો એટલી સરળ વાત નથી. તેઓ બહું ચાલાક છે. તે પોતાનાં બધાં કામ બહું ચીવટથી કરે છે." રાધિકાએ લેપટોપ પરથી મિ.રાયચંદ અંગે મેળવેલી માહિતી પ્રવિણ જાદવને આપતાં કહ્યું.

પ્રવિણ જાદવે રાધિકાની વાતનો કોઈ પ્રત્યુત્તર નાં આપ્યો. ઓફિસ બંધ કરવાનો સમય થઈ ગયો હતો. પ્રવિણ જાદવ પોતાનું લેપટોપ બંધ કરીને, ઓફિસની બહાર નીકળી ગયાં. રાધિકા પણ પોતાનું કામ પૂરું કરીને, પોતાની ઘરે જતી રહી.

મિ.રાયચંદનુ બિઝનેસ સર્કલમા બહું મોટું નામ હતું. તે પોતાનું નામ જાળવી રાખવાં માટે ફૂંકી ફૂંકીને કદમ ઉઠાવતાં. પ્રવિણ જાદવ પણ છેલ્લાં પાંચ વર્ષથી બિઝનેસ ચલાવતાં હતાં. આજ સુધી તેમને ક્યારેય નુકશાન નહોતું થયું. તેમનાં સ્વભાવને લીધે તેમને કોઈ સાથે દુશ્મનાવટ પણ નહોતી.

બસ, અચાનક આવી પડેલાં લોકડાઉનના લીધે તેમની કંપની માટે મિ.રાયચંદનો કોન્ટ્રાક્ટ જરૂરી હતો. નહિંતર આ વર્ષે તેમને મોટું નુકશાન વેઠવું પડશે.‌ તેની પૂરેપૂરી સંભાવના હતી.

પ્રવિણ જાદવને આમ તો કોઈ ટેન્શન નહોતું. તેઓ પોતાનાં બધાં કામ પ્રામાણિકતા કરતાં, તો ટેન્શન જેવી કોઈ વાત આવે જ નહીં. છતાંય તેમને આખી રાત ઊંઘ ના આવી. સવારે પાંચ વાગ્યાની આસપાસ એમને એક ઝોકું આવી ગયું.

સાત વાગે તેમની આંખ ખુલતાં જ આંખો ઉપર એક ભાર વર્તાયો. એ ભાર અધૂરી ઊંઘની સાથે, પોતાની કંપનીને ટોચના સ્થાને પહોંચાડવાનું સપનું તૂટવાની કતાર પર હતું. એનો ભાર પણ અત્યારે આંખો પર વર્તાતો હતો.

તેમની સીધી વાતો મિ.રાયચંદ સમજી શકશે કે નહીં. એ વાતનો વિચાર એમણે કર્યો જ નહોતો. પ્રવિણ જાદવનો તો બસ એક જ મંત્ર હતો.

"સીધી વાત તો એ જ કરે, મનમાં નાં હોય જેનાં ચોરી,

જલેબી ભલે લાગે મીઠી, દેખાવે તોય એ ગોળ ને વાંકી !"

ઘડિયાળમાં આઠ વાગતાં જ પ્રવિણ જાદવ ઓફિસે જવા તૈયાર થવા લાગ્યાં. નવ વાગ્યા પહેલાં ઓફિસે પહોંચવાનું હતું. તૈયાર થઈને, લેપટોપ બેગ લઈને, તેમણે પોતાની કાર ઓફિસ તરફ દોડાવી. બરાબર સાડા આઠના ટકોરે તેઓ ઓફિસે પહોંચી ગયાં. ઓફિસના સ્ટાફે બધી તૈયારી કરી લીધી હતી.

"સર, તમે મિટિંગ રૂમમાં જાવ. મિ.રાયચંદ આવશે, ત્યારે હું તમને ઈન્ફોર્મ કરીશ‌." રાધિકાએ આવીને કહ્યું.

પ્રવિણ જાદવ મિટિંગ રૂમમાં જઈને બેઠાં. બધી તૈયારીઓ એ-વન હતી. પ્રવિણ જાદવે પોતાની ખુરશી પર બેસીને, પોતાની જાતને રિલેક્સ કરી.

નવ વાગી ગયાં હતાં. મિ.રાયચંદ હવે થોડી જ ક્ષણોમાં આવતાં હશે. એમ વિચારી પ્રવિણ જાદવે સુટ સરખું કરીને,સીટ બેલ્ટ કસી લીધો. હવે તેઓ મિટિંગ માટે તૈયાર હતાં. એ સમયે જ મિટિંગ રૂમનો દરવાજો ખુલ્યો. સામે મિ.રાયચંદ ઉભાં હતાં. પ્રવિણ જાદવ પોતાની ખુરશી પરથી ઊભાં થયાં.

મિ.રાયચંદ આવીને ખુરશી પર બેઠાં. પછી પ્રવિણ જાદવે પણ પોતાનું સ્થાન ગ્રહણ કર્યું. કંપનીનાં સ્ટાફમાંથી વિનય અગ્

રવાલે પોતાનું પ્રેઝન્ટેશન આપ્યું. મિ.રાયચંદ કોઈ પણ પ્રતિભાવ વગર બધું જોતાં હતાં. વિનય પોતાનું પ્રેઝન્ટેશન આપીને પોતાની જગ્યાએ બેઠો. મિ.રાયચંદ હજું પણ ચૂપ જ હતાં.

વિનયે પ્રેઝન્ટેશન સારું આપ્યું હતું. બધી તૈયારીઓ પણ સરખી હતી. છતાંય કોઈને મિ.રાયચંદની ચુપ્પીનુ કારણ નાં સમજાયું. બધાં એમનાં પ્રતિભાવની રાહ જોઈ રહ્યાં હતાં.

"તમારું પ્રેઝન્ટેશન તો સારું છે. પણ, આમાં મને દૂર દૂર સુધી મારી કંપનીનો નફો ક્યાંય નજર નથી આવતો. માત્ર તમારી કંપનીનો ફાયદો જ દેખાય છે. એ ફાયદો માત્ર રૂપિયા નહીં પણ બિઝનેસ સર્કલમા નામનાં મેળવવા માટેનો પણ છે." મિ.રાયચંદે પ્રવિણ જાદવ સામે જોઈને કહ્યું.

"મિ.રાયચંદ, આમાં તમારી કંપનીને ફાયદો નથી. તો સામે નુકશાન પણ નથી જ!! અમે જે પ્રેઝન્ટેશન તૈયાર કર્યું. એનાંથી અમારી કંપની આગામી બે વર્ષ સુધી સુરક્ષિત છે. મતલબ કે, ભવિષ્યમાં બે વર્ષ સુધી અમને કોઈ મોટો કોન્ટ્રાક્ટ નાં મળે તો પણ અમને કોઈ પણ પ્રકારનું નાનું કે મોટું નુકશાન થવાની સંભાવના સાવ નહીંવત છે.

મારો આ કોન્ટ્રાક્ટ સાઈન કરવાનો મુખ્ય હેતુ જ આ છે. જો આ કોન્ટ્રાક્ટ અમને નાં મળે. તો અમને બહું મોટું નુકશાન થવાની સંભાવના છે. પણ,મને એ કદાપી મંજૂર નથી." પ્રવિણ જાદવે બધી વાત ખૂબ જ સરળતાથી કહી દીધી.

મિ.રાયચંદ પ્રવિણ જાદવની વાત સાંભળીને ફરી ચૂપ થઈ ગયાં. કંપનીનાં સ્ટાફની નજર મિ.રાયચંદ ઉપર જ મંડાયેલી હતી.

"તો તમારો મતલબ એવો છે, કે હું આ કોન્ટ્રાક્ટ તમને આપીને, તમારું નુકશાન થતું બચાવી લઉ??" મિ.રાયચંદે પ્રવિણ જાદવને પૂછ્યું.

"હાં, તમે સાચું જ સમજ્યાં. મને ફાયદો થાય છે, તો સામે તમને કોઈ નુકશાન નથી થતું. એ વાત પણ તમે જાણો છો. અહીં વાત મારી નહીં. મારાં કંપનીનાં સ્ટાફની છે. મારે આ કોન્ટ્રાક્ટની જરૂર એ લોકો રસ્તે રખડતાં નાં થાય, એ માટે છે." પ્રવિણ જાદવે કહ્યું.

"તમે બહું જ પ્રામાણિક છો. તમારી બિઝનેસ કરવાની રીત એકદમ પારદર્શિતાવાળી છે. તમે ધારત તો આ પ્રેઝન્ટેશનમાં મને ફાયદો નથી. છતાંય અમુક આડીઅવળી વાતો કરી, મને આમાં મારો ફાયદો બતાવીને, આ કોન્ટ્રાક્ટ હાંસિલ કરી લેત. પણ,તમે એવું નાં કર્યું. તમે જે હકીકત હતી, એ સીધી જ મને જણાવી દીધી.

આ સમયમાં આટલી સીધી વાત કોઈ નાં કરી શકે. બધાં પોતાનાં સ્વાર્થ માટે જ દોડતાં હોય છે. પણ તમે એવાં બિલકુલ નથી. આજ આ કોન્ટ્રાક્ટ હું તમારી સીધી વાત કરવાની આદતના લીધે તમને આપું છું." મિ.રાયચંદે ઊભાં થઈને, પ્રવિણ જાદવને ભેટીને કહ્યું.

કંપનીનો સ્ટાફ પણ પ્રવિણ જાદવ જેવાં બિઝનેસમેન સાથે કામ કરીને ખુશ હતો. 

"તમારો ખૂબ ખૂબ આભાર...તમે માત્ર મને આ કોન્ટ્રાક્ટ નથી આપ્યો. મારું સપનું તૂટતાં બચાવ્યું છે, ને મારાં સ્ટાફને તેમની મહેનતનું ફળ આપ્યું છે." પ્રવિણ જાદવે ભાવુક થઈને કહ્યું.

"જો દરેક બિઝનેસમેન તમારી જેમ સીધી વાત કરે, ને બિઝનેસમાં પારદર્શિતા અને પ્રામાણિકતા જાળવી રાખે. તો બિઝનેસ સર્કલમા કોઈ ક્યારેય કોઈનું દુશ્મન નાં બને." મિ.રાયચંદે કોન્ટ્રાક્ટની ફાઈલ પ્રવિણ જાદવના હાથમાં આપતાં કહ્યું.

પ્રામાણિકતાથી સફળતા મળે, ચાલે જીવન હેમખેમ,

જીવનમાં જળવાય પારદર્શિતા, એવી ટેવ રાખો એમનેમ !

પ્રવિણ જાદવની પ્રામાણિકતાના લીધે આજે તેમની કંપની નુકશાન વેઠતા બચી ગઈ. કંપનીનો સ્ટાફ નોકરી વગરનો થતાં બચી ગયો. 

"સર, જો દરેક વ્યક્તિ પોતાનો ફાયદો આડીઅવળી રીતો અપનાવી નાં શોધે, ને તમારી જેમ પ્રામાણિકતાથી સીધી વાત કરે. તો બિઝનેસ જ નહીં, સંબંધોમાં પણ ક્યારેય કડવાશ નાં આવે." રાધિકાએ કોન્ટ્રાક્ટની ફાઈલ લોકરમાં મૂકીને કહ્યું.

મિ.રાયચંદ સહિત કંપનીનાં સ્ટાફનો એક એક મેમ્બર પ્રવિણ જાદવની પ્રામાણિકતા, પારદર્શિતા અને સીધી વાત કરવાની ટેવના લીધે ખુશ હતો. 

ક્યારેક પોતાને બચાવવાં આડી વાતો કરી, વ્યક્તિ પોતાને વધું ફસાવી લેતો હોય છે. પણ, જીવનમાં કરેલી કોઈ ભૂલ હોય, કે પોતાને બચાવવાં કરવામાં આવતી કોશિશ હોય. જો બધી જ જગ્યાએ સીધી વાત કરવામાં આવે. તો કોઈ પણ સંબંધને તૂટતો બચાવી શકાય છે. એ વાત આજે પ્રવિણ જાદવે સાબિત કરી દીધી.

કોઈ પણ સંબંધનો પાયો પ્રામાણિકતા ને પારદર્શિતા જ છે. એ વાતનું શ્રેષ્ઠ ઉદાહરણ એટલે, પ્રવિણ જાદવ !

સમાપ્ત


Rate this content
Log in

Similar gujarati story from Inspirational