સિંહ અને શિયાળ
સિંહ અને શિયાળ
એક જંગલ હતું. તે ખુબ ઘટાદાર હતું. આ જંગલમાં અનેક જાતના પ્રાણીઓ અને પક્ષીઓ રહેતા હતાં. આ જંગલમાં એક સિંહ પણ રહેતો હતો. તે આ જંગલનો રાજા હતો. વળી એક શિયાળ પણ આ જંગલમાં રહેતું હતું. તે આ જંગલના રાજા સિંહનો ખુબ માનીતો પ્રધાન હતો. આ સિંહ જંગલમાંથી નાના મોટા પ્રાણીઓનો શિકાર કરતો પછી. પોતાની ગુફામાં લઈ આવીને ખાઈ જતો. એના ખાધા પછી જે વધતું તે શિયાળને મળી જતું. આમ શિયાળને સિંહની સેવા કરવા બદલ રોજ ખાવાનું મળી જતું હતું.
હવે એક વખતની વાત છે. ઘણા દિવસો થઈ ગયા હતાં. પણ સિંહને કોઈ સારો શિકાર મળ્યો ના હતો. એટલે સિંહ જરાક અકળાયેલો અને ગુસ્સામાં હતો. તે શિકાર કરવા માટે પોતાની ગુફામાંથી બહાર નીકળ્યો.
એટલામાં એણે જંગલમાં એક હરણ ફરતું જોયું. સોનેરી રંગનું ચમકદાર અને હુષ્ટ-પુષ્ટ હતું. હરણ જોઈને સિંહના મનમાં ખુબજ લાલચ જાગી. તેની માંસની ખુબ જ ઈચ્છા થઈ. એટલે તેણે હરણનો પીછો કર્યો અને તેણે પ
કડાઈ પાડ્યું. પછી તે હરણ પોતાની ગુફામાં લઈ ગયો. અને તેનું ભોજન કર્યું. આવું તાજું અને હુષ્ટ-પુષ્ટ હરણનું ભોજન જોઈને શિયાળના મનમાં પણ ખુબ જ લાલચ જાગી. તેના મોઢામાંથી પાણી પાડવા લાગ્યું. શિયાળ વિચારવા લાગ્યું, ‘ક્યારે આ સિંહ ગુફામાંથી બહાર જાય અને મને આ હરણનું ભોજન કરવા મળે. આમ વિચારતી તે સિંહથી થોડું દૂર ગુફામાં બેસી રહ્યું.
થોડીવારમાં સિંહ ધરાય ગયો. એટલે બાકીનું ભોજન મુકીને તે સુઈ ગયો. હવે શિયાળ ખસતું ખસતું હરણપાસે ગયું. અને ભોજન કરવા લાગ્યું. પણ ત્યાંજ અચાનક સિંહની આંખ ખુલી ગયું. પોતાનું ભાવતું ભોજન શિયાળ ખાઈ રહ્યું હતું આ જોઈને સિંહને ખુબ જ ગુસ્સો આવ્યો. ગુસ્સામાં તેણે શિયાળ પર હુમલો કર્યો અને તેણે મારી નાખ્યું.
આમ આ પરથી આપણે શીખ મળે છે. કે ક્યારેય ક્રૂર અને ઘાતકી માણસોની સેવા કરવી નહિ. કે તેમની મિત્રતા કરવી નહિ. એવા ઘાતકી લોકોનો ક્યારેય વિશ્વાસ કરવો નહિ. એ લોકો ગમે ત્યારે દગો આપી શકે છે.