Aartiba Gohil

Inspirational

3  

Aartiba Gohil

Inspirational

સાહસ

સાહસ

2 mins
14K


'લ્યો, કામીનીબેન તમારી દીકરી અમને પસંદ પડી. સપનામાં જોઈ તેવી રાજકુમારી છે, રાજકુમારી. અમારા ઘરમાં રાnણીબનીને આવે, તેની જ રાહ જોઈએ છીએ'

દીકરીને જોવા આવેલું ગર્ભશ્રીમંત કુટુંબ ખુશખુશાલ જણાતું હતું. છોકરાની મા પોતાની શ્રીમંતાઈનું વર્ણન કરતા ક્યાં પાછી પડે તેમ હતી પોરસાઈ ને ફાળકો થઇ બોલી પડી, 'મહેલ જેવડું તો અમારું ઘર છે. શહેરમાં ફેક્ટરી, ને ગામડે વાડી-ખેતર, બધું છે. આંગણામાં ચાર ગાડી ઉભી હોય. ઘરના બધા માટે અલગ.'

છોકરાની બહેન બોલી, 'મારા ભાઈનું ઘર તો સ્વર્ગ છે, સ્વર્ગ. તમારી દીકરી જ્યાં પગ મુકે ત્યાં ધનના ઢગલા'.

માં-દીકરીના કપડા સમું જોઈ છોકરાની ભાભીએ નાકનું ટીચકું ચડાવ્યું. ગર્વ સાથે કહે, 'તમારી દીકરી દિવસમાં સો વખત કપડા બદલાવને તોયે કબાટ ભરેલો પડી રહે એટલી સાડીને મેચિંગ જ્વેલરી છે. અમારા ઘરની વહુવારુને પગથી માથા સુધી અમે મઢી દઈએ. દાગીનાથી શોભતી સ્ત્રી અમારા ઘરનું ઘરેણું ગણાય.'

એ લોકોની વાતનો સાર એટલો હતો કે, તમારી દીકરીને કોઈ કામ નહિ કરવું પડે. પાણી માંગતા દુધ હાજર અને રૂપિયા, ઘરેણાની તો ક્યાં કોઈ કમી હતી ?

કામિનીબહેન પોતાની દીકરી સામું જોઈ રહ્યા. માં દીકરીની નજર એક થઇ. કેટલાક સમજણપૂર્વકના સંવાદો આંખોથી થઇ ગયા.

મહેમાન ગયા પછી દીકરીએ મનની વાત કરી. 'મમ્મી, તું કહેતી હતીને કે, સ્ત્રી એટલે ઉર્જા સભર જીવન. નહિ કે હાલતું ચાલતું શણગારેલું પુતળું... !'

સાંજે યુવકના પિતાનો ફોન આવ્યો. 'કામિનીબહેન, શું વિચાર કર્યો ? તમે કહો ત્યારે જાન લઈને આવીએ.'

કામીનીબહેને જવાબ આપ્યો. 'મારી દીકરી કશું ન કરવા માટે નહિ, પણ ઘણું વિશેષ કરવા જન્મી છે. તેના મતે મુજબ જીવન એટલે સાહસ. અને સાહસ એટલે સ્ત્રી. શેઠ તમારા દીકરા માટે બીજી કન્યા શોધી લેજો.'

 


Rate this content
Log in

Similar gujarati story from Inspirational