Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.
Best summer trip for children is with a good book! Click & use coupon code SUMM100 for Rs.100 off on StoryMirror children books.

Megha Joshi Thaker

Tragedy Inspirational


5.0  

Megha Joshi Thaker

Tragedy Inspirational


સમયની શીખ

સમયની શીખ

6 mins 742 6 mins 742

ચાલને જાનું આવું શું કરે છે? સોરી તો કીધું તને અને હવે તને તારી ફેવરિટ કોફી પણ પીવડાવવા લઇ જાઉં છું. હવે તો માની જા. રિતિક એની વાઈફ રશ્મિને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. રશ્મિ બારીની બહાર એકીટશે કંઇક જોઈ રહી હતી. રિતિક આટલું મનાવી રહ્યો હતો પણ એનું ધ્યાન નહતું. એ બે પ્રેમી પંખીડાને જોઈ રહી હતી જે ઘરની સામેના ગાર્ડનમાં બેઠા હતા. એકબીજાનો હાથમાં હાથ પકડીને વાતો કરી રહ્યા હતા મસ્તી કરી રહ્યા હતા. એ જોઈને રશ્મિને જૂના દિવસો એની નજર સામે દેખાઈ રહ્યા હતા. 


રશ્મિ અને રિતિક એક જ ઓફિસમાં સાથે કામ કરતા હતા. બંનેના ડીપાર્ટમેન્ટ અલગ હતા પણ એકબીજાનું નાનું મોટું કામ પડતું રહેતું. એમ જ ધીરે ધીરે ઓળખાણ થઈ અને ઓળખાણ મૈત્રીમાં પરિણમી. મૈત્રી થતા બંને ધીમે ધીમે એકબીજાને જાણવા લાગ્યા જેમ જેમ જાણવા લાગ્યા એમ પ્રેમમાં પડતા ગયા અને એકદિવસ બંને એ પોતપોતાના પ્રેમનો એકરાર કરી લીધો. એ દિવસે બંનેએ એકબીજાને વચન આપ્યું હતું ગમે તે થશે અલગ નહીં થાય. બંને રોજ ઓફિસેથી છૂટીને સાથે જ ઘરે જવા નીકળતા અને રસ્તામાં આવતા ગાર્ડનમાં કલાક બેસીને વાતો મસ્તી કરીને ઘરે જતા. લગભગ દોઢ વર્ષ થયું બંને એ પોતપોતાના ઘરમાં લગ્ન માટે વાત કરી પણ બંનેના ઘરના લોકો માન્યા નહીં છેવટે બંનેએ ભાગીને લગ્ન કરી લીધા.


આજે બંનેના લગ્નની છઠ્ઠી વર્ષગાંઠ હતી. આટલા વર્ષોમાં બંનેના પ્રેમની નિશાની એવો એક નાનકડો તોફાની ત્રણ વર્ષનો દીકરો વ્યોમ હતો. હવે રશ્મિ નોકરી નહતી કરતી હાઉસવાઈફ હતી. દીકરાને સાચવતી ઘર સાચવતી રિતિક ને સાચવતી. પણ લગ્ન ભાગીને કર્યા હોવાથી રશ્મિનો પરિવાર એમની સાથે સબંધ રાખતા ન હતા. રશ્મિને ઘરમાં ખૂબ એકલતા લાગતી. વ્યોમ સાથે હતો એને ગમતું પણ હવે રિતિકની નવી નોકરીમાં એને ફરવાનું ખૂબ રહેતું. એ બહુ ઓછા દિવસ ઘરે રહેતો. એટલે રિતિક સાથે રહેવાનો સમય એની સાથે વાતચીત કરવાનો ફરવાનો પોતાના પ્રેમને સીંચવાનો સમય જ નહતો રહેતો. એમનો ભરપૂર પ્રેમનો ખીલેલો છોડ ધીરે ધીરે કરમાઈ રહ્યો હતો. રશ્મિએ ઘણીવાર કીધું કે રિતિક નોકરી બદલ કાંતો બહાર જવાનું ઓછું કરી મને અને વ્યોમને તારી જરૂર છે આટલા પૈસા કમાય છે એનું શું કરીશુ જો તું ના હોય. પણ એ કહેતો હું આટલી મેહનત કરું છું તમારા માટે જ તો. તમને કોઈ વાતે કમી ના રહેવી જોઈએ. રશ્મિ કહેતી અમારી બધી જરૂરિયાતો પૂરી થાય એટલું કમાઈ લે પણ અમારી સાથે રહે એટલું બસ છે. રિતિક કહેતો થોડો સમય દોડી લેવા દે પછી નહીં કરું આટલી મહેનત બસ. અને રશ્મિ ચૂપ થઈ જતી. પણ એ એકલી પડી ગઈ હતી એના પિયરથી કોઈ બોલાવતું નહીં અને રિતિકના ઘરના લોકો પણ પ્રસંગોપાત જ બોલાવતા. એને પોતાના મમ્મી પપ્પા યાદ આવતા એકલી પડે એટલે રડતી ને પછી જાતે જ ચૂપ થઈ જતી. એની આ એકલતા એની તકલીફ રિતિક સમજી શકતો નહતો. 


આજે પણ ટૂર ના ચક્કરમાં આખો દિવસ ગયો. સાંજે ઘરે આવ્યો તો પણ રિતિકને યાદ નહતું કે એમની મેરેજ એનિવર્સરી છે. રશ્મિ રિસાઈને બેઠી હતી એણે કીધું ત્યારે રિતિકને યાદ આવ્યું અને હવે એ રશ્મિને મનાવી રહ્યો હતો. પણ રશ્મિ માનતી નહતી અને રડતી રડતી બારી બહાર જોઈ રહી હતી. રિતિક નજીક ગયો એના આંસુ લૂછતાં કહ્યું મને માફ કરી દેને. તું કેમ આટલું રડે છે. રશ્મિએ કહ્યું કે પેલા કપલને જોવે છે મને એમાં આપણો ભૂતકાળ દેખાય છે. પણ વિચારું છું એ દિવસો એ પ્રેમ ક્યાં ગયો. પૈસા નથી જોઈતા મારે જો, મને એ પ્રેમ પાછો મળે તો. રિતિકે કહ્યું પૈસા હું તારા મારા અને આપણા વ્યોમના ભવિષ્ય માટે કમાઉ છું. તમારી સાથે રહેવા અને પ્રેમ કરવા આખી જિંદગી પડી છે. રશ્મિએ કહ્યું જિંદગીનો કોઈ ભરોસો નથી આજે છે ને કાલે નથી. રિતિકે કહ્યું સારું ચાલ હું પ્રયત્ન કરીશ તને સમય આપવાનો બસ. પણ ચલને હવે માની જા ને નહીતો જેટલો સમય બચ્યો છે એનિવર્સરીનો એ પણ પૂરો થઈ જશે. બંને વ્યોમને સુવડાવીને આયાને કહી ફરવા નીકળ્યા. બહુ દિવસે રિતિક અને રશ્મિ પહેલાની જેમ બાઇક પર સાથે ફરવા નીકળે છે. બંનેની પહેલી મુલાકાતની યાદગીરી હતી એ કોફી શોપમાં જાય છે. વાતો કરે છે મસ્તી કરે છે અને પછી ઘરે પાછા જાવા નીકળે છે. સામેથી આવતી એક જીપ સાથે એમનું બાઇક અથડાય છે અને રશ્મિને માથામાં વાગે છે. રિતિકને હાથે અને પગે વાગે છે. એ આજુબાજુના લોકોને બોલાવી એમ્બ્યુલન્સમાં રશ્મિ સાથે હોસ્પિટલ જાય છે. રશ્મિનું લોહી ખૂબ વહી ગયું હોય છે. ઓપરેશન કરે છે, લોહી ચડાવે છે, પણ રશ્મિ ભાનમાં આવતી નથી. એ કોમામાં છે. રિતિક રડી રડીને બોલાવે છે રશ્મિ ઉઠને બોલને પણ રશ્મિ બોલતી નથી. બે દિવસ પછી ડૉક્ટર એને ઘરે લઈ જવા કહે છે પણ એના માટે ચોવીસ કલાક એક નર્સ રાખવા કહે છે જે એનું ધ્યાન રાખે અને એને સમયસર દવા ખાવાનું પીવાનું આપે. પણ રિતિકે કહ્યું એ સાજી નહીં થાય ત્યાં સુધી હું એનું ધ્યાન રાખીશ અને મારા વ્યોમનું પણ. એને નોકરીમાં થોડા સમય માટે રજા લઇ લીધી જ્યાં સુધી મારી પત્ની સારી ના થાય ત્યાં સુધી નહીં આવી શકું કહીને. અને ઘરે રહીને વ્યોમને સાચવતો રશ્મિને સાચવતો. ચોવીસ કલાક એની દવાઓ ખાવા પીવાનું વ્યોમની સ્કૂલ બધું સાંભળી લેતો. પણ જ્યારે ઘરમાં એકલો પડતો એટલે એને પણ જૂનાં દિવસો યાદ આવવા લાગ્યા એને પણ એકલતા સાલવા લાગી. એને પણ પોતાના મા બાપ ભાઈ બહેન યાદ આવતા. એના અને રશ્મિના લગ્ન પહેલાના દિવસો એ પ્રેમ એ મસ્તીના દિવસો યાદ આવતા તો એને થયું કે રશ્મિ સાચું જ કહેતી હતી. આખો દિવસ એ કેટલી એકલી રહેતી, એને પ્રેમની જરૂર હતી, મારી જરૂર હતી પૈસાની નહીં. વ્યોમના આવ્યા પછી તો અમે સાવ અલગ જ થઈ ગયા હતા. હું એમની ખુશીઓ માટે બહાર ફરતો રહ્યો પણ એમની ખુશી હું જ હતો. વ્યોમ સાથે રહીને એને ખબર પડી કે વ્યોમને પણ એના પિતાના પ્રેમથી એણે વંચિત રાખ્યો હતો. એનું બાળપણ એણે જોયું જ નહતું. આજે રશ્મિની આવી હાલત થઈ ત્યારે એને સમય આપ્યો એના કરતાં એને પહેલેથી સમય આપ્યો હોત તો સારું થાત. છ મહિના થયા હતા હવે રશ્મિની સ્થિતિમાં થોડો સુધારો જણાતો હતો. રિતિકની માવજત અને પ્રેમ અને દવાઓની અસર એ આઠ મહિનામાં રશ્મિને ફરી સ્વસ્થ કરી દીધી.


રશ્મિને ડોક્ટરે ચેક કર્યું અને કહ્યું હવે તે બિલકુલ સ્વસ્થ છે એમને દવાની જરૂર નથી. બંને ઘરે જાય છે. ઘરે જઈને રશ્મિ વ્યોમ સાથે રમે છે એને પૂછે છે તું શું કરતો હતો મારા વગર આટલો સમય. એણે કહ્યું મને પપ્પા જ તૈયાર કરતા, ખવડાવતા, પીવડાવતા અને બહુ સાચવતા. રશ્મિએ પૂછ્યું રિતિક, તું જોબ કરતા કઇ રીતે?? રિતિકે અડધેથી જ એને અટકાવતા કહ્યું નોકરી મારા માટે તારા અને વ્યોમ કરતા મહત્વની નથી. તારા કોમામાં ગયા પછી મને અહેસાસ થયો કે તમને મારી કેટલી જરૂર હતી. મને હતું કે સાથે રહેવા અને જીવવા આખી જિંદગી પડી છે પણ હું આજને જ ગુમાવી રહ્યો હતો એ મને ખબર જ ન હતી. તારા કોમામાં જવાથી મને સમજ પડી કે તને કેટલું એકલું લાગતું હશે તને જ્યારે મારી જરૂર હતી હું એ સમયે તારી સાથે ન હતો મને માફ કરી દે. હવે હું તને અને વ્યોમને પૂરતો સમય આપીશ અને અઢળક પ્રેમ પણ આપીશ. આજને જીવીશ આવતીકાલની ચિંતા માટે આજને નહીં વેડફી નાખું. રશ્મિ સ્થિર થઈને રિતિક સામે જોઈ રહી હતી એની આંખોમાં ખુશીના આંસુ હતા જે વાત એ રિતિક ને અનેકવાર કહીને સમજાવી શકી નહતી એ આ આઠ મહિના રિતિક ને સમજાવી ગયા. રશ્મિ રિતિક અને વ્યોમ એકબીજાને ભેટી પડે છે. ખુશ ખુશાલ જિંદગીની નવી શરૂઆત કરે છે. 


Rate this content
Log in

More gujarati story from Megha Joshi Thaker

Similar gujarati story from Tragedy