STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

5  

હર્ષદ અશોડીયા

Inspirational

સદ્ગુરુ દર્શન મહિમા

સદ્ગુરુ દર્શન મહિમા

5 mins
0

સદ્ગુરુ દર્શન મહિમા


એક કાગડાની તડપનથી લઈને રાજકુમારના દિવ્ય સિંહાસન સુધીની એક એવી રહસ્યમય આધ્યાત્મિક સફરજે વાંચીને અવિશ્વાસુ હૃદય પણ ગુરુ-ભક્તિના સાગરમાં ડૂબી જવા મજબૂર બનશે.


નિમળ આકાશમાં સૂર્યનારાયણ પોતાના સોનેરી કિરણો વેરતા હતા. પ્રકૃતિ જાણે કોઈ અગમ્ય શાંતિના ઓઢીને બેઠી હતી. જગતગુરુ, કરુણાના સાગર ધન્ય ગુરુ નાનક દેવજી મહારાજ શાંત ચિત્તે બિરાજમાન હતા. તેમની આભા એવી દિવ્ય હતી કે જોનારના હૃદયના સંતાપ ક્ષણભરમાં ઓગળી જાય. તેમની પાસે જ તેમના પરમ સખા અને અનન્ય શિષ્ય ભાઈ મરદાનાજી હાથમાં રબાબ લઈને બેઠા હતા.

મરદાનાજીના મનમાં ઘણા સમયથી એક જિજ્ઞાસા ઘૂમરાતી હતી. આખરે, હૃદયનો ભાવ રોકી ન શકાતા તેમણે ગુરુદેવના ચરણોમાં વંદન કરીને પૂછ્યું, "હે સચ્ચે પાતશાહ! આપના શ્રીમુખના દર્શન કરવાથી, મહાપુરુષોની સંગત કરવાથી જીવને શું લાભ થાય છે? સંસારના મોહમાયાના બંધનોમાંથી મુક્તિ કેવી રીતે મળે છે? આ દર્શનનું અસલી ફળ શું છે?"

ગુરુ નાનક દેવજીએ મરદાનાજી તરફ જોયું. એ દિવ્ય નયનોમાં અગાધ કરુણા હતી. ગુરુજી મંદ હસ્યા અને બોલ્યા, "મરદાના! પ્રશ્ન બહુ ગૂઢ છે, પણ એનો ઉત્તર શબ્દોથી નહીં, પ્રત્યક્ષ અનુભવથી મળશે. આ સામે દેખાતા માર્ગ પર ચાલ્યો જા. તને જે સૌથી પહેલો જીવ મળે, તેને આ પ્રશ્ન પૂછજે."


क्षणमिह सज्जनसंगतिरेका। 

भवति भवार्णवतरणे नौका॥શંકરાચાર્ય

આ અસાર સંસારરૂપી ભયાનક સમુદ્રને પાર કરવા માટે, સજ્જનો કે સંતોની માત્ર એક ક્ષણની સંગત (સત્સંગ) પણ ભવસાગર તારનારી નૌકા (હોડી) સમાન બની જાય છે.


પ્રથમ સોપાન: કાક યોનિ

ગુરુની આજ્ઞાને શિરોધાર્ય કરીને ભાઈ મરદાનાજી એ માર્ગ પર આગળ વધ્યા. થોડે દૂર જતાં જ એક સૂકા વૃક્ષની ડાળી પર એક કાળો કુરૂપ કાગડો બેઠેલો દેખાયો. મરદાનાજીએ વૃક્ષ નજીક જઈ, હાથ જોડીને કાગડાને પૂછ્યું, "હે જીવ! કૃપા કરીને મને જણાવો કે ગુરુના દર્શન કરવાથી અને તેમની સંગતથી શું લાભ થાય છે?"

હજુ તો પ્રશ્ન પૂરો થયો ન હતો, ત્યાં જ એક અદ્ભુત અને ભયાનક ઘટના ઘટી! એ કાગડો જોરથી કાં-કાં કરવા લાગ્યો, તેની આંખો ફાટી ગઈ, પાંખો ફફડાવી અને જોતજોતામાં વૃક્ષ પરથી નીચે ધબક કરતો પડ્યો અને તેના પ્રાણ પંખેરુ ઊડી ગયા!

મરદાનાજી તો સ્તબ્ધ થઈ ગયા! હૃદય ધ્રૂજી ઊઠ્યું. મનમાં થયું, 'અરેરે! આ શું થયું? જેવો ભય લાગ્યો કે તરત જ તેઓ દોડતા ગુરુજી પાસે પહોંચ્યા.' તેમણે હાંફતા હાંફતા કહ્યું, "મહારાજ! આ કેવો અનર્થ? મેં તો માત્ર પ્રશ્ન પૂછ્યો અને તે કાગડો તરત જ મરી ગયો! મને તો જીવહત્યાનું પાપ લાગ્યું!"

ગુરુજીએ શાંતિથી કહ્યું, "મરદાના, ધીરજ રાખ. કરતારની લીલા અપરંપાર છે. તું ચિંતા ન કર, હજુ તારો ઉત્તર અધૂરો છે."

દ્વિતીય સોપાન: ગૌ-વંશનો બાલ્યકાળ

થોડા દિવસો વીત્યા પછી, ગુરુજીએ ફરી મરદાનાજીને બોલાવ્યા અને કહ્યું, "મરદાના! નગરમાં પેલા ધનવાન વણિકના ઘરે ગાયે હમણાં જ એક સુંદર બછડા (વાછરડા)ને જન્મ આપ્યો છે. તું ત્યાં જા અને તેને આ પ્રશ્ન પૂછ."

મરદાનાજીના પગ પાછા પડતા હતા. મનમાં ભય હતો કે પેલા કાગડા જેવું ન થાય. પરંતુ ગુરુની આજ્ઞા લોપી શકાય નહીં. શાસ્ત્રોમાં પણ કહ્યું છે:


अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा विनश्यति। — શ્રીમદ ભગવદ ગીતા (-૪૦)

 

અજ્ઞાનીશ્રદ્ધારહિત અને સંશયયુક્ત મનવાળો મનુષ્ય વિનાશને પામે છેગુરુના વચનમાં સંશય  હોવો જોઈએ.


મરદાનાજી તે વણિકના ઘરે પહોંચ્યા. ગમાણમાં એક નવજાત, અત્યંત કોમળ બછડું માતા ગાયની પાસે સૂતું હતું. મરદાનાજીએ આજુબાજુ જોઈને ધીમેથી તેના કાનમાં પૂછ્યું, "હે દિવ્ય જીવ! મને જણાવો કે ગુરુ દર્શનનું ફળ શું છે?"

આ સાંભળતા જ તે બછડાએ પોતાની આંખો ખોલી, એક વાર મરદાનાજી તરફ જોયું, તેના આખા શરીરમાં ધ્રુજારી આવી અને તેના શ્વાસ પણ થંભી ગયા! તે નવજાત બછડું પણ મૃત્યુ પામ્યું.

મરદાનાજી ભયભીત થઈને ત્યાંથી ભાગ્યા. ગુરુજી પાસે આવીને ચરણોમાં પડી ગયા, "સચ્ચે પાતશાહ! હવે મને આવી કસોટીમાં ન નાખો. પહેલા કાગડો મર્યો અને હવે આ ગાયનું બાળક! આ પાપમાંથી મને કોણ ઉગારશે?"

ગુરુ નાનક દેવજીએ તેમના મસ્તક પર હાથ મૂક્યો અને કહ્યું, "મરદાના, તું નિમિત્ત માત્ર છે. ઈશ્વરની યોજના પર ભરોસો રાખ. હજુ એક છેલ્લો પ્રયત્ન બાકી છે."

તૃતીય સોપાન: રાજકુમારનો જન્મ

કેટલાક મહિનાઓ પસાર થઈ ગયા. તે નગરના રાજાના ઘરે લગ્ન ભગ્ન પછી ઘણા વર્ષોએ એક સુંદર રાજકુમારનો જન્મ થયો. આખા રાજ્યમાં મંગળ ગીતો ગવાતા હતા, નગારા વાગતા હતા અને દાન-પુણ્ય થઈ રહ્યું હતું. ગુરુજીએ મરદાનાજીને બોલાવીને કહ્યું, "મરદાના, હવે સમય પાકી ગયો છે. તું રાજમહેલમાં જા અને તે નવજાત રાજકુમારને તારો પ્રશ્ન પૂછ."

મરદાનાજીના તો હોશ ઊડી ગયા. તેમણે કહ્યું, "મહારાજ! જો આ રાજકુમારને કાંઈ થયું, તો રાજા મને જીવતો જમીનમાં દાટી દેશે!"

ગુરુજીએ હસીને કહ્યું, "ભય ન રાખ, આ વખતે તને તારો ઉત્તર ચોક્કસ મળશે."

મરદાનાજી ભારે હૈયે રાજમહેલ તરફ ચાલ્યા.


ગુરુની  જ્ઞા માથે ચડાવીડરતો ડરતો ડગલાં ભરું,

કાગડો મર્યોબછડું મર્યુંહવે  બાળકનું શું કરું?

હે નાથતારી લીલા અકળતારો ભરોસો છે પરમ,

કાં તો ઉગારજે  જીવનેકાં તો  જન્મે આપજે મરણ.

 

મહેલમાં સાધુ-સંતોનો આદર સત્કાર થતો હતો. મરદાનાજી પણ એક તેજસ્વી સંત રૂપે ત્યાં પહોંચ્યા. રાજા તેમને આદરપૂર્વક બાળકના કક્ષમાં લઈ ગયો. મરદાનાજીએ રાજાને વિનંતી કરી કે તેઓ ક્ષણભર માટે બાળક સાથે એકાંત ઈચ્છે છે.

જ્યારે કક્ષમાં કોઈ ન હતું, ત્યારે મરદાનાજી ધ્રૂજતા હૃદયે પલંગ પાસે ગયા. સોનાના પારણામાં રેશમી વસ્ત્રો વચ્ચે એક તેજસ્વી દિવ્ય બાળક સૂતું હતું. મરદાનાજીએ હાથ જોડી, ધ્રૂજતા અવાજે પૂછ્યું, "હે રાજકુમાર! કૃપા કરીને મને કહો, ગુરુના દર્શન કરવાથી અને સંતોની સંગતથી જીવને શું લાભ થાય છે?"

પરમ સત્યનો સાક્ષાત્કાર

ત્યારે જ ચમત્કાર થયો! તે નવજાત શિશુના મુખ પર એક દિવ્ય, પ્રૌઢ સ્મિત રેલાયું. તે બાળકે એક પરિપક્વ અને જ્ઞાની પુરુષની વાણીમાં બોલવાનું શરૂ કર્યું:

"હે મહાપુરુષ મરદાનાજી! આપ હજુ પણ ગુરુ દર્શનની મહિમાને ઓળખી શક્યા નથી? સાંભળો,

જ્યારે આપ પ્રથમ વાર ગુરુ નાનક દેવજીના દર્શન કરીને પૂર્ણ શ્રદ્ધા સાથે મારી પાસે આવ્યા, ત્યારે હું કાગડાની અતિ નીચ યોનિમાં ભટકતો એક પાપી જીવ હતો. આપના મુખેથી નીકળેલા ગુરુના શબ્દો અને આપની અંદર રહેલા ગુરુ દર્શનના તેજના પ્રભાવથી મારો કાગડાનો દેહ છૂટી ગયો અને મારી પશુ યોનિ કલ્યાણ પામી.

ત્યારબાદ, આપ બીજી વાર ગુરુજીના પવિત્ર દર્શનનું તેજ લઈને આવ્યા, ત્યારે હું વણિકના ઘરે બછડું બન્યો હતો. આપની વાણીના સ્પર્શ માત્રથી મારી તે પશુ યોનિનો પણ નાશ થયો અને મને સૃષ્ટિનું સર્વોચ્ચ 'માનવ ચોળું' (મનુષ્ય જન્મ) પ્રાપ્ત થયું, તે પણ એક રાજાના કુળમાં!"

બાળકે હાથ જોડીને આગળ કહ્યું: "હે મરદાનાજી! જે સદ્ગુરુના દર્શન માત્રથી એક નીચ કાગડો રાજાનો પુત્ર બની જતો હોય, જેમના દર્શન ભવ-બંધનો કાપી નાખતા હોય, તે ગુરુના દર્શનની મહિમાનું વર્ણન કરવાની આ સંસારના કોઈ શબ્દોમાં તાકાત નથી!"

આ પરમ સત્યને પ્રગટ કરતો ચાણક્ય નીતિનો આ શ્લોક અહીં બિલકુલ સચોટ બેસે છે:


कीटोऽपि सुमनःसङ्गादारोहति सतां शिरः।

अश्मापि याति देवत्वं महद्भिः सुप्रतिष्ठितः॥

 

ફૂલોની સંગત કરવાથી એક નાનો કીડો (ઇયળ) પણ મહાપુરુષો અને ભગવાનના મસ્તક પર ચડી જાય છે, અને જો શ્રેષ્ઠ પુરુષો દ્વારા પથ્થરની પણ પ્રતિષ્ઠા કરવામાં આવે, તો તે પથ્થર પણ દેવત્વ (ભગવાન) ને પામે છે.


રાજકુમારના મુખેથી આ જ્ઞાન સાંભળીને મરદાનાજીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેમનો સઘળો ભય, સઘળો સંશય ઓગળી ગયો. તેઓ સમજી ગયા કે ગુરુજીએ કોઈની હત્યા નથી કરી, પરંતુ પોતાના દર્શનના પ્રતાપથી એક જીવનો મોક્ષ કર્યો હતો.

"પારસમણિના સ્પર્શથી લોખંડ પણ સોનું બને" — તેમ ગુરુના દર્શનથી કાગડો પણ રાજકુમાર બની ગયો.

મરદાનાજી દોડતા ગુરુ નાનક દેવજીના ચરણોમાં આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી પડ્યા અને ભાવવિભોર થઈને બોલ્યા:

" સદ્ગુરુ મારા... નજરોને કંઈક એવી ખુદાઈ દે...

જિધર દેખું ઉધર તું હી દિખાઈ દે...

કર દે એવી કૃપા આજ  દાસ પર કે...

જ્યારે પણ બેસું સિમરનમાં... સદ્ગુરુ તું હી દિખાઈ દે."

ગુરુજીએ મરદાનાજીને હૃદય સરસા ચાંપ્યા.






સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational