STORYMIRROR

Jagruti Muliya

Tragedy

4  

Jagruti Muliya

Tragedy

સમાજ કલ્યાણ

સમાજ કલ્યાણ

1 min
233

"બાળ મજૂરી એ આપણાં સમાજ માટે એક લાંછનરૂપ સમસ્યા છે. ભણવાની અને રમવાની ઉંમરે કમાવાની જવાબદારીનાં બોજ તળે બચપણને કચડી નાખવું એ ખરેખર પાપ છે. આપણે જો "મારે શું ?"ની માનસિકતામાંથી બહાર આવીને સમાજ કલ્યાણ દિશામાં આપણું કોઈ નક્કર યોગદાન આપી શકીશું તો જ સાચા અર્થમાં બાળ મજૂરી નિષેધ દિન ઉજવ્યો ગણાશે." 

તાળીઓનાં ગડગડાટથી શિવાની અગ્રવાલનું આ વક્તવ્ય વધાવી લેવાયું. જાણીતા લેખિકા અને સમાજસેવિકા સૌનું અભિવાદન ઝીલી પોતાની કારમાં ગોઠવાયા. સાંજે બે જગ્યાએ આ દિવસનાં ઉપલક્ષ્યમાં યોજાયેલ કાર્યક્રમનાં ભાષણનાં બીજા ધારદાર શબ્દો મોબાઈલમાં તૈયાર કર્યાં. 

ઘરે આવ્યાં ત્યારે તેમની કામવાળી બાઈ શબનમની બાર વર્ષની દીકરી રુખસાના રોજની જેમ ઝાડુ-પોતાં કરી રહી હતી. 

બંગલામાં મુખ્ય દરવાજેથી જ શિવાનીબેને બોલવાનું શરૂ કર્યું. 

"જો રુખી, સરખું પોતું મારજે. તારો જીવ કામમાં હોતો જ નથી. જો મને લાદીમાં એક પણ જગ્યાએ લિસોટા દેખાયા તો હું બીજીવાર પોતા મરાવીશ, ને પરીક્ષાનાં નામે ખોટી રજા લઈશ તો પગાર કાપી લઈશ. સમજી ગઈ ?" 


Rate this content
Log in

More gujarati story from Jagruti Muliya

Similar gujarati story from Tragedy