રુદ્રાક્ષનો મણકો
રુદ્રાક્ષનો મણકો
"કેવો ગયો ઇન્ટરવ્યુ ?" પપ્પા એ ધીરે ધીરે સીડી ચઢતા અનુજને પૂછ્યું
"ઈન્ટરવ્યુ તો સારો ગયો છે પણ ખબર નથી કે મને નોકરી મળશે કે નહીં ? "
"એવું કેવું બોલે છે અનુજ, શુભ શુભ બોલ" અનુજની મમ્મી એ કહ્યું. આ વખતે તો તને નોકરી મળવી જોઇએ. મે હનુમાનજી ને એક કિલો લાડુનો પ્રસાદ ચડાવાનો કહ્યું છે
એના પપ્પા હસતાં હસતાં બોલ્યા, "તું તો દરવખતે ભગવાન બદલે છે તો પછી બધા ભગવાન કનફયુસડ થઈ જશે. ગમેતે એકને પસંદ કર."
અનુજ ત્રણ વર્ષ પહેલાં એન્જિનિયરની પરીક્ષા માં ૭૦% માકસથી પાસ થયો હતો. ત્યારે ઘરમાં બહુ જ આનંદ થયો હતો. ઘરની સ્થિતિ સારી નહોતી. પપ્પાના રિટાર્યડ થવા પછી એમને નોકરી મળી નહીં. મોટાભાઈને. કોરાના ને લીધે નોકરી જતી રહી હતી. આમે એ બહુ ભણેલા નહીં એટલે જેમતેમ લાગવગ લગાડીને એક દુકાનમાં નામું લખતાં હતાં તે દુકાન પણ બંધ થઈ ગઈ અને એમની નોકરી જતી રહી. એટલે બધાંને અનુજ માટે આશા હતી. જયા જાય ત્યાં લાગવગ અને સિફારિશ ! કોઇક ઠેકાણે પૈસા આપી નોકરી મળતી, તો કોઈ ઠેકાણે વધારે પૈસાનું કહીં ઓછામાં નોકરી લેવાનું કહે. આમ સમય વહેતો ગયો. પણ નોકરી ના મળી
ઘરના લોકો કોઈક સરકારને ગાળો આપે "આ નોકરીમાં પણ અનામત કર્યું અને એસસી એસટીવાળા ને નોકરી મળી જાય અને આપણા જેવા રહી જાય. એમ કેટકેટલું ગાળો દેતા. આમ અનુજ રોજ સવારે તૈયાર થઈ ને જાય અને સાજે થાકેલો પાકેલો નાસિપાસ થઈ જાય. ધીરેધીરે સૂર્યના કિરણો પર અમાસનું ગ્રહણ લાગવા માંડ્યું.
એક દિવસ અનુજ ની મમ્મી મંદિરમાં દર્શન કરી પાછી ફરતી હતી. ત્યાં લોકો કોઈ સાધુની વાત કરતા હતા એટલે સુધાબેન સાંભળવા ઉભા રહ્યા. લોકો કહેતા હતા કે ,"આ સાધુ બહુ જ્ઞાની છે જો તમને ખાતરી કરવી હોય તો કાલે એમની કથા સાંભળવા આવજો." બિજે દિવસે સુધાબહેન એની કથા સાંભળવા લાગ્યા ધીરેધીરે એમનો વિશ્વાસ વધતો ગયો.
એક દિવસ એ અનુજને જોર કરી લઈ આવ્યા. માણસ જ્યારે ખુબ નિરાશ થઈ જાય ત્યારે પથ્થરને પણ ભગવાન માને છે. એમ અનુજ પણ એમની કથા સાંભળવા બેસી ગયો. કથા પુરી થઈ ગઈ બધા ચર્ચા કરતા જવા લાગ્યા પણ સુધાબહેન અને અનુજ બેસી રહ્યા. એટલે મહાત્મા પાસે ગયા અને કહ્યું કે "આ મારો દિકરો છે એને કંઈ જંત્રતંત્ર આપો એટલે એને નોકરી મળી જાય તો અમારું દળદર તુટે."
મહાત્માએ એની સાથે થોડી વાતચીત કરી પછી બે દિવસ પછી આવજે એટલે હું તને પ્રસાદ આપીશ અને તે કોઈ પણ સંજોગોમાં કાઢવાનો નહિ. એમ કહીં એને વિદાય કર્યો. બે દિવસ પછી અનુજ મહાત્મા પાસે ગયો અને એને એક
દોરીમાં પરોવી રુદ્રાક્ષનો મણકો આપ્યો. બિજે દિવસે રવિવાર હતો એટલે પેપરમાં ખુબ જાહેરાતો આવી. એમા એક મલ્ટીનેશનલ કંપનીની પણ જાહેરાત હતી. એણે એમાં અરજી કરી નાખી. હવે તો મારી પાસે રુદ્રાક્ષનો મણકો છે મને તો આ નોકરી મળી જશે. એમ એ બબડ્યો. નોકરીનો ઈન્ટરવ્યુ પૂના હતોં એણે સરસ રીતે બધું તૈયાર કરી પૂના પહોચી ગયો. એણે ખુબ સરસ એકદમ વિશ્વાસથી જવાબ આપ્યા.
હજુ તો એ ધારવાડ પોતાના ઘરે પહોંચી જાય તે પહેલા એના મોબાઈલમાં ફોન આવ્યો. "હલો, તમારે બે દિવસ પછી જોઇન કરવાનું છે આને તમારું પોસ્ટિગ પણ પૂના જ રહેશે. એ તો ખુબ ખુશ થતો થતો ઘેર આવ્યો અને બધી વાત કરી. બધા ખુબ ખુશ થયા. બે દિવસ પછી જોઇન થઇ ગયો હતો હોશિયાર તો હતો અને ખુબ મહેનત કરતો.જોતજોતામા તો વર્ષ વિતી ગયું.
એક દિવસ માંઘ માસની પૂર્ણિમા હતી બધા મુંબઈ દરિયામાં નાહવા જતાં હતાં અનુજ પણ્ બધાની સાથે ગયો. નાહતા નાસ્તા એનો રુદ્રાક્ષ પરેવેલ દોરો પાણીમાં પડી ગયો. પણ એને ખબર ના પડી. એ બધા ની સાથે પૂના પહોચી ગયો.
બિજે દિવસે એના બોસે એને બોલાવ્યો. હવે એ પેલો મણકો શોધવા માંડ્યો પણ મળ્યો નહીં. ગભરાતા ગભરાતા એ બોસ પાસે ગયો. રસ્તામાં એને ખુબ વિચાર આવ્યા, નક્કી હવે મને બોસ કાઢી મુકશે, કેવો બેદરકાર છુ એવો પણ વિચાર કર્યો. એને મુંબઈ ગયા બદલ પસ્તાવો થયો. જેમતેમ હિંમત કરી ઓફિસમાં ગયો.
હજુ એ દરવાજા ને ટકોરા મારવાજ જતો હતો ત્યાં બોસનો ગુસ્સા ભર્યો આવાજ સાંભળ્યો. એના હાથ પગ ધૃજવા લાગ્યા. જેમતેમ હિંમત રાખી, ભગવાનનું નામ લેવા જતો હતો ત્યાં જ દરવાજો ખુલ્યો અને બોસે એને જોયો બોસે કહ્યું "યસ,કમીન.હેવ એ સીટ,".અનુજ બેસી ગયો. ત્યાં પાણીથી ભરેલો એક ગ્લાસ હતો તે ફટાફટ પી ગયો બોસ એની આ હરકતથી રમુજ માં આવી ગયા એમને અનુજની ગમ્મત કરવાનું મન થયું. એમણે ખોટો ખોટો ગુસ્સો કરતાં બોલ્યા,
"સો,અનુજ, કાલે તમે મુંબઈ ગયા હતા ?"
એટલે અનુજ કહે,યસ, સર પણ મેં મારી લીવ લેટર મુક્યો હતો"
એટલે એના બોસે કહ્યું, "હંમ,પણ કાલે તો રજા હતી "
"જી હા,જી હા,પણ મને એમ કે જણાવી દઈએ તો સારું."
ઓકે, ઓકે કરીને ધીરે રહીને બોસે કહ્યું, પણ અહીંનો સ્ટાફ અને અમે બધા તમારાથી કંટાળી ગયા છીએ એટલે તમને પ્રમોશન આપીને અમેરિકા મોકલવા માંગી એ છે. તમને અહીંના કરતા ડબલ પૈસા અને તે પણ ડોલરમાં મળશે તમે કાલે જ ધારવાડ જઈ તૈયારી કરો.
અનુજના તો આનંદ નો પાર નથી એ તો પોતાની નાની સુટકેસ તૈયાર કરી તે રાત્રે જ ધારવાડ પહોંચી ગયો. એને ઓચિંતો આવેલો જોઈને ઘરમાં બધા ગુસપુસ કરવા માંડ્યા. બિજે દિવસે ઉઠી એ બજારમાં ગયો અને પેંડાના બે પેકેટ લઇ ઘેર આવ્યો, રસ્તામાં એ પેલા મહાત્માની તપાસ કરવા ગયો પણ્ એ તો જતાં રહ્યાં હતાં. ઘેર જઈ જુવે છે તો મહાત્મા ત્યાં જ બેઠા હતા પણ આ શું !એમની દાઢી બાઢી નહતી.
પછી મહાત્મા બોલ્યા, "કેમ બેટા, ક્યારે અમેરિકા જાય છે ?અને હા, તારો રુદ્રાક્ષનો મણકો ક્યાં ગયો ?"
અનુજ તો અવાક્ થઈ ગયો એટલે એની મમ્મી એ ખુલાસો કર્યો કે આ કંઈ મહાત્મા નથી મારો દૂરના સગાભાઈ જેવો છે.તને જોઈ ને અમારાથી ના રહેવાયું એટલે તારો વિશ્વાસ જગાડવા આ નાટક કર્યું હતું. તું આટલી સરસ કોલેજમાંથી સરસ ટકાથી પાસ થયો પણ ઈન્ટરવ્યુ ના આપી શકે અને ગભરાઇ જાય તેથી આવું બધું કર્યું આને બધા ખડખડાટ હસી પડ્યા.
બે દિવસ થયા એટલે અનુજે કંપનીમાં ફોન કર્યો
"હા, કોણ,અનુજભાઈ, હજુ સુધી કંઇ નક્કી નથી કર્યું "એમ કરી
