DIVYA DESAI

Children

4.8  

DIVYA DESAI

Children

શેરુભાઈનો વાંચન શોખ

શેરુભાઈનો વાંચન શોખ

2 mins
246


એક જંગલ હતું. જંગલમાં અલગ અલગ પ્રાણીઓના બચ્ચા એકસાથે રહેતા હતા. તેઓ રમતનાં શોખીન. પણ એક સિંહણનુંં બચ્ચુ હતું. એ વાર્તા વાંચવાનુંં શોખીન. એનુંં નામ શેરુ. શેરું આખો દિવસ વાંચવાનુંં અને ભણવાનુંં જ કરે. રમવાનું તો ગમે જ નહીં. શેરૂ સૌથી નાનુંં એટલે એ બધાનુંં પ્રિય. એક દિવસ બધા બચ્ચા ઓએ નક્કી કર્યું કે આજે આપણે રમત નો પ્રોગ્રામ રાખીએ.

શેરું ને આ વાતની જાણ થઈ. શેરુું કહે ના આપણે વાંચવાનું રાખીએ. બીજા બચ્ચા તો રમતના શોખીન. તે બધા કહે ના રમતનો પ્રોગ્રામ બની ગયો છે. શેરૂ માન્યું નહીં. બધા શેરુને રમવા મનાવવા લાગ્યા.

એક શિયાળનું બચ્ચુ કહે : મનાવવાનુંં બંધ કરો. રમવું હોય તો આવશે. ના જોયો હોય તો ભણેશરીનો ડાંડિયો. બધાએ તેને મનાવવાનુંં બંધ કર્યું. શિયાળનુંં બચ્ચુ કહે આપણે એક કામ કરીએ. એક ચેલેન્જ કરીએ. બધા કહે શું ? શિયાળનુંં બચ્ચુ કહે આપણે બે ટીમ બનાવીએ. જેને રમતનો શોખ હોય તે બધા રમતની ટીમમાં જોડાય. અને જેને વાંચવાનો શોખ હોય તે બધા વાંચનની ટીમમાં જોડાય. બધા કહે, હા હા બનાવો ટીમ. વાંચનની ટીમમાં તો શેરૂ ભાઈ એકલા. જયારે રમતની ટીમમાં બધા જોડાઈ ગયા. બધા બોલી ઉઠ્યા. પડતો મૂકો શેરૂને એકલાને. આપણે બધા રમવા જઈએ. આ બધી ચડસાચડસી હાથી દાદા જોઈ રહ્યા હતા. તેઓ આગળ આવ્યા અને બધા બચ્ચાઓને સમજાવ્યા કે, જુઓ બેટા આખો દિવસ રમવાનુંં પણ ન હોય થોડુંક ભણવાનુંં પણ હોય. અને શેરૂં ને કહ્યું કે બેટા ભણવાની સાથે સાથે રમવાનુંં પણ હોવું જોઈએ. ભણવાથી જ્ઞાન વધે છે. અને રમતો રમવાથી આપણું શરીર મજબૂત બને છે. તેથી ભણવાની સાથે સાથે રમતો પણ રમવી જોઈએ. શેરુ સિવાયના બધા બચ્ચાઓને હાથી દાદાએ કહ્યું કે તમે બધા પ્રતિજ્ઞા લો કે આજથી માત્ર રમવાનુંં જ નહીં પણ રમવાની સાથે સાથે ભણવાનુંં પણ કરીશું. અને શેરુંભાઈ ને કહ્યું તમે પ્રતિજ્ઞા લો કે ભણવાની સાથે સાથે રમતો પણ રમીશ. બધા બચ્ચાઓએ હાથી દાદાની વાતમાં સૂર પૂરાવ્યો અને ને રમત રમવા લાગ્યા. શેરુભાઈ પણ હાથી દાદાની વાત સમજી બધાં સાથે રમવા જોડાઈ ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Children