હેલન અને ચંદ્રગુપ્ત
હેલન અને ચંદ્રગુપ્ત
હેલન અને ચંદ્રગુપ્ત
જ્યાં સમ્રાટનું સૌંદર્ય-આકર્ષણ હારી ગયું અને ચાણક્યની કૂટનીતિ જીતી ગઈ;
વાંચો, અખંડ ભારતની ગાદીને વિદેશી લોહીથી બચાવવાની એ રોમાંચક ઐતિહાસિક કથા!
(ઈ.સ. પૂર્વે ૩૦૫) ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ભારતવર્ષ પર વિદેશી આક્રમણકારોની નજર પડી છે, ત્યારે ત્યારે કોઈને કોઈ મહાપુરુષે પોતાની બુદ્ધિપ્રતિભાથી ભારતભૂમિનું રક્ષણ કર્યું છે. ઈ.સ. પૂર્વે ૩૦૫ (305 BCE) માં સિકંદરના સેનાપતિ અને સીરિયા-બેબીલોનના ગ્રીક શાસક સેલ્યુકસ નિકેટરે ભારત જીતવાના ઈરાદાથી સિંધુ નદી પાર કરી. પરંતુ સામે પક્ષે આ વખતે કોઈ નબળો રાજા નહોતો, ત્યાં મગધ સામ્રાજ્યના સિંહાસન પર સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બિરાજમાન હતા, જેમના પથદર્શક ખુદ આચાર્ય ચાણક્ય હતા.
યુદ્ધ ભયંકર થયું. સેલ્યુકસની સેના પરાજિત થઈ અને તેને બંદી બનાવી લેવામાં આવી. પોતાના અસ્તિત્વને બચાવવા માટે અને મૌર્ય સામ્રાજ્ય સાથે સંધિ કરવા માટે સેલ્યુકસે પોતાની અત્યંત લાવણ્યમયી પુત્રી હેલન (કોર્નેલિયા) ના વિવાહનો પ્રસ્તાવ ચંદ્રગુપ્ત સમક્ષ મૂક્યો.
विपदि धैर्यमथ अभ्युदये क्षमा सदसि वाक्पटुता युधि विक्रमः।
यशसि चाभिरुचिर्व्यसनं श्रुतौ प्रकृतिसिद्धमिदं हि महात्मनाम्॥ (નીતિશતકમ્)
અર્થ: આપત્તિમાં ધૈર્ય રાખવું, ઉન્નતિના સમયે ક્ષમાશીલ રહેવું, સભામાં વાક્ચતુર્ય દાખવવું, યુદ્ધમાં પરાક્રમ બતાવવું, યશ મેળવવામાં રુચિ રાખવી અને શાસ્ત્રોમાં આસક્તિ હોવી – આ બધા ગુણો મહાપુરુષોમાં જન્મજાત હોય છે.
ચંદ્રગુપ્ત હેલનના સૌંદર્યથી મોહિત હતા, પરંતુ ચાણક્ય માટે રાષ્ટ્રહિત સર્વોપરી હતું. તેમના મતે વિદેશી સ્ત્રી સાથેના વિવાહ એ માત્ર બે હૃદયનું મિલન નથી, પણ બે સંસ્કૃતિઓ અને બે શાસનતંત્રો વચ્ચેનું જોડાણ છે. જે વિદેશી વિચારધારા જોડે ભારતીય વિચારધારા ભળવી એ સંસ્કૃતિનું અધપતન જ થાય.
આચાર્ય ચાણક્યે લગ્નની મંજૂરી આપી. તેમણે ચંદ્રગુપ્ત અને હેલન સામે ત્રણ મુખ્ય શરતો મૂકી, જે આજની આધુનિક રાજનીતિ માટે પણ માર્ગદર્શક છે.
प्रथमः समयो ह्येष तयोः संसर्गजः सुतः।
राज्यस्याधिकारी न स्यादिति निश्चितमेव च॥ १॥
विदेशीया यतो हेलेन नान्विता भरतान्वयैः।
भारतीयमपि श्रेष्ठं न जानाति च संसृतिम्॥ २॥
ચાણક્યે સ્પષ્ટ કર્યું કે હેલન અને ચંદ્રગુપ્તના સંસર્ગથી જન્મેલું સંતાન ક્યારેય મગધનું ઉત્તરાધિકારી (રાજા) બની શકશે નહીં.
હેલન એક વિદેશી મહિલા છે. તેના પૂર્વજો આ માટીના નથી. તે ભારતીય વૈદિક સંસ્કૃતિ, તેના મૂલ્યો અને અહીંના લોકાચારથી તદ્દન અજાણ છે. વિદેશી માતાના ગર્ભમાંથી જન્મેલું બાળક ક્યારેય આ દેશની સંસ્કૃતિને આત્મસાત કરી શકે નહીં.
જો લોહીમાં જ આ ભૂમિ પ્રત્યેનો પ્રેમ ન હોય, તો તે ગાદી પર બેસીને દેશનું ભલું કેવી રીતે કરી શકે?
બીજું કારણ આપતા ચાણક્યે કહ્યું કે હેલન ગમે તેટલી પવિત્ર હોય, પણ તે ભારતના દુશ્મનની દીકરી છે. પોતાના પિતાની હાર નો બદલો હમેશા તેના હૃદય માં ખટક્યા કરશે. તેનું હૃદય ગમે ત્યારે તેના પિતૃપક્ષ તરફ ઢળી શકે છે.
વિદેશી માતા પોતાની સંતાનને પોતાના દેશની વાતો, ત્યાંની વિચારધારા અને ત્યાંના હિતો તરફ વાળશે. પરિણામે, તે પુત્ર ભારતીય પ્રજા અને માટી પ્રત્યે ક્યારેય પૂર્ણ નિષ્ઠાવાન રહી શકશે નહીં. તે મોટો થઈને ભારત વિરોધી શક્તિઓનું સાધન બની શકે છે.
ચાણક્યે હેલન સામે શરત મૂકી કે તે ગૃહસ્થ જીવનમાં ચંદ્રગુપ્તની પત્ની તરીકે પૂર્ણ અધિકાર ભોગવશે, પરંતુ સામ્રાજ્યના રાજકીય, પ્રશાસનિક કે સૈન્ય નિર્ણયોમાં ક્યારેય દખલગીરી કરી શકશે નહીં. રાજકારણથી તેણે સદંતર અલિપ્ત રહેવું પડશે.
રૂપ-રંગના મોહ મહીં જો રાષ્ટ્રધર્મ ભુલાશે,
તો વિદેશી લોહી આ ગાદી પર બેસી પસ્તાશે;
જેને મન આ માટી નહિ, બસ ભોગ તણું છે ધામ,
એવા સંતાનો કરશે જગમાં ભારતવર્ષ બદનામ!
ઐતિહાસિક સંશોધનો (Historical Evidences) અને મેગસ્થનીઝના પુસ્તક 'ઇન્ડિકા' (Indica) તેમજ વિશાખદત્ત રચિત નાટક 'મુદ્રારક્ષસ' ના ઊંડા અભ્યાસ પરથી સાબિત થાય છે કે ચંદ્રગુપ્તના લગ્ન બાદ હેલનથી જન્મેલા પુત્ર 'જસ્ટિન' ને ક્યારેય મગધ સામ્રાજ્યના ઉત્તરાધિકારની રેસમાં લાવવામાં આવ્યો નહોતો. ચંદ્રગુપ્ત પછી ગાદી પર તેમની ભારતીય પત્ની દુર્ધરાનો પુત્ર બિંદુસાર બેઠો, જેણે મૌર્ય સામ્રાજ્યને આગળ ધપાવ્યું.
આચાર્ય ચાણક્યની આ દૂરદર્શિતા પાછળનું મનોવિજ્ઞાન એ હતું કે જે વ્યક્તિનું માનસિક જોડાણ પિતૃભૂમિ અને માતૃભૂમિ બંને સ્તરે ભારત સાથે નથી, તે કટોકટીના સમયે દેશદ્રોહ કરી શકે છે અથવા વિદેશી ધરતી પર જઈને પોતાના જ દેશ વિરુદ્ધ ઝેર ઓકી શકે છે.
આજે સદીઓ પછી પણ ઇતિહાસ પોતાનું પુનરાવર્તન કરતો દેખાય છે. જ્યારે કોઈ વ્યક્તિ ઉછેર, સંસ્કાર કે વિચારધારાની દ્રષ્ટિએ વિદેશી માનસિકતાથી પ્રભાવિત હોય, ત્યારે તે ભારતની ગરિમાને વૈશ્વિક મંચ પર ઠેસ પહોંચાડવામાં અચકાતી નથી. વિદેશમાં જઈને દેશની લોકશાહી, સંસ્કૃતિ કે પ્રજા પર સવાલો ઉઠાવવા એ એ જ 'હેલન પુત્ર' ની માનસિકતાનું આધુનિક સ્વરૂપ છે, જેની ચેતવણી ચાણક્યે અઢી હજાર વર્ષ પહેલાં આપી હતી.
आत्मानं सततं रक्षेद् दारैरपि धनैरपि।
न देवाः प्रभवन्त्यस्य यस्य भार्या वशानुगा॥ (ચાણક્ય નીતિ)
પોતાના આત્માની (અને રાષ્ટ્રની) રક્ષા ધન અને પત્નીના ભોગે પણ સતત કરવી જોઈએ. જે રાજા પોતાના રાષ્ટ્રના સ્વાભિમાનને સ્ત્રી કે મોહના ભોગે દાવ પર લગાવે છે, તેનો વિનાશ નિશ્ચિત છે.
"પાણી પહેલાં પાળ બાંધવી." ચાણક્યે પાણી પહેલાં પાળ બાંધીને ભારતવર્ષને બચાવ્યું હતું, પણ જો આજે આપણે એ પાળ તોડી નાખીશું તો વિનાશ વહેલો આવશે.
