STORYMIRROR

Kalpesh Patel

Comedy Classics

4  

Kalpesh Patel

Comedy Classics

શાંતિ

શાંતિ

4 mins
18

શાંતિ.

મધરાતે જંગલના રાજાનાં નિવાસનાં છાપરેથી,એક ખૂણેથી શિયાળે લારી ફૂંકી,એક સમાચાર ઉડાવ્યા.

“એક અનજાન મૃતદેહ મળ્યો છે!”

બગાસું ખાતા પહેલા જંગલના સિંહે કહ્યું. ચતુર, શાંતિ રાખ,આમ મારા ઘર પર બેસી રાડો ઓછી પાડ.

તને તો ખબર છે કે...

“મારે તો આજકાલ ચાતુર માસ ચાલે છે, હું કેવળ ફરાળ ઉપર રહી એકટાણું કરું છું.  ફરાળ માં માણસનું માસ નાં આવે, હું આ માણસને અડક્યો પણ નથી !

હવે આ ઉંમરે પાક્કો શાકાહારી છું. બહું મુસીબતથી ઉભી કરેલી ઇમેજ, તું સોશ્યલ મીડિયામાં બગાડ નહિ .”

ચતુરની લારી સાંભળી વાયડા વાંદરાએ પ્રેસ કોન્ફરન્સ બોલાવી.

“અમે તો ફક્ત ઝાડ પર બેસી જોઈ રહેલા , પણ ચતુર, તું આ માનવીના કાંડમાં અમારી પૂંછડી કેમ ખેંછે છે ?”

થોડા જ કલાકમાં સિમેન્ટના જંગલની પોલીસ સીટીઓ મારતી આવી ગઈ.
ઓફિસરે પહેલી વાર મેદાનમાં પગ મૂકતા કહ્યું.

“દેહ તો દેખાય છે, પણ બોડી હજુ જીવિત છે કે નહીં એની તપાસ કરવી પડશે!”

હોસ્પિટલનાં ડોક્ટર બોલવો, તે ડેથ સર્ટિફિકેટ આપે તોજ અમે "એફ આઇ આર " નોંધીએ.

આ રાડા-રાડમાં  સ્થાનિક રાજકારણી પહોંચ્યા. માઇક લઈને બોલ્યા:

“આ મોત વિકાસ એ વિકાસનું મોત છે. વિકાસ વિરોધી વિદેશી હાથનાં તત્ત્વોએ કરાવ્યું છે!”

જંગલ વિકાસમંત્રીએ  તાબડ-તોબ એક સોલાર સ્મશાન પ્રોજેક્ટ જાહેર કરી દીધો.

થોડા જ સમયમાં ચાર ચેનલની OB વેન આવી ગઈ .પ્રધાન મંત્રી માટે યુદ્ધના ધોરણે હેલી પેડ તૈયાર કરવા પી ડબલ્યુંની ટિમ આવી ગઈ.

એક રિપોર્ટર ઝાડ પાછળ ઊભો થઈ લાઈવ કવરેજ આપતો હતો.

“મિત્રો, હું હાલ ત્યાં જ ઊભો છું જ્યાં મૃતદેહ મળ્યો હતો. અહીં માનવીય દુર્ગંધ, રાજકીય સુગંધ વચ્ચે કોઈ TRPની આશા વગર અમે આપનાં માટે શુદ્ધ સમાચાર પીરસીએ છીએ.!”

બીજી ચેનલનો ઉદઘોષક બોલ્યો.

“મૃતદેહ  પ્પર્યાવરણનો વિરોધ કરતા કોઈ પ્રકૃતિનાં શત્રુનો હોઈ શકે!”

ત્રીજો બોલ્યો
“ના, આ તો સ્પષ્ટ રીતે પ્રેમમાં આડખીલી રૂપ હત્યા છે. સોસાયટીનીમાં બેનની માનમર્યાદા નાં નામે માટે કોઈએ સાચા પ્રેમી નું કાટલું કાઢ્યું લાગે છે !”

ચોથી ચેનલનો પત્રકાર સૌથી ખતરનાક હતો —
“શાંતિ રાખો,જુઓ મિત્રો… આ મૃતદેહ છે તો પણ બોલે છે! તેની આંખોમાં ઘૂટાયેલ એક સંદેશ છે!”

અને પછી આખી રાત એમાનવીની શાંત આંખની ઝૂમ કરેલી તસવીર ફ્લેશ કરતો રહ્યો.

થોડી વારમાં ત્યાં વિધાનસભા સ્તરના પર્યટનમંત્રી  આવ્યા.તેમણે જાહેર નિવેદન કરી કહ્યું.

“આ ઘટના માનવતાના વિરુદ્ધ છે. અમે મૃતદેહને પૂરો ન્યાય આપશું. અને એ જ જગ્યાએ સ્મારક બનાવીશું, સાથે એક રેસ્ટ હાઉસ બનાવી ઉચ્ચ સ્તરનું આધુનિક પર્યટન સ્થળ વિકસાવશું .”

તેમના પાછળથી વિરોધ પક્ષના નેતા બોલ્યા..

“સ્મારક નહીં, તપાસ કમિટી જોઈએ!”
તપાસ કમિટી બની , અને પ્રથમ બેઠકમાં ચા-નાસ્તા માટે પાંચ લાખનું બજેટ પસાર થયું.

આખરે વાયડા વાંદરાએ, મંત્રીના હાથમાંથી માઇક ઝૂંટવી લઈ કહ્યું.

“અમે તો આ માણસને કાચી કેરી તોડતા જોયો હતો, પણ આમ  આંબેથી કેરી તોડતા, કોઈ પોતાનો જીવ ગુમાવતા નથી .
જરા કોઈ જુઓ કદાચ એ માણસ પોતાના વિચારોમાં મર્યો હશે.”

ચતુર શિયાળે ઉમેર્યું.

“અરે ભાઈ તે મરવા આવ્યો હોય, તીય માગ્યું મરણ, મફતમાં એમ કાંઈ થોડું મળે?”

પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યો,મૃત્યુ સર્ટિફિકેટ અપાય તેમ નથી. બોડી હજુ ગરમ છે, કારણ અનિર્ધારિત.’

પોલીસે કહ્યું,“મૃતદેહ ઉલટ તપાસમાં સહકાર આપતુ  નથી.”

અને હવે મીડિયા માટે એ જ headline બની ગઈ

“મૃતદેહે પોલીસને આપેલો પડકાર!”

છેલ્લે એક એનજીઓ એ કવિ સંમેલન બોલાવ્યું .

કવિઓની સભાએ ચુપચાપ દેહ પાસે બેસીને કવિતા કરતા એક અવાજે ગાણું ગાયું….

"એક અશાંત ..
જંગલનાં રસ્તે
તેની શાંતિને
શોધવા આવ્યો…
એ એને મળી ગઈ.”

કવિવૃંદ એક ક્ષણ અંજલિ ઓપવા માટે શાંત રહ્યું .

પણ પછી કોઈ બોલ્યું — “ચાલો, હવે સેલ્ફી લઈ લઈએ.”

જંગલમાં મોબાઇલની સેલ્ફી ફ્લૅશ ઝળહળી ઉઠી.

અને સવાર પડતાં તે જંગલમા કોહારામ મચી ગયો.

આ કોહરામમાં હવે એક નવો  અવાજ પણ ગુંજી રહ્યો હતો…

“હું તો, આ નવરાત્રીનાં ગરબાનાં ધ્વનિ પ્રદુષણમાં, સિમેન્ટ નાં જંગલથી કંટાળી, માત્ર એક જ રાત ફક્ત શાંતિ માણવા આટલે દૂર આવ્યો હતો.”




ચતુરે લારી ફૂંકી, ચાલો ભાગો બધા, ભાડા વગર ની જગ્યા ખાલી કરો,મુદ્દામાલનો નાશ ચાલો, સભાનું વિસર્જન.
-----
😁😟😆😁😟😆😁😟😆😆
ડિસ્કલેમર 🇦🇲
આ પ્રસ્તુત કૃતિ એક કલ્પિત રચના છે. અહીં દર્શાવેલા પાત્રો, ઘટનાઓ અને સંવાદો સંપૂર્ણપણે કલ્પનાધારિત છે અને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ, સંસ્થા કે ઘટનાની સાથે કોઈ સાન્નિધ્ય રાખતા નથી. આ કૃતિનો ઉદ્દેશ માત્ર સાહિત્યિક અને દૃશ્ય કલાની અભિવ્યક્તિ છે—વિનોદ, વ્યંગ્ય અને વિચાર માટે. જો કોઈ સમાનતા જણાય, તો એ સંયોગમાત્ર છે.

😆😆😆😆😆😆😆😆😆

How is it, pl react with your comments. 🙏🏻



Rate this content
Log in

Similar gujarati story from Comedy