શિયાળ અને ડોસો
શિયાળ અને ડોસો


એક હતું શિયાળ અને એક હતો ડોસો. ડોસે વાવી બોરડી અને શિયાળે વાવ્યો ખીજડો. ડોસાભાઈ તો રોજ બોરડીને ડોલ ભરીને પાણી પાવે પણ શીયાલ્બેન તો ખીજડો જોવા પણ જાય. એટલે દસની બોરાદીનો તો ખુબ જ વિકાસ થયો પણ શિયાલબાઈનો ખીજડો તો સાવ બલી જ ગયો. એક વરસ, બે વરસ અને ત્રણ વરસ વીત્યા એટલે બોરડી તો ખીલીને મોટી ઘટાદાર બની ગઈ. તેના પર સરસ બોર પણ આવ્યા. ડોસાભાઈ તો રાજ બોરડી પરથી મીઠા મીઠા બોર ખાય અને શિયાળ ને લલચાવે.
એક દિવસની વાત છે. આ ડોસાને પેલી શિયાળની દયા આવી. એટલે તેને શિયાળને પાંચ બોર ખાવા માટે આપ્યા. બોર તો ખુબ જ મીઠા અને રસદાર હતાં. શિયાળને તો બોર ખુબ જ ભાવ્યા. તેને તો વધારે ને વશારે બોર કહેવાની ઈચ્છા થઈ. પણ ખાય કેવી રીતે ! બોરડી તો ડોસાની હતી. એટલે શિયાળે મનમાં એક વિચાર કર્યો. ‘ જો હું ગામને તેમ કરીને આ ડોસાને મારી નાખું તો પછી આ આખી બોરડી મરી એકલીની થઈ જાય. આમ વિચારી તેને ડોસાને મરી નાખવાનો વિચાર કર્યો. આ માટે તેને એક યુક્તિ કરી.
એક્વાર તે ખેતરમાં ડોસા પાસે આવી અને ગરીબડા સ્વરમાં બોલી, ‘ડોસાભાઈ તમે તો સરસ બોરડી વાવી છે. મને પણ બોરડી વાવવી છે. તમે મને શીખવાડો ને !’ ડોસો તો બિચારો ભોળો હતો. તેને શિયાળની દયા આવી. એટલે તે નીચે આવ્યો. પણ શિયાળ કાપતી હતી. જેવો એ નીચે આવ્યો. શિયાળ તેના પર હુમલો કરી તૂટી પડ્યું. અને ડોસાને મારી નાંખ્યો. પછી શિયાળ બોરડીના બધાજ બોર ખાઈ ગયું. અને ત્યાંથી ભાગી ગઈ.
ભાગતા ભાગતા રસ્તામાં એક બીજું ખેતર આવ્યું. ત્યાં ખેડૂત ખેતી કરતો હતો. અને સમાર ચલાવતો હતો. શિયાળે ત્યાં આવીને કહ્યું, ‘મને બળદ ખાવા નહિતર તને ખાઈ જઈશ. પણ લખો તો બહાદુર અને હોંશિયાર હતો. તેને લાકડી ઉઠાવી અને શિયાળને ભગાડી મૂકી. એટલે શિયાળ પણ ગુસ્સે થઈ. તેને લાકડીની બીક હતી. પણ જયારે લખો ખેતરમાં ના હોય ત્યાં શિયાળ આવીને હળ અને સમારને બગાડી જતી. તેને ખબર પડી કે આ કામ પેલી શિયાળનું જ છે. એટલે તેને શિયાળને સીધી કરવા એક રસ્તો વિચાર્યો.
તેને સમર પર બધે જ ગુંદર ચોટાડી દીધો. બીજા દિવસે પણ શિયાળ રોજની જેમ સમર પર સંડાસ કરવા આવી. પણ તે જીવી સમર પર છડી. તેને પગ ગુંદરથી સમાર સાથે ચોટી ગયા. તેને ભાગવાના ઘણા પ્રયત્ન કર્યા પણ ભાગી શકી જ નહિ. એટલામાં લખો આવ્યો. પછી લખે શિયાળને લાકડીએ લાકડીએ ખુબ જ મારી. અને કહ્યું આજ પછી મારા ખેતર બાજુ આવતી નહિ. નહિતર મારી નાખીશ. એમ કહી શિયાળને જવા દીધી. પછી તો શિયાળ પોતાનો જીવા બચાવીને જાય રે જાય. વાળીને કોઈ દિવસ પાછી આવી જ નહિ.