STORYMIRROR

હર્ષદ અશોડીયા

Inspirational

4  

હર્ષદ અશોડીયા

Inspirational

પ્રાથના અને ઈશ્વર કૃપા

પ્રાથના અને ઈશ્વર કૃપા

3 mins
0

પ્રાથના અને ઈશ્વર કૃપા

"મોતના ચક્રવ્યૂહમાં ફસાયેલી એક ગર્ભવતી હરિણીની એવી અદ્ભુત કથા... જ્યાં એક જ ક્ષણમાં રમાયેલી કુદરતની બાજી અને ચમત્કાર વાંચીને તમારા રૂંવાડાં ઊભા થઈ જશે!"


ઘનઘોર જંગલનું નીરવ અને રહસ્યમય વાતાવરણ. વૃક્ષોની ડાળીઓમાંથી ચળાઈને આવતો સૂર્યપ્રકાશ અરણ્યની ધરતી પર સુવર્ણ આકૃતિઓ રચી રહ્યો હતો. આ જંગલના એક ખૂણે એક સગર્ભા હરિણી ઉભી હતી. તેના ગર્ભમાં ઉછરી રહેલો નવો જીવ હવે આ દુનિયામાં શ્વાસ લેવા માટે આતુર હતો અને પ્રસૂતિનો સમય બિલકુલ નજીક આવી પહોંચ્યો હતો.

દૂર નદી કિનારે લહેરાતું એક લીલુંછમ ઘાસનું મેદાન તેને પોતાના આવનારા બચ્ચા માટે અત્યંત સુરક્ષિત જણાયું. માતૃત્વની મીઠી અપેક્ષા સાથે તે ધીમે ધીમે એ દિશામાં આગળ વધી. પરંતુ, તે મેદાન સુધી પહોંચે તે પહેલાં જ તેના શરીરમાં પ્રસૂતિની અસહ્ય પીડા ઊપડી.

જીવનમાં પરિસ્થિતિ કેટલી હદે વિપરીત જાય છે તે કલ્પના બહારની વાત છે..

તે જ ક્ષણે, અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ વળ્યા. ભયાનક ગડગડાટ સાથે વીજળીના કડાકા થવા લાગ્યા. આકાશમાંથી વરસેલી એક પ્રચંડ વીજળીએ સૂકા વૃક્ષો પર ત્રાટકી અને જંગલમાં ભયાવહ દાવાનળ ભભૂકી ઉઠ્યો.. આગની લપેટો પવન સાથે તેજ ગતિએ હરિણી તરફ આગળ વધવા લાગી.

ગભરાયેલી અને પીડાથી કણસતી હરિણીએ બચવાના રસ્તા માટે ડાબી બાજુ નજર કરી, તો ત્યાં એક નિર્દયી શિકારી તેના પર પોતાના ધનુષ પરથી પ્રાણઘાતક બાણનું નિશાન તાકીને ઊભો હતો. જીવ બચાવવાની લાલસામાં તેણે જમણી તરફ વળીને ભાગવાનો પ્રયાસ કર્યો, ત્યાં તો સામેથી એક કદાવર અને ભૂખથી આકુળવ્યાકુળ વિકરાળ સિંહ તેની તરફ તરાપ મારવા આવી રહ્યો હતો.

"આગળ કૂવો ને પાછળ ખાઈ"

 "સૂડી વચ્ચે સોપારી"

ન તો  હરિણી આગળ જઈ શકે તેમ હતી? ના, તો પાછળ . સામે જ નદીના ધસમસતા પૂરમાં તણાઈ જવાનો નિશ્ચિત ડર હતો. એક તરફ  પ્રચંડ દાવાનળ તેને જીવતી ભૂંજી નાખવા માટે તત્પર હતો.બીજી બાજુ ધસમસતી નદી ત્રીજી બાજુ શિકારી  ચોથી બાજુ સિંહ....ને માથે કડાકા મારતી વીજળી.

જીવનની આ સૌથી મોટી વિડંબના હતી. ચારેય દિશાઓમાંથી મૃત્યુએ તેને ઘેરી લીધી હતી. આ સંકટના સમયને વર્ણવતો હિતોપદેશનો આ શ્લોક અહી અત્યંત સાર્થક ઠરે છે:

अरक्षितं तिष्ठति दैवरक्षितं सुरक्षितं दैवहतं विनश्यति।

जीवत्यनाथोपि वने विसर्जितः कृतप्रयत्नोपि गृहे विनश्यति॥ હિતોપદેશ 

જેનું રક્ષણ દૈવ (ઈશ્વરકરે છે તે અરક્ષિત હોવા છતાં બચી જાય છેઅને જેને દૈવે હણી લીધો છે તે અત્યંત સુરક્ષિત હોવા છતાં નાશ પામે છેઅનાથ તરીકે જંગલમાં છોડી દેવાયેલો જીવ પણ જીવતો રહે છેજ્યારે ઘરમાં બધી જ કાળજી રાખવા છતાં નિર્માણ થયેલું મૃત્યુ જીવને ખતમ કરી જ નાખે છે.

આવી વિપરીત અને અશક્ય જણાતી સ્થિતિમાં ગર્ભવતી હરિણી શું કરી શકે?

सर्वमार्गेषु नष्टेषु कलौ च खलधर्मिणि 

पाखण्डप्रचुरे लोके कृष्ण एव गतिर्मम  શ્રીમદ્ વલ્લભાચાર્યજી

જ્યારે (જીવનના કે કલ્યાણના) સર્વ માર્ગો નષ્ટ થઈ ગયા હોય (એટલે કે ચારે બાજુ અંધકાર છવાઈ ગયો હોય અને કોઈ રસ્તો ન દેખાતો હોય), આ કળિયુગમાં જ્યારે ચારેતરફ દુષ્ટતા અને પાખંડનું સામ્રાજ્ય ફેલાયેલું હોય, ત્યારે હે શ્રી કૃષ્ણ! તમે જ મારી એકમાત્ર ગતિ (આશરો, આધાર કે શરણું) છો.

દ્રૌપદી એ જે ભાવથી શ્રીક્રષ્ણ ને યાદ કર્યા એજ ભાવ થી હરણીએ તેમને યાદ કર્યા.



ચારે દિશામાં મોત ઊભુંભયનું સામ્રાજ્ય છવાયું,

પણ માતૃત્વની એ શક્તિ સામેકાળનું ચક્ર પણ થંભી ગયું.

છોડી ચિંતા જગતનીકર્મના પંથે તે ડગલાં માંડે,

પ્રકૃતિ પણ નમી પડે ત્યાંજ્યાં જીવ નિસ્વાર્થ કર્મ આચરે.

 

જ્યારે જીવ પોતાનું કર્મ નિષ્ઠાપૂર્વક ભગવાનને હૃદય થી યાદ કરે છે કરે છે, ત્યારે ઇસ્વરનું બ્રહ્માંડ તેની રક્ષા કાજે ઢાલ બની ઉભું રહે છે.

માત્ર એક જ ક્ષણમાં આખો ઘટનાક્રમ પલટાઈ જાય છે: અચાનક આકાશમાંથી એક ભયાનક વીજળી શિકારીની બરાબર સામે પડે છે, જેના તેજથી શિકારી અંધ બની જાય છે. આંખો અંજાઈ જવાના કારણે તેના હાથમાંથી છટકેલું તીર નિશાન ચૂકી જાય છે અને હરિણીની તદ્દન બાજુમાંથી સનનન... કરતું પસાર થઈને સીધું જ ભૂખ્યા સિંહની છાતીમાં ઘૂસી જાય છે. સિંહ ત્યાં જ લોહીલુહાણ થઈને ઢળી પડે છે. એ જ સેકન્ડે આકાશ ફાટે છે અને મૂશળધાર વરસાદ તૂટી પડે છે, જે જંગલના પ્રચંડ દાવાનળને ગણતરીની મિનિટોમાં શાંત કરી દે છે.

"રામ રાખે તેને કોણ ચાખે!"

ચારેય સંકટો એક જ ક્ષણમાં નાબૂદ થઈ ગયાં અને એ જ પરમ શાંતિની ક્ષણે હરિણીએ એક અત્યંત સુંદર, નિર્દોષ અને તંદુરસ્ત બચ્ચાને જન્મ આપ્યો.

હરણીએ પોતાના બચ્ચાનું નામ રાખ્યું વિશ્વાસ.

જીવનમાં જયારે પણ આવી હરિની જેવી સ્તિતિ આવે ત્યારે કૃષ્ણને હૃદય થી પ્રાથના કરજો. કાનો જરૂર આવશે.




સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati story from Inspirational