DIVYA DESAI

Children Stories

4.3  

DIVYA DESAI

Children Stories

મહેનતનું પરિણામ

મહેનતનું પરિણામ

2 mins
559


એક ગામ હતું. ગામમાં એક ગરીબ પરિવાર રહેતો હતો. એ પરિવારમાં બે દીકરા હતા. તે બંને દીકરા ભણવામાં ખૂબ જ હોશિયાર હતા.એકનું નામ નિશાન અને બીજાનું નામ કિશાન હતું . તેઓ ખૂબ જ મહેનત કરતા હતા. તેમની પાડોશમાં રહેતો વિપુલ આળસુ હતો.તે જરાપણ મહેનત કરતો નહિ. હંમેશા પારકી આશા રાખતો. પરીક્ષામાં તેની આગળ બેઠેલ વિદ્યાર્થીના જવાબોની કોપી કરી પાસ થઈ જતો.

આમ કરતા કરતા તે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરવા આવ્યો. એક વખત શાળામાં એક સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી. અને ટોપ 3 નંબર લાવનારને ઇનામની જાહેરાત કરવામાં આવી. નિશાન અને કિશાન તો ખૂબ મહેનત કરવા લાગ્યા.પણ વિપુલ કઈ જ ન કરે.તે તો હંમેશની આદત પ્રમાણે હોંશિયાર બાળકની કોપી કરી ઈનામ લેવાની આશા રાખતો હતો.

અંતે પરીક્ષાનો દિવસ આવી ગયો. બધા પરીક્ષાખંડમાં ગોઠવાયા. વિપુલનો નંબર નિશાન અને કિશાનની પાસે જ હતો. તેથી મનોમન ખુશ થઇ ગયો. અને ટોપ ત્રણમાં આવી પોતે પણ ઈનામ મેળવશે એવો વિશ્વાસ પાકો થયો. કારણ કે તેને ખબર જ હતી કે બંને ભાઈ ખૂબ જ હોશિયાર છે.

છેવટે બધાને પેપર આપવામાં આવ્યા. નિશાન અને કિશાન પેપર જોઈ ખુશ થઈ ગયા. કારણ કે તેમને તો બધું જ આવડતું હતું. પણ આ પેપર એવી રીતે કાઢેલું હતું કે દરેક વિદ્યાર્થીને મળેલ પેપરમાં પ્રશ્નો આડા અવળા ક્રમમાં હતા.એટલે કે એકના પેપરમાં જે પ્રશ્ન પહેલા ક્રમે હોય તો તેની બાજુમાં બેઠેલા વિદ્યાર્થીના પેપરમાં તે પ્રશ્ન કોઈ અન્ય ક્રમે હોય. પણ નિશાન અને કિશાનને તેનાથી કોઇ ફરક પડતો ન હતો.કારણ કે તેમણે તો મહેનત કરી હતી.

પણ વિપુલને આ બાબતની ખબર જ નહોતી.તે તો ચોરીથી ટેવાયેલ હતો.તેથી આદત મુજબ ઘડીકમાં નિશાનના તો ઘડીકમાં કિશાનના જવાબોની કોપી કરવા લાગ્યો. અને પેપર પૂરું કર્યું. જયારે પરિણામ આવ્યું તો વિપુલ શૂન્ય માર્ક સાથે સૌથી પાછળ હતો. અને નિશાન તથા કિશાન પ્રથમ હતા. 

પરિણામથી વિપુલને સમજાઈ ગયું કે 'પારકી આશ સદા નીરાશ.અને નિશાન તથા કિશાને સાબિત કર્યું કે ' જાત મહેનત જિંદાબાદ.'


Rate this content
Log in