End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!
End of Summer Sale for children. Apply code SUMM100 at checkout!

AV Creations

Drama


2  

AV Creations

Drama


સારાગઢી યુદ્ધ

સારાગઢી યુદ્ધ

4 mins 330 4 mins 330

આ યુદ્ધમાં પરાક્રમની સ્ટોરી પણ છે અને સાથે લડાઈમાં દુશ્મનોની સાથે માનવીયતા બતાવવાની પણ. કેસરી એક યુદ્ધગાથા છે. આવી ફિલ્મો સાથે આ ખતરો થાય છે કે તે યુદ્ધોન્માદ પણ ઉભો કરવા લાગી જાય છે. પણ નિર્દેશક અનુરાગ સિંહની આ ફિલ્મ યુદ્ધનુ મહિમામંડન નથી કરતી. આ ફિલ્મ શીખોના શોર્યની યાદ આપવે છે અને યુદ્ધ દરમિયાન વિરોધી પક્ષન ઘાયલ સૈનિકોની સેવાનો સંદેશ પણ આપે છે. 

ગુરૂગોવિંદ સિંહજીનુ એક મશહૂર કથન છે. - સવા લાખ સે એક લડાઉ તો મેં ગુરૂ ગોવિંદ સિંહ કહાઉ. ફિલ્મમાં અંતમા ઈશર સિંહનુ પાત્ર ભાજ્વતા અક્ષય કુમારે ગોલિયા ખતમ થયા પછી એકલા તલવાર ચલાવતા એ રીતે વિરોધી પક્ષ પર આક્રમણ કર્યુ છે તેના મૂળમાં આ વાત છે. પણ ગોવિંદ સિંહની પ્રસિદ્ધ રચના દેહુ ઇવા બર મોહિ શુંભ કરમન તે કબહુ ન ટરો' મા રહેલી ભાવના ફિલ્મના શરૂઆતથી અંત સુધી છે. આ ફિલ્મમાં સતત ગૂંજતી રહે છે. આ બતાવતા કે લડાઈ દરમિયાન પણ શુંભ કર્મ કરતા રહેવુ જોઈએ. 

કેસરી સન 1897ની વાસ્તવિક કથા પર આધારિત છે. ત્યારે ભારત અંગ્રેજોનો ગુલામ હતો. એ સમયના ભારત-અફઘાનિસ્તાન સીમા પર સારાગઢી એક સૈન્ય પોસ્ટ હતી. અહી ફક્ત 21 સૈનિક ગોઠવાયેલા હતા એ સિખ રેજિમેંટના હતા. અફગાનિયોએ આ સૈન્ય પોસ્ટ પર એ માટે હુમલો કર્યો કારણ કે તેને ધ્વસ્ત કર્યા પછી થોડી દૂર આવેલ બે કિલ્લા-ફોર્ટ ગુલિસ્તાન અને ફોર્ટ લૉકહાર્ટ પર નિયંત્રણ કરી લેતા. પણ 21 સૈનિકોની આ ટુકડીએ અંતિમ દમ સુધી અફગાનિયોનો સામનો કર્યો અને સંકટને ટાળી દીધું. 

સારાગઢીમાં એ થયુ એ તો ઈતિહાસના પુસ્તકોમાં નોંધાયેલુ છે. પણ કેસરી તેને એ પુસ્તકોમાંથી બહાર કાઢીને ત્યા લઈ જાય છે. જ્યા સૈનિકોનુ વ્યક્તિગત જીવન પણ છે. તેમના પોતાના દુ:ખ દર્દ પણ છે. તેમના ઘરમાં શું થઈ રહ્યું છે. તેમની પત્નીઓ અને માતાઓ કંઈ લલક સાથે તેમની રાહ જોઈ રહી છે. તેણે પોતાના બાળકોને કેટલા સમયથી જોયા નથી. આ બધુ ફિલ્મની બનાવટમાં છે. એક દ્રશ્ય ચ હે જેમા એક સૈનિક પોતાના જૂતા પર હંમેશા કડક પોલિસ કરતો રહે છે. બીજો જ્યારે તેને પૂછે છે કે તે આવુ કેમ કરે છે તો તેને જવાબ મળે છે. - મારા પિતાએ એક જ જૂતા પર આખી જીંદગી વિતાવી દીધી તેથી આ જૂતા તેમને ભેટમાં આપીશ. 

આવા અનેક નાના લાગનારા વાક્યોને મેળવીને બનેલ આ ફિલ્મ સામાન્ય સૈનિકની આકાંક્ષાઓ, અરમાનો અને યાદોની તરફ પણ લઈ જાય છે. આ સૈનિક સારાગઢીની પાસે એક ગામમાં તૂટેલા ફૂટેલા મસ્જિદનું પણ મળીને નિર્માણ કરે છે. તે નોકરી જરૂર અંગ્રેજોની કરે છે પણ પોતાની સિખ પરંપરાને યાદ કરતા બીજા ધર્મ એટલે કે ઈસ્લામ સાથે દુશ્મની નથી રાખતા. કેસરી નિર્વરતાની કથા પણ છે. ફિલ્મનો એક માર્મિક પ્રસંગ એ છે એમા યુદ્ધ દરમિયાન ઈશર સિંહ પોતાની ચૌકીના રસોઈયાને કહે છે કે લડાઈ દરમિયાન તેને પોતાની ટુકડીને ઘાયલ સૈનિકોને તો પાણી પીવડાવવાનુ છે પણ સાથે જ દુશ્મન સેનાના ઘાયલ સૈનિકો સાથે પણ આવુ જ કરવાનુ છે. પછી તે એ રસોઈયાને એ કિસ્સો સંભળાવે ક હ્હે જ્યારે મુગલ સેના સાથે લડાઈ દરમિયાન ગુરૂ ગોવિંદ સિંહની સેનાના ભાઈ કનૈયા ઘાયલ સિખોની સેવા કરી રહ્યો હતો ત્યારે ઘાયલ મુગલ સૈનિકોના જખમો પર પણ મલમ પટ્ટી કરી રહ્યો હતો. જ્યારે કેટલક લોકોએ ગુરૂ ગોવિંદ સિંહને આની ફરિયાદ કરી તો ગુરૂએ ભાઈ કનૈયાનો પક્ષ લીધો હતો . ભાઈ કનૈયાએ ત્યારે ગુરૂ ગોવિંદ સિંહને કહ્યુ હતુ - દરેક ઘાયલ સૈનિકમાં હુ તમને જ જોઉ છુ. તેથી આવુ કરુ છુ. સિખ ઈતિહાસનો આવા અન્ય પહેલુ આ ફિલ્મમાં છે. તેમા સિખ સૈનિક પોતાની પાઘડી પર ચક્કર (ચક્ર)પણ બાંધતો દેખાય છે એ સિખ સૈન્ય પરંપરાનો ભાગ રહ્યો છે. આ ચક્કર માથાની રક્ષા પણ કરે છે અને જરૂર પડે તો હથિયારનુ કામ પણ કરે છે. આ અક્ષય કુમારની અત્યાર સુધીની સૌથી સારી ફિલ્મ છે. પણ અહી એ કહેવુ પણ જરૂરી રહેશે કે ફિલ્મ અભિનયથી વધુ નિર્દેશકીય કલ્પના પર ટકી છે. અનુરાગ સિંહ હાલના સમયમાં ઉભરાતા એક સારા પંજાબી નિર્દેશક છે. તેમણે પંજાબી ફિલ્મોની સંસ્કૃતિ બદલી નાખી છે. કેસરી તેમની પ્રતિભાનુ ઉદાહરણ છે. 

કેસરીમાં નિર્દેશકીય મૌલિકતા શું છે ? તેને સમજવી પડશે. સારાગઢીનો એ ઈતિહાસ સાથે જોડાયેલી સ્ટોરી છે તેમા એક મોટો પેચ છે. ખાસ કરીને ફિલ્મકાર માટે. એ છે વાસ્તવિક લડાઈ થઈ હતી જે અંગ્રેજી ફોજ અને અફગાનો વચ્ચે થઈ હતી. તેમા ભારત ક્યાય નહોતુ. કારણ કે તે સમયે ભારત ગુલામ હતુ તેથી કોણી વીરતાના વખાણ થયા છે અહી ? અંગ્રેજી ફોજના છેવટે ફોજી સિખ પણ તો અંગ્રેજી ફોજમાં હતા. તેથી નિર્દેશક સામે આ પડકાર હતો. ઈતિહાસના આ અધ્યાયને આજે કેવી રીતે મુકવામાં આવે કે બતાવવામાં આવે કે દર્શક તેની સાથે ભાવના સાથે જોડાય ? અનુરાગ સિંહે આ મુદ્દાને ઝીણવટાઈથી ઉકેલ્યુ છે. તેમણે આ યુદ્ધને એ રીતે બતાવ્યુ છે કે તેને આઝદીની ભાવના અનેસિખોના પોતાના ઉસૂલ સાથે જોડી દીધુ છે. હવલદાર ઈશર સિંહની ટુકડી પોતાની કૉમની પરંપરા અને આઝાદીની ભાવના માટે લડી રહી હતી. ઈશર સિંહમાં અંગ્રેજ હુકુમત અને અંગ્રેજ શાસન વિરુદ્ધ ગુસ્સો પણ હતો. હા એટલુ જરૂર થયુ છે કે આ બતાડવા માટે અનુરાગે અકાદમિક ઈતિહાસ સાથે થોડો ફેરફાર કર્યો છે. પણ કદાચ આ ઈતિહાસની સાથે કોઈ ફેરફાર પણ નથી કારણ કે ઈતિહાસ તો મોટેભાગે અકાદમિક વિદ્વાન લખે છે અને તેઓ પોતાની લાગણી ક્યા બતાવી શકે છે લાગણીઓ તો કદાચ સ્મૃતિઓમાં વસે છે. જ્યાથી અનુરાગ સિંહે પડદા પર ઉતારી દીધી છે. 


Rate this content
Log in

More gujarati story from AV Creations

Similar gujarati story from Drama