સિંહ ને પડ્યો માર
સિંહ ને પડ્યો માર


એક ગામ માં એક ગરીબ રહેતો હતો. તે બુધાલાલ આળસુ હતો. એની એક વાડી નદીની નજીક માં જ હતી. એક વાર ગધેડો શેરડી ખાવા આવ્યો. અને પાક ને નુકસાન કરી ચાલ્યો ગયો. બીજા દિવસે ફરી આયો. આમ એક બે દિવસ ચાલ્યું. એટલે બુધાલાલ એ તેને પાઠ ભણાવવાનું નક્કી કર્યું. અને ગધેડા ની રાહ જોવા લાગ્યો.
રસ્તામાં ગધેડા ને સિંહ મળ્યો. તો સિંહે ગધેડા ને પૂછ્યું ક્યાં જાય છે? ગધેડો કહે ચરવા. સિંહ પણ એની પાછળ પાછળ ગયો. ગધેડો તો શેરડી ખાવા જેવો ઘૂસ્યો કે બુધાલાલે તેને એવો માર માર્યો. કે ઉભી પૂંછડીએ ભાગ્યો.
અને બીજે દિવસે સિંહ આવ્યો. બુધાલાલ તો તૈયાર જ હતા. અને પૂછ્યું કાલનો મેથી પાક ભાવ્યો આજે ફરી ખાવો છે. અને સિંહ એ હ પાડી! એટલે બુધાલાલ તો ફરી વળ્યાં. મેથીપાક ખાતા તો સિંહ બેભાન થઈ ગયો. એને કોથળા માં ભરી નદીમાં ફેંકી દીધો. જેવો ભાન મા આવ્યો તો એ ફરી આવ્યો. એટલે બુધાલાલ ઝૂંપડીમાં ભરાઈ ગયો. અને સિંહ આવ્યો એટલે એની પૂંછડી પકડી લીધી. એની પૂંછડી તૂટી ગઈ એટલે પાછો એ ત્યાંથી ભાગી ગયો.